________________
સાધકનું સમાધાન
વિ. સં. ૨૦૩૩ મૌનનો હેતુ તો એ છે કે જ્યારે ચિત્તને અતલ ઊંડાણમાં જવા દેવાનું હોય ત્યારે ચિત્ત અસંગ અવસ્થામાં હોવું જોઈએ. સંગ, પરિચયથી થાય છે. પરિચયનું મુખ્ય સાધન વાણી છે. એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તો ચિત્ત એવી અવસ્થા અનુભવે છે. તમારા જે પ્રશ્નો હોય તે કહો. ૧. પ્રશ્ન વગરનો કોઈ મનુષ્ય નહિ હોય. પ્રશ્ન વગરનો માનવ હોય તો કાં તો તે પૂર્ણ પુરુષ વીતરાગ હોય અને કાં તો જડ હોય.
પ્રશ્ન જ્યારે હોય તો એ પ્રશ્નને મનુષ્ય પોતે સમજે અને એ પ્રશ્નને ઉકેલવાની શ્રેષ્ઠ રીત એ જ ધર્મ અથવા એ જ અધ્યાત્મ. ૨. માનવ પોતાના જીવનમાં જે પ્રશ્નો હોય છે એના પ્રત્યે કેવું વલણ દાખવે છે એમાં જ એની સમજનું માપ છે. ૩. ધર્મનો મર્મ આ છે- આપણે જીવનમાં ધર્મને જો જીવીએ તો આપણે પ્રશ્નાતીત બનતા જઈએ.
મારી વાત એ છે તમે ધર્મ શા માટે કરો છો? અર્થાત્
ધર્મ કરવો એટલે શું કરવું? ધર્મ કરવો એટલે માત્ર કોઈ માન્યતા સ્વીકારવી? કે માત્ર કોઈ ક્રિયા કરવી? કે માત્ર કોઈ વ્યવહાર કરવો?
ના, એ ધર્મનું બાહ્ય સ્વરૂપ ભલે હોય, ધર્મનો પ્રાણ એ નથી. ધર્મનો પ્રાણ છે સંબંધ. તમે તમારાથી જુદી વ્યક્તિના સંબંધમાં કેવી રીતે આવો છો? એટલે બીજી વ્યક્તિના સંબંધ પ્રસંગે તમારી અભિવ્યક્તિ કેવી હોય છે? સંબંધમાં માત્ર પ્રેમ એ અભિવ્યક્તિ જ્યાં થાય છે ત્યાં ધર્મ છે. માટે જ ભગવાન મહાવીરને સંગમ છ મહિના ભયંકર કષ્ટો આપે છે ત્યારે વિદાય વખતે ભગવાનની આંખમાં આંસુ છે, કેમ? આ સંગમ મારી પાસે પ્રેમનું અમૃત ન પી શક્યો, વેરનું એર એ કાઢી ન શક્યો એની વેદના હતી.
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org