Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/032829/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સસ્થાન હાં હતો હતો. હેયો II I પ.પૂ.ગ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ - ૐ હું અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ-ધર્મઘોષવિજય સદ્ગરૂભ્યો નમો નમ: આમ દરિયો रत्ने भरियो કાકાર કરી છે. : લખક : પ.પૂ. પ્રવચનગારૂડી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ.પૂ. ગીતાર્થશિરોમણિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. : સંપાદક : પ.પૂ. મુનિ શ્રી સત્યકાંતવિજયજી મ. સા. ) : પ્રકાશક : * દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૯-કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા-૩૮૩૮૧૦, === Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન સંવત વિસં. 2054 રૂા. 40-00 1OOO : સુકર્તo] સહભાગી : પુખરાજજી રીખવચંદજી મહેતા પાર્લા (પીડવાડાવાળ!) એક સદગૃહસ્થ - મુંબઈ દિવ્યદર્શન ટ્રસ્ટ, 39, કલિકુંડ સોસાયટી, મફલીપુર રારિ રસ્તા, ધોળકા. જિ, અમદાવાદ પીન : 38 o860 રસિકલાલ રતિલાલ શાહ એલ. કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, પાંચકુવા, અMદાવાદ-૧, Uસ્થાન અરવૈિદભાઇ જે. શાહ 89, શેખ મેમણ સ્ટ્રીટ, 1 લે માળે, મુંબઈ-૧. લાલભાઇ ત્રીકમભાઇ ૪પ૬, હા.ટેલ પોળ, શાંતિનાથની પોળમાં, ફેલિકો ડેમ પાછળ, રીલીફ રોડ, અમદાવાદ-૧, મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ, અમદાવદ-૧ફોન : 5352602 Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વાંચતા પહેલા સાગર ગાગરમાં સમાય શી રીતે ? 1 તોલા પારામાં 100 તોલા સોનું સમય સમાય શી રીતે? મગજમાં ન બેસે તેવી વાત પણ... નાના મોટા સુભાષિત ને જુઓ તો આ વાત સહજ બેસી જાય... 2 લીટી કે 4 લીટીના એ સુભાષિતના એકેક પદમાં કેવી ગંભીર વાતો ભરી હોય છે તે તો કો'ક જ્ઞાની ગુરુભગવંત એને ખોલે... દેખાડે... સમજાવે. તો જ એ વાતો-ગહન પદાર્થો. નાના સુભાષિતમાં સમાયેલી છે એ આપણને સમજાય.. રાસાયણિક ધનવન્તરી વૈદ્ય જ પ્રક્રિયા વિશેષથી જેમ 1 તોલા પારામાં સમાયેલું 100 તોલા સોનું કાઢી શકે છે... હિમાલયની શિખરે સ્થિત શંકર જ ગાગર જેવી નાનકડી જટામાંથી ગંગા જેવી નદીઓના ધોધ વહાવી શકે છે... પૂર્વભવની કોઈ અગમ્ય વિશિષ્ટ જ્ઞાનોપાસનાનું પીઠબળ અને વર્તમાનમાં સ્વ.પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને સ્વ.પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આ બન્ને ગુરુદેવો આચાર્યભગવન્તોની અસીમ કૃપાબળે અલૌકિક ક્ષયોપશમ રૂપ પ્રક્રિયા દ્વારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજે સુભાષિત જેવા નાનકડા એકૈક પદ - પંક્તિમાંથી જે ઉઘાડ કર્યો છે.... જે સુંદર સરળ ભાષામાં બોધ આપ્યો છે.... વાંચતાં લાગે કે બસ વાંચ્યા જ કરીએ... વાંચ્યા જ કરીએ... કેવી સરસ વાતો લખી છે.... “નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે... તેમજ નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઇએ...” વાચકને કેવી સરળતાથી વ્યવહારધર્મની વાત જણાવવાનું કર્યું અને બીજી એક વાત... વખાણ અને લખાણ' બેમાં ઘણો ફેર છે.. બોલનારા કદાચ બોલે અને કાંઈક ફેરફાર હોય તો બીજા વાક્ય દ્વારા એને સુધારે... જ્યારે લખાણ કરનારે વક્તાના આશયને પકડવાની... વક્તાની બધી વાતો પકડવાની... વાચકને સુગમ પડે તેમ પીરસવાનું.. વગેરે અનેક વાતોનો ખ્યાલ રાખવો જોઇએ... કામ ખૂબ સારી રીતે મુનિશ્રી સત્યકાંત વિજયજીએ કર્યું છે. ચાલો સાગરમાં ડૂબકી મારીએ... ગાગરને ઓળખી લઇએ. આ પં. નંદિભૂષણવિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-સૂર્યકાંતવિજયેભ્યો નમઃ ઐ નમ: કઇક કહેવા જેવું સાગર....અફાટ અને અગાધ..... ન તેનો છેડો મળે, ન તેનું તળીયું જડે દૂર દૂર દેખતા નજર થાકી જાય, | તો ય કિનારો ના દીસે, ડૂબકી લગાવીએ તો ઝટ પેટાળ ય હાથવગું ન થાય. આવા સાગરનો પણ કિનારો મેળવે છે કેટલાક વહાણવટીયાઓ, તો તેના તળીયે પહોંચે છે કેટલાક મરજીવાઓ. મરજીવાને જોઇએ છે તો, પાણીદાર ને ઝળહળતા. લાલ લીલા ને સફેદ. અનેક જાતના ને વિવિધ ભાતના. આવા રતો કિનારે તો કયાંથી મળે ? સાહસને ધારણ કરી ડૂબકી લગાવી મધદરિયે પહોંચે તો હાથ લાગે, બાકી કિનારે તો કોડી અને છીપલાઓ જ પડ્યા હોય. પરંતુ બધા લોકો મરજીવા બની શકતા નથી. સાહસ ખેડવું તે દરેકના ગજામાં નથી હોતું. લોક તો મરજીવાએ લાવેલા રનો જ જુએ છે. તેની પાછળ કેરાયેલ પુરૂષાર્થ-મહેનત સાથે તેઓને ઝાઝો સંબંધ નથી હોતો, તો મરજીવો પણ તેઓની ખુશામતની આશા રાખતો નથી. પ્રભુના મુખમાંથી નીકળેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ અને ગણધરો દ્વારા રચાયેલ આગમો પણ સાગરની ઉપમાને ધારણ કરી શકે તેમ છે. અનેક સુભાષિત રૂપી રતો આમાં રહેલા છે. એક મરજીવાની જેમ આગમ સમુદ્રમાં ડૂબકી લગાવી પૂજયપાદ દાદાગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ આપણી સમક્ષ આપણે સમજી શકીએ, ગ્રહણ કરી શકીએ તેવા અનેક સુભાષિતો મૂકયા છે. તેઓએ પૂરૂષાર્થ કરી રસ્તો કાઢયા અને જગત સમક્ષ મૂકયા, આપણે લઇશું તો કલ્યાણ આપણું થશે. ઉપેક્ષા પ્રમાદ કરશું તો નુકશાન પણ આપણને જ છે. કરવું તે સ્વઆધારિત છે. આ પુસ્તકને વારંવાર એકાગ્રતાથી વાંચવામાં આવશે તો અચૂક એકાદ વાક્યરત પ્રાપ્ત થતાં આપણું દારિદ્ર ટળશે. આ પુસ્તક માટે માત્ર એક નાની વિનંતીને સ્વીકારીને સુંદર અને માર્મિક પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ.પં. શ્રી નંદીભૂષણ વિ.મ. ઋણ મસ્તકે ચઢાવું છું. મૂળ મેટરને વ્યવસ્થિત કરવામાં અને | મુફ સંશોધન વિ. કાર્યોમાં મુનિરાજ શ્રી સંયમબોધિ વિ.મ.નો સહયોગ સાંપડયો છે. તો મુનિરાજ શ્રી ઉદયદર્શન વિ.મહારાજે પ્રેસ કોપી તૈયાર કરી આ કાર્યને સરળ બનાવ્યું છે. પ્રાંતે પૂજયપાદ ગુરુદેવશ્રીને એક જ વિનંતી કરૂ છું કે આવા સુંદર લેખો લખીને આપણા જેવા અજ્ઞાની જીવોને પ્રભુનો માર્ગ બતાવે, સમજાવે... આ સત્યકાંત વિ. Page #7 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય રતનિધિ 13-00 10-00 8-00 28-00 11-00 11-00 1 2-00 1 2-00 ભાવનાનું ઉદ્યાન (બીજી આવૃત્તિ) ચલો શાંતિ કે ઉપવનમેં (હિંદી) ચિત્ત સૌંદર્ય (બીજી આવૃત્તિ) દર્શન સુધા પંચસૂત્ર સ્વાધ્યાય કર્મકલંકને દૂર નિવારો ચિંતન ચંદરવો વહે મીઠી વાણી (ત્રીજી આવૃત્તિ) હીરો એક પાસા અનેક ગુરુવંદન પચ્ચકખાણ ભાષ્યના રહસ્યો એક ઉડ્ડયન મુક્તિ ભણી શ્રાવક જન તો તેને કહીએ પાને પાને વસંત અમૃતવાણી લો પીછાણી સાધનાથી સિદ્ધિ ભણી ગીતાર્થની વાણી અનુભવની ખાણી આગમ દરિયો રતે ભરીયો 30-00 10-00 12-00 12-00 20-00 18-00 25-00 16-00 40-00 Page #8 -------------------------------------------------------------------------- ________________ ગામમાં નવોસવો લીધાં જાણી * મનુષ્ય આયુષ્યની એક ક્ષણ પણ કરોડો રતો કરતાં (કરોડો રનની પ્રાપ્તિ કરતાં) પણ દુર્લભ છે. (1) અસંખ્ય રતોના વિમાનાધિપતિ દેવો પણ મનુષ્યભવ પામી શકતા નથી. અસંખ્ય દેવો તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (2) કરોડો રતની પ્રાપ્તિ માટે જે પુણ્ય જોઈએ તેના કરતાં પણ મનુષ્યભવની એક ક્ષણ મેળવવા વધારે પુણ્ય જોઈએ. (3) ચક્રવર્તીઓ પોતાના છએ ખંડનું રાજ્ય આપીને પણ આયુષ્ય વધારી શકતા નથી. (4) મનુષ્યભવના આયુષ્ય દ્વારા અનુત્તર સુધીના સ્વર્ગ અને મોક્ષ મેળવી શકાય છે. (5) શુભ અધ્યવસાય વગર કરોડો રતોથી પણ મનુષ્યપણું મળતું નથી. (6) ગર્ભજ પર્યાપ્ત મનુષ્યની અપેક્ષાએ મનુષ્ય આયુષ્યની ક્ષણ સંખ્યાતા જીવોને જ મળે છે. મનુષ્ય આયુષ્યથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધર્મની આરાધના થઈ શકે છે, જે ફક્ત રતોથી થઈ શકતી નથી. જેમ રતો કરતા મનુષ્યભવનું આયુષ્ય કિંમતી છે તેમ મનુષ્યભવમાં પૂર્ણ આયુષ્ય, ઇન્દ્રિયપૂર્ણતા, આર્યક્ષેત્ર, આર્યકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની શ્રદ્ધા, ધર્મનું શ્રવણ, ધર્મના પરિણામ અને ધર્મનું આચરણ, આ બધું કરોડો રતોથી પણ મળી શકતું નથી, પણ અનંત પુણ્ય ભેગું થાય ત્યારે મળે છે. લોહી, ચામડી, આંખ-કાનના પડદા વગેરે આજે અબજોના ખર્ચ પણ વૈજ્ઞાનિકો બનાવી શકતા નથી, કિન્તુ જીવ પોતાના પુણ્યથી આ બનાવી શકે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો મનુષ્ય કરતાં પણ દેવલોકમાં ઘણાં ઉત્તમ છે, છતાં દેવલોકના આયુષ્ય કરતા મનુષ્યના આયુષ્યની કિંમત વધારે છે, કારણ દેવલોકમાં વૈરાગ્ય અને સમ્યગદર્શન કોઈકને જ મળે છે, બધાને નહિ, વળી તે ટકાવવા પણ કઠણ છે એટલે ત્યાંથી સંસારમાં રખડવાનું ઊભું જ રહે છે. જ્યારે મનુષ્ય લોકમાં આવા કિંમતી આયુષ્યને જો વેડફે નહિ, કુટુંબ-ધન-પરિવાર અને Page #9 -------------------------------------------------------------------------- ________________ મોજમઝામાં જો જીવન ગુમાવે નહિ અને શક્ય શક્તિ ફોરવી ધર્મ કરે તેનો કિંમતી એવો મનુષ્યભાવ સાર્થક થાય છે, બાકીનાનો રતથી કાગ ઉડાવ્યા જેવો નિષ્ફળ અને મૂર્ખામી સુચવતો થાય છે. જેમ સંપૂર્ણ રીતે બંધ ઘરમાં જામી પડેલા અંધારાને ખસેડવા પ્રકાશનું એક કિરણ પર્યાપ્ત છે, ઘાસની ગંજીઓના ઢગને કે ઉકરડાઓના ખડકલાઓને બાળવા એક ચિનગારી બસ થઈ પડે છે, કોઈ નિધનીયાની આજન્મ દરિદ્રતાને ખતમ કરવા એકાદ મહામૂલુ રત જ સફળ થઈ જાય છે... તેમ રાચીમારીને કરેલા અનંતાનંત પાપોના ઢગલાઓને ખલાસ કરવા મનુષ્ય જન્મની એકાદ ક્ષણ પર્યાપ્ત થઈ પડે છે. ઉત્કૃષ્ટ અધ્યવસાયોની નિસરણીએ ચડેલો જીવ ઝપાટાબંધ ગુણસ્થાનકોના મજલાઓને સર કરતો લોકના અગ્રભાગે બેસવાની યોગ્યતા મેળવી લે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, પૃથ્વીચંદ્ર-ગુણસાગર, ઈલાચીકુમાર આદિના દ્રષ્ટાંતો ક્ષણવારમાં થઈ જતી અજબ-ગજબની ઉથલપાથલોનો તાદૃશ્ય ચિતાર આપી જાય છે. માણસના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવતી હોય છે, જેના ઉપર ભવિષ્યનો આખો ઇતિહાસ લખાતો હોય છે. જો તે ક્ષણે યોગ્ય નિર્ણય લેવાય તો જિંદગી જીતી જવાય, જો ગાફેલ કે નિસત્વ બન્યા તો વર્ષોની સાધના પાણીમાં ગયા વિના ન રહે. અનંતા કાળથી મોહરાજાની સામે ચાલતા સંગ્રામમાં મોહના સૈન્યને પરાજિત કરવાની, જીતનો બુંગિયો ફેંકવાની અને આત્માની અનંત સમૃદ્ધિને પામવાની તક એક માત્ર મનુષ્યભવ જ આપે છે. આથી જ તો મનુષ્યજન્મની મહત્તાના ગુણગાન ગાતા શાસ્ત્રકાર પરમર્ષિઓ થાકતા નથી. “પુના તુમમેવ સર્વ' જેવા ટંકશાળી વચનોથી ચાર ગતિ, ચોર્યાશી લાખ યોનિ અને અસંખ્ય ઉત્પત્તિસ્થાનોની વચ્ચે પણ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ ગણાવ્યો છે, તો ક્યાંક દશ-દશ-દ્રષ્ટાંતોથી તેની દુર્લભતા બતાવી છે. આવા દુર્લભ મનુષ્યભવમાં એક જ કામ કરવાનું હોય.અનાદિકાળથી જામી પડેલી કુવાસનાઓ, કુસંસ્કારો અને કુકર્મોને ખલાસ કરવાનું. એક એક આરાધનાઓ અનંતાનંત કર્મોને કાપવાની તાકાત ધરાવે છે, અને તેથી જ પ્રત્યેક ક્ષણ આવી આરાધનાઓમાં લયલીન બનવામાં પસાર કરવાની છે અને એમાં જો ગાફેલ રહ્યા તો અનંતકાળની દુર્ગતિ લમણે ઝિંકાઈ જાય. તેથી જ તો સુભાષિતકાર મનુષ્ય જીવનની ક્ષણનો આટલો મહિમા બતાવે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ નરકના, નિગોદના કે તિર્યંચના ભવોમાં કારમી વેદનાઓ અસંખ્ય કે અનંતકાળ સુધી ભોગવી ભોગવીને પણ જે કર્મ ન ખપાવી શકીએ તે દેવ-ગુરુ પ્રત્યેના આદર-બહુમાનથી ભરેલી આજ્ઞાનુસારી આરાધનાઓ ક્ષણવારમાં ખપાવી શકે છે. આરાધનાઓની તકને ઝિલી લેવાથી અનંતકાળના ભવભ્રમણથી બચી જવાય, ગાફેલ રહેવામાં ભવભ્રમણ વધી જાય. નિર્ણય આપણે કરવાનો છે. લાખો વિમાનોના અધિપતિ ઇન્દ્રો માથું પટકીને મરી જાય, તરફડ, ઝૂરે છતાં આ આરાધના કરવાનું સૌભાગ્ય એમના હાથમાં નથી. નરકના જાલિમ દુઃખોથી રીબાતો નારકીનો જીવ દુ:ખ ભોગવવામાંથી ઉંચો આવે તો આરાધના યાદ આવે ને ? અને કદાચ યાદ આવી જાય તોય પરવશપણું આરાધના ક્યાંથી કરવા દે? જ્યારે તિર્યંચના ભવોમાં અજ્ઞાન એવું છે કે આરાધનાની તક જ દેખાતી કે સમજાતી નથી ત્યારે મનુષ્યનો ભવ જ એક એવો છે, જેમાં આરાધનાની બધી જ સામગ્રી પરિપૂર્ણ રીતે મળેલી છે, સમજણ પણ છે, તક પણ છે. માટે મનુષ્યભવની કિંમત સમજી, પ્રમાદ છોડી, ધર્મભાવના અને ધર્મ આરાધનામાં પ્રયત્ન કરવો ઉચિત છે. વિષયોમાં સદા ઉદ્વિગ્ન રહેનાર અને ધર્મમાં કાળજીથી પ્રયત્ન કરનાર મનુષ્યને જેમ દેવલોક મળે છે, તેમ દેવોમાં જે હંમેશા વૈરાગ્ય ટકાવી રાખી ત્યાંના ભોગોની ઉપેક્ષા કરી, ઉદાસીન રીતે કાળ પસાર કરે તેને મનુષ્ય આયુષ્ય બંધાય છે.. દુર્લભ મનુષ્ય આયુષ્ય દેવોને વૈરાગ્ય અને રતત્રયીની તીવ્ર ઇચ્છાના બળ ઉપર મળે છે. માટે મનુષ્યભવની દેવભવના અંતર દ્વારા સાનુબંધતા મોક્ષ સુધી જેમને જોઇએ, (દેવભવના આંતરે સતત મનુષ્યભવ જોઇએ) તેમણે જીવનમાં મોજશોખ, કપડા, ઘરેણા, ખાનપાન વગેરે બધી જ અનુકૂળતા અને વિષયો ઉપર વૈરાગ્ય ધારણ કરવો, વધારવો અને શક્ય ત્યાગ કરવો. દેવ-ગુરુ, ધર્મ તથા ધર્મીની ભક્તિ-વિનય-બહુમાન રાખનાર, સમ્યકત્વના આચારનું પાલન કરનાર તથા શ્રુતજ્ઞાન અને શ્રદ્ધા વધારતો જનાર જીવ સંસારમાં ગુંચવાતો નથી, ધર્મમાં કંટાળતો નથી, એના દ્વારા સાનુબંધ ધર્મ અને વૈરાગ્ય એને ભવોભવ મળતા જ રહે છે અને જો વચ્ચે બીજા વાવાઝોડાથી ઉંધો ન ચડે તો પાંચ સાત ભવમાં આત્મા મોક્ષ પામે છે. માટે પાપ પ્રવૃત્તિ ઘટાડવી અને ધર્મની આરાધનામાં ઉદ્યમ કરી મનુષ્ય જન્મની ક્ષણોને સાર્થક કરવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ | સંગ્લાય સમો ત નત્યિ છે ) મોક્ષનો ઉપાય શું? ક્રિયા કે જ્ઞાન ? તપ કે સ્વાધ્યાય ? નિશ્ચય કે વ્યવહાર? ' આ પ્રશ્નોનો જવાબ એ આપી શકાય કે જેનું જ સ્વરૂપ હોય તેનો તે ઉપાય હોય, બીજા ઉપાયો સહકારી કારણ હોય. મોક્ષમાં ક્રિયા નથી, જ્ઞાન છે, તેથી જ્ઞાન એ મોક્ષનું પ્રધાન કારણ છે. જ્ઞાન ક્યું અને કેટલું એ પછી વાત. મોક્ષમાં કાયકલેશ જેવો બાહ્ય તપ નથી, પરંતુ સ્વરૂપમગ્રતા-સ્વરૂપ સ્થિરતારૂપ અત્યંતર તપ છે, જે ધ્યાનની પરાકાષ્ઠા સ્વરૂપ છે. મોક્ષમાં વ્યવહાર નથી, પરસ્પર કે વ્યક્તિગત કોઈ પ્રવૃત્તિ નથી, મોક્ષ આત્મગુણમાં સ્થિરતા કે રમણતારૂપ પરાકાષ્ટાનો નિશ્ચય છે. જ્ઞાન ગુણ, સ્વાધ્યાય ગુણ, નિશ્ચય આ બધા લોકમાં અવ્યવહાર્ય છે, અને અસલીની જેમ નકલી પણ હોય છે. (1) માટે મિથ્યાત્વીના લા પૂર્વ સુધીના જ્ઞાનને પણ અજ્ઞાન કહ્યું. (2) શ્રદ્ધા વગરનો સ્વાધ્યાય એ અત્યંતર તપ નથી. (3) શક્ય સંયોગોમાં જે નિશ્ચય વ્યવહાર ન લાવે તે સાચો નિશ્ચય નથી. જેમ જ્ઞાનની પરિણતિવાળા નિઃશુક, નિર્દય બનતા નથી, તેમ કેવળજ્ઞાની વેષ લેવાની ના પણ પાડતા નથી. માટે જ્ઞાનને ભાવિત કરવા ક્રિયા છે. સ્વાધ્યાયને સહાયક-પોષક તપ છે. વ્યવહાર નિશ્ચયને પામવા માટે છે. માટે જે ક્રિયા પછી જ્ઞાનની પરિણતિ ન હોય, જ્ઞાનનો ઉદેશ ન હોય, જ્ઞાનીને અનુસરવાનું ન હોય, જ્ઞાનનું નિયંત્રણ ન હોય તે ક્રિયા મોક્ષમાર્ગ ન કહેવાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ જે જ્ઞાન સંદિગ્ધ-ભ્રમ-વિપરીતરૂપે હોય, પરિણતિ વગરનું હોય, જ્ઞાનના કાર્યને કરતું ન હોય, બીજા જ્ઞાનીને સ્વીકારતું ન હોય, જ્ઞાનના અનુસાર વર્તવાની તૈયારી કે ભાવનાવાળું ન હોય તે વસ્તુસ્થિતિએ જ્ઞાન નથી અને મોક્ષમાર્ગ પણ નથી. સંદિગ્ધ વગેરે જ્ઞાનથી કાર્ય સફળ ન થતા વિપરીત કાર્ય થાય. પરિણતિ એટલે જ્ઞાન જેવું જણાવે તેવી સચોટ માન્યતા-શ્રદ્ધા-હેય વસ્તુને જ્ઞાન દ્વારા હેયરુપે બતાવવા છતાં તેવી માન્યતા-શ્રદ્ધા-સંવેદન ન હોય તો હેય તરીકેનું જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી, પણ પોપટપાઠ છે. જ્ઞાનનું કાર્ય પાપથી નિવૃત્તિ, પશ્ચાત્તાપ, સાવધાની, ધર્મકાર્યમાં સાનંદ પ્રવૃત્તિ, ઉલ્લાસ, બીજાના કાર્યમાં સહાયકતા, અનુમોદના વગેરે હોય. જ્યાં આવું ન જણાય ત્યાં જ્ઞાનનું કાર્ય ન હોવાથી તે સમ્યગૂજ્ઞાન નથી. જે જ્ઞાની બીજા જ્ઞાનીને સ્વીકારે નહિ તેને પોતાનું જ્ઞાન સંપૂર્ણપણે સત્ય છે તેવો વિશ્વાસ નથી, બીજાનો અપલાપ છે, પોતાનું અભિમાન છે. સર્વજ્ઞ ક્યારે પણ બીજા સર્વજ્ઞનો અપલાપ નથી કરતા, માટે જ આગમગ્રંથોમાં અવારનવાર શબ્દ વપરાયો છે, “ત્તિબેમિ” જેનો “આમ હું અને અનંતા તીર્થંકરદેવો કહે છે,” તેવો અર્થ કરેલ છે. જેને બીજા જ્ઞાનીનો supporન હોય તેવા છવાસ્થનું જ્ઞાન પ્રમાણભૂત બનતું નથી. આ વાતને સૂક્ષ્મતાથી સમજવી. માટે જ શાસ્ત્રમાં વિધિ બતાવી કે ગીતાર્થ બીજા ગીતાર્થને વાત જણાવે, પૂછે. તે વિધિ જેમાં ન હોય તે જ્ઞાન મોક્ષમાર્ગરૂપ બનતું નથી. જ્ઞાન આત્મસ્વરૂપમાં રહેવા માટે તથા રાગ-દ્વેષના નિગ્રહ માટે છે. તેથી તે જ જ્ઞાન સાચું કહેવાય, જે આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ અને રાગદ્વેષ-મોહ-અજ્ઞાનના કારણોથી નિવૃત્તિ કરાવે. સાથે સાથે અશક્ય પરિસ્થિતિમાંઅશુભ પ્રવૃત્તિમાં પશ્ચાત્તાપ અને ઉદાસીનતા; શુભ પ્રવર્તનમાં આનંદ, અપ્રવર્તનમાં પશ્ચાત્તાપ વગેરે ભાવો પેદા કરાવે. આવું આત્મસંવેદન પ્રગટાવે તે જ જ્ઞાન મોક્ષમાર્ગ બની શકે. જ્ઞાનાભ્યાસ અને ભાવનાથી ક્રિયા શુદ્ધ-તીવ્ર અનુભવયુક્ત બને છે, જે મોક્ષ મેળવવા માટે પાવરફુલ બને છે. ભાવના વગર અને જ્ઞાનાભ્યાસ વગર ક્રિયા શુદ્ધ પરિણતિવાળી થતી નથી. તેથી તે મોક્ષમાર્ગ બનતી નથી. જીવમાં જે સંસાર અનાદિ કાળથી છે તે ક્રિયાથી કે જ્ઞાનથી? પાપબંધ અને પુણ્યબંધની તીવ્રતા ક્રિયાથી કે તે ક્રિયામાં ભળતા ચિત્તના ઉપયોગરૂપ આનંદથી? Page #13 -------------------------------------------------------------------------- ________________ જવાબ એક જ આપી શકાય કે સાતમી નરક હોય કે સર્વાર્થસિદ્ધપણું હોય, સંસાર હોય કે મોક્ષ; આ બધું જ ક્રિયાને નિમિત્ત બનાવીને કે નિમિત્ત બનાવ્યા વિના જ્ઞાન કે અજ્ઞાન દ્વારા પેદા થતા મનના સંકલ્પ-વિકલ્પ, વિવેક, વિચારણા આદિના ફળરૂપ છે. તેથી મુખ્યત્વે જ્ઞાન જ પ્રધાન કારણ બને છે. ક્રિયા અને ભાવના જેમ જેમ જ્ઞાનનું વિશુદ્ધિકરણ કરે તેમ તેમ મોક્ષ નિકટ આવે. તે જ રીતે જો સ્વાધ્યાય જેવી વસ્તુ સાધુ કે શ્રાવકના જીવનમાં ન હોય, શાસ્ત્રસર્જન-અભ્યાસ ન હોય તો ક્રિયાઓ કોના આધારે ? એની શુદ્ધિ-વૃદ્ધિપોષણનું જ્ઞાન ક્યાંથી થાય ? યુગલિક કાળમાં વિશેષ ક્રિયાઓ નથી, માટે જ્ઞાનની જરૂર નથી. છઠ્ઠા આરામાં પણ પરાધીનતા અને વિશેષ ક્રિયા નથી, માટે વિશેષ જ્ઞાન નથી. નારક તિર્યંચમાં પણ એ અવસ્થા છે. પરંતુ કર્મભૂમિમાં ક્રિયાનું નિયંત્રણ-સંશોધન-સંમાર્જન-વિશિષ્ટકરણ વગેરે જ્ઞાન દ્વારા થાય છે. આજે ભણવાનું બંધ થાય તો જેમ લોકવ્યવહારમાં અંધેર થાય તેમ શાસન અને મોક્ષમાર્ગ પણ જ્ઞાન-વ્યવહાર વગર શૂન્ય થાય. માટે બધી ક્રિયાઓનો પ્રાણ જ્ઞાન છે. શાસ્ત્રમાં જેને 15 દિવસમાં અડધી ગાથા પણ ન આવડે તેને પણ રોજ 2500 નવકાર ગણવારૂપે પરાવર્તન નામનો સ્વાધ્યાય કહ્યો છે, પરંતુ અભ્યાસ વગર ફક્ત તપ કરવાનો કહ્યો નથી. અને તપ કરનાર સાથે સાથે અભ્યાસ કરે તો તે તપને સાનુબંધ કહ્યો છે. અભ્યાસના યોગ વગરના તપને નિરનુબંધ કહેલ છે. જ્ઞાન એ શ્રદ્ધાપોષક છે, ક્રિયાપોષક છે, ચારિત્રપોષક છે. તે બાહ્ય તપ અને શેષ અભ્યતર તપને પણ પુષ્ટ કરે છે. કેવળજ્ઞાન પણ શુભભાવનારૂપી જ્ઞાનથી થાય છે. વૈરાગ્ય પણ જ્ઞાનસ્વરૂપ છે. વૈયાવચ્ચ માટે પણ જ્ઞાન જોઇએ. સંસ્થા કે ગચ્છના સંચાલન માટે પણ જ્ઞાન જોઈએ. આમ આરાધનાના બધા જ યોગોને જ્ઞાન પોષે છે. શાસનપ્રભાવના માટે જરૂરી મંત્ર-તંત્ર-વાદીપરાજ્ય વગેરે માટે પણ તે તે શાસ્ત્રોનું જ્ઞાન જરૂરી છે. પ્રભુએ પોતાના જ્ઞાનથી કરેલા સંશય નિરાકરણથી 11 ગણધરો શાસનને પ્રાપ્ત થયા. ત્રિપદીથી ગણધરદેવો પણ દ્વાદશાંગી રચે છે. માટે જ્ઞાન પરોપકારક પણ છે. જે બાહ્ય તપ અત્યંતર તપનો પોષક બને તે સાનુબંધ; જે રોધક બને તે વ્યવહાર ધર્મ મોક્ષમાર્ગ ન બને. માટે શાસનમાં રહેલા સાધુ અને શ્રાવકને આચારજ્ઞાન, આશ્રવ-સંવરનું જ્ઞાન, નિર્જરાના ઉપાયોનું જ્ઞાન, બંધના કારણોનું જ્ઞાન-આ બધું સૂક્ષ્મરૂપે જરૂરી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય એ પણ આત્મપરિણતિરૂપ જ્ઞાન સહકૃત છે. વ્યવહાર એ પરિણતિનો ઉત્પાદક-વર્ધક-રક્ષક છે. નિશ્ચય એ મોક્ષ છે, મોક્ષમાર્ગ છે. વ્યવહાર જે નિશ્ચયપ્રાપક છે તે પણ મોક્ષમાર્ગ છે. બાહ્યમાં ભલે ક્રિયા, તપ કે વ્યવહારમાં વિશેષ ઊંડાણ જોવાતું ન હોય, છતાં તે ત્રણે જ્ઞાનીને પરતંત્ર હોય, જ્ઞાન સહકૃત હોય, જ્ઞાનની રુચિવાળા હોય તો તે મોક્ષમાર્ગ તરીકે મનાય. ક્રિયાથી જ્ઞાન આવે, તપથી ભાવના અને સ્વાધ્યાય આવે, તેમજ વ્યવહારથી નિશ્ચય આવે. માટે બાહ્ય વ્યવહારમાં ક્રિયા, તપ અને વ્યવહાર જ પ્રધાન બને. તેનાથી આંતરિક ગુણો રૂપ આંતરિક મોક્ષમાર્ગ પ્રગટે. અસદ્ આચારથી જેમ ઔદયિક ભાવો ઉત્પન્ન થાય છે, તેમ સદ્ આચારથી ક્ષયોપશમભાવ ઉત્પન્ન થાય અને એની પરાકાષ્ટા ક્ષાયિક ભાવમાં પરિણમે છે. માટે પરમાત્માએ જ્ઞાન ભેગી ક્રિયા મૂકી, સ્વાધ્યાય ભેગો તપ મૂક્યો, નિશ્ચય સાથે વ્યવહાર બતાવ્યો. જેના જીવનમાં સ્વાધ્યાય છે તે તપસ્વી છે. જેના જીવનમાં સ્વાધ્યાય નથી તે ગૌણ તપસ્વી છે. માટે સ્વાધ્યાયપૂર્વક તપ કરતા રહેવું. તપ કે અન્યયોગોમાં આગળ વધનાર તે તે યોગોમાં નબળા જીવો પર અરુચિ કરી શકે, પરંતુ સ્વાધ્યાયથી કેળવાયેલી પરિણતિવાળો અન્ય પર અરુચિ ન કરી શકે. કુરગડું મહાત્મા પર ચાર તપસ્વીઓને અરુચિ થઈ, પરંતુ કુરગડુને તે ચાર તપસ્વીઓએ ઘોર અકાર્ય કરવા છતાં તેમના પર અરુચિ ન થઈ તે પરિણતિનો જ પ્રભાવ. આમ તપથી જે પરિણતિ ઊભી ન થઈ શકે તે સ્વાધ્યાયથી ઊભી થઈ શકે. માટે સ્વાધ્યાય એ જ પ્રધાન મોક્ષમાર્ગ છે. તપ સહેલો છે, માત્ર કાયકષ્ટરૂપ છે, માનપ્રાપક છે જ્યારે જ્ઞાન કઠીન છે. મગજ કસવું પડે, બાહ્ય પ્રવૃત્તિઓ છોડવી પડે, પંચાત છોડવી પડે. તપસ્વી તપ કરી બાહ્ય પ્રવૃત્તિ કરી શકે. જ્ઞાનને વધારવા માટે પોષણરૂપ અને જ્ઞાનની અશુદ્ધ પરિણતિને સુધારવા દ્વારા શોધક તપ છે. માટે અશુદ્ધ કે અધૂરા જ્ઞાનીને તપ કરવો પડે, જ્યારે કેવળજ્ઞાનીને છેલ્લે અણસણ સિવાય નિત્ય ભક્ત હોય છે, કારણ જ્ઞાનની પરાકાષ્ટા પ્રાપ્ત થઈ ગઈ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ તપ કરતા સ્વાધ્યાયમાં વધારે નિર્જરા છે, કારણ મનની સતત ઉપયોગ પ્રવૃત્તિ છે. મનના ઉપયોગ વગર સ્વાધ્યાય, અર્થચિંતન શક્ય નથી. તપની સાથે સ્વાધ્યાય વિકસે તો તપ ઉપાદેય અને અભ્યાસ ઘટે-બંધ પડે તો તે તપને પ્રધાનતા ન અપાય, એ હેય જેવો કહેવાય. તપના ત્રણ કાર્યો છે :- (1) ઇચ્છારોધ, (2) કષાયદમન અને (3) ઈન્દ્રિયદમન. તે ત્રણે કાર્યો સ્વાધ્યાયરૂપ તપવાળાને સર્વાંશે હોય છે. બાહ્ય તપસ્વીને ઇન્દ્રિયનિગ્રહ આંશિક છે, જ્ઞાનીને સર્વાશે છે. તપ દેહનો નિગ્રહ કરે; જ્ઞાન મનનો નિગ્રહ કરે. જે મનનો નિગ્રહ કરે તે કષાયનિગ્રહ અને વિષયનિગ્રહ કરી શકે. બાહ્ય તપસ્વી દુર્ગાનમાં ચડી શકે; જ્ઞાનથી પરિણત જ્ઞાની દુર્ગાનમાં ન ચડે, મનને સમજાવે-રોકે, આથી જ્ઞાન વગરના તપસ્વીની વિશેષ કિંમત નથી હોતી. ધન્ના અણગારની સર્વશ્રેષ્ઠતા માત્ર તેમની તપસ્વિતાને આભારી નહોતી, પણ સતત ધ્યાનયુક્ત અને 11 અંગના જાણકાર-ભણેલા પણ હતા માટે હતી. તપની મર્યાદા છે, પરિમાણ છે તેથી ત્યાં અટકવું પડે છે, ત્યારે જ્ઞાનની, ભાવનાની પરિણતિની કોઈ મર્યાદા જ નથી હોતી, અપરિમિત હોય છે. તેથી તે છેક કેવળજ્ઞાન સુધી લઈ જઈ શકે છે. જીવનના બધા ક્ષેત્રોમાં, બોલવા-ચાલવા વગેરેમાં હેય-ઉપાદેયપણું જ્ઞાન બતાવે. માટે જ્ઞાન એ પ્રધાન આંખ છે. જ્ઞાનીની થોડી ક્રિયા પણ પ્રકૃષ્ટ ફળને આપે, જેમ મરુદેવીમાતાને ભાવના જ્ઞાને મોક્ષ આપ્યો. તેથી તપની સાથે સ્વાધ્યાયને પણ પ્રાધાન્ય આપી ભાવના અને પરિણતિ કેળવવી જોઈએ, જેથી શીધ્રાતિશીધ્ર સિદ્ધિગતિમાં જવાય. * જી * વલત કરે છે .-. Page #16 -------------------------------------------------------------------------- ________________ पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदम् // સાર રસિક જીવ એટલે અનુકૂળ પર્યાયોમાં સુખી અને પ્રતિકૂળ પર્યાયોમાં દુઃખી બનનાર... એનું જીવન રાગદ્વેષ પર્યાયોથી, રુચિ-અરુચિથી તથા આર્તરૌદ્ર ધ્યાનની વિહ્મલતાથી વ્યાપ્ત હોય છે. ઈષ્ટજનનો સંયોગ, વિષયસુખ, સંપત્તિ આદિની પ્રાપ્તિ, આરોગ્ય વગેરે અવસ્થાઓમાં જીવને હુંફ, આનંદ, સુખના કારણની બુદ્ધિ હોય છે. તેથી તે તે અવસ્થામાં માનસિક આસક્તિવાળો હોય છે. આવી વસ્તુ પ્રાપ્ત થવાની પૂર્વભૂમિકામાં પણ પ્રસન્ન બને છે. અને તેનો વિયોગ, નાશ અથવા તેની શક્યતા જીવને અસ્વસ્થ બનાવે છે. ઈષ્ટજન એટલે મનગમતી વ્યક્તિ. તેનો સંયોગ થાય એથી જીવ આનંદિત, પરંતુ આ સંયોગ અનિત્ય હોવાથી, એ પહેલા પરલોક જાય, સ્થાનાંતરે જાય અથવા આપણે પરલોક જવું પડે ત્યારે વિશેષ આર્તધ્યાન અને હૃદયમાં દુઃખ થાય. પરંતુ પહેલેથી જ આ સંયોગ અવશ્ય મોડા વહેલા છુટવાનો છે, છોડવાનો છે એ રીતે વારંવાર ચિત્તમાં ભાવિત કરીએ તો જીવની તેના પ્રત્યેની માનસિક આસક્તિ તૂટતી જાય. તેથી સંયોગના કાળમાં પણ વિશેષ રાગ વગર સ્વસ્થ રહે છે અને વિયોગ કાળમાં પણ વૈરાગ્ય તીવ્ર બને છે. તે જ રીતે ક્યારેક સામી વ્યક્તિનું વલણ બદલાય અને આપણને ઈષ્ટને બદલે વિરોધી તરીકે જુએ ત્યારે પણ આપણે ઈષ્ટપણાની અનિત્ય ભાવનાથી ભાવિત હોવાથી સામાની અરુચિ પર અકળાતા નથી. એ રીતે પ્રત્યેક સંયોગ નાશવંત હોવાથી જીવ જો અનિત્યપણાનું ભાવન કરે તો તે સંયોગ પ્રત્યેની મમતાને ઘટાડનાર થાય છે. એ રીતે બાહ્ય ઋદ્ધિ અને સંપદાઓ ક્યારેય કોઇની થઈ નથી અને થવાની નથી. વળી ક્યારે પણ નિત્ય-શાશ્વત બની નથી એવું વિચારી આસક્તિ ઘટાડે. ઔદયિક ભાવની અવસ્થાઓ અને ક્ષયોપશમ ભાવની અવસ્થાઓ બધી જ નાશવંત છે, એમ સમજીને જીવ સદા એનો સદુપયોગ કરતો રહે, અશક્ય સ્થાનમાં ઉપેક્ષા-ઉદાસીનપણું રાખતો રહે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે અનિત્યભાવનાથી જીવ ભાવિત બને. Page #17 -------------------------------------------------------------------------- ________________ અનિત્યપણાનું ભાવન કરવાથી બાહ્ય સામગ્રીની મહત્તા અને એનાથી આપણી મહત્તા આપણા મનમાંથી નાશ પામે છે. તેથી તેના માટે તીવ્રતર પાપ પ્રવૃત્તિઓ થતી નથી. વિષય સુખ એટલે બધી જ જાતની અનુકૂળ સામગ્રીઓ, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો. આમાં જીવનો જે રાગ-આસક્તિ છે તે નાશવંત સમજવાથી ઘટે છે. આરોગ્ય પણ કોઇનું કાયમી રહેતું નથી. તેથી આરોગ્યપણામાં જીવ સનત્કુમારનું દ્રશ્ચંત વિચારી ગર્વ કરે નહીં. એનો સદુપયોગ ધર્મ કરવાથી, તપત્યાગ-સંયમની આચરણાથી થાય છે. બાહ્ય શક્તિ નાશવંત અને નિરર્થક છે. સદ્ગતિ કે દુર્ગતિ આપવામાં જીવની વિવેકદ્રષ્ટિ કે અવિવેકદ્રષ્ટિ નિમિત્ત છે. આ વિવેકદ્રષ્ટિ એટલે જ શક્તિ અને સામગ્રીને પ્રધાનતા ન આપતા તેનો સારા સ્થાનમાં સદુપયોગ કરવો અને અસ્થાને કે અશક્ય સ્થાને તેની ઉપેક્ષા કરવી. જે શક્તિ-સામગ્રી-સમૃદ્ધિને પ્રધાનતા આપી તેનાથી પોતાનું પ્રધાનપણું સમજે અને એ જ્યાં ત્યાં, જેમ તેમ વાપરે તો તે અવિવેકપણું છે અને દુર્ગતિનું કારણ છે. માટે ધર્મી માણસ મરતી વખતે ગમે તેટલી ધન વગેરે ઋદ્ધિ હોય તેને વોસિરાવે છે. આ વોસિરાવવું એટલે કે બાહ્યથી છૂટતા પહેલા હૃદયથી આપણે છોડવું. હૃદયથી ત્યારે જ છૂટી શકે જ્યારે બધાની નશ્વરતા અને અસારતા સમજાઈ ગઈ હોય. સંસારની સારી કે નરસી અવસ્થામાં નાશવંતપણાનું જ્ઞાન આવ્યા પછી જીવ રાગાંધ ન થાય તેમ પીલો પણ ન બને. મધ્યસ્થ ભાવ-સમતાભાવમાં રમ્યા કરે. જીવને સુખમાં નાશવંતપણાની બુદ્ધિ નથી. તેથી ગાઢ પાપ અને રાગ કરે છે અને દુઃખમાં અનિત્યપણાનો વિચાર નથી તેથી વધારે અકળાય છે. માટે અનિત્યપણાની ભાવનાથી ધર્મ આવે અને સમતા પણ આવે. ક્ષાયિકભાવ અને સિદ્ધ અવસ્થા સિવાયની બધી અવસ્થાઓનો આત્મગુણોની સાધના માટે તેમજ પ્રભુ આજ્ઞાની આરાધના કરવામાં સહાયકરૂપે ઉપયોગ કરવો. બાકી સંસાર આખો હેય અને ઉપેક્ષણીય છે. તેથી અનિત્ય ભાવનાનું કાર્ય સંસારની બધી અવસ્થાઓને હેય અને ઉપેક્ષણીય તરીકે જોવાનું જીવ જો કરે તો રાગદ્વેષથી ઉપર ઊઠી સમતાભાવને આત્મસાત્ કરી સમાધિ, સદ્ગતિ ને છેવટે સિદ્ધિગતિ પામી શકે. K D Page #18 -------------------------------------------------------------------------- ________________ मनोरोधे निरुध्यन्ते काण्यपि समन्ततः જાવના સંસાર કે મોક્ષ, સદ્ગતિ નિશ્ચિત કરવામાં કાયાની પ્રવૃત્તિ કરતાં * મનની વિચારણા વધારે બાગ ભજવે છે. પ્રવૃત્તિમાં રસ, જોમ, શક્તિ રેડવાનું કામ મનના વિચારો કરતા હોય છે તેથી જ જીવનું લક્ષ્ય એ વિચારોને પવિત્ર કરવાનું હોવું જોઈએ. વિચારો અંગેનું જીવનું લક્ષ્ય એ વિચારોને પવિત્ર કરવાનું હોવું જોઇએ. વિચારો અંગેનું આગવું માનસશાસ્ત્ર શાસ્ત્રોમાં સમાયેલું જ છે. વિચારોના ઉત્પત્તિસ્થાન, અને શુદ્ધિકરણના ઉપાયો બધું સર્વજ્ઞ ભગવંતે સચોટ રીતે બતાવ્યું છે. વિચારો ઘટાડવાના, શુદ્ધ કરવાના, અંકુશમાં રાખવાના ઉપાયો. વિચારો આવે છે. (1) કર્મના ઉદયથી (2) વિપરીત જ્ઞાનથી (3) નરસા સંયોગથી (4) પાપ ભાવનાઓથી અને (5) પાપીઓની પ્રેરણાથી. આ બધી રીતે જે વિચારો આવે છે તેમાં જીવ જ્યારે પરાધીન હોય છે ત્યારે વિચારોને ઘટાડી શકતો નથી અને પાપ બાંધીને, દુર્ગતિના કર્મ બાંધીને દુર્ગતિમાં પહોંચી જાય છે. સંસારી જીવોને આ પાંચના કારણે લગભગ વિચારો આવતા હોય છે. હલકું વાંચન, ટી.વી. વીડીઓ વગેરે પાંચમાં પ્રકારમાં આવે. ગતાનુગતિક વૃત્તિ, આંધળું અનુકરણ વગેરે ત્રીજામાં આવે. આ પાંચને જે અટકાવે, સુધારે અને એના વિરોધિ પાંચનો આશ્રય કરે તેના વિચારો ઘટે, સુધરે, અંકુશમાં રહે. ઉક્ત પાંચ પ્રકારના વિચારના ઉત્પત્તિસ્થાનોને ફેરવવાના ઉપાયો : (1) વિચારો કર્મોના ઉદયથી આવે છે. માટે એ વિચારો આવે ત્યાં શાસ્ત્રજ્ઞાન તેમજ ભાવનાના આલંબનથી તે તપાસવું કે આવતા વિચારો ઔદયિક ભાવના છે કે ક્ષયોપશમ ભાવના; આત્માને હિતકારી છે કે નુકશાનકારી; આરાધનામાં સહાયક છે કે બાધક. જો ઔદયિક ભાવના હોય, આત્માને નુકશાનકારી હોય, સાધનામાં બાધક હોય તો તેની પ્રધાનતા ન આંકવી, એને છોડી દેવા, ગૌણ કરવા. ઝવણ પણ કારણ હજી 11 જણા જીવદયા પણ Page #19 -------------------------------------------------------------------------- ________________ આ રીતે જે વિચારોને જીવ હેય સમજે, ગૌણ ગણે, પ્રધાનતા ન આપે તે ઘટતા આવે. કર્મના ઉદયોને રોકવા ભાવનાઓ, જાગૃતિ, અનાયતન ત્યાગ, આયતન સેવન, સમ્યજ્ઞાન અને વિચારોની જાંચ-તપાસ વગેરે ઉપાયો કરવા જોઇએ. તેનાથી કર્મના ઉદયો રોકાય-વિચારો રોકાય. જેમ કે માણસ જ્યારે ગુસ્સાના આવેશમાં હોય અને એને ભૂલ સમજાય તો ગુસ્સો તરત જતો રહે છે. મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને ક્રોધના નુકશાન બતાવ્યા તો ગુસ્સો ગયો. ચંડકૌશિકસર્પને જાતિસ્મરણથી કષાયનું નુકશાન દેખાયું કે તરત ગુસ્સો ગયો. (2) વિપરીત જ્ઞાનથી અશુભ વિચારો સતત પ્રવર્તે છે. તેની સામે સમ્યગજ્ઞાન, નિરર્થક વિચારોના નુકશાન, સમતા-સમાધિ-શાંતિના-સ્વસ્થતાના લાભ, સંસારનું સ્વરૂપ, જીવોની ભવિક્તવ્યતા અને કર્મપરાધીન અવસ્થાના ચિંતનથી જીવ અશુભ વિચારોથી મુક્ત બને છે. વિચારોના વાવાઝોડામાં તણાતો નથી. માટે પરિસ્થિતિ, વ્યક્તિ કે પ્રસંગને સમ્યગજ્ઞાનથી જોતા શીખવું. શાસ્ત્રઅધ્યયન અને પુનઃ પુનઃ પરાવર્તનથી આ જ્ઞાન થાય અને પાપ વિચારો, અશુભ વિચારો, નકામા વિચારો નિવૃત્ત થાય છે. (3)- નરસા નિમિત્તોથી જીવને અનાદિકાલીન સંસ્કારના કારણે આહારાદિ સંજ્ઞા, ક્રોધાદિ કષાય, ઈન્દ્રિય વિષયક રાગદ્વેષ અને તેનું ખેંચાણ થાય છે. શુભ સંયોગોમાં આ વિચારો સ્વયં શાન્ત થાય છે. માટે જ્યાં રાગદ્વેષકષાયજય, વિષયત્યાગ, ઇન્દ્રિયજય વગેરે સંયોગ હોય, ત્યાં વસવાથી સહજ રીતે પાપવિચારો અટકે. ધર્મી આત્માના સંપર્કમાં ધર્મના વિચારો આવે. પાપી આત્માના સંપર્કમાં પાપવિચારો આવે. એવું જોવા મળે, જેવું સાંભળવા મળે, વાંચવા મળે તેમ જીવ એવો થતો જાય માટે અતિવિશિષ્ટ ધર્મી થયા વગરનાએ સદા સારા સંયોગોમાં જ રહેવું. (4) પાપની વિચારણાથી પણ પાપ વધે. નવરા બેસવાથી, જેમ તેમ વિચારવાથી, જે તે જોવાથી વાંચવાથી પાપ ભાવનાઓ ઉત્પન્ન થાય છે. જેમ આહાર જોવાથી, તેની વિચારણાથી ખાવાની ઇચ્છા અને વિચારણા થાય છે. જેમ ભયની વાતો સાંભળવાથી-જોવાથી ભય જાગે છે. જેવી જેવી વિચારણા કરીએ તેવું મન ઘડાય છે. માટે મનને શુભકાર્યમાં સત્વશાળી બનાવવા શુભ ભાવના વાંચન વગેરે કરવા. જીવણ જીવર જીજીવણ જીવણgs Page #20 -------------------------------------------------------------------------- ________________ (5)- પાપની પ્રેરણા કરવી નહિ. પાપની પ્રેરણા કોઈ આપે તે સાંભળવી નહિ. પાપની સલાહ અશુભ વાંચનથી, ટી.વી. જોવાથી, વીડીયોથી, નાટકથી પણ મળે. માટે તેવા નિમિત્તોથી સદા દૂર રહેવું. શુભ વિચારણા ઉત્પન્ન થાય, તેવી પ્રેરણા મળે તેવા વાંચન વગેરે કરવા. તેથી શાસ્ત્રવાંચન-પરાવર્તન, ધર્મી લોકોની સાથે સંપર્ક, સજ્જન-શિષ્ટજનોનો પરિચય આ સદા શુભ પ્રેરણાનું કારણ બને છે. જીવ જેમ જેમ શુભ જ્ઞાન, શુભ વિચારણા, અને શુભ વ્યક્તિના પરિચયમાં આવે તેમ તેમ અશુભ વિચારો ઉપર અંકુશ આવે, વિચારો ઘટે. જે શાંત અને સ્વસ્થ છે તેના પર અશુભ વિચારોનું જોર નથી ચાલતું. તામસભાવવાળા પર અશુભ વિચારોનું જોર વધારે ચાલે, તેનાથી રાજસવાળા પર ઓછું, અને તેના કરતા સાત્વિકભાવવાળાને અશુભ વિચાર ઓછા આવે. કષાયપરવશને સંકલ્પ-વિકલ્પો વધારે, વિષયપરવશ ન હોય પણ અનુકૂળતાપ્રિય સુખશીલીયો હોય તેને એથી અલ્પ હોય અને અનુકૂળતા પ્રતિકૂળતાને સમ ગણનારને નકામા વિચારો પ્રાયઃ ન હોય. આવું જીવન જીવી વિચાર ઘટાડવા પ્રયત્ન કરવો. - , , . .' '***- * :-:-- ---- --- - * Page #21 -------------------------------------------------------------------------- ________________ गर्हितेषु गाढमप्रवृत्तिरिति રો-ઝવેરાત-સોનામહોરો જેવી કિંમતી ચીજોને સાચવવા પેટી-ડબ્બોતિજોરી વગેરે સુરક્ષિત સાધનો જોઇએ અને વિનાશક વસ્તુથી દૂર રહેવું જોઈએ. એમ આત્મગુણોના ખજાનાના રક્ષણ માટે શુભ પ્રવૃત્તિ જોઈએ અને અશુભનો ત્યાગ જોઈએ. વિનાશક જે પ્રવૃત્તિ હોય એમાં પ્રવૃત્ત થાવ એટલે રક્ષણ થાય નહિ. શાહુકાર, પોલીસ, ચોકીદાર, સુપ્રીન્ટેન્ડન્ટ વગેરે સાથે ભાઈબંધી કરીએ તો રક્ષણ થાય, અને ગુંડા સાથે ભાઈબંધી કરીએ તો સીધો ચાલે ત્યાં સુધી તો રક્ષણ કરે પણ પડે તો એ જ ખૂન કરે. ધર્મી આત્મા જે હોય એને શું કરવું પડે કે જેથી એનો ધર્મ જાય નહિ ? કેટલા પૈસા મેળવ્યા પછી પૈસા ખાલી ન થઈ શકે ? છે કોઈ નિયમ ? એવી રીતે આપણે કેટલો ધર્મ કર્યા પછી ધર્મભ્રષ્ટ ન થઈએ? ગમે તેટલા પાપ કરીએ, પાપ લાગે જ નહિ, એવી ભૂમિકા ક્યાં મળે ? ક્યાંય નહિ. રાજા હોય તે જેમ તેમ રાજ્યવ્યવહાર ચલાવે તો રાજભ્રષ્ટ ન થાય એવું બને ? ન બને. ઉપરના કે નીચેના બધા માટે આ કાયદો લાગે કે હિતેષ પઢિપ્રવૃત્તિપિતિ એટલે જાણી જોઇને પાપમાર્ગે પ્રવર્તન કરવું નહિ. ભૂલથી થઈ જાય તો પાછા ફરવું. જેમાં એક ટૂંકો અને એક લાંબો રસ્તો હોય, ટૂંકા રસ્તે અર્ધી ફર્લોગનું અંતર કાપતાં લાગે કે આ તો ભારોભાર કાંટાથી ભરેલો છે, તો માણસ અર્થે ફર્લાગ પાછા ફરીને પણ લાંબો, સારો રસ્તો પકડે છે. તેમ રસ્તો ખરાબ હોય, વાંકો હોય તો પણ છોડવો પડે. ધર્મમાં વાંકી વસ્તુ કઈ ? ધર્મી આત્માનો સંસાર ધર્મમાં વિઘ્ન ન કરે એવો હોય અને સંસારી આત્માનો ધર્મ સંસારમાં વિઘ્ન ન કરે એવો હોય. અહીંયા ગાઢમપ્રવૃત્તિરિતિ કહે છે. તો સામાન્યથી ગહિતમાં પ્રવૃત્તિવાળો સંસારી હોય. ગહિત કોને કહેવાય? સંસારી આત્મા હોય તો તે બીજો કોઈ સ્વાર્થ આવે એટલે બહાનું બતાવે, કારણો બતાવીને ધર્મ પ્રવૃત્તિમાંથી છટકે. ધર્મી એ પ્રવૃત્તિને ફરજ સમજી પૂરી કરે. એટલે યોગ્ય વ્યક્તિ પાસે, પ્રસંગે ન જવું એ પણ ગર્પિત છે. માંદા માણસની શાતા પૂછવા કોણ ન જાય? સામાન્યથી Page #22 -------------------------------------------------------------------------- ________________ સંસારી પણ જાય; પણ વેપાર વગેરેની સીઝન હોય તો ? સંસારી આત્મા વ્યવહાર સાચવવા જાય અને ધર્મી આત્મા સમાધિ આપવા, ધર્મ આપવા જાય, એના આત્માને ટાઢક વળે માટે જાય. હવે બીમારના આત્માને ટાઢક વળે તેના માટે કોઈ સંસારી જાય ખરો ? એનું મન મૂંઝાતું હોય તો કોઈ સંસારી એને શાંતિથી પછે ખરા ? કેમ નથી પૂછતાં ? તો કે સંસારી આત્માને લાગે કે પૂછીએ અને એ કંઈ બતાડે તો આપણે ક્યાં ગળામાં ફાંસલો નાંખવો માથાકૂટ આપણે શું કામ કરવી ? સાંત્વન આપવા પણ સંસારી તૈયાર નથી. એકબાજુ ઘરમાં ઝઘડો ચાલતો હોય, બીજીબાજુ છોકરા ઉંધા ચાલતા હોય અને ત્રીજીબાજુ, માણસ મરવા પડ્યો હોય ત્યારે સંસારી જીવ ઉપેક્ષા કરે, ધર્મી આત્મા સાંત્વન આપે. એ રીતે ધર્મી આત્મા કોઈપણ ઝઘડામાં ભાગ લે ? આપણા બે લાખ રૂપિયા આપણો જ સગો ભાઈ ખાઈ જાય, દબાવી લે, ત્યારે ધર્મી આત્મા શું કરે ? અને સંસારી આત્મા શું કરે ? ભાઈની સામે કોર્ટે ચઢવું, ઝઘડો કરવો એ ગર્ધિત પ્રવૃત્તિ કહેવાય કે બીજું કંઈ ? માબાપની સામે ઝઘડો કરવો એ પ્રવૃત્તિ કેવી કહેવાય ? વહુ સાસુ-સસરા સાથે ઝઘડો કરે તે કેવું કહેવાય? સાસુ-સસરા અથવા માબાપ અથવા ગુરુ ભૂલ વગર પણ જે ઠપકો આપે એને સાંભળવો એ ધર્મની યોગ્યતા કહેવાય. અને સામે જવાબ આપવો, ઉશ્કેરાઈ જવું, ઝઘડો કરવો, પ્રતિકૂળ વર્તવું એ ગહિંત કહેવાય. આજુબાજુમાં પાડોશી સગા કાંઈ પૂછે અને આપણા મોઢે બળાપા નીકળે, આપણાથી ગુસ્સામાં આવીને ક્યારેક કોઈકની સામે બોલાઈ જાય તો એ હજી સંતવ્ય ગણાય, પણ કોઈ આપણા મોઢામાં આંગળા નાંખીને બોલાવડાવે અને આપણે બકવાટ કરીએ એ શું કહેવાય ? આજે કોની આગળથી વાત કઢાવવી હોય તો ન કઢાવી શકાય? આપણો ભત્રીજો પોતાના બાપને ગાળ દેતો હોય, એ કારણે એને ઘરેથી કાઢી મૂકે અને આપણા ઘરે તે છોકરો આવે તો ન રખાય કેમકે આજે બાપને ગાળો દે છે, કાલે આપણી સાથે વાંધો પડતાં, આપણે ત્યાંથી છૂટો પડી બીજે જ્યાં જશે ત્યાં આપણને ગાળ દેશે. આજે માણસને આખું જગત સારું લાગે, પણ કુટુંબ અને આજુબાજુવાળા જ ખરાબ લાગે છે. કુટુંબ અને આજુબાજુવાળા ખરાબ છે અને જગત સારું છે? ના, તો આ માન્યતા કોના ઘરની થાય છે? સ્વાર્થના ઘરની. જે પોતાના સ્વાર્થના કારણે પોતાના આજુબાજુનાને ખોટા ગણે એ ધર્મને યોગ્ય કહેવાય ? એવી જીવ છg૧પ જીવ પણ જીવવું Page #23 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિને સંઘ, સાધુ, શ્રાવક, કુટુંબ વચ્ચે રહેવાનું થાય તો એ બધાને પણ ખરાબ માનશે. એવા આત્માને ધર્મ ન અપાય. પહેલા સમ્યગ્દર્શન છે સમ્યકૂચારિત્ર? જેને સાધુ પર આદંર નહિ એના ચારિત્રની કિમત કેટલી? એના શ્રાવકપણાની કિંમત કેટલી? શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સાધુને બીજા સાધુ પર આદર ન હોય તો એ સાધુમાં સમ્યગ્દર્શન પણ નથી ને સમ્યગચારિત્ર પણ નથી. કોઈનામાં શક્તિ ઓછી હોય, ઉલ્લાસ ન થતો હોય ને ઓછી આરાધના કરે તો નભી શકે પણ સાધુ પર આદર ન હોય એ નભી ન શકે. જેને શેઠ પર, મુનિમ પર, આદરભાવ ન હોય એવા માણસનું શેઠ શું કરે ? રજા આપે કે બીજું કંઈ ? કર્મરાજા પણ જેને ધર્મ પર આદર ન હોય તેને રજા આપે એટલે? જૈનધર્મમાંથી બાકાત કરે. દેવલોકમાં કિલ્બિષિકપણામાં, ચંડાળપણામાં કોણ ઉત્પન્ન થાય ? તપ ઓછો કરે, વ્રત પચ્ચખાણ ઓછા કરે એ ઉત્પન્ન થાય? ના, જેને તપ, સંયમ, સંયમી, જ્ઞાની, તપસ્વી, સંઘ પર અનાદર, તિરસ્કાર, અવગણના, નિંદાના ભાવ હોય એ આત્મા દેવલોકમાં ચંડાળ તરીકે ઉત્પન્ન થાય. બીજા પર તિરસ્કાર, અરુચિ કરવી એ ધર્મી આત્મા માટે ગાઢ અપ્રવૃત્તિ છે. પોતાની પ્રશંસા બીજા કરે એ સારું કે ખોટું? બાપ બેઠા હોય ને દીકરાની પ્રશંસા અજાણ્યો માણસ આવ્યો હોય એ કરે એ સારું કે ખોટું? સામાન્ય ધોરણથી દીકરાની ગેરહાજરીમાં દીકરાની પ્રશંસા થાય, હાજરને શું કહેવાનું? આપણે આપણી જ પ્રશંસા કરીએ અથવા સભા ભેગી થઈ આપણી પ્રશંસા કરે તો એ ગર્ણિત કે અગઈિત? જૂનાકાળમાં કંઈ સારું કાર્ય થયું હોય તો પોતે હારતોરા પહેરી લેતા કે માબાપને હારતોરા પહેરાવવામાં આવતા હતા ? માબાપને. કારણ કંઈ ? વડીલ છે, એમનાથી જ મને આ કાર્ય કરવાની બુદ્ધિ થઈ છે, માનપત્રને યોગ્ય તો વડીલો જ છે. આપણે આપણી પ્રશંસા કરાવીએ તો ગર્પિત કહેવાય. મોટી વ્યક્તિની મોટાઈ એમની નથી, પણ પુણ્યની છે. પુર્ણય ઉત્પન્ન થાય છે ભગવાનના શાસનથી, ભગવાનના શાસનના રૂપક તરીકે ગુરુ છે. મોટા પુરૂષ એમ કહે કે આ કામ મારાથી થયું છે તો એમનું પુણ્ય અટકે, પરમાત્મા, ગુરુનો પસાય છે એમ કહે તો પુણ્ય વધે. એમનો ઉપકાર માને તો મોટાઇ વધે, અને ન માને તો મોટાઈ સમાપ્ત થાય. એ જ રીતે વધુ ખાવું, વધુ બોલવું, ગમે તેમ બોલવું, અકાળે બોલવું એ પ્રવૃત્તિ ખરાબ કહેવાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગહિત પ્રવૃત્તિ બે પ્રકારે :- (1) લૌકિક અને (2) લોકોત્તર. લૌકિક ગહિત પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે. વગર ફોગટનું બીજાને દુઃખ આપવું એ લૌકિકમાં ગહિત છે. બીજા નંબરે કારણ હોય ત્યાં વિવેક વિના બીજાને દુઃખ આપવું અને ત્રીજા નંબરે, કોઈ માંગણી કરે તો એના પર ઉપકાર ન કરવો, એની ઉપેક્ષા કરવી. આ ગહિત પ્રવૃત્તિ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે બધી પ્રવૃત્તિ આપણા સ્વાર્થ માટે જ કરીએ છીએ. પરંતુ હવે શાસનને પામેલા આપણી પ્રવૃત્તિ બીજાને ઉપકારી હોવી જોઈએ, અને કમસે કમ બીજાને દુઃખી કરનારી ન જ હોવી જોઇએ. લોકોત્તરમાં ગહિત શું? પ્રથમ તો અન્યની નિંદા. દુનિયામાં કોણ દોષ વગરનું છે? કોની ભૂલ થતી નથી ? કોને અજ્ઞાન નથી? એકની ભૂલ બીજાને કહીએ, કોઈની ભૂલ છડેચોક જાહેર કરીએ, ટીકા-ટીપ્પણનો વિષય બનાવીએ, કોઈની પણ વાત કોઈને કહીએ, એકબીજાને વાત કરીએ, સંઘની શિસ્ત મુજબ ન વર્તીએ, શ્રાવકના આચાર, સાધુના આચાર ન જાણીએ તે ગહિંત કહેવાય. આજે મોટી વ્યક્તિઓને પણ પ્રતિક્રમણ, પચ્ચકખાણ આવડતું નથી એ ગર્વિત કહેવાય. એટલે જે જે પ્રમાદના, કષાયના સ્થાન હોય તે છોડવા જોઈએ. સિદ્ધર્ષિ અને શિવભૂતિ (દિગમ્બર મત કાઢનાર) - આ બન્ને ઘરમાં રાત્રે મોડા આવે. એને કારણે માએ તેમને ઘરમાં આવવા ન દીધા, અને કહ્યું, “જ્યાં ઘર ખુલ્લું જણાય ત્યાં જાઓ. એ કારણે ઉપાશ્રયે આવ્યા. મોડા આવ્યા એને ઘરવાળાએ અંદર ન લીધા કારણ કે મોડા આવવું એ ગર્ણિત પ્રવૃત્તિ છે. ગર્ણિત પ્રવૃત્તિ કરનારા હોય એનો ત્યાગ કરવો. બાપના નામે દીકરો ગમે ત્યાંથી ગમે તેટલા પૈસા લઈ આવતો હોય તો બાપ છાપામાં પણ દીકરાનું નામ છપાવી એની ગહિત પ્રવૃત્તિનો, ટેકાનો ત્યાગ કરે. એટલે શું થયું? ગર્ધિત પ્રવૃત્તિને સંસારી પણ ટેકો ન આપે તો સંઘ, સાધુ ટેકો આપે ? એટલે એક તો, ગહિત પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત ન થવું. એવી પ્રવૃત્તિઓ અટકાવવી. બીજું, એવી પ્રવૃત્તિમાં ટેકો આપનારની સાથેનો પણ વ્યવહાર બંધ કરવો. તમે જે છોકરાને કાઢી મૂકો અને તમારા ભાઈ જો ટેકો આપે તો તમે એની સાથે ન બોલો. એટલે સૌ પ્રથમ ધર્મની યોગ્યતા છે-ગહિત પ્રવૃત્તિ જાણવી. જ્ઞાનથી આચારની યોગ્યતા પ્રગટે છે. પણ કોઈ જ્ઞાનનો નિષેધ કરે તો? બુદ્ધિ ન હજી પણછ 17 443 3 Page #25 -------------------------------------------------------------------------- ________________ હોય એ ગુણ કે દોષ ? શાસ્ત્ર ભણીને સ્વતંત્ર થઈ શકાય, જ્યારે કોઈ કહે, “હું તો ગુરુ જેમ કહે એમ કરીશ, ગુરુ પરતંત્ર રહીશ, પણ શાસ્ત્ર ભણું જ નહિ” તો શું? ગુરુ પરતંત્ર રહેવું એ તો સારું જ છે, પણ શાસ્ત્રાભ્યાસ જ ન કરવો, એ શું ? સ્વતંત્ર રહેવા કરતાં શાસ્ત્ર ન ભણીને ગુરુ પરતંત્ર રહેવું, આમ કહેનાર નિંદ્ય બને છે. આપણી બધી શક્તિ વપરાય તે કામની ને રાખી મૂકેલી કામની? જરૂર પડે ત્યારે વપરાય એ કામની. શ્રાવકપણામાં આગળ વધવા 12 વ્રત જાણવા લેવા પડે. લીધા નથી, એનો અર્થ કે વ્રત પચ્ચકખાણમાં કેટલો લાભ થાય તેની આપણને ખબર નથી. આજ સુધી વ્રત પચ્ચકખાણ લીધા નથી તેનો અર્થ એ છે કે આપણા હૃદયમાં વ્રતની કિંમત નથી. છોકરો બે-પાંચ વર્ષનો થાય, સમજણો થાય ત્યારથી પૈસાનો સંગ્રહ કરે. ક્યાં સુધી સંગ્રહ ચાલુ રહે? આંખ મીંચાય ત્યાં સુધી. પૈસાનો સંગ્રહ કરવા માટેનું ભાન શાના કારણે છે? પૈસાની કિંમત છે, પૈસો હશે તો જ જોઈશે તે મલશે, આવી સમજણ આવે ત્યારથી ભાન આવે, એમ વ્રત પચ્ચકખાણમાં વધારો નથી થતો કારણ કે વ્રત પચ્ચકખાણની કંઈ કિંમત લાગતી નથી, આપણને લાભ દેખાતો નથી. ઉલ્ટા વ્રત પચ્ચકખાણ બધે આડા આવે છે એમ લાગે છે. એક પણ કરેલ વ્રત પચ્ચકખાણ આત્મા પર ઘણા ઘણા અંકુશ મૂકે છે. લોકમાં જેને ગર્ણિત ન મનાતુ હોય એને સામાન્યથી માણસ ગહિત ન માને. જે વાત લોક વ્યવહારમાં રૂઢ થઈ જાય એ નિંદાપાત્ર હોવા છતાં કોઈ એને નિંઘ ન માને. ટી.વી., વીડીયો, છાપા વગેરે જે કાંઈ લોક વ્યવહારમાં નિંદ્ય નથી ગણાતું એ આપણને એના પ્રત્યેના ગહિતપણામાંથી અગર્વિતપણામાં લઈ જાય છે, આપણી એના પ્રત્યેની ગહિંતપણાની બુદ્ધિ જ દૂર કરી નાંખે છે. અહિતકારી, અશિષ્ટ એવું સત્ય બોલવું એ પણ ગર્પિત છે. સાચાને સાચું કહેવાય? કાણાને કાણો કહીએ તો આપણને કાણા થવાનું પાપ બંધાય. મૂર્ખને મૂઓં કહીએ તો મૂર્ખ થવાનું પાપ બંધાય. ગાંડાને ગાંડો, લંગડાને લંગડો, તોતડાને તોતડો, બોબડાને બોબડો કહીએ તો જેવું કહીએ એવા જ થવાનું પાપ બંધાય. સારા રૂપમાં હોય અને સારું કહ્યું તો પુણ્ય બંધાય. જ્ઞાનીને જ્ઞાની કહીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે અને અજ્ઞાનીને અજ્ઞાની કહેતા વધારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. વિનયીને વિનયી કહીએ એનાથી આપણા આત્મામાં યોગ્યતા વધે, અને ઉદ્ધાંતને ઉદ્ધત કહેતા આપણા આત્મામાં ઉદ્ધતાઈ આવે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મી આત્માને જ્યાં જ્યાં ભૂલ દેખાય ત્યાં સુધારવાની તૈયારી રાખે. સંસારી આત્માની તેવી તૈયારી ન હોય. જેને પોતાની ભૂલ ન દેખાય, ભૂલ સ્વીકારવાની તૈયારી ન હોય, એનું નામ ગર્પિત. એટલે એક માણસ પોતાની ભૂલ સમજાયા પછી વાતને આડીઅવળી કરે એ ધર્મને યોગ્ય રહે કે ન રહે ? કલ્પસૂત્રમાં આવે છે કે રોહગુમે જીવ, અજીવ અને નજીવ-આ ત્રણની સ્થાપના કરી. સારામાં સારો, ઉગ્ર બુદ્ધિવાળો સાધુ હતો. એના ગુરુએ કહ્યું કે હવે તું વાદસભામાં જઈને એટલું જ જણાવ કે આ તો સામાને ભ્રમિત કરવા મેં આ ત્રણની સ્થાપના કરી બતાવી. વાસ્તવમાં આવું નથી. અને તેણે આમ કરવાની ના પાડી, આ શું થયું? ભૂલ ન સ્વીકારવાના કારણે ઉગ્ર જ્ઞાન, ચારિત્ર, વિનય, તપ બધું સમાપ્ત. અને તે ગુરુ સામે છ મહિના સુધી વાદમાં ઉતર્યો. એની પાસે બુદ્ધિ, જ્ઞાન હતાં, ભણેલો હતો, તેથી વાદમાં ઊભો રહ્યો. એટલે સારા માટે કરેલી પ્રવૃત્તિ પણ ગહિંત કહેવાઈ. માન, ક્રોધ, લાભ વગેરેથી કરેલી સારી પ્રવૃત્તિ પણ ગર્પિત કહેવાય. આપણી વાત એટલી જ કે કષાય, વિષય, વિવેકહીનતાને આધીન જે પ્રવૃત્તિ થાય એ ગર્પિત કહેવાય. એ પ્રવૃત્તિઓને છોડતા રહેવું. અનંતજ્ઞાની પરમાત્માના શાસનને આપણા હૃદયમાં વસાવવા માટે ત્રણ વસ્તુ છે - (1) હેય (2) ઉપાદેય અને (3) સામાન્ય=મધ્યમ પરિસ્થિતિમાં મધ્યમ વસ્તુ. એટલે શું? શાસ્ત્રમાં દરેક વસ્તુના બે ભેદ બતાવ્યા છે હેય અને ઉપાદેય. પણ તાત્કાલિક હેય વસ્તુ કઈ? સૂક્ષ્મ રીતે હેય લઈએ ત્યારે પુદ્ગલની બધી વસ્તુ હેય કહેવાય અને તાત્કાલિક હેય વસ્તુ લઈએ ત્યારે પહેલા મોટા પાપ છોડવાના, પછી એનાથી નાના પાપ છોડવાના અને પછી તેનાથી પણ નાના પાપ છોડવાના. નાનું પાપ પણ હેય છે જ, છતાં પહેલા દ્રષ્ટિમાં ક્યા આવે ? જેમ ખાવાનું બંધ ન થઈ શકે, પણ એક મહિનો મિઠાઈ કે અભક્ષ્ય નહિ ખાવું, તો એ થઈ શકે. સામાન્યથી હેય વસ્તુ વિશિષ્ટ રીતે આત્માને બાધક હોય છે. દરેક ભૂમિકામાં અમુક અમુક આચરણ હેય હોય એટલે એ બિલકુલ ચલે નહિ. ડોકટરો ઓપરેશન કરતી વખતે એના બે ચાર કલાક પહેલાં ખાવાનું બંધ કરાવે. મોટું ઓપરેશન હોય તો છ-આઠ કલાક પહેલા પણ ખાવાનું બંધ કરાવે. એવી રીતે જગતની અંદર જે ગતિ અને નિંદનીય પ્રવૃત્તિઓ છે, વિશિષ્ટ કોટિની હેય છે. એના પ્રત્યે આપણા હૃદયનું વલણ કેવું જોઈએ? બંધ કરવાના વલણવાળું. જેને વિશિષ્ટ Page #27 -------------------------------------------------------------------------- ________________ કોટિની હેય ન લાગે એવા માણસોને એમાં પ્રવર્તતા વાર ન લાગે. એવી જ રીતે, જે વિશિષ્ટ કોટિનું ઉપાદેય ન લાગે ત્યાં પણ એમ જ સમજવું. જેને હેય-ઉપાદેયની સમજણ બુદ્ધિ હોય તે બીજી પ્રવૃત્તિઓમાં ખેંચાય નહિ. બજારમાંથી જતા હોઈએ ત્યારે દરેક દુકાનોનું ખેંચાણ લાગે ? નાનો છોકરો હોય ને બજારમાંથી જતો હોય તો કઈ દુકાન પર ખેંચાણ ન હોય ? બધી દુકાનમાં જોયા કરે ને “આ લો” “આ લો” કહ્યા કરે. એવી રીતે સંસારી આત્માનું ખેંચાણ આ સંસારની દરેક પ્રવૃત્તિમાં હોય. જે કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માન-પાન છે ત્યાં બધે જ ખેંચાણ હોય. પછી એ નિંદનીય પ્રવૃત્તિ હોય તો પણ ખેંચાણ હોય. પાપોપદેશ આપવો નહિ. અનર્થદંડમાં પાપોપદેશ આવે. શસ્ત્રક્રિયા, શસ્ત્રદાન આવે એમ અનર્થદંડ પણ આવે. કોઈકને ચપ્પ ભેટ આપવું કે કોઈકને ચપ્પ કેમ વાપરવું એ શિખવાડવું-એ બેમાં વધારે પાપ ક્યાં? ચપ્પ વાપરતા શીખડાવું એમાં, એક ચપ્પ આપો, બે આપો કે 50 ચપ્પ આપો, ને એની સામે પાપોપદેશ આપીએ તેનું પાપ કેટલું? એક પાપ શીખવાડો એની પાછળ હજાર પાપ કરતા શીખે. શાસ્ત્રમાં એક કથાનક આવે છે કે ચૌદ પૂર્વની અંદર યોનિપ્રાભૃત શાસ્ત્ર આવે છે. એમાં કઈ કઈ વસ્તુ ભેગી કરવાથી શું શું નિર્માણ થાય છે એની વાત છે. રત ઉત્પન્ન થાય, તિર્યંચ ઉત્પન્ન થાય, વાઘ અને સિંહ વગેરે પણ થાય. એક આચાર્યભગવંત તેમના શિષ્યને રાત્રિના સમયે આ શાસ્ત્ર શીખવાડી રહ્યા હતા. કોઈ સાંભળનારો સાંભળી ગયો. માછલીને ઉત્પન્ન કરવાની વાત હતી. એણે ઘરે જઈ સાંભળ્યા પ્રમાણે શરૂ કરી દીધું ને પુણ્ય હોય એટલે સીધેસીધું હાથ લાગે. એમ કરતાં હજારો જીવોનો કચ્ચરઘાણ નીકળી ગયો. આચાર્ય મહારાજે ઉપદેશ નથી આપ્યો પણ આચાર્ય કહેતા હતા ત્યારે કાન દઈને સાંભળી લીધી. થોડા દિવસો પછી એ જ માણસ આચાર્ય મહારાજને વન્દન કરવા આવે છે ને કહે, “હું આપના પ્રભાવે આટલું પામ્યો.” ભૂલ કેટલી ? આચાર્ય મ.સા. બીજા સાંભળે એટલા મોટા અવાજે શીખવાડતા હતા આ મોટી ભૂલ. આ પાપ બંધ કરવાનો રસ્તો ક્યો? આચાર્ય ભગવંતે એને કહ્યું, “હું તને રત કેમ બને તે બતાવું. શા માટે તારે આટલી હિંસા કરવી પડે. હું તને સરળ રસ્તો બતાવું” આ વાત એણે કબૂલ કરી. એને તો વિશ્વાસ હતો. આ વાત કોઈને કહેશે નહિ જીવન જીવણજી૨૦ જી વજી છાયા પછી Page #28 -------------------------------------------------------------------------- ________________ એવી કબૂલાત કરી. મહારાજ સાહેબે તેને કહ્યું, “આ રૂમમાં તારે એક કલાક રહેવું અને આમ આમ કરવું. આમ કરીને દ્રષ્ટિવિષ સાપ ઉત્પન્ન કરવાનો યોગ બતાડ્યો. અને યોગ એવો હતો કે આ પણ મરે અને સાપ પણ પોતે મરી જાય. વિશિષ્ટ હેય જે છે એ વિશિષ્ટ પાપસ્થાન છે, વિશિષ્ટ અધિકરણ છે, વિશિષ્ટ નિંદનીય છે. એ બધા પ્રત્યે આપણી લાગણી તિરસ્કારવાળી જોઈએ. સીનેમા થીયેટર પાસેથી જઈએ ત્યારે બોર્ડ જોવાની લાગણી થાય કે તિરસ્કારની ? શ્રાવકથી કસાઈખાનાના લત્તામાંથી પસાર ન થવાય. જેના પર ભારોભાર તિરસ્કાર હોય એ વસ્તુનું સાંનિધ્ય ન ગમે, એ જગ્યાથી જવાનું ન ગમે, એનું નામ પણ સાંભળવું ન ગમે તો એને તિરસ્કાર કહેવાય. એટલે જેમ જેમ પરિચય કરતાં જઈએ તેમ તેમ તિરસ્કાર ઘટતો જાય. માટે જ “હિમપ્રવૃત્તિતિ" કહ્યું. એટલે જેના પર તિરસ્કાર હોય તે ગહિંત, નિંદનીય સમજે. હેય અને નિંદનીયમાં ફેર કેટલો? સામાન્ય પાપ પ્રવૃત્તિ તે હેય અને વિશિષ્ટ કોટિથી મર્યાદાને ઓળંગીને જે પાપ પ્રવૃત્તિ કરવી તે નિંદનીય કહેવાય. પદ્ધતિસર અંકુશમાં રાખીને જે કામ થાય એ હેય. હેય પાપ છે, માટે તેમાં પણ જો અતિરેક થાય તો નિંદનીય કહેવાય. ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં સીસું રેડાવ્યું-આ પ્રવૃત્તિ નિંદનીય ગણાય. સજા મોટી, ગુન્હો નાનો. શિક્ષાની બુદ્ધિ વિષયોમાં હેયપણાની બુદ્ધિ નહોતી માટે થઈ. જો વિષયોમાં હેયતાની બુદ્ધિ હોત તો આવો રૌદ્રતાનો કષાય ચડે જ નહિ. નિંદનીય પ્રવૃત્તિ અને તેની રુચિ આપણા હૃદયના સંસ્કારને ગુમાવે. પ્રશ્ન :- આખી પ્રવૃત્તિ ઉપાદેય હોય પણ એમાં થોડું જ હેય હોય તો ? જવાબ:- લાડવા કર્યા હોય, પણ અંદર થોડું ઝેર નાંખ્યું હોય તો? શાસ્ત્ર કરુટ-ઉત્કટની કોઈ દિવસ પ્રશંસા ન કરી. જેમણે માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા હતા, જેમની સેવામાં દેવતા રહેતા હતા, છતાં પ્રશંસા નથી થઈ. એનું કારણ શું ? વરસાદ ન આવવાથી માણસ મરવા માંડ્યા. લોકોએ પથ્થરબાજી કરી. તેમણે વિવેક ગુમાવ્યો અને આવેશ ઉત્પન્ન થયો, ને શાપ આપ્યો, હે દેવ ! આ કણાલાનગરીમાં તું વરસાદ વરસાવ. પંદર દિવસ વરસાવ. મુશળધાર વરસાવ અને જેવો દિવસે તેવો રાત્રે વરસાવ.” બન્નેના પરિણામ કેવા થયા? આ હેય કે નિંદનીય ? આ સંસારના કોઈપણ કાર્યો તીવ્રતા પામીને Page #29 -------------------------------------------------------------------------- ________________ નિંદનીય બને છે. ધર્મી માણસ બધી જ જગ્યાએ વિચારપૂર્વક અને અંકુશપૂર્વક વર્તે તો એ ધર્મને પચાવી શકે. આપણે પાપની પ્રવૃત્તિમાં કેટલા અંશમાં પ્રવર્તવાનું? બધાં પાપસ્થાનક નિંદનીય-હેય છે. આનો અર્થ એ કે આ પાપસ્થાનોને જીવનમાં અંકુશમાં રાખવા પડે. અગ્નિ જો અંકુશમાં રહે તો કામ લાગે (રાંધવા વગેરેમાં) અને જો અંકુશ બહાર જાય તો ઘર પણ બાળી નાખે. રાગની તીવ્રતાએ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું શું થયું? આંધળો હોવા છતાં છેલ્લે ‘કુરુમતિ, કુરુમતિ' કરીને થાંભલાને ભેટવા લાગ્યો. બધા માટે નિંદનીય બન્યો. રાગ તીવ્ર બનતા નિંદનીય કાર્ય કરે તો દ્વેષભાવ વધતા પોતાના માબાપને ગાળ દેનારા પણ છોકરાઓ હોય છે ને ? આથી જો ગહિત પ્રવૃત્તિઓથી બચવું હોય તો તીવ્ર રાગ દ્વેષને પેદા કરે તેવી પ્રવૃત્તિઓને છોડતા આવવું, રાગ દ્વેષ પાપબુદ્ધિને પેદા કરે છે. પાપબુદ્ધિથી પાપપ્રવૃત્તિઓ થાય છે. બીજનો નાશ કરવાથી વૃક્ષ જ ન પેદા થાય તેમ પાપબુદ્ધિ નાશ પામે તો પાપપ્રવૃત્તિ ઉત્પન્ન જ ન થાય. ક -- કાકા ને છોકરા પણ, ક ફરી Page #30 -------------------------------------------------------------------------- ________________ // पापिष्ठेषु भवस्थितिः चिन्त्या // - પાપી જીવોની પણ ભવસ્થિતિ વિચારવી માણસની વિચારધારા વ્યવહારથી એના વાણી અને વર્તન દ્વારા કલ્પાય છેજણાય છે. વ્યવહારમાં વાણી અને વર્તન દ્વારા માણસ ધર્મી છે કે પાપી છે તે નક્કી કરાય છે. જ્યાં વ્યવહારથી કોઇને ધર્મી-સારા સજ્જન માણસ તરીકે સમજયા પછી તે અલ્પ ભવમાં મોક્ષે જનાર છે, તે યોગ્ય છે વગેરે બુદ્ધિ અને આદર થાય છે તે ગુણ છે. પરંતુ જે આત્મા વ્યવહારથી વાણી અને વર્તન દ્વારા ધર્મ નથી પામ્યા, અઢાર પાપસ્થાન વિષયક પ્રવૃત્તિ, પ્રશંસા, પ્રેરણા અને પ્રોત્સાહનમાં મશગુલ છે, જેને ભવાભિનંદી અને સંસારરસિક તરીકે સમજી શકાય તેમ છે તેવા આત્માને જોઈને તેમના પરિચયમાં આવનાર સંસારી જીવો જો તેવાથી સ્વાર્થ સિદ્ધ થતો હોય તો સારા ગણે, પ્રેમ રાખે અને નુકસાન થતું હોય તો જ કરે; અને પરિચયમાં ન હોય તો ઉદાસીન રહે, છતાં પણ સુખી માણસ હોય તો તેના ઉપર આદર રહે. પરંતુ એ જીવોની લૌકિક લોકોત્તરવિદ્ધ પાપ પ્રવૃત્તિ જોઈને, આલોક-પરલોક વિરુદ્ધ નિંદ્ય પ્રવૃત્તિ જોઈને ધર્મી આત્મા-સજ્જન આત્મા-સમજદાર આત્માને એના પર દયા આવે અને જેમ ડોકટર દર્દીને દવા દ્વારા રોગથી છોડાવવા ઇચ્છે તેમ પ્રેમ-પ્રેરણા-પ્રોત્સાહન-સમજણ-સહાયથી સજ્જન આત્મા પાપથી છોડાવવા ઇચ્છે. છતાં તેવા પ્રયત્નમાં નિષ્ફળ જાય, સામેથી પ્રતિકૂળ જવાબ મળે-મશ્કરી થાય ત્યારે સજ્જન આત્માને તેના પર દયા આવે અને વિચારે કે એનો કાળ પાક્યો નથી, સંસાર ભ્રમણ હજી વધારે છે, કર્મ ભારે છે. આ રીતે જ્યારે બીજા માટેના પ્રયત્ન કરવા જતા નિષ્ફળતા મળે ત્યારે એના પર દુર્ભાવ ન થાય તે માટે એની ભવસ્થિતિની વિચારણા કરવી. - પ્રત્યક્ષ જ્ઞાની શ્રી ઋષભદેવ પ્રભુએ મરિચિને દીક્ષા આપી ત્યારે તેઓ જાણતા હતા કે આનાથી અનેક આત્મા ધર્મ પામશે, સાધુ થશે, પરંતુ પાછળથી ત્રિદંડીયાનું કારણ બનશે અને સંસાર વધારશે. છતાં તે ભવસ્થિતિ એવી હતી તેથી પ્રભુએ દક્ષા આપતા તે વાત જાહેર ન કરી તેમજ દીક્ષાની ના પણ ન પાડી. છ ઠ્ઠઅ 23 3443 Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મગુણોની તેમજ આત્મોન્નતિની પ્રવૃત્તિમાં આત્માની યોગ્યતા, ધર્મનો પ્રભાવ વગેરે વિચારવાનો હોય છે અને તદનુસાર પ્રવર્તવાનું હોય છે. પરંતુ જ્યાં એ રીતે ન થાય, સામો ન સ્વીકારે કે વિપરીત વર્તે તો આત્મા તો સ્વરૂપે સિદ્ધ સ્વરૂપી છે, છતાં આ વિપરીત કાર્યથી) એ આત્મા પર તિરસ્કાર ન આવે અને એની સાથેના વ્યવહારમાં વિશેષ અસભ્યતા ન આવે તે માટે આ ભવસ્થિતિ વિચારવાની છે. ભવસ્થિતિ એટલે સંસારમાં રહેવાનું કાળમાપ, ભવ એટલે ઉત્પન્ન થયેલી જીવની અવસ્થા, જે ભવિતવ્યતાના નામે ઓળખાય છે. આ વિચારવાથી જીવને પોતાનો અહમ્ નાશ પામે છે. કારણ કે મારા કહ્યા પ્રમાણે-ધારવા પ્રમાણે થવું જ જોઇએ તેવો આગ્રહ-અસદ્ગહ નાશ પામે છે અને એથી જ સામા જીવ પ્રત્યે જે તિરસ્કાર-ષ વગેરે અસભ્ય ભાવો અને અસભ્ય વર્તન હોય તે પણ નાશ પામે છે. વિશ્વભૂતિ કાકાથી ઠગાયા અને ઉદ્યાનમાંથી બહાર નીકળી યુદ્ધ કરવા કાકાને સમજાવી-મનાવીને ગયા. સામો રાજા સહજતાથી વશ થવાથી પોતે ઠગાયો છે નક્કી સમજી ગયા. હવે કાકા અને તેના પુત્રો (ભાઈ) વગેરેની કર્મ પરાધીનતા અને સંસાર સ્વરૂપ વિચારી દીક્ષા માટે તૈયાર થયા. પરંતુ પોતાનું બળ બતાવવાનું પગલું માંડયું. કોઠું તોડી બતાવ્યું. જેમ કાકાએ છોકરા માટે તેને ઠગ્યો એ ખોટું પગલું હતું તેમ વિશ્વભૂતિ સંસાર છોડતી વખતે કોઠું તોડી ભેદ ખુલ્લો કરી અપમાન કરીને નીકળ્યા, આ પણ દીક્ષા લેનાર માટે યોગ્ય ન હતું. પણ ભવસ્થિતિ, ભવિતવ્યતા આગળના નિયાણાના કારણમાં આ નિમિત્ત થયું. - જ્યારે અંતકાળે ગાયે પાડ્યા ત્યારે આ જ સગોભાઈ સહાય કરવાને બદલે હસે છે તેનું કારણ પૂર્વે કરેલ અપમાન છે. નહીંતર સગાભાઈને ઉભો કરવાનું મન ન થાય ? આ તિરસ્કારથી હસવાનું અને એ અપમાન લાગવાથી વિશ્વભૂતિનું ગાય પકડી-ઉછાળી-હાથમાં ઝીલી-મૂકી દઈને નિયાણું તેમજ અણસણ કરવામાં કારણ કોણ ? ભવસ્થિતિ. જ્યાં સંસારી જીવોમાં અઘટતું બને ત્યાં પણ ભવસ્થિતિ વિચારવી અને ધર્મો : આત્મામાં પણ પાપના ઉદયથી અયોગ્ય કે અજુગતું બને ત્યારે તિરસ્કાર, અરુચિ કે ઉદ્વિગ્નતા ન કરતા, તેની ભવસ્થિતિ એવી છે તેમ વિચારવું. Page #32 -------------------------------------------------------------------------- ________________ આસન્ન મોક્ષગામીની ભવસ્થિતિ ઔચિત્યસભર અને આરાધનાપ્રધાન હોય છે. જેમ જેમ મોક્ષ દૂર જાય છે, દૂર હોય છે તેમ તેમ ઔચિત્યની મંદતા અથવા કયારેક હોવું, ક્યારેક ન હોવું, આરાધનાના ભાવની સાંતરતા મંદતા, પાપની પ્રવૃત્તિ, રસ વગેરેની વિશેષતા વગેરે વધારે દેખાય, ગુણોની સાંતરતા, મંદતા, અપ્રધાનતા દેખાય - આ બધા ભાવો અને પ્રવૃત્તિ જોઈને, ભવસ્થિતિ વિચારીને આત્મામાં સમતા કેળવવી. નિર્બળ વસ્તુ સાચવીને વાપરો તો ઘણી ચાલે અને તોડો તો નકામી થાય. નિર્બળ જીવોને સંભાળો તો થોડી ઘણી આરાધના, વિવેક, ગુણો સાચવતા રહે અને સદ્ગતિ પામે; પણ તિરસ્કાર, ઉપેક્ષાથી એના ભાવને, ઉલ્લાસને તોડી નાખો તો તમો સહાયક ન થાવ, તેઓ પણ ગુણ અને પુણ્યના ભાજન ન થાય અને દુઃખની અને દુર્ગતિની પરંપરાના ભાગી થાય. માટે પાપી જીવોની ભવસ્થિતિ વિચારવી અને તે પૂર્વક તેની સાથે યોગ્ય વ્યવહાર રાખવો તે સ્વ-પર ઉભય કલ્યાણકારી છે. અન્યથા સ્વ-પર બન્નેને અને અનેકને બાહ્ય-આંતરિક અનેક પ્રકારે હાનિ, દુઃખ, અસમાધિ અને દુર્ગતિની પરંપરા પણ ઉભી થાય. HTT Page #33 -------------------------------------------------------------------------- ________________ // प्रत्यहं प्रत्यवेक्षेत नरः चरितमात्मनः // આ જગતમાં જન્મ જોડે મરણ સંકળાયેલ છે તેથી મરણ તો બધાનું થવાનું. મરણ કઈ અવસ્થામાં ને ક્યારે થશે તે જાણી શકાતું નથી. મરણ વખતની અવસ્થા સામાન્યથી જાણી શકાતી નથી. કેટલાક બેભાન અવસ્થામાં જાય છે, કેટલાક છેલ્લા શ્વાસ સુધી શુદ્ધિમાં રહી શકે છે. કેટલાક ઘણી પીડા અનુભવીને જાય છે, તો કેટલાક અલ્પ પીડામાં જાય છે, કેટલાક સમતાપૂર્વક જાય છે, કેટલાક ઘણી વિહ્વળતાથી મૃત્યુ પામે છે. આ બધું કર્મને આધીન છે. આ કર્મ બહુધા જીવન આધીન છે. જે આત્માનું જીવન શાંત, વૈરાગી, સરળ હોય તે આત્મા ઘણા કર્મ ખપાવી અલ્પ કર્મ બાંધે, તેથી તેને અંત વખતે શાંતિ મળે છે. જેનો સ્વભાવ ઉકળાટવાળો, ઉતાવળીઓ હોય તે ધર્મી ગણાવા છતાં, આરાધનાની ઘણી મહેનત કરવા છતાં ઉશ્કેરાટ અને ઉતાવળીયાપણાના કારણે ઉંચા સ્થાનને નથી પામતા અને ઉંચી સમાધિ પણ નથી પામતા. જીવોની મરણની પરિસ્થિતિ જોઈને આપણે દુઃખી થવું ન જોઈએ, કારણ સર્વ સંસારી જીવો માટે આ એક પરાધીન અવસ્થા છે. પરંતુ તે મરણ બગડવાના અને સુધારવાના જે જે કારણો છે તે આપણે બરાબર સમજવા જોઈએ અને જીંદગીમાં સર્વત્ર મરણ બગડવાના કારણો છોડતા આવવું જોઈએ. મરણ સુધારવાના કારણો પ્રત્યેક ક્ષણે આચરતા રહેવા જોઈએ તો તે સ્વભાવ સુધરવાના કારણે આપણું મરણ સુધરે. જેમ શસ્ત્રને યોગ્ય રીતે વાપરતાં આવડે તો રંક કે રાજા બન્નેને લાભ કરે, અયોગ્ય રીતે વાપરે તો નુકસાન કરે. ભારે ખોરાક આરોગ્યવાળાને શક્તિ આપનાર થાય છે અને રોગીને તે જ ખોરાક રોગ વધારનાર થાય છે તેથી જેવી રીતે યોગ્ય જીવનચર્યા એ સુખી થવાનો ઉપાય છે, તે રીતે યોગ્ય જીવનચર્યા તે મરણ સુધારવાનો ઉપાય છે, સમાધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. યોગ્ય જીવનચર્યા ત્રણ વિભાગમાં ગોઠવાય - (1) જાતના જીવનવ્યવહારો અને માનસિક વિચારણાઓ. Page #34 -------------------------------------------------------------------------- ________________ (2) બીજાની સાથેના વ્યવહારો અને તગ્નિમિત્તક માનસિક વલણો, (3) પુદ્ગલની સાથેના વ્યવહારો અને તેની સાથેના વલણો. આ ત્રણમાં જીવને કઈ રીતે સમાધિ મળે, કઈ રીતે અસમાધિ થાય તે વિચારવું જોઈએ. કઈ પ્રવૃત્તિ અને વલણ ઉચિત કહેવાય, કઈ પ્રવૃત્તિ અને વલણ અનુચિત કહેવાય તે સમજવું જોઈએ. (1) જેના જીવનવ્યવહારો કાર્યસાપેક્ષ (અનુષ્ઠાનસાપેક્ષ) છે, પણ ભાવસાપેક્ષ (પરિણતિ સાપેક્ષ) નથી તે પોતાના ભાવને બગાડીને કાર્ય કરે છે તેથી સર્વત્ર પ્રસન્ન નથી રહી શકતો. આઠમના દિવસે આયંબિલ કરનાર નોમના દિવસે લુખસાદું ખાવાના પ્રસંગમાં જો અકળાઈ જાય તો તે ભાવસાપેક્ષ નથી. તેનું આઠમનું આયંબિલ એ પ્રારંભિક ધર્મ કહેવાય. તપ દ્વારા વૈરાગ્ય અને ભવનિર્વેદપૂર્વક આહારસંજ્ઞા તોડવાની પરિણતિ જેને ઉભી થાય તેને તપ સિવાયમાં પણ સંજ્ઞા તોડવાનું વલણ રહે. તેથી તે અંત વખતે પણ અનુપાનમાં, દવામાં, યોગ્ય ખોરાકમાં આકર્ષિત થાય નહિ, તિથિમાં લીલોતરીની ઈચ્છા ન કરે. માટે વિવેકપૂર્વક જીવનવ્યવહારમાં સઆચારોની પક્કડ રાખવા પૂર્વક તેના ઉદેશની કાયમી પક્કડ આવે તો અંત વખતે સદ્ભાવનાની એ પક્કડ ટકી રહે. જીવનના વ્યવહારોમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં સઆચારો પકડી રાખવા અને એના ઉદેશ પૂર્વકના વલણ (ભાવ) આચારના સમયે અને આચાર સિવાયના સમયમાં પણ લીલોતરી ખાતા પ્રસન્નતા ન લાવવી. (2) બીજાની સાથેના વ્યવહારમાં જેમ આચારની પ્રધાનતા છે, તેમ સામી વ્યક્તિની પણ પ્રધાનતા છે. તેથી આપણી પ્રવૃત્તિના કારણે સામેવાળા સાથે મૈત્રી, સ્નેહના બદલે દ્વેષ ઊભો કરીએ, અરુચિ કરીએ (ભિન્ન કાર્યપદ્ધતિ વગેરેના કારણે) તો આપણું મન ધર્મવિરાધક બને. બાહ્ય આચારધર્મ ઊભો રહે પણ ભાવધર્મ નાશ પામે તેથી જીવ આંતરસમાધિ ન સાધે. અને અંત વખતે આંતરિક સમાધિ ન મળે. એ રીતે બાહ્ય નિમિત્તથી આંતરિક પ્રમોદભાવ ગુમાવે તે પણ ધર્મનો અંતરાય બાંધે અને સમાધિ દુર્લભ થાય. ગુણવાન ઉપર પ્રમોદ ન હોવાના કારણે ઈર્ષા થાય અને તેથી ગુણોના અંતરાય બાંધે છે તેવી રીતે જેના હૃદયમાં દુઃખી પ્રત્યે અને કર્મથી, મોહથી, અજ્ઞાનથી કે કોઈપણ દોષથી દુષિત પ્રત્યે કરુણા હોય તો તે એ કરુણા દ્વારા તે તે પાપકર્મ ખપાવીને સમતા સમાધિ મેળવે છે Page #35 -------------------------------------------------------------------------- ________________ અને જો કરુણા ન હોય તો તિરસ્કાર અરુચિ કરવા દ્વારા તે તે દોષકારક કર્મ બાંધીને જાતે દુઃખી થાય છે, સમતા સમાધિને ગુમાવે છે. માટે બીજા સાથેના વ્યવહારમાં સઆચારની જેમ પ્રધાનતા છે તેમ સામી વ્યક્તિ પ્રત્યે મૈત્રી વગેરે ભાવની પણ જરૂર છે. તે જો હોય તો અંતે સમાધિ સુલભ થાય અને ન હોય તો સમાધિ દુર્લભ થાય. તેથી ઉપદ્રવ કરનાર પ્રતિકૂળ વર્તનાર પ્રત્યે પણ જો હૃદય કરુણા-માધ્યસ્થ ભાવમાં રમે તો અંત કાળે કે બીજા અવસરે સમાધિ મળે, પણ અકળામણ કે દ્વેષભાવમાં જાય તો પરસ્પર વૈરભાવ વધે, સંકલ્પ વિકલ્પજન્ય અસમાધિ વધે, માટે આપણાથી પ્રતિકૂળ ચાલનાર વ્યક્તિથી ક્યારે પણ અકળાવું નહીં. આ રીતે બીજાની સાથેના વ્યવહારમાં સદ્આચાર આદિ કોઈપણ નિમિત્તે જો હૃદયમાં મૈત્યાદિ ભાવનાને બદલે અરુચિ વગેરે આવે તો જીવન અસમાધિમય બને અને મરણ પણ અસમાધિમય બને. એવી જ રીતે જે આત્મા વિશિષ્ટ ધર્મ કે આચાર સાથે સંકળાયેલા નથીતેઓ સાંસારિક રાગદ્વેષની આંધિમાં સદા અટવાયેલા રહે છે તે જ તેમની અસમાધિ છે અને તેથી અંત વખતે પણ તે અસમાધિ, રાગદ્વેષની આંધીઓ આવીને ઊભી રહે છે. માટે જીવનમાં રાગદ્વેષની માત્રા ઘટાડતા જવું અને મૈત્રી આદિ ભાવનાથી દરેક પ્રસંગે વાસિત બનતા જવું જેથી અંત વખતે અને ચાલુ જીવનમાં પણ સમાધિ-શાંતિ પ્રાપ્ત થાય. (3) જેના જીવનમાં પૌદ્ગલીક અનુકૂળતાનું લક્ષ હોય છે તે આત્મા સારું ખોટું કરતા રહે છે. સારું જોઈએ, હલકું ન ચાલે આવા ભાવના કારણે સત્વ હણાઈ જાય છે. સત્વહીન આત્મા જ્યારે પ્રતિકૂળ સામગ્રી આવે ત્યારે સહન ન કરી શકવાથી આવેશગ્રસ્ત થાય છે, આર્તધ્યાનમાં જોડાય છે. જેમ રોજ ગાળ સાંભળનારને ગાળથી ટેવાયેલ હોવાથી તરત અકળામણ નથી થતી-પણ જે માનથી સાંભળવાને ટેવાયેલ હોય તેને તરત ઉકળાટ, અકળામણ અને અવિવેક ઊભો થાય છે. આ ન થાય તે માટે સુખી અવસ્થામાં પણ આત્મા સત્વથી નિર્બળ ન બને તે માટે વૈરાગ્યભાવના, અનિત્યાદિ ભાવનાથી અપ્રતિબદ્ધતા ભાવના ઊભી કરવાની છે. જેમ જીવને જે જે સાંસારિક ભાવો, વાસનાઓ કે રાગાદિથી પ્રતિબદ્ધતા હોય તે જ અસમાધિ છે તેથી જેવી સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે તેવું યાદ આવે કે તરત જીવ સંકલ્પ વિકલ્પમાં ચડે છે માટે જેનું જીવન આઇફ જીવM૮ 43 જી જીજીવણ 3 Page #36 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય પ્રતિકૂળતામાં સહનશીલ હોય અને બાહ્ય અનુકૂળતામાં મમતાવાળું, ગળીયા બળદ જેવું ન હોય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવનાથી વ્યાપ્ત હોય તેને સમાધિ સુલભ બને છે. જ્યાં જેને અનુકૂળતા સારી લાગે તેને ત્યાં અસમાધિ જાણવી. આવા પરિણામને રોકવાથી, અટકાવવાથી, સુધારવાથી સમાધિ મળે છે. જીવનમાં પ્રતિકૂળતા વેઠવાથી, ભાવના દ્વારા અનુકૂળતામાં ન ઠરવાથી સત્વ વિકસિત બને છે. નિષ્કારણ નિરર્થક પ્રવૃત્તિઓ, વિશેષ ગુણ ન કરનાર પ્રવૃત્તિઓ, કષાયજન્ય પ્રવૃત્તિઓ, વિષય કષાયની વૃત્તિઓ, સ્નેહરાગ-દ્રષ્ટિરાગ વગેરે મોહજન્ય લાગણીઓ, અજ્ઞાનજન્ય લાગણીઓ, વાતવાતમાં ઓછું આવવું, દુઃખ લાગવું, રડવું વગેરે જીવનના દરેક પાસામાં જે સત્વહીનતા, ધર્મની ધર્મભાવનાની, આત્મબળની ગૌણતા, ઉપેક્ષા, દીનતા વગેરે દેખાય છે તે અસમાધિરૂપ છે અને જેના જીવનમાં આ અસમાધિ હોય તેને અંત વખતે ચિત્ત વ્યાક્ષેપ પ્રાયઃ આવે. માટે જીવનમાં જે ઉપરોક્ત ત્રણ કારણોથી સમાધિ, પ્રસન્નતા, શાંતતા જાળવી રાખે છે તેમને અંત વખતે બહુધા શુદ્ધિ અને સમાધિ મળે છે, ક્યાંક શુદ્ધિ ન હોય તો પણ સમાધિ અવશ્ય મળે છે. જે પારકી પંચાત, પરચિંતા, બહુમમતા વગેરેથી વ્યાપ્ત છે તેવા આત્માઓને સમાધિ દુર્લભ છે. માટે તપ-ત્યાગ-વૈરાગ્ય ભાવના, આચાર નિષ્ઠતા, વિવેક, ઉપશમ વગેરેથી સંપન્ન બની સમાધિ સહજ સિદ્ધ પ્રાપ્ત થાય એ જ શુભાભિલાષા. ' ' Page #37 -------------------------------------------------------------------------- ________________ खाणी अणत्थाण हु कामभोगा જેમ રતની ખાણ રતો ઉત્પન્ન કરે, હીરાની ખાણ હીરા ઉત્પન્ન કરે, સુવર્ણની ખાણ સોનું અને કોલસાની ખાણ કોલસા ઉત્પન્ન કરે તેમ જ્ઞાની પુરુષ કામભોગને અનર્થની ખાણની ઉપમા આપે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો છે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. તે શબ્દાદિ અને વર્ણાદિ તરીકે પણ ઓળખાય છે. આમાંથી શબ્દ અને રૂપની આકાંક્ષા-ઉપયોગને કામ કહેવાય છે અને ગંધાદિકની આકાંક્ષા તે ભોગ કહેવાય છે. શબ્દાદિ પાંચે પુદ્ગલરૂપ છે, જ્યારે એને જીવ વિષયરૂપે ઝંખે છે, સેવે છે ત્યારે જીવમાં રાગાદિ પરિણતિ જન્મે છે. તેથી રાગાદિ પરિણતિને જન્માવનાર આ કામભોગ અર્થાત્ શબ્દાદિ વિષયો છે. રાગાદિ પરિણતિ જન્મવાથી સારી વસ્તુમાં જીવ તેની રુચિ-પક્ષપાતવાળો થઈને પુણ્ય-પાપ, કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્યઅયોગ્ય, પેથાપેય, ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગમ્ય વગેરે બધું જાણે ભૂલી ગયો હોય, જાણે જાણતો ન હોય તેમ એ સારી માનેલ વસ્તુ માટે વિવેકહીનપણે પ્રવર્તે છે. આ જે વિવેકહીનતા, જાણવા છતાં અનુચિત પ્રવૃત્તિ, અનુચિતતાને ન જાણવા દેનાર રાગાદિ અને તેને ઉત્પન્ન કરનાર જે શબ્દાદિ વિષયો તેને અહીં ખાણ તરીકે બતાવેલ છે. આ કામભોગ કામાંધ, રાગાંધ, નિયાણા કરાવનાર બને છે. સન્માર્ગમાંથી ભ્રષ્ટ કરનાર પણ આ કામભોગો જ છે. આને બીજી ભાષામાં પાંચ પ્રકારના પ્રમાદ કહેવાય છે. આ પ્રારંભમાં કષાય કે અનાભોગથી પ્રેરિત હોય છે પણ પછી જો સુધારવામાં ન આવે તો તે પ્રમાદરૂપી વિષયો કષાયોના વિશેષ ઉત્તેજક બને છે, અને જીવને મિથ્યાત્વમાં ખેંચી જાય છે. આના કારણે જ જીવ અનંત સંસાર પણ ભટકે છે, નરકાદિ દુર્ગતિઓમાં ભટકે છે, સ્વચ્છંદ અને ઉન્મત્ત માણસની જેમ જ્ઞાની પુરુષોના વચન સાંભળવા, વિચારવાનું, સમજવાનું, સ્વીકારવાનું, આચરવાનું તે જીવ કરી શકતો નથી, કરતો નથી. આના કારણે મદિરા પીધેલ માણસનું મન તેની અસર સુધી જેમ તાત્ત્વિક વાત સાંભળવા, સમજવા અયોગ્ય હોય છે તેમ કામભોગથી મૂઢ બનેલ જીવનું ચૈતન્ય-જ્ઞાન પણ તત્ત્વવિચારણા તરફ રુચિ ધરાવતું નથી. તેમ તેવા જીવો ગમે તેવા દુઃખી હોય છg ggg g30 gggggggs Page #38 -------------------------------------------------------------------------- ________________ તો પણ ભૌતિક સુખની ઝંખનામાં રમતા હોય છે. વિષયો ન મળવા છતાં વિષય લંપટ હોય છે, તેથી જ તંદુલીયા મલ્યની જેમ પાપ ન કરવા છતાં દુર્ગતિમાં જાય છે, આ કામભોગને બીજી ભાષામાં નવ નોકષાયોમાં ગોઠવેલ છે. તેનાથી ઉત્તેજિત કષાયો દ્વારા જીવ પાપો, દુર્ગતિઓ ઉપાર્જિત કરે છે. જે નોકષાયનો જય કરે છે, તે કષાયનો જય સહેલાઈથી કરી શકે છે, જે કષાયનો જય કરે છે તે દુ:ખનો જય પણ કરી શકે છે. કામભોગની ઇચ્છા અને તેની તીવ્ર લાગણીઓના પ્રતાપે આ સંસારમાં એવા કોઈ દુઃખ નથી કે જે જીવે અનંતીવાર પ્રાપ્ત ન કર્યા હોય. એક એક વિષયો, વિષયના વિચારો, રાગદ્વેષથી બાળજીવને આર્તધ્યાન તથા પાપબંધના કારણ અને દુઃખના સર્જક છે. ખાણમાંથી ક્યારે પણ ઉત્પત્તિ અટકતી નથી, તેમ કામભોગની ઝંખના, ઇચ્છા, ભોગવટાની રુચિ, પ્રતિકૂળતામાં અરુચિ, પ, છૂટવાની કે છોડવાની ઇચ્છા, આ બધી જીવની જે વૃત્તિ અને તદનુસાર શક્ય પ્રવૃત્તિઓ તે કામભોગ કહેવાય, પણ તેમાંથી પેદા થતી અનર્થની ઉત્પત્તિ અટકતી નથી. તે પ્રત્યેક વૃત્તિ અને તેના અનુસાર સાક્ષાત કે પરંપરાની જે પ્રવૃત્તિ તે પણ અનર્થની-દુઃખ-પરંપરાની ખાણ છે. અર્થ એટલે જીવને ઈષ્ટ. તે બે પ્રકારનું હોય છે-વૈષયિક અને આધ્યાત્મિક. જીવને ઇષ્ટ હોય તે સુખ આવે જ, તેવો નિયમ નથી કારણ જે સુખ આપનાર હોય તે સુખ આપે, દુઃખ આપનાર હોય તે દુઃખ આપે. કુટુંબ, પરિવાર, ધન, ધાન્ય, માનપાન, એશ આરામ, રસ-ઋદ્ધિ-શાતાગારવ વગેરે સુખાભાસ છે, આંશિક સુખનો આભાસ કરાવી પાછળથી ભયંકર દુખો આપે છે. માટે વિષયોને અર્થ ન કહેતા અનર્થ કહ્યા છે. ઈષ્ટ છે માટે અર્થ અને ઈષ્ટનું કાર્ય સાતા, સુખ અને તેની પરંપરા નથી કરતા, તેથી વિપરીત કરે છે માટે અનર્થ કહ્યા છે, સામાન્ય અનર્થ નહિ પરંતુ અનર્થની ખાણ. મરિચીને દીક્ષા લીધા બાદ ઘણા વર્ષો સંયમ પાળ્યા પછી ગરમીના કારણે ઠંડકના વિષયે ત્રિદંડી વેષ કરાવી સંયમભ્રષ્ટ કર્યા, છતાં સંયમરાગ ઊભો હતો. પરંતુ ઠંડકના રાગે આચાર રાગ ઘટાડયો. પછી માંદા પડ્યા અને સાધુઓએ સેવા ન કરી ત્યારે સાધુ રાગ ગૌણ થયો, તેથી દીક્ષા આપવાની ઇચ્છા થઈ. પોતાના માર્ગમાં બીજાને પેસાડવા માટે ઉત્સુત્ર પ્રરુપણ થયું. આમ શાસ્રરાગ જીવજી 31 કણકણજી જીરું Page #39 -------------------------------------------------------------------------- ________________ પણ ઘટ્યો. આ રીતે શરીરની અનુકૂળતા માટે ઉત્સુત્ર અને શિથિલાચાર આવ્યો અને કોટાકોટી સાગરોપમ કાળ સંસારમાં ભમ્યા. ઉત્તમ કુળ તરીકે પણ કામ ભોગ પ્રધાન બન્યો. તેથી નીચ ગોત્ર બંધાયું. સારાંશમાં ધર્મવિહીન જીવોની સાંસારિક જે કોઈ શક્તિ, મહત્તા, પ્રવૃત્તિ, વૃત્તિ આ બધાના કેન્દ્ર તરીકે જે છે તેનું નામ કામભોગ. “અમારું કુળ ઉંચુ-આવી ભાવના પણ કામભોગની પ્રધાનતાના કારણે છે. બીજા નીચા, તુચ્છ, અજ્ઞાન, દરિદ્રી, અનધિકારી વગેરે ભાવ પણ કામભોગરૂપ છે. આ પાપના બંધમાં કારણભૂત છે. માટે લૌકિક અર્થ પણ અનર્થ છે. તેથી જેમ ધન અનર્થ છે તેમ પૌદ્ગલિક બધી જ શક્તિઓ અને અનુકૂળતાઓ શુદ્ધ ભાવરહિતને, ધર્મભાવનારહિતને માટે અનર્થરૂપ છે. સંસાર આખો અનર્થોથી, અવિવેકથી, પાપોથી, અને દુઃખોથી ભરેલો છે. તેને ઉત્પન્ન કરનાર, રાગાદિને જન્માવનાર કામભોગ છે. માટે એને અનર્થની ખાણ કહ્યા. અનુકૂળ શબ્દાદિમાં રાગાંધ થનાર આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલકના કાનમાં સીસુ રેડાવવાનું ઉગ્ર પાપ પણ કામભોગના પ્રતાપે કર્યું અને તીર્થંકરનો આત્મા હોવા છતાં સાતમી નરકે ગયા. પ્રતિકૂળ શબ્દાદિમાં ઉશ્કેરાટ પામી મારવા જનાર, મારનાર પણ શબ્દાદિને પરાધીન છે. માટે શબ્દાદિ વિષયોનો શક્યતયા ત્યાગ કરીને અને બાકીનામાં સમભાવ-વિવેકપૂર્વક અનર્થકારક ન બને તે રીતે અનાસક્તપણે પ્રવૃત્તિ કરવાથી જીવ દુર્ગતિમાં જતો નથી. સંસારમાં લાંબો સમય ભટકતો નથી. શક્ય એટલો ધર્મ સમજીને યોગ્ય રીતે સહન કરવું જોઈએ, એટલે કે જેને જેટલું, જેવું, જ્યારે જે મળે તે ખાવું, પીવું, ભોગવવું, સંઘરવું ન જોઈએ; પરંતુ બધામાં નિયમિતતા, અંકુશપણું, પરિમિતપણું કરવું જોઈએ. આ રીતે સહન કરનારને દુઃખ ઓછા આવે અને આવે તો સહન કરી શકે. સુખી માણસ સુખની સામગ્રીનો સવ્યય અને શક્યતયા ત્યાગ કરીને, ભોગ ઉપભોગમાં અંકુશ અને અલ્પતા કરીને, દુઃખને સહન કરવાની ટેવ પાડીને અંત વખતે સમાધિને સુલભ બનાવે છે. મરણ ટાળી શકાતું નથી તેથી સુખની આશંસા છોડવી, અપેક્ષા છોડવી. જેમ જેમ માણસ આ ભવના સુખ, માન કે ઇચ્છાપૂર્તિ માટે પાપ કરે છે, પ્રયત કરે છે, તેમ માણસ પરલોકના ભૌતિક સુખો માટેની આશંસા, નિદાન વગેરેથી ધર્મને ગૌણ બનાવી દે છે, અને મરણો વધારે છે. વાજીવજીવજી૩૨ 34333433 Page #40 -------------------------------------------------------------------------- ________________ જો પરભવના સુખો ન ઇચ્છે તો જીવનું સત્ત્વ અને શ્રદ્ધાઓ ધર્મ પ્રત્યે વધે. તેથી વિશુદ્ધ વેશ્યા અને વિશેષ સમાધિ પ્રાપ્ત થાય. માટે ભવો ભવના મરણોને જોઇને આલોક કે પરલોકના સુખની ઇચ્છા ન કરવી અને ઇચ્છા થતી જ હોય તો જ્ઞાન-વૈરાગ્ય દ્વારા તેને ઘટાડવી, ફેરવવી, સુધારવી. તો આત્મા મોક્ષ સુધી પહોંચી મરણરહિત બને છે. વૈષયિક ઇચ્છાપૂર્તિ માટે પણ ધર્મ કરનાર આગળ જઈને તે ઇચ્છા છોડીને શુદ્ધ વૈષયિક સુખના ત્યાગ, વૈરાગ્યમય બની વિશેષ આગળ વધે છે અને તે શુદ્ધ ભાવને અને વિશેષ ધર્મ પામીને શાશ્વત સ્થાન પામે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ (સર્વેશ્વવર્ણવાચાનો વિશેષતો નારિપુ ) જા કોઈ ગઈણીય પ્રવૃત્તિ કરતા હોય તો જો અટકે તો અટકાવીએ. પણ ન અટકે તો? આગ લાગે ત્યારે ઓલવાય એમ હોય તો ઓલવીએ, પણ ન ઓલવાય તો ? ત્યાંથી જતા જ રહેવું પડે. આપણી પાપપ્રવૃત્તિને કાબુમાં રાખવી એ આપણા હાથની વાત છે, પણ બીજા માટે જો તે ન અટકે એમ હોય તો આપણે ત્યાંથી ખસી જવું જોઈએ. એવી રીતે અવર્ણવાદનો ત્યાગ કરવો જોઇએ. નિંદનીય વસ્તુમાં આપણે પ્રવર્તન ન કરવું, તેમ નિંદનીય પ્રવૃત્તિવાળી વ્યક્તિ હોય તો અવર્ણવાદનો ત્યાગ કરવો. દોષની જાહેરાત કરો એટલે એને આપણા પ્રત્યે દ્વેષ થાય ને આપણને એના પ્રત્યે દ્વેષ થાય. ખુદ કેવળજ્ઞાની ભગવાન પોતાની પર્ષદામાં બધાના પાપને જાણતા હોવા છતાં કોઈના પાપની જાહેરાત ન કરે. બાપ દીકરાના પાપની જાહેરાત કરે કે ઢાંકીને રાખે? પ્રશ્ન :- ભૂલ બતાવવી એમાં તો મિત્રભાવ રહેલો છે ને? જવાબ:- મિત્રભાવની જાહેરાત થાય છે કે દ્વેષભાવની થાય છે? મિત્રભાવે ખાનગીમાં શિખામણ અપાય. જાહેરમાં જાહેરાત તો ઠેષભાવ કરાવે છે. નીતિશાસ્ત્રમાં આવે છે કે બ્રહ્માનો પણ વિશ્વાસ ન કરવો. આનો અર્થ શું? ક્ષયોપશમભાવમાં રહેલો આત્મા કામ, ક્રોધ, માન, મદ, હર્ષ, લોભનો નિગ્રહ કરનાર હોય છે, પણ ક્યારે નિગ્રહને બદલે તેમાં પ્રવર્તનાર થઈ જાય તેની કંઈ ખબર પડે ? પેલા મુનિ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. અવધિજ્ઞાનથી ઈન્દ્રઈન્દ્રાણીને મનાવે છે તે જોયું અને તેમને હસવું આવ્યું. વાસના ન જાગી, પણ ઈન્દ્રના મોહ અને મૂર્ખાઈ પર હસવું આવ્યું. કોઇના પાપ પર હસવું આવે તો એ ગુણ કે દોષ? દોષ. ઉપરની ભૂમિકામાં છે માટે હસવું આવ્યું ને એનાથી નીચેની ભૂમિકામાં હોય તો પ્રેરાઈ જાય. બ્રહ્માનો વિશ્વાસ ન કરવો, આનો અર્થ શું? વ્યવહારથી શુદ્ધ આચાર પાળનારા બ્રહ્મા જેવા છે. પોતપોતાની રીતે સારા આચારવાળા છે એ પણ બ્રહ્મા જેવા છે. એનો વિશ્વાસ ન કરવો. ભગવાનની આજ્ઞાને પાળનારો હોય, પણ જો વ્યવહારથી પણ ભંગ થાય ત્યાં ગમે તેવા મહામુનિ હોય તો પણ વિશ્વાસ ન મૂકાય. આમ આપણા આત્મગુણોની રક્ષા Page #42 -------------------------------------------------------------------------- ________________ માટે કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન મૂકવો. હા ! દેવ-ગુરુ-ધર્મ પરની અને તેના સાધનો પરની શ્રદ્ધામાં ઓટ ન આવવા દેવી. આત્મ ગુણોના રક્ષણ માટે બીજાનું જીવન જોતા રહેવું, જેથી તેનામાં રહેલા ગુણો મેળવવાનો પુરુષાર્થ થઈ શકે અને તેનામાં રહેલા દોષો જેવા દોષો આપણામાં ઘૂસી ન જાય. આમાં એક તકેદારી એ રાખવી કે પંચાતિયા ન બની જવાય. સંસારી આત્મા પ્રત્યે નિંદા કરવાની? અરુચિ કરવાની ? તિરસ્કાર કરવાનો? ઉપેક્ષા કરવાની કે પછી સાવધાની રાખવાની ? સારા આચારવાળા હોય તો હળીમળીને રહેવાનું, પણ નબળા આચારવાળા હોય તો ઉપેક્ષા અને સાવધાની રાખવાની.. નિંદા કે અરૂચિ નહીં. જે માણસ પારકી પંચાત જ કર્યા કરે તે દુનિયામાં બધાનો દુશ્મન બને. પ્રશ્ન :- કોઈ આપણું ખરાબ બોલે તો મૌન રહેવું ? જવાબ :- તમે સાચો પાંચ હજારનો હીરો પહેર્યો હોય, પણ કોઈ મશ્કરી કરે ને કહે કે આ તો વીસ રૂપિયાનો છે, તો આપણે ક્યાં જવાબ આપીએ છીએ? વિશિષ્ટ આબરૂ બગડતી હોય તો જવાબ આપવો ઉચિત, બાકી મૌન રહેવું. આપણી ભૂલ હોય તો સુધારી લેવી, ભૂલ નથી તો આપણું મન બગાડવાનું કંઈ કારણ ? મન, વચન અને કાયાની શક્તિની કિંમત કેટલી ? બીજાની ભૂલ જોવામાં, વૈષ કરવામાં, અરુચિના કારણે જવાબ આપવામાં જ આ મહાન શક્તિને ખર્ચવાની ? જો વધારે નુકસાન ન હોય, મોટી વાત ન હોય તો બીજી કોઇપણ વાતનો ખુલાસો કરવો જરૂરી નથી, પ્રતિકાર કરવો જરૂરી નથી. પ્રતિકારમાં એ તમને ગાળો આપે, તમે એને ગાળો આપો; એ તમારું હલકું બોલે, તમે એનું હલકું બોલો. તેનાથી આપણા આત્મામાં કલુષિતતા આવે, પાપ ઉપરની ધૃણા જતી રહે. માટે બીજાના પાપની પ્રવૃત્તિમાં અવર્ણવાદનો ત્યાગ કરવો. બીજા દ્વારા કરાતા અવર્ણવાદની પ્રશંસા પણ કરવી નહિ. શ્રી કૃષ્ણ મહારાજાએ મરેલી કુતરી જોઈ અને તેના દાંતની પ્રશંસા કરી. બધા સૈનિકોને તેમાંથી ગંધ આવતી હતી. તેમને પણ ગંધ આવતી હતી છતાં તેને ગૌણ કરી દાંતની પ્રશંસા કરી એમાં કંઈ કારણ ? હા, પાપબંધની ભીરુતા. મન બીજાના દોષોને ગ્રહણ કરવા દ્વારા પાપ બાંધે છે. બીજાની હલકી વાતો મનમાં વિચારીએ એટલે પાપ બંધાય. દરિદ્રને જોઈ કરુણા ન થાય તો પાપ Page #43 -------------------------------------------------------------------------- ________________ બંધાય, બુદ્ધિહીનને જોઈ કરુણા ન આવે તો પાપ બંધાય. જ્યારે લક્ષ્મીવાળાને જોઈ હૃદયમાં આનંદ (ઇર્ષા, તિરસ્કાર કે પ્રતિસ્પર્ધિભાવ નહીં પણ તેની પુણ્યાઈનો આનંદ) થાય તો પુણ્ય બંધાય. લૌકિક વસ્તુમાં પુણ્યને પ્રધાન કરીને પ્રમોદભાવ આવે તો પુણ્ય બંધાય. પૌદ્ગલિક વસ્તુમાં કરુણાભાવ આવે તો પણ પુણ્ય બંધાય. લૌકિક વસ્તુમાં તિરસ્કાર, ધૃણા થાય તો પાપ બંધાય. પૌગલિક વસ્તુમાં ઈર્ષા, દ્વેષભાવ થાય તો પાપ બંધાય. બીજા માણસને જોઈ ક્યો વિચાર આવવો જોઇએ ? કેટલાક પરિસ્થિતિથી દીન હોય, કેટલાક વૃત્તિથી દીન હોય. કેટલાક શરીરથી અશક્ત હોય, કેટલાક મનથી અશક્ત હોય. મનથી અશક્ત એ મોહનીય કર્મ અને શરીરથી અશક્ત એ વીયતરાય કર્મ. કેટલાકને ઘણું ધન હોવા છતાં દીનતા હોય છે, માન ન મળે એટલે દીન બને. કેટલાક સત્ત્વવાળા હોય છે. કેટલીકવાર સશક્ત માણસ હોવા છતાં દીન હોય છે, અશક્ત માણસ હોય છતાં પણ સત્ત્વ વિકસિત હોય એવું બને. સત્ત્વ મોહનીયકર્મના ક્ષયોપશમથી ખીલે. સત્ત્વ એટલે હિંમત. એને મારી નાખનાર, ઊંધા રવાડે ચડાવનાર મોહનીય કર્મ છે. કોઈ ડોકટર કોઈને કહે કે તમે અઠવાડિયું કાઢો એમ નથી, તો આ સાંભળવા માત્રથી જ અડધો મરી જાય. જેને પ્રભુના શાસનની શ્રદ્ધા, આલોકપરલોકનો હિસાબ ખબર હોય એને તો મરવાનું નક્કી જ છે, તમે મને આ જણાવીને સાધના કરવાની જાગૃતતા આપી એમ કહે અને આમ કરતાં એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત છોડે એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત કરે એનામાં સત્ત્વહીનતા આવે. પંચાતમાં - નિંદા, બીજાના દોષો જોવાના હોય, આ દોષો જોવાના કારણે એ અજ્ઞાન બાંધે, મોહ બાંધે, અંતરાય બાંધે અને અવિવેકને ઉત્પન્ન કરે છે, અને સત્ત્વહીન બને. જ્ઞાન ભણેલા આત્મામાં સત્ત્વ ખીલે કે ન ભણેલામાં? ઘી રોટલીમાં ચોપડેલું હોય તો કામનું, (ગરમાગરમ રોટલી એકાદ ચમચી ઘી ચૂસી જાય) બાકી ટોયલીમાં રાખેલું ઘી કશું કામ આવે નહિ. એજ રીતે રોજિંદા જીવનવ્યવહારમાં વણાયેલું જ્ઞાન કામનું, બાકી બધું પોથીમાના રીંગણા જેવું જ્ઞાન તો અજ્ઞાન જેવું જ બની રહે. આત્માને ગમે તેટલું જ્ઞાન મળે એ ટોયલીનું ઘી છે. જ્યાં સુધી એ જ્ઞાન આત્માના અનુભવમાં ન આવે ત્યાં સુધી તે ભાજનમાં પડેલા ઘી જેવું છે. આપણા જ્ઞાનનો લાભ આપણને ક્યારે થાય? રસોઈમાં ભળેલું, રોકાયેલું, પાકેલું ઘી ક્યારેય જુદું ન પડે. એ રસોઈની સાથે એકમેક થઈને પરિણમે. ઠંડી જીવ જીવણજી 36 34333 Page #44 -------------------------------------------------------------------------- ________________ રોટલી પર લગાડેલું ઘી ઉપર તરે, ગરમ રોટલીમાં બધા અંશમાં ઘી પચે, રોટલીની નીચેની બાજુ પણ ભીની થાય. જ્યારે તવી પર નાંખેલી રોટલીમાં ઘી નાંખો તો? આપણું જ્ઞાન ઠંડી રોટલી પરના ઘી જેવું, ગરમ રોટલી પરના ઘી જેવું કે તવી પરની રોટલીના ઘી જેવું છે ? સુખની અવસ્થામાં થોડો ઘણો ધર્મ કરવો એ ઠંડી રોટલી જેવું છે, સામાન્ય આપત્તિ, સામાન્ય કઠિનાઈ, સામાન્ય અપમાન અને સામાન્ય મનને મારીને જે ધર્મ કરે એ ગરમ રોટલી પરના ઘી જેવું. સારી સ્થિતિમાં આત્મા ધર્મ કરતા જેટલું પુણ્ય બાંધે એના કરતાં નબળી સ્થિતિમાં ધર્મ કરે તે પુણ્ય વધારે બાંધે. એક બાજુ વિશિષ્ટ વેદના, વિશિષ્ટ દુ:ખની પરિસ્થિતિ, વિશિષ્ટ અપમાનની પરિસ્થિતિ હોવા છતાં આત્મા ધર્મ પકડે તો વિશિષ્ટ ધર્મ થાય તે ચુલા પર ચોપડેલી રોટલી જેવું થાય. કોઈની સાથે બહુ મોટો ઝગડો થયો હોય, પહેલાં તો આવા સંજોગોમાં સામેવાળો આપણા ઘરે આવે જ નહિ, પણ ધારો કે કોઈપણ રીતે આવે તો પછી એક સાધર્મિક તરીકે પણ ચા-પાણી પીવડાવીએ કે જમાડીએ તો વેષભાવને બદલે ક્ષમાભાવ આવે. એ જ વ્યક્તિ કલાક પહેલા ગાળ દઈને જાય અને કલાક પછી ઘરે આવી ચડે તો એને ગાળ આપીએ કે આવકાર ? આપણા હૃદયની પરિણતિ શું? ગરમાગરમ પ્રસંગમાં પણ આત્મા ધર્મ સાથે સંકળાઈને એકમેક થાય તો જ સાચો ધર્મી, એટલે જેની સાથે વિરોધ હોય એના ધર્મના પ્રસંગમાં, વ્યવહારના પ્રસંગમાં જવું એ આપણને ક્ષમાધર્મ શીખવાનો ઉપાય છે.. કષાયોને વોસિરાવવા, સામાને માન આપવું, સામાનું ગૌરવ વધારવું-આ માટે આપણને અપમાન મળતું હોય તો સહન કરીને પણ સામાને માન આપીએ તો આપણા હૃદયમાં નમ્રતા આવે. જેમ આપણા આત્મામાં સારા સંસ્કારો પાડવા માટે તમામ નિંદનીય પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે તેમ આ જગતની તમામ વ્યક્તિમાં રહેલા દોષોની નિંદાનો પણ ત્યાગ કરવાનો છે. શાસ્ત્રમાં કહેવાય છે કે જો બીજાના ગુણ જોઈએ તો ગુણ મેળવવાના કર્મો બંધાય છે અને જો બીજાના દોષ જોઇએ તો દોષ બાંધવાના કર્મો બંધાય છે. કોઈ માણસ બીડી પીતો હોય ને આપણે કહીએ કે આ બીડી પીવે છે તો બીડી પ્રત્યેની સુગ જતી રહે ને બીડી પીવાના સંસ્કાર ઊભા થાય. તો આપણે તેના માટે શું વિચારવાનું? - કર્મ એને સતાવે છે એટલે સુખી, સમજુ હોવા છતાં અયોગ્ય માર્ગે ગયો છે. જો હું સાવધ નહીં રહું તો હું પણ તેવો થઇશ. એટલે એને જોઈ સાવધગીરી વધારવાની. ggggggggii 37 9999998 Page #45 -------------------------------------------------------------------------- ________________ રોગચાળો થાય એટલે ડૉકટર સાવધ બને, તેમ ધર્મી સામાની કંગાળ અવસ્થા જોઈને સાવધ બને. આપણા મનથી કે વચનથી આપણને બીજા માટે ધૃણા ન હોવી જોઇએ. હવે આપણી જાત માટે આપણામાં જે દોષ હોય તેને માટે ધૃણા થાય તો દોષ તૂટે જો પોતાના દોષો પ્રત્યે ધૃણા ન થાય તો દોષો તૂટે નહિ. બીજાના દોષોમાં કરુણા ભાવવી અને જાતના દોષોની ધૃણા કરવી. હંમેશા અંકુશવાળી પ્રવૃત્તિ કરવી. પૈસા વધે એટલે સાધનસામગ્રી વધે કે ઘટે ? જો વધે તો ધૃણા ગઈ. સાધનસામગ્રી જેમ વધે તેમ ધૃણા જાય. માટે (1) બધે જ નિયંત્રણપણું રાખવું. (2) જે કોઈ પાપ પ્રવૃત્તિ થાય છે તે સત્વહીનતાથી જીવ કરે છે, એના નિવારણ માટે ધૃણા જોઇએ. જીવનમાં પાપ પ્રત્યે ધૃણા થાય તો પાપ ઘટતા આવે. પણ પાપમાં ધૃણા ન હોય તો પાપ જીવનમાં વધતા આવે. પાપનો પક્ષપાત વધતો આવે. માટે સ્વયં નિન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને બીજાની નિન્દ પ્રવૃત્તિને જોઈ આપણામાં એ દોષ ઘૂસી ન જાય તેની સાવધાની રાખવી. પણ એની નિંદા તો ન જ કરવી. Page #46 -------------------------------------------------------------------------- ________________ // अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् // * અનંતજ્ઞાની પરમાત્માના શાસનને પામવાની યોગ્યતા મોહના હ્રાસથી આવે છે. મોહનીય કર્મ ઘટે નહિ ત્યાં સુધી શાસન મળે નહિ. મોહના શસ્ત્રોને જાણી તેનો ક્ષય કરતા જવો તે જ મોહનીયને ઘટાડવાનો ઉપાય છે. “હું” અને “મારુ”-આ વિચારણા મોહનીય કર્મને વધારે છે. પુગલમાં, ધનમાં, કુટુંબમાં, માનમાં, અપમાનમાં, “હું અને મારુ”ની બુદ્ધિ રહે તો આત્મા મોહનીય કર્મના ક્ષયોપશમ વગરનો છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. પરમાત્માનું શાસન પામ્યા પછી મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. તે માટે “હું કોણ ?" એવું વિચારવું જોઇએ. આત્માના સ્વરૂપનું ભાન, ગુણોનું ભાન થાય ત્યારે દેહ “હું છું” એવી બુદ્ધિ થતી નથી. મોટર ચલાવતા હોય ને ખાડામાં મોટર પડતી હોય અને બારણું ખોલી ઊતરી શકાય તેમ હોય તો ઊતરો કે નહિ ? તેમ શરીરના પાલનમાં, શરીરની સંભાળમાં જો આત્માનો નાશ થતો હોય તો ચલાવાય નહિ. વાત એ છે કે જેને આ શરીર પર મમતા છે અને મમતા પણ આંધળી છે તો તે આત્મા શરીર માટે ગમે તેવા પાપ કરવા તૈયાર છે. જેને ધન, કુટુંબ, બંધુ, માન, ખ્યાતિ પર મમતા છે તે ક્યું પાપ ન કરે ? બધા પાપ કરે. એટલે બધા પાપનું મૂળ કોણ ? આસક્તિ, મમત્વ. બાહ્ય પૌગલિક વિષયમાં અને આંતરિક કષાય-વિષયોમાં “હું અને મારુ” માને ત્યાં સુધી પાપથી પાછો ન ફરી શકે. પાપથી પાછા ફરવાનો ઉપાય, આત્મા મોક્ષ અપાવે છે, આત્મા સતિનું કારણ છે, એવો વિચાર જેને આવે તે પાપ છોડી દે. ભાઈનો દીકરો બાર વર્ષથી ઘરમાં રહે તો પણ “મારો” કહેવાય ? ને પોતાનો દીકરો 12 દિવસ ઘરમાં ન રહે તો “પરાયો” કહેવાય ? “આ શરીર મારું નથી, આ કુટુંબ મારું નથી, આ આરોગ્ય મારું નથી, આ પુણ્ય મારું નથી,” આવું જ વિચારે તેનું સમ્યગ્દર્શન નિર્મળ છે. પ્રતિકૂળ સામગ્રીમાં મમતા તો નથી, પણ તેને બદલાવવા માટેના ભાવો Page #47 -------------------------------------------------------------------------- ________________ પણ ન હોવા જોઈએ. પ્રતિકૂળ સામગ્રીની અંદર આર્તધ્યાન ન થવું જોઇએ; અનુકૂળ સામગ્રીની પાછળ મમતા ન હોવી જોઇએ. જેને મોહનીયનો ક્ષયોપશમ કરવો હોય, વૈરાગ્ય જોઈતો હોય, દુર્ગતિ ન જોઈતી હોય, વિવેકની આંખ ખુલ્લી રાખવી હોય તો તેણે બધા પર "Lable" મારવું કે “આ મારુ નથી.” શરીર પર પણ Lable મારવું કે “આ મારુ નથી.” “તો પછી આપણું શું?” એમ કોઈ પૂછે ત્યારે આત્મામાં રહેલા શુભ ભાવોને ઉત્પન્ન કરનાર ધર્મસ્થાનો ને ધર્મક્રિયા આપણા છે. દેરાસરમાં આપણાપણાની બુદ્ધિ એ આત્માને સુધારવાનું કારણ છે, અને એનાથી મોહનીયનો ક્ષયોપશમ થાય છે. ભગવાન આપણા તો પૂજારી કોનો ? પૂજારીને દર બેસતા મહિને ૧૦૧/રૂ. કોણ આપે? ઘરના નોકરને કેટલું આપો? ને પૂજારીને કેટલું આપો? વાત એ છે કે હૃદયમાં દેરાસર, ઉપાશ્રય હજી આપણા લાગ્યા નથી. ઘેર મહેમાન આવ્યા હોય તેમની જમવાની કાળજી કરો ને, મોડા આવે તો રાહ જુઓ તો સાધુ મહારાજને ત્રણ વખત ગોચરી માટે કોણ વિનંતી કરવા આવે? સાધુ પૂજ્ય લાગે છે, પણ પોતાના લાગ્યા નથી. દેરાસર, ઉપાશ્રય પૂજ્ય લાગે ખરાં, પણ હૃદયમાં આપણું નહિ, પણ સંઘનું હોય તેવું લાગે છે. આપણા જીવનમાં શું કરવાનું? બીજાનો વિચાર કરવાનો છે કે પછી આંખ આડા કાન કરી બાહ્ય ભોગોમાં મસ્ત રહેવું છે ? ખાલી ભેગું જ કરવાનું કે બીજા પ્રત્યે સ્નેહ-કરુણા કરવાની છે ? ભેગું કરીને ભોગવવું છે કે પરોપકાર કરવો છે? પરોપકાર જીવો પ્રત્યે કરીએ તો તેમના પ્રત્યે આદર-મમતાને સ્નેહભાવ કેળવાય છે. આરોગ્યનું પુણ્ય જેમ તપથી આવે છે તેમ આરોગ્યનું પુણ્ય બીજાને ખવરાવવાથી મળે છે. બીજા પર મમતા-કરુણા-આનંદ ઊભા કરો એટલે સહજ પુણ્ય મળે. બીજાને વાત્સલ્ય આપીએ તો આત્મામાં ધર્મની યોગ્યતા આવે. તપ-ત્યાગ દેહની મમતા છોડવા માટે છે. ધર્મના સાધનોને પોતાના માને, ધર્મના સાધનોનું રક્ષણ કરે, ધર્મી આત્માનું ધ્યાન રાખે, રક્ષણ કરે તે ધર્મી કહેવાય. આપણી વાત એ છે કે સંઘ પર મમતા આવે ત્યારે સંઘમાં કોઈ દુઃખી ન રહે ને ઘરમાં કોઈ સંસ્કાર વિનાનું ન રહે. આવો ભાવ કરીએ તો ઉત્તમ કોટીની આરાધના થાય, ને એ રીતે આગળ વધાય. જીવણ | જીણા જીવ8 Page #48 -------------------------------------------------------------------------- ________________ GRERERURURURGAURLAURLARRCRURURRRRREA चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते હિડિિિીીિ ીિીિહિિિિીિીિહરિ રત્ત શબ્દ “મન” અર્થમાં અને “જ્ઞાન” અર્થમાં વપરાય છે. મનમાં પણ દ્રવ્યચિત્ત પુદ્ગલ આત્મક છે, જ્ઞાન સ્વરૂપ નથી, જ્ઞાનનું કારણ છે. ભાવચિત્ત જ્ઞાનરૂપ છે. આ જ્ઞાન પણ લબ્ધિરૂપ, ઉપયોગરૂપ કે સંસ્કારરૂપ હોય છે. લોક વ્યવહારમાં ઉપયોગને “ચિત્ત' કહેવાય છે. ઉપયોગ વખતે એમાં મોહનીયના ઉદય કે ક્ષયોપશમ જેવા હોય કે જેવા ઉત્પન્ન થાય તેવી શુભાશુભતા આવે છે. અશુભ કર્મના (મોહનીયના) ઉદયથી અશુભતા ઉપયોગમાં આવે છે. જેમ અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં દેવલોક દેખાતા ઇન્દ્ર ઇન્દ્રાણીને મનાવે છે તે જોઈને મુનિને હસવું આવ્યું અને અવધિજ્ઞાન ગયું. આમાં અવધિજ્ઞાનથી જે દેખાયું તેના ઉપર કર્મ પરતંત્રતાની ભાવના, મોહની પ્રધાનતા તેમજ ભાવદયારૂપ વિચારણા થઈ હોત તો અવધિજ્ઞાન ન જાત માટે અશુભ કર્મના ઉદયથી જીવ કોઈપણ સારા કાર્યમાં-સારી વિચારણામાં પણ અશુભ વિચાર કરનાર બને છે, આ રીતે ઉપયોગ અશુભ-સંક્લિષ્ટ બને છે. ઋષભદેવ ભગવાનના પૂર્વ ભવમાં બ્રાહ્મી-સુંદરીના જીવ પીઠ-મહાપીઠ પાસે તેમના ગુરુદેવે (ઋષભદેવ ભગવાનના જીવે) ભરત-બાહુબલિના જીવ બાહુસુબાહુના વૈયાવચ્ચ ગુણ અને ઉત્કૃષ્ટ સાધુભક્તિની પ્રશંસા કરી. તે વખતે સ્વાધ્યાય તત્પર આ બન્ને જીવોને ખોટું લાગ્યું અને મનમાં વિચાર આવ્યો કે “કામ કરે એટલે ગમે છે, પણ શરીર તોડી નાખીને, બાહ્યથી વિમુખ બનીને સ્વાધ્યાય કરીએ છીએ તેની કાંઈ કદર નહીં ?" આવા ગુરુનિંદાના વિચારથી બન્નેએ સ્ત્રીવેદ બાંધ્યું. જો પીઠ-મહાપીઠ-બાહુ સુબાહુની પ્રશંસા સાંભળી ભક્તિના ગુણની મહત્તા વિચારી હોત તો આવું કર્મ ન બંધાત. પણ અશુભ કર્મના ઉદયથી પોતાની મહત્તા વિચારી અને ચિત્ત, જ્ઞાન, ઉપયોગ અશુભ વિચારવાળા બન્યા. આ રીતે શુભ કર્મના ઉદયથી, મોહનીયના ક્ષયોપશમથી જીવ અશુભમાં ન વળતા શુભ વિચારણા તરફ વળે છે. મરુદેવીમાતા ઋષભદેવ પુત્રને (ભગવાનને) વંદન કરવા ગયા ત્યારે પ્રભુએ તેમને ન બોલાવ્યા, ઉત્કૃષ્ટ સમૃદ્ધિમાન બનવા છતાં, કરોડો દેવતાઓ સેવામાં હાજર હોવા છતાં સંદેશો પણ ન મોકલાવ્યો. તે Page #49 -------------------------------------------------------------------------- ________________ જ રીતે (ગૌતમસ્વામીનું) પોતાનું અતિવિશાળ જ્ઞાન, ૫૦,૦૦૦-કેવળજ્ઞાનીઓનું ગુરુપણું, અનંતલબ્લિનિધાનતા વગેરે બાજુ પર મૂકીને બાળકની જેમ જીંદગીભર સેવા કરી છતાં અંતિમ સમયે ભગવાને પોતાને દૂર મોકલ્યા, છૂટા પાડ્યા. આમ સંક્લેશના ઢગલાબંધ નિમિત્તો હાજર હોવા છતાં આ જ્ઞાનના ઉપયોગને વૈરાગ્યભાવનામાં વાળવાથી, વીતરાગતાયુક્ત બનાવવાથી બન્નેને કેવળજ્ઞાન મળ્યું. તેથી (1) શુભકર્મના ઉદયથી કે (2) આત્મપુરુષાર્થથી કે (3) પૂર્વે નાખેલ શુભ સંસ્કારની તીવ્રતાથી ઉપયોગમાં જે અશુભતા કે અશુભની તીવ્રતા નથી આવતી, તે ઉપયોગ અસંક્લિષ્ટ કહેવાય. તેમાં ઉપરના ત્રણ કારણ જેમ બતાવ્યા છે તેમ અશુભ કર્મના ઉદય, અશુભ આત્મવીર્ય અને અશુભ સંસ્કાર એ સંકલેશ જન્માવે છે. ઉપરના ત્રણ કારણ સંકલેશના પ્રસંગે પણ વિશુદ્ધિ આપે છે અને નીચેના ત્રણ કારણો સારા ઉપયોગમાં પણ અશુભતા જન્માવી સંકલેશ આપે છે. માટે અશુભ કર્મોદયને રોકવા માટે, અશુભ આત્મવીર્ય ન જાગે - ન પ્રવર્તે તે માટે, અશુભ સંસ્કારો નાશ પામે તે માટે આત્માને એવી રીતે કેળવવો જેથી સારા કાર્યો જોવા ગમે, સારા કાર્યવાળા ગમે, સારા કાર્ય, વિધિ, પદ્ધતિ, આચાર અને ઉપાય ગમે, ભૂતકાળના કે વર્તમાનકાળના સારા કાર્ય કરનારના ચરિત્રો વગેરે સાંભળવા ગમે, ગુણાનુવાદ વિધિનું પ્રરુપણ સાંભળવું ગમે, એવા કાર્યો જોવા ગમે. આ બધું જ ગમે છે તે પાપને, પાપબુદ્ધિને, પાપની રુચિને ધોવા માટે ક્ષાર સમાન છે. આ ગમવાના પ્રતાપે કાળક્રમે આવા આચારની ઈચ્છા થાય. આ ઇચ્છા પાપપ્રવૃત્તિને છોડવાની ઈચ્છા જન્માવે છે. એ રીતે પૂર્વે જે રુચિ થઈ તે પણ પાપપ્રવૃત્તિની રુચિની મંદતા અને છેવટે અરુચિ જન્માવનારી છે. આ રૂચિ અને પ્રવૃત્તિની ઇચ્છા તે શુભ પ્રણિધાનનું બીજ છે. આ ઇચ્છા નિર્ણયરૂપે, મજબૂતરૂપે થાય તે પ્રણિધાન છે. આ શુભ અર્થાત્ સારું પ્રણિધાન એ આત્મામાં સંસ્કાર નાખે છે જેથી આપણા જ્ઞાનના ઉપયોગમાં એની છાયા રહે છે, તે છાયા પણ સારી છે. આનાથી અશુભતા આવતી નથી. અશુભ સંસ્કાર આ પ્રણિધાનથી દબાય છે, નાશ પામે છે. અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થતું નથી. તેથી સારી વસ્તુ-ગુણ-કાર્યની રુચિ, શુભને પ્રાપ્ત કરવાની રુચિ અને તેના માટેનું પ્રણિધાન-આ ત્રણે શુભભાવના ઉત્તરોત્તર પ્રબળતાવાળી છે અને કથંચિત્ શુભભાવ-સંસ્કારરૂપ છે, તેથી અશુભ ભાવના - અશુભ આત્મવીર્યનું પ્રગટન અને અશુભ સંસ્કાર નાશ પામે છે. તેથી ઉપયોગમાં જીવણ જીવજીવજીએ 42 જીવણજીજીવણ Page #50 -------------------------------------------------------------------------- ________________ સારાપણું, અસંકિલષ્ટપણે નિરંતર પ્રવર્તે છે. આ પ્રણિધાનની મંદતા હોય તો અશુભ સંસ્કાર ઉત્તેજિત થાય છે, અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થાય છે, અશુભ ઇચ્છાઓ જન્મે છે, એની તીવ્રતા જન્મે છે અને શુભ પ્રણિધાનને ફેરવીને અશુભ પ્રણિધાનો પણ જન્માવે છે. માટે પ્રણિધાન પછી જે પ્રવૃત્તિ બતાવી તે શુભ પ્રવૃત્તિ એ પ્રણિધાનને કાર્યાભિમુખ બનાવે. આ પ્રવૃત્તિ પણ સારા ઉપયોગરૂપ છે, અસંકિલષ્ટ છે. આ પ્રવૃત્તિ જો પ્રણિધાનમુલક અને વિશિષ્ટ હોય તો (1) અતિચારરહિત, (2) અપ્રમાદ, (3) આદર, (4) અપ્રસન્નતા, અને (5) ઉલ્લાસથી સભર હોય છે. આ પાંચે પ્રવૃત્તિના અને ઉપયોગના સારા અંશો છે. અસંકિલષ્ટતા, વિશુદ્ધિતાના પ્રેરક-સૂચક તત્ત્વ છે. - આ પાંચના કારણે પ્રવૃત્તિ દ્વારા આત્માનો જ્ઞાન, દર્શન, ઉપયોગ વિશેષ શુદ્ધ અને વિશિષ્ટ બને છે, સામાન્યથી ડામાડોળતા આવતી નથી. ઉપરોક્ત પાંચના પ્રતાપે બળવાન સારો ઉપયોગ આવે છે. બળવાન ઉપયોગના કારણે વિનો, પ્રવૃત્તિની પ્રતિકૂળતા, સાંયોગિક પ્રતિકૂળતા કે અનુત્સાહ વગેરે આવતા નથી અને નિકાચિત કર્મ સિવાયના બધા આંતરિક વિદ્ગો, કર્મના ઉદયો ખસી જાય છે. બાહ્યમાં સહન કરવાનો ઉલ્લાસ-બળ જન્મે છે. તેથી ઉત્તમ પ્રવૃત્તિ દ્વારા સારા ઉપયોગની વિશિષ્ટતા જન્મે છે અને વિધ્વજયનું બળ આપે છે. બાહ્ય મામુલી પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ નાશ પામે તે જઘન્ય વિશુદ્ધિ કહેવાય, વિધ્વજય પણ જઘન્ય કહેવાય. બાહ્ય વિશિષ્ટ પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ ઘટે અથવા ટકે તે મધ્યમ વિશુદ્ધિ કહેવાય. વિધ્વજય પણ મધ્યમ કહેવાય. બાહ્ય ગમે તેવી પ્રતિકૂળતા કે આંતરિક વિકલ્પોની પરિસ્થિતિમાં પણ જે ભાવના જ્ઞાનની વિચારણાથી વિશુદ્ધિ ઘટવા ન દે તે વિશિષ્ટ વિશુદ્ધિ કહેવાય. તેને ઉત્કૃષ્ટ વિધ્વજય કહેવાય. વિદ્ગોમાં મક્કમતા તે પણ જ્ઞાન-ઉપયોગને વિશુદ્ધ અને બળવાન બનાવે છે. આ રીતે બાહ્ય આંતર વિઘ્નોનો જય એ પણ એક પ્રકારનું આત્મવીર્ય અને શુભ સંસ્કાર છે, જે જ્ઞાનને પવિત્ર-વિશુદ્ધ રાખે છે. આ વિશુદ્ધિની સમજ આત્મ સંસ્કારની વૃદ્ધિથી સિદ્ધિ નામનો આત્મગુણ ઉત્પન્ન થાય છે. આ ગુણ એટલે Page #51 -------------------------------------------------------------------------- ________________ પોતાને તે ગુણની અપ્રતિપાતી (ક્યારેય પણ ન પડે તેવા) તરીકે કે ક્ષાયિકભાવરૂપે પ્રાપ્તિ. આ પ્રાપ્તિના પ્રતાપે એ ગુણથી વિપરીત ભાવ ક્યારેય પણ ઉપયોગમાં આવતા નથી. ઉદાર માણસને ક્યારે પણ ન આપવાની બુદ્ધિ ન જાગે; સહનશીલ માણસને ક્યારેય સામનો કરવાની બુદ્ધિ ન જાગે તો સમજવું કે સિદ્ધિ છે. આ પછી વિનિયોગની શક્તિ પણ જન્મે છે - બીજાને પણ ગુણો ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ થાય છે અને સફળ થાય છે. ટુંકમાં જ્ઞાનના ઉપયોગને “ચિત્ત’ કહેવાય, તેમ તે જ્ઞાનની લબ્ધિને પણ જ્ઞાન ઉપયોગમાં હેતુભૂત હોવાથી ચિત્ત કહેવાય અને તેમાં નિર્મળતા આપાદક મોહનીય કર્મના ક્ષયોપશમો અને અન્તરાય કર્મના ક્ષયોપશમો જે સહકૃત કારણ બને તે અસંક્લિષ્ટ ચિત્તમાં કારણ છે, નિર્મળ જ્ઞાનોપયોગમાં કારણ છે તેથી તેને પણ કારણમાં કાર્યના ઉપચારથી “ચિત્ત” કહેવાય. સંકલેશ એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત અશુભ વિકલ્પો. આ પણ અશુભ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની અશુભતા એ પાપબંધનું, દુઃખબંધનું, મોહનું અને અજ્ઞાનનું કારણ છે. મોહનીયના બદલે મોહનીયનો ક્ષયોપશમ થવાથી સંકલેશના બદલે જ્ઞાન વિશુદ્ધ અને વિવેકસંપન્ન બને છે, ઉપશમપ્રધાન બને છે, સ્વ-પર ગુણકારી, કલ્યાણકારી બને છે. મોહનીયના બંધને ક્ષયોપશમયુક્ત વિશુદ્ધ જ્ઞાન તે આંતરિક ધન છે, આત્મ ઉન્નતિકારક છે, આત્મગુણપ્રાપક છે, શાશ્વત સ્થાન મેળવવાનું કારણ છે, પ્રસન્નતાદિ સાત્વિક ગુણોનું કારણ છે. આ બધું આત્મિક ધન છે અને એ જ પુણ્યબંધ અને પુણ્યોદય દ્વારા બાહ્ય સર્વ શક્તિઓ રૂપી બાહ્ય ધનનું કારણ છે. માટે જ્ઞાનની, ઉપયોગની વિશુદ્ધિ તે આત્મ ઉન્નતિરૂપ આંતરિક ધન છે અને જ્ઞાન, ઉપયોગની મલિનતા તે આંતરિક દરિદ્રતા છે, સંસારરૂપ-દુઃખરૂપ છે. માટે જ્ઞાન અને ઉપયોગની વિશુદ્ધિ માટે એના કારણોમાં સતત આદરવાળા થઈ પ્રયતશીલ બનવું. જ .* Page #52 -------------------------------------------------------------------------- ________________ ર 63E 88888888888888999999999999999BBE जह जउ अग्गिणा तप्पंतं गलति, एवं जहत्तसंजमजोगस्स अकरणतो चरितं गलति / / .88888888 3888888888888888888888 જેમલાખ-તુ(પૃથ્વીનો રસ,અગ્નિથી તપતો ઓગળે છે, તેમ યથોક્ત સંયમયોગોને નહિ કરતા, ન આચરતા જીવનું ચારિત્ર ગળે છે, ઓગળે છે, નાશ પામે છે. શાસ્ત્રમાં અસંયમ યોગની પ્રવૃત્તિને જેમ અગ્નિની ઉપમા આપી છે, એ રીતે સંયમયોગોની પ્રવૃત્તિને પણ અગ્નિની ઉપમા આપી છે. એ જ રીતે વિશિષ્ટપણે ભાવિત આત્મા સિવાય અસંયમ યોગોવાળા ગૃહસ્થો વચ્ચે રહેવું તેને પણ અગ્નિ સાથે સરખાવાયું છે. તેથી સંયમના રક્ષણ અને વૃદ્ધિ માટે 1) અસંયમ યોગોની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. અનુચિત પ્રવૃત્તિ અને અજયણાવાળી પ્રવૃત્તિઓને પણ આમાં લેવી. 2) સંયમના દરેક યોગોમાં ઉલ્લાસપૂર્વક, ઔચિત્યપૂર્વક અને જયણાપૂર્વક પ્રવૃત્ત થવું. 3) ગૃહસ્થો અને અનુચિત પ્રવૃત્તિવાળા કે અજયણાવાળી પ્રવૃત્તિવાળા સાથે ન રહેવું, વધારે વ્યવહાર ન કરવો. આ ત્રણ નિયમ જે પાળે છે તેનું સંયમ સ્થિર થાય છે, મજબૂત થાય છે, વધતું જાય છે. જેમ સંયમયોગ અને અસંયમયોગ બન્ને પરસ્પર વિપરીત હોય છે, ઔચિત્ય અને અનૌચિત્ય બન્ને પરસ્પર વિરોધી હોય છે, યતના અને અયતના બન્ને પરસ્પર વિલક્ષણ છે, તેમ સાધુની સાધુતા અને ગૃહસ્થની સંસારિતા બન્ને પણ પરસ્પર આચાર અને ઉદેશથી ભિન્ન હોય છે. જ્યાં સુધી જીવના ગુણોના પરિણામ, આચારના પરિણામ જતુ જેવા ઢીલા છે ત્યાં સુધી ઉપરની 3 વાતનો અમલ કરે તે સંયમમાં આગળ વધે, મજબૂત બને અને એકદમ સ્થિર થાય. જે જીવો વિવક્ષિત ગુણોના જે જે આચાર અને મર્યાદાઓ છે, તેમાં ઢીલા પડે-તે આચાર પાળે-ન પાળે, અર્ધા પાળે, જેવા તેવા પાળે તો તે જીવોના તે તે આચારો ધીરે ધીરે ઘટતા જાય, દોષના આચારો વધતા જાય અને એના કારણે ગુણો બહારથી નષ્ટ પ્રાયઃ થાય અને અંતરથી પણ પ્રાયઃ હોય નહિ અને કદાચ હોય તો પણ ઘસાતા જતા હોય અને ધીરે ધીરે નાશ પામે. Page #53 -------------------------------------------------------------------------- ________________ જેમ સાચું બોલનારનો આચાર છે કે વિચારીને બોલવું, નકામું ન બોલવું, ખોટી પ્રશંસા ન કરવી, ક્રોધ વગેરેમાં આવીને ન બોલવું, જુઠું બોલનાર જોડે અનિવાર્ય કારણોસર જરૂર પુરતું બોલવું, વાચાળ ન બનવું, મામુલી બાબતોમાં ભય વગેરેથી જુઠ ન આવે તેની કાળજી રાખવી, વિકથાઓ-પાપપોષક વાતો ન કરવી. આ આચારનું જેને લક્ષ હોય તેને દરેક વખતે સત્ય પ્રેમ વધે અને લક્ષ ન હોય તો સત્યપ્રેમ ન વધે-અસત્યની પ્રવૃત્તિ એ જ અસત્યનો પ્રેમ સાબિત કરે છે. અનાભોગથી પણ વારંવાર સત્ય પ્રવૃત્તિ થાય એ સત્યપ્રેમ સૂચવે છે; એમ વારંવાર અસત્ય પ્રવૃત્તિ કે વિચારણા થાય તે અસત્યપ્રેમ સૂચવે છે. માટે સ્વાભાવિક આચાર-ઋતિસાધ્ય આચાર-કંઈક કષ્ટસાધ્યઆચાર-વિશેષ કષ્ટસાધ્યઆચાર અને અસાધ્ય આચાર-આ પાંચ પ્રકારના આચારથી સંયમ વધે છે અને એનાથી વિપરીત આચારથી જો સંયમ હોય તો નાશ પામે છે, અને જો સંયમ ન હોય તો સંયમની યોગ્યતાની ઉત્પત્તિ તો થતી નથી, ઉલટુ અયોગ્યતા જન્મે છે. જે આચાર અસાધ્ય હોય તેના પ્રત્યે આદર-સ્નેહ-મમતા રાખે તો પુણ્ય અને ક્ષયોપશમ દ્વારા એ સાધ્ય બને છે. સમ્યકત્વના 67 બોલરૂપ વ્યવહાર આચારથી ભાવ સમ્યકત્વ પ્રગટે છે, નિર્મળ થાય છે, દઢ થાય છે. તેવી જ રીતે શ્રાવકોના વ્રતો અને ઉત્તરગુણના આચારોથી શ્રાવકપણું નિર્મળ થતા ભાવની નિર્મળતા થવાથી સર્વવિરતિની ભાવના જાગે છે, તેમજ તે મેળવવાનો પ્રયત થાય છે. સાધુપણાના આચારમાં સ્થિતને સાધુપણામાં આનંદ આવે છે, જેનાથી આચારની વૃદ્ધિ થાય છે અને અપ્રમત્તતા, વિષયવૈરાગ્ય, સ્વાધ્યાય નિષ્ઠતા, તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચ વગેરે સર્વતોમુખી બાહ્ય-અત્યંતર આરાધનામાં પ્રગતિ કરે છે. આચારમાં જે નબળો પડે છે, વારંવાર “થાય છે, થશે” એમ કરીને આચારની પક્કડ ઢીલી કરે છે, તેને આચારનો રસ જ ઉડી જાય છે; અને અનાદિકાલીન સંસાર-મોહ-અજ્ઞાનપ્રમાદની પ્રવૃત્તિનો રસ જીવનમાં સહજપણે પ્રવર્તે છે, જેના કારણે સ્વાધ્યાયથી ભાવિતપણું થતું નથી, ઊંચી ભાવનાઓ જાગતી નથી, સ્વાધ્યાયરસિકપણું પણ વ્યવહારથી ઘટતું જાય છે અને એની પરિણતિ પણ આચાર વગર પ્રગટતી નથી. તેથી આચાર ઘટવાથી આંતરિક પરિણામ, જ્ઞાન, સમ્યકત્વ બધું બ્રાસ પામે છે અને કાલાન્તરે નાશ પામે છે. માટે આચારમાં સતત ઉદ્યમ કરવો. જીણા જીણજીએ 46 છપષ્ટ Page #54 -------------------------------------------------------------------------- ________________ जं अब्भसेइ जीवो गुणं च दोसं च एत्थ जम्मम्मि / - तं पावइ परलोए तेण य अब्भासजोएण // - ઉપદેશમાલાના આ શ્લોકનો સ્થૂલ અર્થ કરીએ તો “જીવ આ જન્મમાં જે ગુણ કે દોષનો અભ્યાસ કરે છે તે અભ્યાસના કારણે તે ગુણ કે દોષ પરલોકમાં પામે છે.” આ લોકમાં જીવોની જે જે સારી કે નરસી પ્રવૃત્તિ અને તેમાં રસ સાહજિક દેખાતો હોય ત્યાં સમજવું કે એ જીવે પૂર્વભવમાં તે આચારો, પ્રવૃત્તિઓ અને ભાવનાઓ જીવનમાં અનેકવાર રસપૂર્વક આચરેલી હશે. આજ રીતે આ ભવમાં જે સારી કે નરસી પ્રવૃત્તિ જીવ વારંવાર કરે, રસપૂર્વક કરે, તેનાથી સંસ્કાર પડે છે. તે દ્વારા પરભવમાં તે પ્રવૃત્તિ અને તેમાં રસ તેને સાહજિક મળે છે. જેને શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોની પરલોકમાં જરૂર હોય તેણે આ ભવમાં શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોનો અભ્યાસ કરવો પડે. આ પ્રવૃત્તિથી મોહનીયકર્મના-ક્ષયોપશમથી અનુવિદ્ધ=મુક્ત જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આત્મામાં શુભ સંસ્કાર પડે છે અને સાથે સાથે શુભપ્રવૃત્તિથી પુણ્યબંધ દ્વારા સારા કાર્યને અનુકૂળ સામગ્રીઓ-અનુકૂળતાઓ મળે છે અને શુભ પરિણામના કારણે આત્મામાં મોહનીયનો ક્ષયોપશમ થવાથી ભવાંતરમાં પણ શુભ પરિણામ મળે છે. તેથી શુભ ક્રિયા અને શુભ પરિણામની નિરંતર વૃદ્ધિ થતા જીવ મોક્ષ સુધી પહોંચે છે. શુભક્રિયા શુભ પરિણામ જન્માવે છે, શુભ પરિણામ શુભ ક્રિયા કરાવે છે. આ રીતે બન્નેની વૃદ્ધિ અને શુદ્ધિ થવા પૂર્વક પરાકાષ્ઠા પમાય છે. માટે જીવનમાં અશુભ પ્રવૃત્તિઓને બને તેટલી છોડતા જવું - ઓછી કરતા જવું, અને શુભ ક્રિયામાં વારંવાર પ્રવર્તતા જવું. અશુભ ક્રિયાની ઇચ્છાથી-રસથી-વારંવારની પ્રવૃત્તિથી જીવ અશુભ પ્રવૃત્તિના સંસ્કાર નાખે છે, અશુભ કર્મ પણ બાંધે છે. અશુભ સંસ્કારોના પરિણામે જ્ઞાનાવરણનો લયોપશમ મોહનીયના ઉદયયુક્ત બની વિકૃત બનેલો ખોટી બુદ્ધિ-દોષયુક્ત બુદ્ધિછagaછgagaછ૪૭ ggg gg gg Page #55 -------------------------------------------------------------------------- ________________ પાપબુદ્ધિ પેદા કરે છે અને જીવ પાસે પાપપ્રવૃત્તિ કરાવે છે. માટે જે સંસ્કારો તોડવા હોય તેની પ્રવૃત્તિ છોડવી જોઇએ; જે સંસ્કારો છોડવા હોય તેનો રસ અને વિચારણા તોડવા માટે તેના નુકસાનોની વિચારણા વારંવાર કરવી જોઇએ. વારંવાર પૂંજવા–પ્રમાર્જવાની ક્રિયાથી હૃદયમાં જીવદયાના પરિણામ જન્મ છે. તેથી બધી પ્રવૃત્તિમાં જીવદયા-રક્ષાના પરિણામ આવે તેથી હિંસા થાય તેવી પ્રવૃત્તિમાં જીવને આંચકો લાગે. વારંવાર વિચારીને જઠું ન બોલાઈ જાય તેની કાળજી રાખનારને સત્ય પરિણામ પ્રગટ થાય; તેથી તે ઊંઘમાં પણ જુઠું ન બોલે. આ રીતે દરેક સારી પ્રવૃત્તિને વારંવાર ચોક્કસરૂપે કરવાની ભાવના અને તે પ્રવૃત્તિ કરવાથી તેનાથી વિપરીત અશુભ પરિણામો સ્વતામાં પણ ન આવે. અજાણતા પણ થાય તો તરત ખ્યાલ આવે. આ જીવને જગાડવાનું કાર્ય શુભ સંસ્કારો કરે છે. શુભપ્રવૃત્તિના અભ્યાસથી રસથી અશુભ પ્રવૃત્તિનો રસ તૂટે છેઅશુભ પ્રવૃત્તિથી ઊભા થયેલ સંસ્કાર તૂટે છે, અશુભ પ્રવૃત્તિથી બંધાયેલા પાપકર્મ અને પાપકર્મના અનુબંધ નાશ પામે છે અથવા પાપકર્મની સ્થિતિ-રસ ઘટે છે, એમ અનુક્રમે અશુભ પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. શુભપ્રવૃત્તિના સંસ્કાર પડે છે. મોહનીયનો અને જ્ઞાનાવરણ વગેરેનો ક્ષયોપશમ થાય છે, શુભ કર્મ બંધાય છે, શુભ અનુબંધ થાય છે, શુભ પ્રણિધાન થાય, અશુભ પરિણામ તૂટે, શુભક્રિયા અને પરિણામોના લાભ સમજવાની જીવમાં યોગ્યતા આવે, રુચિ અને શ્રદ્ધા જન્મે છે. એ જ રીતે અશુભ પરિણામો અને અશુભ ક્રિયાઓના નુકસાન સમજવા માટે જીવ યોગ્ય બને છે. એથી અશુભ ક્રિયાઓની અરુચિ થાય છે, તેના પ્રત્યે નુકસાનકારિતાની-દુર્ગતિ આપનાર તરીકેની શ્રદ્ધા જાગે છે. પ્રભુનું શાસન એ શુભક્રિયાના અભ્યાસરૂપ છે. જે લૌકિક શુભક્રિયા કરે તે આ શાસનને માટે વિશેષપણે યોગ્ય હોય છે. માટે જીવનમાં (1) નિરર્થક સર્વ પાપોનો ત્યાગ કરવા સદા જાગ્રત રહેવું જોઈએ. પાપક્રિયામાં મનોરંજન એ પાપમાં મનોરંજન છે. પાપમાં મનોરંજન એ પાપરતિ છે. પાપરતિ એ પાપના ભયનો અભાવ સૂચવે છે અને પાપના ભય વગરના જીવ ધર્મને યોગ્ય બનતા નથી. પાપક્રિયામાં મનોરંજન એ પાપ પક્ષપાતનું બીજું સ્વરૂપ છે, અથવા પાપના પક્ષપાતને જન્માવે છે. માટે નિરર્થક પાપોનો ત્યાગ એ આત્માને ધર્મ યોગ્ય બનાવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ (2) શક્ય એટલા પાપો ઘટાડવા. આ વાત તેના જીવનમાં બને કે જે દરેક પ્રવૃત્તિમાં પાપ છે કે નહિ, પાપ છે તો કેટલું છે, કેટલું ઘટે તેમ છે તેની વિચારણા કરે અને શક્ય હોય તેટલું ઓછું કરે. આના પ્રતાપે જીવનમાં જે થાય પ્રવર્તે તેમાં પણ જીવ પાપ તરીકે જોતો થાય. તેથી તેમાં હરે નહિ. તેથી તે કરાતી પાપની પ્રવૃત્તિ પણ પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત વગેરેથી યુક્ત હોવાથી આત્માના અશુભ સંસ્કારની નાશક બને છે. જેમ પાપની પ્રવૃત્તિ ઘટાડનાર ધર્મી હોય, ધર્મ સંસ્કારવાળા હોય તેમ ધર્મની પ્રવૃત્તિમાં આળસ-ઉપેક્ષા-મંદતા-ઉતાવળઅપ્રસન્નતા વગેરેવાળા આત્મામાં ધર્મ અપ્રધાન હોય અથવા ધર્મ ન હોય એમ કહેવાય. શુભ સંસ્કાર નથી અથવા અલ્પ છે, અને એથી એના અશુભ સંસ્કાર તીવ્ર છે તેમ સૂચિત થાય. અને તેથી અશુભ સંસ્કારની તીવ્રતાવાળો ધર્મમાં ઠરી શકે નહીં. માટે આત્માને બળવાન બનાવી મનને સમજાવીને પણ ધર્મની પ્રવૃત્તિમાં બળ કેળવીને મહત્તા-આદર-શાન્તિ-ઉત્સાહથી કામ કરવું. ચંડકૌશિકના ઉઝ ક્રોધના સંસ્કાર પ્રતિબોધ પછી ક્ષમાની નિશ્ચલ પ્રવૃત્તિથી નાશ પામ્યા, મહાસમાધારી બન્યો. ચંડરૂદ્રાચાર્ય શિષ્યની ક્ષમાએ કેવળજ્ઞાન પછી પ્રતિબોધ પામી, તીવ્ર પશ્ચાત્તાપથી સંપૂર્ણ ક્રોધરહિત સમતાભંડાર કેવળી બન્યા. ચાર તપસ્વી કુરગ ઉપર તિરસ્કારવાળા અને તપના મદયુક્ત છતાં કુરગડુને કેવળજ્ઞાન થતા તિરસ્કાર અને મદને પશ્ચાત્તાપપૂર્વક છોડીને કેવળી થયા. આનાથી વિપરીત અનેક આરાધનામાં ચડેલ આત્માઓ અશુભ ક્રિયા-પ્રમાદને પરવશ પડીને ધર્મભ્રષ્ટ થયા અને દુર્ગતિમાં રખડ્યા. જ્યારે મનને મારીને પણ ધર્મક્રિયામાં પ્રવર્તનાર કાળક્રમે અંતરાયોને તોડીને ભાવધર્મને અને સદ્ગતિની પરંપરાને પામે છે. કદાચ ભાવધર્મ ન પામે તો પણ દેવગતિની પ્રાપ્તિ સાહજિક રીતે થાય છે. માટે અશુભ ક્રિયાઓના જે કોઈ અનાદિકાલીન અભ્યાસ છે તે ઘટાડવા અશુભ ક્રિયાઓ સંપૂર્ણ છોડવી જોઈએ. સંપૂર્ણ છોડવાની ન બને તો વચ્ચે વચ્ચે છોડતા રહેવું જોઇએ. આ માટે તો પર્વ તિથિઓની આરાધના સર્વજ્ઞ શાસનમાં છે. આ પર્વતિથિઓ આરાધવાથી અશુભ ક્રિયાઓના પ્રણિધાન-રુચિ-પક્ષપાતઆદર-ગૌરવ ઘટે, નાશ પામે, પશ્ચાત્તાપ ઊભા થાય અને અશુભ ક્રિયા ઘટતી આવે, કાલાંતરે સંપૂર્ણ છૂટી જાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ એજ રીતે શુભક્રિયાઓ પણ જો નિરંતર થાય તો ઉત્તમ છે, પણ જો નિરંતર ન થાય અથવા નિરંતર થાય તો પણ રોજ વિશિષ્ટ ન થાય ત્યારે વચ્ચે વચ્ચે પર્વ દિવસે તે કરવાથી અને રોજ કરનારે પર્વના દિવસે વિશેષ કરવાથી તે શુભક્રિયાના સંસ્કારો દઢ થાય, એમાં ઉપાદેયતાનું પ્રણિધાન મજબૂત થાય. આત્મામાં સારા સંસ્કારો અને સાનુબંધતા ઉત્પન્ન થાય છે, અને ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. આ રીતે શુભક્રિયા અને શુભ ગુણોનો અભ્યાસ વધારવાથી અશુભ ક્રિયા અને દોષોનો અભ્યાસ ઘટાડવાથી આત્મા આગળ વધે, ગુણોને યોગ્ય બને, પુણ્યવંત બને, પાપ પરિણામો ઘટે, પાપ પરિણામોથી રહિત બને, ક્ષયોપશમ શુભ અને સાનુબંધ થાય, ઔદયિક ભાવ પણ ક્ષયોપશમ યુક્ત થાય. તેથી ગુણોની અને સદાચારની વૃદ્ધિ દ્વારા આત્મા ઉચ્ચ ઉચ્ચ સ્થાન, સુખ, સમૃદ્ધિ, ત્યાગ, તપ, સંયમ પામતો જ્ઞાન અને દર્શનને વિશેષ નિર્મલ અને વિકસિત બનાવતો શાશ્વત સ્થાનને પામે છે. માટે આત્માએ શુભક્રિયાની પ્રવૃત્તિમાં અભ્યાસમાં આદર કરવો એ મોક્ષનો સ્થાયી અને પ્રધાનમાર્ગ છે. કરી . .: *** *** . . . . :: જી પૂછપાપ પાપ છાપુ પણ પુછપુરૂ પુ Page #58 -------------------------------------------------------------------------- ________________ "स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते" . દષ્ટિપથમાં આવનારા પદાર્થ વિષે થતું જ્ઞાન વ્યક્તિભેદે ભિન્ન ભિન્ન હોય છે. તે વ્યક્તિના જ્ઞાન, અનુભવ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, મનની પ્રસન્નતા આદિ જેટલા વિકસિત હોય તેમ તેનું જ્ઞાન વધારે ને વધારે સચોટ બનતું જાય છે, જેમ કે બગીચા પાસેથી પસાર થનાર દરેક વ્યક્તિ ફૂલને જુએ છે, પણ દરેકનું જ્ઞાન એક સરખું હોતું નથી. કોઈકને ફક્ત ફૂલ દેખાય, કોઈકને ગુલાબ દેખાય, કોઇકને ઉત્તમ દેખાય, કોઈકને તેના વિશિષ્ટ ગુણોનું પણ જ્ઞાન થાય. એ જ રીતે સંસારના દરેક પદાર્થોના જ્ઞાન વિષે સમજવું. આધ્યાત્મિક જ્ઞાનના પણ આ રીતે વ્યક્તિભેદે ભેદ પડે છે, જેનું નિરૂપણ ષોડશક, બત્રીશી, અષ્ટક આદિ અનેક ગ્રન્થોમાં થયેલ છે. આ નિરૂપણ આપણા આત્માની અવસ્થા અને પ્રગતિ જાણવા માટે અત્યંત ઉપકારી હોવાથી આપણે તેનો વિચાર કરીએ. વિષય પ્રતિભાસ જ્ઞાન 1) સારા વિષયોની મહત્તા, 2) અશુભની જુગુપ્સા, 3) સારા વિષયોથી પોતાની મહત્તા, 4) અશુભની જુગુપ્સાથી પોતાની દીનતા, 5) સારાવિષયોના અભાવમાં દીનતા, 6) અશુભની જુગુપ્સાના અભાવમાં પ્રસન્નતા. ભવાભિનંદ તેમજ અપુનર્બન્ધકની નીચેની અવસ્થામાં પ્રણિધાનરૂપે આ જ્ઞાન ધ્રુવ-કાયમી હોય છે. આ લોકોના બધા જ વિચાર-વાણી અને વર્તનમાં વિષયો-આડંબર-મોભોપરિવાર-દેહ-ભૌતિક સુખ એ જ લક્ષ્યબિન્દુ બન્યા હોય છે, એના કારણો પ્રત્યે આદર-પ્રવર્તન હોશિયારીની ઇચ્છા હોય છે. ભાસનો અર્થ જ્ઞાન થાય, પણ અહીં ઉપલક જ્ઞાન-અસ્પષ્ટ જ્ઞાન એવો અર્થ થાય છે. પ્રતિશબ્દનો અર્થ દરેક સર્વ રીતે સર્વ પ્રકારે સર્વ પ્રયોજનમાં ગુણરૂપે જ્ઞાન થવું તે. વિષયોનું ગુણરૂપે ઉપાદેયરૂપે સર્વત્ર જે જ્ઞાન તે વિષય પ્રતિભાસ. આમાં વિષયોના નુકસાનનું-દુર્ગતિનું-દુ:ખનું જ્ઞાન નથી. માટે પણ પ્રતિભાસ કહ્યું છે. અપુનર્બન્ધક અવસ્થા ન આવે ત્યાં સુધી આ જ્ઞાન લબ્ધિરૂપે ધ્રુવ છે Page #59 -------------------------------------------------------------------------- ________________ અને ઉપયોગરૂપે જ્યારે જે જ્ઞાન પ્રવર્તે તેમાં તે આંશિક વ્યક્તિ હોય છે. પ્રતિ’નો અર્થ વિપરીત પણ થાય છે. પ્રતિપક્ષ વિષયોનું વિપરીત જ્ઞાન. હેય હોવા છતાં ઉપાદેય માને, દુષ્મનું કારણ હોવા છતાં સુખનું કારણ લાગે. ઉપાધિના બદલે ગૌરવ-આલંબન-શોભા-આડંબરરૂપ લાગે-અનાદિકાલીન સંસ્કારો અને મોહનીયના ઉદય સહિત અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જીવની આ દશા થાય છે. અપુનર્બન્ધકથી નીચે-અનાભિગ્રહિક મિથ્યાત્વ નથી, અભિનિવેશ મિથ્યાત્વ પણ નથી, સાંશયિક પણ નથી. બે મિથ્યાત્વ છે - અનાભોગિક અને આભિગ્રહિક તેથી અસમજણ કે મનરહિત અવસ્થામાં અનાભોગિક મિથ્યાત્વ હોય છે, અને ઉપયોગ અવસ્થામાં, જ્ઞાનવાળી અવસ્થામાં સંશિમાં આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. આ આભિગ્રહિક મિથ્યાત્વ એટલે વિષયોમાં ગુણકારિતાનો આગ્રહ. આ આગ્રહથી વિષય પ્રતિભાસજ્ઞાન મિથ્યાત્વીનું જ હોય છે. આ મુખ્ય રીતે અપુનર્બન્ધક સુધી હોય, પછી ઘટતું જાય. સમકિતીને અનાભોગ અનુપયુક્ત દશામાં વૈષયિકજ્ઞાન અને પ્રવૃત્તિ હોવા છતાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન કહેવાય કારણ કે ક્ષયોપશમથી આત્મપરિણતિમત્ નામનું બીજું જ્ઞાન હોય છે. અને “પ્રતિ’ શબ્દ સમકિતીને ઘટતો નથી, વિષય આભાસરૂપ જ્ઞાન હોય છે- સર્વ રીતે જ્ઞાન નથી હોતું. આ જ્ઞાનના કારણે જીવને પુણ્યાનુબંધ થતો નથી. પુણ્ય કે પાપના કાર્યોમાં ઉપયુક્ત અવસ્થામાં પરિણામની તીવ્રતા-મંદતાનુસાર પાપાનુબંધ થાય. અનુપયુક્ત અવસ્થામાં નિરનુબંધ કે આંશિક પાપાનુબંધ થાય. આના કારણે જ દ્રવ્ય સંયમ કે સાધના ઉંચી હોય તો પણ તે મોક્ષના અંગભૂત થતી નથી. વિષયોના કારણે કષાયો છે અને કષાયોના પોષક નોકષાયો છે. તેથી વિષયપ્રતિભાસ કષાયપ્રતિભાસ અને નોકષાયપ્રતિભાસ પણ લઈ લેવાના. છતાં ત્રણેમાં મુખ્ય વિષય હોવાથી તેનું નામ વિષયપ્રતિભાસ છે. સમકિતીને કષાય, નોકષાય અને વિષયો ત્રણે હોવા છતાં મોહનીયકર્મનો ક્ષયોપશમ અમુક અંશે હોવાથી તેનું જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ નથી. આત્મપરિહતિમતરૂપ છે. અનાભોગ અવસ્થામાં કષાય આદિના ઉપયોગો પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિષયપ્રતિભાસ જેવા દેખાય છે. સમકિતીને મિથ્યાત્વનો-અજ્ઞાનનો નાશ અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, દર્શનમોહનીયનો ક્ષયોપશમ અને કષાય નોકષાય રૂપ ચારિત્રનો પણ અમુક જાતનો કયોપશમ થવાથી લબ્ધિરૂપે તેમજ ઉપયોગરૂપે આત્મપરિણતિમત્ જ્ઞાન હોય છે અને અનાભોગ કાળે આ પાપરૂપ વિષયપ્રતિભાસ છે. પણ તે પાપાનુબંધકારક નથી, કેમ કે ક્ષયોપશમ કાળમાં ઉદયો તીવ્રતા પકડી શકતા નથી. જાગૃત માણસ વધારે ગાફેલ બની શકતો નથી. ૪થે-પગે ગુણસ્થાનકે વિષયપ્રતિભાસની (શરૂઆતમાં બતાવેલી) છએ બાબતમાં ફેરફાર થાય છે. અપુનર્બન્ધક અવસ્થામાં આ વિષય પ્રતિભાસપણું કર્મના ક્ષયોપશમના કારણે ઘટતું જાય છે. તેથી છએ પ્રકારો મંદ થતા જાય છે, વિપરીત માન્યતા ઘટતી જાય છે, આંશિક આત્મપરિણતિ પ્રગટતી જાય છે, વધતી જાય છે. તેથી પાપાનુબંધ ઘટતા જાય છે. પુણ્યનો પાવર વધતો જાય છે અને અલ્પ પ્રમાણમાં પુણ્યાનુબંધ શરૂ થાય છે. આના કારણે અપુનર્બન્ધક અવસ્થાથી ચોથી દ્રષ્ટિમાં આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિની ઉપમાઓ માટે તૃણ (ઘાસ)-ગોમય-કાષ્ટ અગ્નિના પ્રકાશની ઉપમા આપી છે. જ્ઞાનનો બીજો ભેદ છે આત્મપરિણતિમતું. આત્મ એટલે વિષય. તેનું હેય-ઉપાદેય સ્વરૂપ જેવું છે તે રૂપે જે જાણે છે તે જ્ઞાન. બીજો અર્થ છેઃ આત્મા એટલે શુદ્ધ આત્મા, સિદ્ધ સ્વભાવ, તેને પ્રાપ્ત કરવામાં અનુકૂળરૂપે પરિણામ પામનાર-પરિણમેલું જ્ઞાન. આ જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે, સાથે મિથ્યાત્વનો ક્ષયોપશમ, અનંતાનુબંધીનો ક્ષયોપશમ અને બીજી પણ ચારિત્ર મોહનીયની મંદતા ભળે છે. તેથી મિથ્યાત્વના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસની એકાંત દ્રષ્ટિ બદલાઈને પ્રજ્ઞાપનીય ભાવયુક્ત અનેકાંત દ્રષ્ટિનો ક્ષયોપશમ થાય છે. અનંતાનુબંધીના ક્ષયોપશમથી રાગ-દ્વેષની મંદતા થાય છે તેથી જ્ઞાન આત્મપરિણતિરૂપ બને છે. આ જ્ઞાનમાં જેમ વિષયપ્રતિભાસ નથી હોતો તેમ તત્ત્વસંવેદન પણ નથી. માટે વચગાળાનું જ્ઞાન છે. આમાં તત્ત્વ સમજાય છે, પરંતુ અવિરતિના ઉદયથી, પ્રત્યાખ્યાનાવરણ-અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સંવેદન થતું નથી. હેય Page #61 -------------------------------------------------------------------------- ________________ તરીકે જણાય છે. શ્રદ્ધા થાય છે, હેય તરીકેની છોડવાની રુચિ થાય છે, છતાં હેય તરીકે અનુભવ નથી થતો; જેમ પાણી તરસ છીપાવનાર છે તેવો તરસ્યા માણસને બોધ-શ્રદ્ધા-રુચિ હોય છે પરંતુ પાણી પીનારને જે સંવેદન બોધ થાય છે તે પાણી નહિ પીનારને હોતો નથી. તેમ આત્મપરિણતિમત્ જ્ઞાનવાળો વિષયોને ભુંડા જાણે છે ખરો પણ વિષયો ભુંડા અનુભવાતા નથી. તેથી કર્મના ઉદયથી આ અવસ્થામાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન હોવા છતાં જીવ વિષયોમાં પ્રવર્તે છે, ખેંચાય છે. તત્ત્વ સંવેદનમાં આ ખેંચાણ નથી રહેતું. આ જ્ઞાન ક્ષયોપશમરૂપે દરેક સમકિતીને હોય છે તેથી તે વારંવાર વૈરાગ્યવંત બને છે, તેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં આવે છે, તેનો અનાભોગ કે આભોગજન્ય વિષયપ્રતિભાસ દઢ અને સ્થાયી નથી કારણ મૂળમાં આત્મપરિણતપણું છે. આ જ્ઞાન આવ્યા બાદ તત્ત્વસંવેદનને યોગ્ય બનાય છે. તત્ત્વમાં તત્ત્વપણાનું જ્ઞાન થાય - પછી તે અનુભવમાં આવે તે રાજમાર્ગ છે. 