________________
સાવલા
પોતામાં ઓતપ્રોત, તન્મય, તદાકાર, અનંતકાળથી તરૂપ બનેલી વ્યકિતને સત્ તરફ જતાં રોકે છે. એ માટેની અસની જે પધ્ધતિ છે તે જ સંસારની જુદી જુદી ઘટનાઓ છે.
અસત્ રોકતું નથી પણ એ પોતા તરફ રાખે છે. તો સાધકે શું કરવું?
સાધકે માત્ર જાગૃત બની અને શાંતિથી કહેવા જેવું છે. “વહાલા મિત્ર ! તું મારા વગર નહીં રહી શકે તે હું જાણું છું અને હું તારામાં તદાકાર હતો, પણ દોસ્ત! હવે મારે સત્ તરફ જવું છે. ખરેખર જવું છે. તમે જો પરમ પ્રેમથી અ ને આ તમારો સંકલ્પ જણાવશો તો અસત પોતે ખસી જશે ને તમારો માર્ગ સુગમ બનાવશે, પણ અસત્ તમારી સો ટકા પરીક્ષા કરશે, રોકશે, અવરોધો ઊભા કરશે. પણ છેવટે તમારો દઢ સંકલ્પ હશે તો ના નહીં પાડે, પણ પ્રેમભરી વિદાય આપશે ને તમને સો ટકા સહકાર આપશે. કારણ અસત્ પણ સતનું એક અંગ છે. ને અસનો તમને પૂરો પરિચય થયો છે, તમે અસતમાં ઊંડા ઊતરીને જોયું ને તમને અસમાં અસારનો અનુભવ થયો. તો અસત્ તમને સત્ તરફ જવાનું કહેશે.
ખરેખર તો અસતનો સત્ય અનુભવ જ અસની આસકિતને તોડે છે. માટે અને ભોગવો નહી, અસતને અનુભવો. અસનો અનુભવ અસની અસારતા બતાવશે, તે જ ક્ષણે આસક્તિ તૂટશે ને સત તરફ પ્રયાણ થશે.
સામાજિક પ્રસંગમાં તમે ઉપસ્થિત રહો પણ તટસ્થ રહો. શું કરવા બેચેની, વિષાદ, ને ગુસ્સો? એ પણ પ્રસંગ છે. ફાઈલમાં જમા થયેલો છે. સમભાવથી એનો નિકાલ કરી નાખો ને ફાઈલ બંધ કરી દો.
તા. ૬-૮-૧૯૮૦ હૃદયના દિવ્યભાવો ત્યારે જ પીવાય જયારે અનુભવ સમ્યક હોય, યથાર્થ હોય, જેમ છે તેમ જ હોય.
સપુરુષની ઓળખ વિના, એની ભકિત વિના, એના પરિચય વિના, એની સમ્યફ પ્રકારે આજ્ઞાપાલન વિના, એની આરાધના વિના, એના અનુગ્રહ વિના પરમ તત્ત્વ સમજાતું નથી, એની સાથે અનુસંધાન થઈ શકતું નથી.
બધું મળ્યું, બધું કર્યું, સત્પષ નથી મળ્યા. એની આજ્ઞા નથી સ્વીકારી માટે ભવ ઊભો છે. આ સર્વ શાસ્ત્રોનો, સર્વ જ્ઞાની પુરુષોના અનુભવનો નિચોડ છે.
૨
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org