________________
કાકીની શા
જીવનમાં આવવાની, એ પળને આવવા દેવી, લાવવી નહીં.
જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં એની આજ્ઞાની આધીનતા સિવાય બીજું કંઈપણ કરવાની વૃત્તિ ઊઠે એ જ અજ્ઞાન જનિત અહંકાર છે.
પ્રશ્ન કોને છે? પૂર્ણ પુરુષને કોઈ પ્રશ્ન નથી. જેને શિષ્યત્વ પ્રાપ્ત થયું છે એને કોઈ પ્રશ્ન નથી.
પૂર્ણ પુરુષને ગુરુની જરૂર નથી. શિષ્યત્વ જેને પ્રાપ્ત થયું છે અને તમામ સાધનો, આધારો, આલંબનો છોડયા છે, શરણ છોડયા છે. એક માત્ર ગુરુ સિવાય એને કોઈ આધાર, આલંબન, શરણ નથી. એને કોઈ પ્રશ્ન નથી, એને મન શાસ્ત્રોનું કોઈ મહત્ત્વ નથી. એ શાસ્ત્રને પક્કતો નથી. ગુરુની જ માત્ર નિશ્રા છે, એની કોઈ પસંદગી, ક્રમ, વિચાર, નિર્ણય નથી, એ માત્ર ગુરુમુખ છે. એને શાસ્ત્ર તરફ દષ્ટિ નથી.
જે મુમુક્ષુ નથી, સાધક નથી એને ગુરુ કે શાસ્ત્રનો કોઈ પ્રશ્ન નથી. ત્યારે પ્રશ્ન કોને છે?
થોડા ટકા સાધક ભાવ જેનામાં છે, થોડીક મુમુક્ષુતા જેનામાં પ્રગટી છે એને પ્રશ્ન છે. કાં તો ગુરુ તરીકે એની જેના માટેની પસંદગી છે, એના તરફ એનું વલણ છે પણ સમર્પણ નથી અથવા ગુરુ હાજર નથી તો એ શાસ્ત્રને આગળ કરે છે, એ જીવંત ગુરુને પકડવા તૈયાર નથી કારણ કે એ જીવંત ગુરુ તો સીધી જ વાત કરશે અને ત્યારે અહંકાર ઘવાય છે. જયારે શાસ્ત્રને મુખ્ય કરવામાં અહંકાર મજબૂત થાય છે. પ્રત્યક્ષ ગુરુ જોખમ છે. એ તમને પૂરા જાણે છે અને તમારું રૂપાંતર કરવા તમને સીધી પ્રક્રિયામાં ઢાળે છે. એ પ્રક્રિયામાં ઢળવું એ કાઠું પડે છે. કારણ કે એ માટે પોતાના તમામ વલણો બદલવા પડે છે. અહંકાર વલણો મજબૂત કરે છે. એટલે આ શાસ્ત્રો આગળ કરે છે, અહંકાર પુષ્ટ કરવા.
સરળ એટલે શું સરળ એટલે સત્ય જેનામાં સીધું ઊતરી શકે છે. સરળ હોય એને કોઈ પ્રશ્ન
નથી,
જયારે જ્ઞાનીને જુદી જુદી વ્યકિતઓ સાથે વ્યવહાર કરવાનો હોય છે, ત્યારે શું થાય છે? સામી વ્યકિત તો પોતાની ભૂમિકા ઉપર રહીને વ્યવહાર કરે છે ને કરવાની પણ જ્ઞાની પુરુષને એની સાથે વ્યવહાર કરવો હોય તો શું થાય?
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org