SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા સ્વભાવમાં નથી એમ જાણે. ઉપયોગ સ્વરૂપમાં જોડતો જાય એટલે સામી બાજુ વૃત્તિ તૂટતી જાય. સાચી સાધના આ છે. (૩૦) વૃત્તિને પકડવામાં રસ છે. પકડનાર ને પોતાને પણ વૃત્તિને જોવામાં રસ છે. હવે પકડનાર કોણ છે? આ પ્રશ્ન ઊંડાણથી ઊઠે તો પ્રવાહની દિશા બદલાઈ જાય, એ ધ્યાન તરફ જાય. વૃત્તિ પકડાય છે એનો અર્થ મૂછ તૂટી છે, નશો ઓછો થયો છે, ઘેન ઓછું થયું છે. એ વગર વૃત્તિ દેખાય જ નહીં. જેને વૃત્તિ દેખાય નહીં એને વૃત્તિ આખોને આખો ગળી જાય તો ય ખબર ન પડે. પરંતુ તમને એટલી સભાનતા પ્રગટી છે કે વૃત્તિ દેખાય છે, એટલે તમે જાગીને જુઓ છો તો શું થશે? અગર જાગીને જોયું અને ભાન થયું કે આ વૃત્તિ છે તો વૃત્તિ ઊભી નહીં રહે. વૃત્તિ તમારી નજરે નહીં પડે. એ ઘૂંઘટ તાણી લેશે. પરંતુ એ પૂરતું નથી. વૃત્તિ ઘૂંઘટ ખોલે ને તમે જુઓ તો વૃત્તિ બીજી વખત ઊભી નહીં થાય. એટલે ઉદય-બળથી પ્રેરિત કષાય કે વિષયની વૃત્તિને તમે અંદર ભળ્યા સિવાય પૂરી પ્રગટ થવા દો અને તમે અંદર ન ભળો તો વૃત્તિ શાંત થશે. અથવા તમે તમારી ચેતનાના ઉપયોગને એવો લીન કરી દો કે કર્મનો ઉદયની પ્રક્રિયા એની મેળે થઈને એ કર્મ વિદાય લે. આ રસ્તે થઈને ધ્યાનને રસ્તે જવાય તો જ ધ્યાન સ્થિર થાય, એટલે વિક્ષેપ રહિત થાય અને ધ્યાનનો કાળ લંબાય. કોઈ પણ ધારા વહે, વહેવા લાગે અને તમને ભાન થાય તો તે જ ક્ષણે એ ધારામાં રહેવા માંડવું. વહેવું, વહેવું. જયાં ધારા તૂટતી લાગે ત્યાં સાધવી. પણ જયારે ધારા વહેતી બંધ થાય ત્યારે એ ધારાનું સ્મરણ કરી એનું ભાવન કરવું, વારંવાર ભાવન કરવું. ભાવન કરવું એટલે વિચાર કરવો એમ નહીં. એ ધારામાં જે સ્થિતિ હતી, જે સંવેદન હતું એનું સ્મરણ કરવું એથી એ ધારા ફેર વહેતી થાય. બહુ વિચાર નહીં પણ સંવેદન. - - - - ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy