SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા * * - - - - - જ ગ્રહિત છે, મનમાં જે રૂઢ થયું છે, એના પ્રત્યાઘાત રૂપે છે. માટે વાસનાલયની વાત સ્થૂળ ભૂમિકા ઉપર બરાબર લાગે છે અને વાસનાક્ષય તો અનિવાર્ય છે જ. વીતરાગતાની સાધનામાં પણ વાસનાક્ષય અનિવાર્ય તો છે જ પણ એ વાસના વિશેની સમજ સ્પષ્ટ નથી. જેમ કે વાસનાનો અર્થ માત્ર કામવાસના જ નહીં, પણ સ્વતત્ત્વથી ભિન્ન અન્ય પદાર્થ તરફ ઢળવું એ જ વાસના છે. એટલે આ ખ્યાલ ન હોય તો એ અન્ય દ્રવ્ય તરફ ઢળલો તો રહે જ છે. બીજું વાસના અન્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. ત્રીજું કોના લક્ષ્ય વાસનાક્ષય? વાસનાલય માત્ર વાસનાના લક્ષે જ હોય તો સુષુપ્ત વાસના અંદર રહે છે. જેમ કે વાસના એટલે સંસ્કાર, ભાવ પણ મુખ્ય તો જે મૂળ તત્ત્વ છે, એનો સહજ સ્વભાવ છે આનંદ અને એ સ્વભાવ દબાવી શકાતો નથી, ઢાંકી શકાતો નથી, એટલે અંદર રહેલી જ્ઞાનશકિત સતત આનંદને શોધે છે. એટલે સમગ્ર જીવનમાં જે કંઈ વિચાર ને ક્રિયા થાય છે તે અંદરનું દબાણ છે. સ્વભાવનું દબાણ થાય છે. આનંદને રોકી શકાય નહીં, માટે એને તલસાટ છે; એ આનંદનો તલસાટ જ આનંદનું કેન્દ્રને જાણતા હોવાના કારણે અન્ય તરફ દોરી જાય છે. એમાંથી જ આહાર, કામવાસના વિગેરે તરફ જવાનું થાય છે. એટલે આ થવું બિલકુલ સાહજિક છે. કારણ અંદરમાં આનંદની ખોજ છે, માટે તે અન્ય તરફ ઢળે છે. અન્ય એટલે શરીર માટે શરીરની પૂર્તિમાં એ અટવાય છે. હવે એ શરીરની પૂર્તિમાં જાય એટલે જે વાસના, હવે આ પાછો વળ્યો, વાસના પૂર્તિ નહીં પણ વાસનાક્ષય, પણ કેન્દ્ર તો જે હતું તે જ રહ્યું. વાસના પૂર્તિ માટે પણ કેન્દ્ર શરીર હતું, ત્યારે વાસનાલય માટેનું પણ કેન્દ્ર શરીર. કેન્દ્ર એ જ રહ્યું. જયારે આ સમજાય કે આનંદનું કેન્દ્ર બીજું છે અને એ ચૈતન્ય છે અને એ ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ આ છે ત્યારે વાસનાલયની સાચી પ્રક્રિયા ચાલુ થાય. સ્પષ્ટ એ કરવું છે કે વાસનાક્ષયની સાધના કરનાર વ્યકિતની સામે કયું તત્ત્વ છે? શરીર કે બીજું કોઈ? જો શરીર જ હોય તો શરીરનું પડ ભેદીને આગળ નહીં જાય. અને શરીર સિવાય બીજું તત્ત્વ છે તો એ ખરેખર યથાર્થ છે? યથાર્થ તત્ત્વના લક્ષે એની અનુભૂતિ માટે ચેતના આજ જયાં છે ત્યાંથી વિરામ પામતી પામતી જયારે સ્વ તરફ વળે ત્યારે વચમાં વાસનાક્ષય આવે. અધ્યવસાયનો એક અર્થ કષાય સ્થાન. ચેતન તત્ત્વમાં દરેક સમયે આકાર લેતા કષાયોના ભાવો એના પણ જુદા જુદા સ્થાનકો હોય છે. જેમ કે ક્રોધ, તો ક્રોધના ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy