SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા આજે તો ચિત્ત ઉપર પદાર્થો છવાઈ ગયા છે, હવે પદાર્થની વેલ્યુ જ ન રહી, પછી ચિત્તમાં રહેશે શું? મારું કહેવું જરા ઊંડું છે. પદાર્થોનો અભાવ હોય તો ય ભલે, પદાર્થો હોય તો ય ભલે અને પદાર્થો મળે તો ય ભલે પણ એ એનું કેન્દ્ર નથી. એટલે પદાર્થો નથી કે છે, મળ્યા નથી કે મેળવવાના છે આ પ્રશ્ન જ નથી. એટલે સમગ્ર જીવનનો ગૂંચવાડો શમી ગયો. જીવનમાં કોઈ સમસ્યા જનરહી, આ ચિત્ત માટે ભારે નિરાંતની અવસ્થા છે. આ સમજાય છે? આ અવસ્થામાં કાં જડતા આવે ને કાં ધ્યાન થાય આજે તો જીવનમાં જે એકટીવ છે, સક્રિય છે તે પદાર્થના કારણે, એની વેલ્યુ તૂટી પછી એ શું કરે? એટલે એ નિષ્ક્રિય થવાનો, જડ થવાનો, પણ અહીંથી યાત્રાનો પ્રારંભ થાય છે, ચેતનની શોધ. તો ધ્યાનની ધારા પ્રગટે એમ કહેવાનું છે. - “જડ થવાનો” એનો અર્થ એ અહીં જ અટકી ગયો. બાવા, સંન્યાસી, ગુફાવાસી, દિગંબર આ બધા એના નમૂના છે. ખરેખરતોઅહીંથઈને આ બિંદુ ઉપર થઈનેયાત્રાનો પ્રારંભ થાયને અધ્યાત્મમાં પ્રવેશ થાય, એના બદલે આને અહીં શિખર માની લીધું. ખરેખર, આની સાધના જ બંધ થઈ ગઈ. એ વૈરાગ્યમાં, ત્યાગમાં, ને છેવટે અહંકારમાં અટવાઈ જાય છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન” (શ્રીમદ્ રાજચંદ્રજી) એટલે જ ૧. વૃત્તિમાં ભળવું નહી. ૨. વૃત્તિને દબાવવી નહીં. ૩. વૃત્તિને અન્ય વૃત્તિમાં ટ્રાન્સફર કરવી નહીં. ૪. પણ વૃત્તિને જોવી જોવી, વૃત્તિને જોવી એ જ કઠિન છે. વીતરાગનો માર્ગ જુદો છે. રાગીનો માર્ગ જુદો છે. રાગી શિષ્યને સમર્પણ કરવાનું કહે છે એટલા માટે કે એ સમર્પણ કરે તો એનું શોષણ કરી શકાય, અને એ ત્યારે બને કે જયારે એને એમ કહે કે તારાથી કાંઈ નહીં થાય, મારાથી જ થશે. માટે મારા શરણ વગર છૂટકારો નથી. એ રીતે શિષ્યને સત્ત્વહીન બનાવે છે અને પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. જયારે વીતરાગ પણ એમજ કહે છે કે સમર્પણ વગર સિદ્ધિ નથી, પણ એ ४६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy