________________
સાધકનું સમાધાન
પ્રગટતાં ઈચ્છાઓ બળીને રાખ બને છે. ગીતામાં કહ્યું છે કે
"प्रजहाति यदा कामान्, सर्वान् पार्थ ! मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। એ સ્થિતપ્રજ્ઞ બને છે. એ જ બ્રાહ્મી સ્થિતિ છે. પરમ પ્રેમ અવસ્થા છે. સપુરુષ પ્રત્યેનો અનન્ય પ્રેમ શિષ્યના જીવનમાં વહેતો થાય છે ત્યારે સપુરુષની કૃપા વરસે છે. એ પ્રેમ અને કૃપાના સંયોગથી શિષ્યમાં ધ્યાનનો અગ્નિ પ્રગટ થાય છે. મન, બુદ્ધિ, પ્રાણ અને શરીર એ શિષ્યના કરણ સાધનોને એ અગ્નિ સ્પર્શ કરે છે. સ્પર્શ થતાં તમામ મલિનતા, અશુદ્ધિ, અશુભ સંસ્કારો બળે છે, દહન થાય છે. એ જ પવિત્રતા છે, આ પવિત્રકરણની પ્રક્રિયાથી મન દિવ્ય મન બને છે. બુધ્ધિ દિવ્ય બુધ્ધિ બને છે અને એ દિવ્ય બનેલ કરણોમાં પરમ પ્રભુ પરમાત્માનું અવતરણ થાય છે. ગીતા અને જ્ઞાનવાન કહે છે, ભક્ત કહે છે અને એને જ હું મળું છું એમ કહે છે. આ અનંત જ્ઞાનીઓનું હૃદય વલોવીને મૂક્યું છે. તમામ શાસ્ત્રસિધુ આ બિંદુમાં સમાયો છે. આ ગાગરમાં સાગર છે. કરોડો યોગોનું ગૂઢ રહસ્ય આ છે. આ સર્વોત્તમ યોગ છે. સર્વ શ્રેષ્ઠ જ્ઞાન છે. પરમ પ્રભુને પ્રાપ્ત કરવાની આ દિવ્યકળા છે. પ્રભુનો આ જ પ્રસાદ છે. તો જીવવાનું કેવી રીતે? (૧) પુરુષની ઈચ્છાએ – એ જ મુમુક્ષુતા-સરળતા - જિતેન્દ્રિયતા (૨) સત્પુરુષના વિચારે – એ જ દિવ્યજ્ઞાન, નમ્રતા, નિરહંકારીતા (૩) સત્પુરુષની ભાવનાએ – એ જ પરાભક્તિ-પ્રેમ-દિવ્યપ્રેમ (૪) સત્પુરુષની આજ્ઞાએ – એ જ સમર્પણ
એ માટે પોતાની ઈચ્છાનો ત્યાગ એટલે – અહંકારનો લય એ જ જ્ઞાનયોગ, એ માટે પોતાના વિચારનો ત્યાગ એટલે મનનો લય-એ જ ભક્તિયોગ. પોતાની ભાવનાનો ત્યાગ એટલે – વાસનાનો લય એ જ કર્મયોગ. પોતાની આશાઓનો ત્યાગ એટલે સંયમ-સમપર્ણ-એ જ સ્વાનુભૂતિ.
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org