SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના ધારાના પ્રાગટ્યમાં અવરોધ ન કરે અને પ્રગટ થવાની પૂરી તક આપે અને સમગ્ર એકાગ્રતાથી, ધ્યાનથી તમે જુઓ. કદાચ એ વિકાર જીવનમાંથી કાયમ માટે ચાલ્યો જાય. પરંતુ આ કરતાં આવડવું જોઈએ. વિકા૨ધા૨ાને શાંત કરવી એમ વાત નથી, પણ તમારે પૂરા શાંત બનવું એમ છે. ૨૪ જીવન જીવતાં જીવનના વ્યવહારમાં પ્રત્યક્ષ જે પ્રસંગો, બનાવો, ઘટનાઓ, પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય તેને પૂરેપૂરી અનુભવી લેવી ને એને સમાપ્ત કરવી. પણ અજાગ્રત કે અચેતન મનમાં જવા દેવી નહીં. જાગ્રત મનમાં ભલે કંઈ પણ દેખાતુંઅનુભવાતું ન હોય તો પણ એને ત્યારે જ, તે વખતે, તે પળે, તે ક્ષણે પૂરું અનુભવી તે સમાપ્ત કરવું, જેથી એની પુનરાવૃત્તિ ન થાય, ન કરવી પડે અથવા એનું રીએકશન (પ્રતિક્રિયા) ન આવે. ઉપયોગ કયાં રહે છે એની જાગૃતિ એ પણ ઉપયોગ જ છે. પણ ઉપયોગ કાં તો સ્વરૂપમાં રહે અથવા સ્વરૂપ તરફ વળવાના માર્ગ ઉ૫૨ (શ્વાસ, મંત્ર, તત્ત્વવિચાર ઉ૫૨) ૨હે અથવા તો વૃત્તિમાં રહે. તો જ્ઞાતા, જ્ઞાતા બન્યો હોય તો તે સતત જુએ કે ઉપયોગ કયાં રહે છે. એ જોવાથી ઉપયોગનું વહેણ બદલાય છે. ૨૫ ક્રિયાકાંડ કરવા કે કેમ ? એ જરૂરી છે? ક્રિયાકાંડ જરૂરી છે એ જ વાત પાયામાં ખોટી છે. ખરી વાત તો એ છે કે અંદર તે પ્રકારની અવસ્થા થાય, ભાવની ધારા વહે, તરંગ ઊઠે તો એની અભિવ્યકિત થયા વગર રહે જ નહીં. એ અભિવ્યકિત તે જ ક્રિયા. જેમ કે વીતરાગ દશા સમજાણી, વીતરાગ દશામાં આનંદ અનુભવાયો તો સાક્ષાત્ વીતરાગ ગમવાના, એ જોતાં જ અહોભાવ થવાનો, પૂજા, પ્રશંસા, વંદન થવાનું જ, એ ક્રિયા. ૨૬ ભૂલ કયાં છે? પરિસ્થિતિમાં પસંદગીની ક્રિયા ચાલુ થાય છે. પસંદ-નાપસંદ, ઈષ્ટ- નષ્ટ, પ્રિય-અપ્રિય અને પછી પરિસ્થિતિને પલટાવવાનો પુરુષાર્થ પ્રારંભ થાય છે એમાંથી રાગ-દ્વેષ જન્મે છે. પ્રારબ્ધના સ્વીકારનો અર્થ તે તે વખતની, તે તે પ્રકારની અનુકૂળ-પ્રતિકૃળ Jain Education International For Private & Personal Use Only ૩૩ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy