________________
“પ. પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ
નાની વયથી ત્યાગ, તર્પણ, ચિંતન-મનન, એકાંત, મૌન, ધ્યાન અને અધ્યાત્મિક રસિકતા જેમણે પ્રાપ્ત કરી છે, જેઓના હૃદયમાં કરુણાની ધારા વહે છે, જેઓની વાણીમાં વીતરાગતાની વિણા વાગે છે, જેઓના કર્તવ્યમાં નિષ્કામતા વહે છે, જેઓના ચિત્તમાં નિરંતર તત્ત્વના ચિંતનની ધારા ચાલે છે, જેઓશ્રી આગમ ગ્રંથો, ન્યાય શાસ્ત્રો, દર્શન શાસ્ત્રો તથા અધ્યાત્મ અને યોગના ગ્રંથોમાં ગુરુકૃપાથી પારંગત છે, જેઓ સત્યમાર્ગના ભોમિયાનો ભેખ ધરી પોતાના દેહની પણ પરવા કર્યા સિવાય મુમુક્ષુઓ માટે ૪૪-૪૪ વર્ષથી સતત અલખની અહાલેક જગાવી રહ્યા છે એવા યોગીશ્રી ભાનવિજયજી મ.સા. પાટણ જીલ્લામાં પૂ. ગુરુજી તરીકે ખ્યાત થયા છે.
જીવન એકાંગી બનાવવા કરતાં સર્વાગી બનાવવાની ભાવનાએ સર્વમંગલમ્ આશ્રમનું સર્જન ૧૯૬૯ માં કર્યું. સ્વના કલ્યાણ સાથે સર્વના કલ્યાણની ખેવના જાગી અને અધ્યાત્મના અદ્ભુત રંગોથી રંગાયેલું, આધ્યાત્મિક, સાહિત્યિક અનેકવિધ પરોપકારની પ્રવૃત્તિઓથી સભર-પથરાયેલું ક્ષેત્ર સર્વમંગલમ્ આશ્રમ સાગોડિયાના તેઓશ્રી અધિષ્ઠાતા બન્યા.
વ્યવહારથી આશ્રમના અધિષ્ઠાતા અને જનસમૂહના હૃદયમાં પ્રેમ અને કરુણાની ધારા વહાવી અનેકના હદયના અધિષ્ઠાતા બન્યા. અધ્યાત્મ અને નિષ્કામ કર્મની અદ્ભુત ગૂંથણી ગૂંથી સર્વ કર્મમાં રહીને પણ અકર્તા બની, નિષ્કામ કર્મયોગી બન્યા. વિરાટનું વર્ણન વામન શું કરી શકે? અમો અલ્પજ્ઞના પણ ઉપકારી બન્યા અને યથાર્થ બોધ આપી કરુણા વરસાવી અમોને કૃતાર્થ કર્યા એવા ગુરુજીના ચરણકમળમાં દાસાનુદાસ ભાવે.... કૃપાકાંક્ષી મહેન્દ્રની વંદના વિ.સં. ૨૦૬૯ કારતક સુદ ૫ જ્ઞાનપંચમી, શુક્રવાર વીર સંવત ૨૫૩૬ તા. ૧૩/૧૦/૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org