________________
જાદવા
ઉપદેશની અસર પડે છે પણ જે સન્મુખ થયો હોય તેના ઉપર પડે ને ! કૂવામાં પાણી છે, ઘડામાં ભરી શકાય પણ ઘડો પાણી સન્મુખ થાય ત્યારે ને! ઊંધા ઘડા ઉપર બારે મેઘ વરસે તો પણ નિષ્ફળ.
૧૩) સાધનામાં ખરેખરું પરિબળ આત્મા જ છે. મંદિર, ગુરુ, શાસ્ત્ર, અરે ખુદ ભગવાન પણ નિમિત્ત કારણ છે. આત્મા પોતે નહીં જાગે તો ભગવાન પણ કંઈ નહીં કરી શકે. ગુરુ પણ કંઈ નહીં કરી શકે, તો મુખ્ય આધાર તો આત્મા છે, તો નિમિત્ત કારણની શી જરૂર? ના, એ એક કામ કરે છે આત્મામાં રહેલી શક્તિને જગાડે છે, પુષ્ટ કરે છે.
તું જ ખરેખર મહત્ત્વનો છે. આવું કોણ કહેશે? તે ગુરુ કહેશે, ભગવાન કહેશે. માટે એ જોઈએ જ, પણ એ તને જાગૃત કરે; ચાલવું તો તારે જ પડશે.
સુખ દુઃખનું કારણ બહાર નથી, અંદર છે. તને બાંધનાર કર્મ નથી, તું બંધાય છે. તું બંધાય તો જ કર્મો તને બાંધે. જગતના પદાર્થો મોહ પમાડતા નથી, તે પામે છે. તું મોહ પામે તો જગતના પદાર્થો નિમિત્ત બને. પણ તું સાબદો રહે તો આખું જગત તને કશું કરી શકે તેમ નથી.
માટે તું પોતે જ મહત્ત્વનો છે.
(૧૪)
સ્વરૂપની યથાર્થ શ્રધ્ધા અને ક્યારેય પણ નડગે એ પ્રકારનું અને સદાય ટકનારું એવું સ્વરૂપનું દર્શન, તે ક્ષાયિક સમ્યત્વ, પણ સ્વરૂપમાં કરવું એ પ્રક્રિયા સમ્યફ ચારિત્રની છે. એટલે જે સ્વરૂપ જોયું છે એ સ્વરૂપ તરફ ઉપયોગ વાળવો પડે, એને ટકાવવો પડે. એ ટકે તો ઠર્યો એમ કહેવાય કારણ સ્વરૂપ દર્શન પછી પણ ઉપયોગને વૃત્તિ બહાર લઈ જાય છે.
૧૫
વાસનાક્ષય કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી વાત કરે પણ એ વાસનાલય યથાર્થ સ્વરૂપમાં નથી હોતો કારણ સાધનાની જે કાંઈ પ્રક્રિયા નક્કી થશે તે તત્ત્વજ્ઞાનના આધારે નક્કી થશે એટલે વિચાર, ક્રિયા અને આચાર ત્રણેનું આયોજન તત્ત્વજ્ઞાનના આધારે થશે, અને એ તત્ત્વજ્ઞાન જેટલું ખંડિત, અયથાર્થ, અસમ્યફ એટલી જ સાધનાની પ્રક્રિયા ખંડિત, અયથાર્થ, અસમ્યફ. એટલે ત્યાં જે કંઈ અનુભવો થાય એ માત્ર મનમાં
૨
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org