4-5 ગુણસ્થાને આ જ્ઞાન મુખ્યતયા છે. ૩-૨-અને ૧લે અપુનર્બન્ધકમાં ગૌણવૃત્તિએ આ જ્ઞાન છે. એ પહેલા આ જ્ઞાન નથી. ઉપર ૬-૭મે તત્ત્વસંવેદનશાન મુખ્ય બને છે, અને જેને જેટલા જેટલા અંશમાં તત્ત્વસંવેદન ન હોય તેને તેટલા તેટલા અંશમાં આ જ્ઞાન હોય છે. છતાં છદ્દે-સાતમે આની ગૌણતા સમજાય છે. અથવા વચન અનુષ્ઠાન સુધી આત્મપરિણતિમતું જ્ઞાન અને અસંગ અનુષ્ઠાનમાં તત્ત્વસંવેદન જ્ઞાન હોવાનું જણાય છે. આભોગજન્ય રાગાદિનો અભાવ હોવાથી આઠમેથી તત્ત્વસંવેદન હોય. મોહનીય અભાવજન્ય તત્ત્વસંવેદન ૧૧મેથી અને અજ્ઞાનના નાશજન્ય તત્ત્વસંવેદન ૧૩મથી હોય. આત્મપરિણતિમ– જ્ઞાનવાળો વિષયોમાં ઠરતો નથી, તેથી તે તત્ત્વ ગવેષણયુક્ત બને છે. વ્યવહારથી વિષયો, વિષયોના સાધનો, વિષયોને અનુકૂળ પ્રવૃત્તિ વગેરેથી જેમ અપાયદર્શન કરતો પાછો ફરે છે, વિષયો ને તેનું ખેંચાણ ઘટાડતો જાય છે તેમ તેના ત્યાગમાં, તપમાં, સંતોષમાં, પ્રભુના માર્ગમાં એ ગુણ જોતો થાય છે, આનંદ પામતો થાય છે, તે તરફની રુચિ તીવ્ર બને છે. આંશિક જય જયજી જીવજી 54 વણવજી જીજીવણ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ અને આંશિક તત્ત્વ સંવેદક બને છે, જેમ સામાયિક કરનારને સાધુપણાનું આંશિક સંવેદન આવે છે. ઉપધાન કે છ'રી પાલીત સંઘમાં વ્યવસ્થિત આરાધના કરનારને પણ આંશિક સંવેદન આવે છે. આ સંવેદન આત્મપરિણતિ પછી આવે છે, માટે આત્મપરિણતપણું તે તત્ત્વ સંવેદનનું બીજ છે. આજ વાતથી સમકિત * વિરતિને ખેંચીને લાવે છે તે સાબિત થાય છે. જેમ ભવાભિનંદી કે અચરમાવર્તમાં રહેલા જીવની વિષયોને કેન્દ્રમાં રાખીને બધી વિચાર વાણી વર્તનની પ્રવૃત્તિ હોય છે તેને બાધક કે ભૌતિક રીતે વિશેષ નુકશાનકારી પ્રવૃત્તિ અટકી જાય, ન થાય. તેવી રીતે આત્મપરિણતિમમાં આત્માને કેન્દ્રમાં રાખીને બધી અધ્યાત્મિક કે ભૌતિક પ્રવૃત્તિઓ વાણી વિચાર પ્રવર્તે, તેથી સાંસારિક ભૌતિક વર્તનોમાં પણ અધ્યાત્મિક સાધતા ન હોવા છતાં આત્મજ્ઞાન સામેલ હોવાથી તેને વિશેષ બાધ કરનાર થતા નથી. તેથી આત્મપરિણતિવાળાને ઘણી પાપ પ્રકૃતિના બંધ અટકી જાય છે. તેને દેવ મનુષ્ય ગતિ જ ખુલ્લી રહે છે. આ બધાનું કારણ આત્માએ સિદ્ધ આત્માને કેન્દ્રમાં રાખેલ છે તેથી સંસારની પ્રવૃત્તિઓ પણ લાંબી ટકતી નથી. આત્મપરિણત જ્ઞાનવાળા જો વિષય વ્યામોહીત બને, આત્મપરિણતિ એટલે કે તત્ત્વવિચારણા છોડી દે, સમ્યકત્વના આધાર ગૌણ કરે તો આત્મપરિણતપણું જતું રહે અને વિષયપ્રતિભાસ ઊભો થાય. સાકર ચાખેલી હોવા છતાં જ્યારે તીખું ખાધું છે તે વખતે સાકરનું જ્ઞાન આત્મપરિણત છે અને સાકર ખાતી વખતે સવેદનજ્ઞાન છે. તે રીતે સંસાર ખરાબ-સુખ ખરાબ વગેરે માન્યતા વિષયપ્રતિભાસવાળાને નથી હોતી. આ માન્યતા આત્મપરિણત અર્થાત્ 4-5 ગુણસ્થાનકવાળા સમકિતીને હોવા છતાં કાયમ સંસાર ખરાબ અનુભવાતો નથી. સુખ ખરાબ અનુભવાતું નથી. તે આગળને ગુણઠાણે તત્ત્વસંવેદનમાં અનુભવાશે. “વિષયો ભંડા” આ માન્યતા પ્રતિભાસ તરફ જતા અટકાવે છે, અને તત્ત્વસંવેદન તરફ લઈ જાય છે. આ જ્ઞાનથી સાહજિક રીતે હેય, ઉપાદેયતા સમજાતી આવે છે. સાહજિક તત્ત્વચિક્રિયારુચિ-માર્ગરુચિ વગેરે પ્રગટે છે. વિષયપ્રતિભાસમાં ક્રિયા વગેરે ઉપર અરુચિ હોય છે. વિષયપ્રતિભાસ જ્ઞાનના અપુનર્બન્ધકની ઉત્તરાવસ્થામાં ઘટતા એવા અનેક Page #63 -------------------------------------------------------------------------- ________________ ભેદો છે. અપુનર્બન્ધક અવસ્થાની પહેલા તરતમભાવે અનેક ભેદો હોવા છતાં સ્થૂલદષ્ટિએ એક ભેદ જાણવો. આત્મપરિણતિમત્ જ્ઞાનના પણ ચડ-ઉતરરૂપે ક્ષયોપશમભાવરૂપે અનેક ભેદો છે. આ આત્મપરિણતિમ, જ્ઞાન અને તેને યોગ્ય ક્ષયોપશમ તે સર્વ ગુણોનું મૂળ છે અને સર્વ દોષના સંપૂર્ણ હાસનું કારણ છે. તત્ત્વસંવેદન જ્ઞાનના પણ તરતમ માત્રાએ અનેક ભેદો છે. તેથી તત્ત્વસંવેદન વધતું જાય ત્યારે વૈરાગ્યની વૃદ્ધિ થતા વીતરાગતા આવે. . સારૂં ખાવું-પીવું, મોજમજા, આનંદમંગળ કરવા, મનફાવે તેમ વર્તવું, વિષયોની મસ્તિ, કષાય-નોકષાયની પ્રબળતા, શક્તિમાં ગર્વ, શક્તિની હાનિમાં હીનતા, આ બધી સંસારરસિક જીવોની જે પ્રવૃત્તિ તે વિષયપ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન, વિપરીત જ્ઞાનને ટકાવી રાખે છે તેને ઘટાડવા માટે : * જીવન નિર્વાહના સાધનમાં પણ વિષયોની અપ્રધાનતા, * ઉંચા સાધનનો અસંગ્રહ-અનુપયોગ, * વિષયોની ભયંકરતાના દ્રષ્ટાંતો-શાસ્ત્રવચનથી પરિણામ વિચારવા, * બાર ભાવના ભાવવી, પાપ પ્રવૃત્તિ ઘટાડવી, * વ્યવહારથી પણ આચારશુદ્ધિ પાળવી. આત્મપરિણતિમત્ જ્ઞાન પણ આ જ ઉપાયોથી વધતું આવે, નિર્મળ બને અને વિપરીત ઉપાયોથી નાશ પામે. તેથી સદ્ આચાર એ આત્મશુદ્ધિ અને જ્ઞાનનિર્મળતાનો ઉપાય છે, અને અસદ્ આચાર એ આત્માની મલિનતા અને અસત્ જ્ઞાનનો માર્ગ છે. આ જ્ઞાન ક્ષયોપશમથી થાય છે. ઉપયોગથી એ વૈરાગ્ય અને આત્મભાવનાથી યુક્ત હોય છે. ક્યારેક અભ્યાસ અવસ્થામાં આંશિક તત્ત્વ સંવેદન હોય છે. અને પૂર્વ અભ્યાસના કારણે વિષયપ્રતિભાસનો પણ આંશિક ઉપયોગ આવે. તત્ત્વસંવેદન જ્ઞાન આમાં જ્ઞાન અને આચારનો સુમેળ હોય છે. આમાં જ્ઞાન અને ભાવનાનો પણ ઘણો ગાઢ મેળ છે. તેથી જેવું જ્ઞાન તેવી પરિણતિનો અનુભવ આ જ્ઞાનમાં થાય. આની પ્રારંભિક અવસ્થામાં હેયતત્ત્વના સંવેદન અને ત્યાગ બન્ને સાથે હોય છે, આ ઉત્સર્ગ માર્ગ છે અને અપવાદિક રીતે જેટલા અંશમાં બાહ્ય હાવજી છાવણ જીપક ઝવણ વદ પણge Page #64 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ ન હોય ત્યાં પણ આંતરિક યાતના, હેય પ્રત્યે તિરસ્કાર, બિનજરૂરીનો અનુપયોગ, તેમાં ઉદાસીનતા વગેરે દ્વારા તત્ત્વસંવેદન ટકે છે, ક્યારેક આત્માની યોગ્યતા અનુસાર વિકસિત પણ થાય છે. પણ સામાન્યથી અપવાદ કાળે સાવધાની ન હોય તો તત્ત્વસંવેદન ઝાંખુ થાય છે. એ જ રીતે ઉપાદેય તત્ત્વમાં સન્માર્ગના આચારોમાં ભાવથી પ્રવર્તે છે આ પણ તત્ત્વસંવેદન છે. આ તત્ત્વસંવેદનમાં આંશિક રીતે આત્માનું અને સાધનરૂપે બાહ્ય હેય ઉપાદેય તત્ત્વનું તે તે રૂપે સંવેદન થાય છે, પરંતુ જેમ જેમ ચારિત્ર પરિણામ સ્થિર થાય છે, વૃદ્ધિ પામે છે તેમ આ સંવેદન છઠ્ઠી દૃષ્ટિમાં હેયના શક્ય ત્યાગ સહિત હેયથી ભયરહિત બને છે. જેમ નિર્બળ માણસથી બળવાનને ભય નથી તેમ સમજણનીશ્રદ્ધાની-આત્મપરિણતિની તીવ્રતાથી આત્મા બળવાન બનવાથી જો કે હેયમાં પ્રવર્તતો તો નથી. ઉપરાંત સ્વાભાવિક રીતે પણ તેને હેયને જોઈને ભય કે કંપારી પણ થતી નથી કારણ મોર સાપને જોઈને, ગભરાતો નથી તેવી આ તત્ત્વસંવેદનની સ્થિતિ છે. તે પછી આગળની સ્થિતિમાં ઉપાદેયમાં સાહજિક પ્રવૃત્તિ અને નિરતિચારપણું હોય છે. ત્યાં અતિચાર વર્જવાનો વિચાર પણ કરવાનો હોતો નથી. મન સદા સ્વભાવથી તત્ત્વરૂપ હોય છે. તે પછી ઉપર ઉપેક્ષા, માધ્યથ્ય અને ઉદાસીન દશારૂપ તત્ત્વ ભાવ પ્રગટ થાય છે તે રૂપે તત્ત્વસંવેદન હોય છે. માટે ભૂમિકા ભેદથી તત્ત્વની ભિન્નતા છે પરંતુ તે તત્ત્વ જ્યાં જે દેખાય છે તે રૂપે સંવેદન થાય છે. સાધ્ય તત્ત્વ સિદ્ધ સ્વરૂપ અને સાધન તત્ત્વ જ્ઞાન-દર્શન-ચારિત્રના પંચાચાર અને તેની પરિણતિ-ભાવનાઓની પરિણતિ-આ બધું તત્ત્વસંવેદન આચારોથી, શાસ્ત્ર અધ્યયન અને ગુરુકુળવાસથી થાય છે. માટે આચાર-શાસ્ત્ર અધ્યયનભાવન અને ગુરુકુળવાસ તે તત્ત્વસંવેદનના પ્રધાન અસાધારણ ઉપાય છે, અને પરાકાષ્ટામાં ઉપેક્ષા, ઉદાસીનતા, માધ્યસ્થ અને શુદ્ધ આત્મ તત્ત્વનું સંવેદન તે વીતરાગીને છે, અપ્રમત્ત પ્રાયને તે વ્યવહારથી છે. તત્ત્વસંવેદનમાં સર્વત્ર તત્ત્વદ્રષ્ટિ, એમાં પણ સિદ્ધસ્વભાવપણું પરમતત્ત્વ છે તેનું સંવેદન તે પૂર્ણ તત્ત્વસંવેદન અને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવોના વિષયમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને ક્વચિત્ બાહ્ય વ્યવહાર પૂરતું માધ્યશ્મ એ અપૂર્ણ તત્ત્વસંવેદન છે. છવજીવણ કાવજી પછી પ૭ |જી પણ પાછા વજીર Page #65 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વસંવેદન ચોથે ગુણસ્થાનકે આંશિક હોય છે, પણ આત્મપરિણતિ સાથે શાસ્ત્રબોધ, ભાવના અને આચારનો સહયોગ ભળે તેમ તે તત્ત્વસંવેદન વધતું જાય. નિર્મળ પાણી અસ્થિર હોય તો પણ પ્રતિબિંબ ન પડે. મેલું પાણી સ્થિર હોય તો થોડું પ્રતિબિંબ પડે, બરાબર નિર્મળ ન પડે. ૬-૭મે ગુણસ્થાનકે પરિણતિ વધતા વધતા સંવેદન ઉભું થાય છે, લપક શ્રેણી વગર આ તત્ત્વસંવેદન જ્ઞાન આત્મપરિણતિમત્ જોડે વારાફરતું આવ જાવ કરે છે. ક્ષપક શ્રેણીથી તે સ્થિર બને છે. એક અપેક્ષાએ વિચાર કરીએ તો જેમ કેવળીને જ્ઞાનમાં સંવેદન નથી, સમભાવ છે. નારકના દુઃખનું વેદન નથી કરતા, દેવલોકના સુખનું વેદન નથી તેમ લપક શ્રેણીમાં પણ આવું વેદન નથી તેથી તત્ત્વસંવેદન એટલે તાત્વિક-વાસ્તવિક-મૂળભૂત બોધ. જે અભ્રામક, સંશયાતીત, વિપર્યાયરહિત હોય છે. આત્મ-પરિણતિમાં બોધ શાસ્ત્રાનુસારી હોય છે અને અનુભૂતિ આંશિકરૂપે હોય છે, આંશિક વિપરીત હોય છે. તત્ત્વસંવેદનમાં આ અનુભૂતિ વાસ્તવિકરૂપ હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ // उवसमसारं खु सामण्णं // ) - જીમ દ્વાદશાંગીના બીજભૂત ત્રિપદી છે તે જ રીતે અધ્યાત્મમાર્ગના બીજભૂત એક ત્રિપદી છે - “ઉપશમ” “વિવેક' “સંવર'. વેરની આગમાં સળગતા ચિલાતીપુત્રે હાથમાં રક્તટપકતી તલવારનો ભય બતાવી ચારણમુનિને ધર્મતત્વનું રહસ્ય પૂછયું - તેના જવાબમાં ઉપરોક્ત ત્રિપદી બતાવી, જેના પરના ચિંતને એક હત્યારાને નિકટ ભવમુક્તિગામી બનાવ્યો. આવી અદ્ભૂત ત્રિપદીને આપણા જીવનમાં આત્મસાત્ કરીએ તો પણ અધ્યાત્મમાર્ગમાં આપણી પ્રગતિ દિનપ્રતિદિન સરળ બની રહે. ઉપશમપણે ઓળખવા માટે આવેશ અને સ્વરૂપ બે ઓળખવા પડે છે. “આવેશ” એટલે પરભાવને ધારણ કરવો, “સ્વભાવની પરભાવ દ્વારા થતી વિકૃતિ. આવેશને શાન્ત કરે અથવા આવેશની યોગ્યતા હોવા છતાં આવેશ ન આવવા દે તે ઉપશમ' કહેવાય. જીવ પુદ્ગલમાં પોતાનો ચેતનભાવ આપી શકતો નથી અને પુગલ પોતાનામાં ચેતનભાવને સ્વીકારતુ નથી. માટે પુગલ પોતાના સ્વભાવથી વિકૃત થતું નથી-સદા સ્વભાવરૂપ રહે છે. માટે એમાં ઉપશમભાવ પણ નથી આવતો. આવેશ આંશિક હોય અને આંશિક ન હોય તે ક્ષયોપશમ કહેવાય અથવા આંશિક ક્ષય-આંશિક ઉપશમ અથવા કંઈક સ્વભાવ અને કંઈક પરભાવ તે “ક્ષયોપશમ' કહેવાય. જેમાંથી પરભાવ સંપૂર્ણ પણે જતો રહે તેવા સ્વભાવને ક્ષાયિકભાવ કહેવાય, પરંતુ જે સ્વભાવ પરભાવથી વિકૃત થતો નથી તે સ્વભાવને પારિણામિક ભાવ કહેવાય છે. માટે પુદ્ગલમાં પારિણામિક ભાવ છે અને જીવમાં ક્ષાયિકભાવ છે, તે વાસ્તવમાં પારિણામિક ભાવ છે. જીવને જે કર્મોનો ઉદય રસરૂપે થાય છે તે જીવને વિકૃત કરે છે. તે પરભાવ જીવમાં પ્રતિબિંબિત થાય છે, તેથી તેને ઔદયિકભાવ કહેવાય છે. આ જીવનું વિકૃત સ્વરૂપ છે. જીવનું મૂળ સ્વરૂપ વીતરાગતા સહિત અધિકૃત ચૈતન્ય છે. માટે રાગદ્વેષની વિકૃતતાયુક્ત ચૈતન્યપણું અને રાગદ્વેષરૂપે જે કર્મના ઉદયયુક્ત જીવની અવસ્થા તે મુખ્ય આવેશ છે. એટલે મોહનીયનો ઉદય તે આવેશ છ ggggg પદ છ ઇgggggS Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનતયા કહેવાય અને તેનો ઉપશમ કે ક્ષયોપશમ તે ઉપશમ કહેવાય. આમાં સર્વાશે ઉપશમ અવસ્થા ફક્ત મોહનીયની હોય છે, જ્યારે આંશિક ઉપશમ અવસ્થા ચાર ઘાતિકર્મની હોય છે. કષાય, નોકષાયના ક્ષયોપશમરૂપી ઉપશમથી વિવેકને ઉત્પન્ન કરનાર મિથ્યાત્વમોહનીયનો ઉપશમ છે. પુદ્ગલમાં ઔદયિકભાવ મુખ્યતઃ ન હોવા છતાં, કર્મના ઉદયની મુખ્ય અસર જીવમાં થવા છતાં પોતાના જ સ્વરૂપ રૂપ વર્ણાદિ જીવમાં કર્મોદય દ્વારા જીવશક્તિથી નિર્માણ થતા હોવાથી ઔપચારિક રીતે આંશિક ઔદયિકભાવ માન્યો છે. એ રીતે કર્મના ઉદયનો ઉપશમ જીવની શક્તિથી થાય છે, પરંતુ ઉપશમ પુદ્ગલનો થાય છે. તે અપેક્ષાએ ઉપશમ પુલનો કહેવાય અને ઉપશમ નિષ્પન્ન ગુણ જીવનો કહેવાય; એમ બે ભેદ પડે છે. એ રીતે ઉદય એ પૌદ્ગલિકભાવ છે અને ઉદયનિષ્પન્ન નરકગતિ વગેરે જીવભાવ છે. એ રીતે ક્ષયોપશમ એ પૌગલિક ભાવ છે અને ક્ષયોપશમ નિષ્પન્ન ગુણ એ જીવભાવ છે. ક્ષય એ પૌદ્ગલિક ભાવ છે અને ક્ષયનિષ્પન્ન ગુણ એ જીવભાવ છે. આ પરભાવરૂપ મોહનીયના હાસથી ઉપશમ દ્વારા વિવેક આવે છે. વિવેક એ વાસ્તવિક જ્ઞાન=ઉપશમપ્રધાન જ્ઞાન છે. તેનાથી ઉપશમ ભાવ વધે છે, ઉપશમથી વિવેક વધે છે, બન્ને આંતરિક મિથ્યાત્વના ઉદય અને મિથ્યાત્વના આશ્રવને ઘટાડે છે, અટકાવે છે અને સંપૂર્ણ નાશ કરે છે. તે પછી કષાયનોકષાયના આશ્રવોનો ઘટાડો ચાલુ જ રહે છે અને તેથી અવિરતિરૂપ આશ્રવ ક્રમ કરીને ઘટતા ઘટતા સંપૂર્ણ નાશ પામે છે. તે પછી પણ કષાય-નોકષાયના આશ્રવ ઘટતા જ જાય છે, પ્રમાદ પણ ઉપશમ અને વિવેકના બળથી કષાય નોકષાય ઘટવાથી ઘટે છે. ઉપશમ અને વિવેકના બળથી કષાય નોકષાય સંપૂર્ણપણે શાન્ત થાય છે, અને કાળક્રમે નાશ પામે છે. જેમ જેમ અવિરતિ ઘટે કે નાશ પામે; જેમ જેમ કષાય-નોકષાય ઘટે, શાન્ત થાય કે નાશ પામે, તેમ તેમ ઉપશમ અને વિવેક પણ પ્રબળ થાય છે. આમ બન્નેના બળથી દેશ સંવર વધતો જાય છે અને છેવટે સર્વ સંવર રૂપે બન્ને પરિણમે છે. ઉપશમ એ વિવેકને જન્માવીને સંવરની પરાકાષ્ટા સુધી પહોંચાડે છે. તેથી ઉપશમ દ્વારા સમ્યગ્દર્શન; વિવેક દ્વારા સમ્યગ જ્ઞાન અને બન્ને દ્વારા સમ્યક્ ચારિત્રરૂપ સંવર પામીને આત્મશુદ્ધિની પરાકાષ્ટા પમાય છે. દ્રવ્ય ઉપશમ, દ્રવ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવેક અને દ્રવ્ય સંવર એ ત્રણે ભાવ ઉપશમ વગેરેને ઉત્પન્ન કરવામાં, વધારવામાં અને પરાકાષ્ટાએ પહોંચાડવામાં કારણ બને છે. ભાવ ઉપશમ વગેરે ઓળખાતા નથી. માટે દ્રવ્ય ઉપશમ વગેરે અપનાવતા અપનાવતા ભાવની-પ્રાપ્તિ થાય છે. ઉપશમના પ્રકાર :- સામી વ્યક્તિ સ્વસ્થ, શાન્ત ન હોય ત્યારે સ્પષ્ટ ભૂલ બતાવવી, સ્પષ્ટ રીતે રોકવો, ટકોર કરવી કે કડક કહેવું તે એના કષાયોના ઉત્તેજન દ્વારા એના ઉપશમનો નાશ કરે છે. આવા અવસરે ન કહેતા સ્વસ્થ થયા પછી, થાક વગરની અવસ્થામાં, ખાઈ-પીને ઠંડો થયો હોય ત્યારે આવેશના કારણો, નુકશાન તેમજ ક્ષમાના લાભ વગેરે બતાવવાપૂર્વક મીઠા શબ્દોમાં જે ભૂલ બતાવાય તે દ્રવ્ય ઉપશમ છે. આ બીજા માટેની વાતમાં વિચારણા થઈ. પોતાને પોતાની બિમારી, લાચારી, કે દરિદ્રતા વગેરે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી ભાષામાં બીજા જે કાંઈ ટકોર કે સુચન કરે તે વખતે આપણું મન ઘણું ઉકળાટ કરે અને વચનથી અસભ્ય વચનો બોલવા તત્પર બને તેવા અવસરે ભાવ વગર પણ આલોકના નુકશાનને લક્ષમાં રાખીને શાન્ત બેસે, આબરૂના કારણે પણ મૌન રાખી સહન કરે, સત્વહીનતાના કારણે સહન કરે. પ્રેમ-વાત્સલ્યના કારણે પણ આવેશ દબાઈ જાય. વિશિષ્ટ ઘરાક વગેરેથી થતા લાભના પ્રલોભનથી પણ ગમ ખાઈને સહન કરી લે. એ જ રીતે ઉપશમ ભાવનાથી ભાવિત બનતા બનતા જીવમાં એક દ્રષ્ટિ ઉભી થાય છે, જેના કારણે a) પાપના ભયથી એ આવેશ ન કરતા શાન્ત બને. b) દુર્ગતિના ભયથી પણ શાન્ત બને. 8) ગુણના નાશના ભયથી શાન્ત રહે. 4) ગુણોના વિકાસ માટે સહન કરે. e) પુણ્ય માટે, સદ્ગતિ માટે, સ્વભાવ માટે સહન કરે. કેટલાકમાં દ્રવ્ય ઉપશમપણું હોય, કેટલાકમાં ભાવ ઉપશમપણું હોય. પ્રતિકૂળ સંયોગોમાં સહન કરવું, પ્રસન્ન રહેવું એ જેમ ઉપશમ છે, એમ અનુકૂળતામાં લેવાઈ ન જવું, અનુકૂળતાને હુંફ ન માનવી, એમાં પોતાનું પુણ્ય, ગૌરવ, મહત્તા ન દેખાવી તે પણ ઉપશમ છે. જ્યારે અનુકૂળતાની ઈચ્છા કરવી, અનુકૂળતા ન મળે તો અકળાવું, પ્રતિકૂળ વર્તનાર સાથે ઝઘડવું તે અનુપશમ છે. આમાં પણ ક્રોધને જગાડવાની યોગ્યતા છે, ક્રોધનું જ એક રૂપાંતર છે. માનઅપમાનમાં પણ ઉપશાંત બનવું, માન ઇચ્છવું નહિ, અપમાનમાં અકળાવું નહિ. Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્યારે કોઈના સ્વમાનનો ભંગ કરવો તે અનુપશાંતપણું છે, માન અને ક્રોધનો પ્રકાર છે. બીજાને માન આપવું તે પણ જાતના અપમાનનો ઉપશમભાવ છે. એ જ રીતે બીજા ગુસ્સે થાય તેમ બોલવું, વર્તવું, અને વિચારવું તે પોતાના ક્રોધનો અનુપશમભાવ છે. એમ બીજાને સાનુકૂળ વર્તવું, યોગ્ય મીઠાશ-સ્નેહ, વાત્સલ્ય વગેરે યુક્ત બની બીજા જોડેનો વ્યવહાર, વર્તન, વાણી, વિચાર ગોઠવવા તે પોતાના ક્રોધ કષાયના ઉપશમનું સ્વરૂપ છે. આ જ રીતે માયા, લોભ, હાસ્યાદિ અને કામ વગેરેના ઉપશમ બાહ્ય રીતે કરવા અને આત્યંતર રીતે પણ મનને ભાવનાઓથી કેળવતા જવું. મોહનીયના બાહ્ય ઉપશમથી આંતરિક મોહનીય વિશેષ તીવ્ર બનતા નથી. તેથી પુણ્યબંધ, શાતા, સમૃદ્ધિ અને દેવ-મનુષ્ય ભવરૂપ સદ્ગતિ મળે છે અને આંતર ઉપશમ એ ધર્મ છે અને એ વધતા વધતા ક્ષાયિક ઉપશમને પ્રાપ્ત કરાવે છે. સ્પ્રીંગ દાબી રાખવાથી વધારે ઉછળે છે તેવા દ્રષ્ટાંત આપીને બાહ્ય ઉપશમ અને એના કારણોની પ્રવૃત્તિને વખોડવી તે વ્યાજબી અને વાસ્તવિક નથી. દાબેલી સ્પ્રીંગ ઉછળે તો પણ તે સ્વાભાવિકપણે જેટલી પહોળી હોય છે તેથી વધારે પહોળી થતી નથી. પરંતુ સ્પ્રીંગને ખેંચીને પહોળી કરવામાં આવે તો તે સ્વાભાવિક કરતા વધારે પહોળી થાય છે. તેવી જ રીતે કષાયો-વિષયોને દબાવનાર ક્યારેક સત્વહીનતા વગેરેના કારણે કષાય પરવશ કે વિષય પરવશ બને તો પણ તે લંપટ અને નિરંકુશ જેવા નથી બનતા, અમુક મર્યાદામાં પ્રવર્તે છે. જ્યારે જેઓ અંકુશને ઇચ્છતા જ નથી તેઓ બાહ્યથી સામગ્રી અનુસાર પહોળા થાય છે પરંતુ આંતરિક રીતે એમની તૃષ્ણા, આશંસા અપરિમિત બની જાય છે. માટે પ્રભુશાસન જણાવે છે કે મનને કેળવવાનું પછી રાખો-પહેલા બાહ્ય ત્યાગથી મારણ કરો, પછી શાસ્ત્ર અભ્યાસ અને ભાવનાથી મનનું વારણ કરો. પછી આત્મભાવમાં મનને ધારણ કરો, જેથી સ્વાભાવિકપણે મન વિષયકષાયરહિત બને. માટે શમ એટલે i) મોહનીયની બધી પ્રકૃતિઓના ઉત્તેજક નિમિત્તોથી દૂર રહેવું. તેના માટે મોટા નિમિત્તોથી દૂર રહેવું અને નાના નિમિત્તોથી સાવધ રહેવું. ii) શાસ્ત્ર અધ્યયન દ્વારા એટલે કે ઉપમિતિભવપ્રપંચા કથા જેવા શાસ્ત્રો કે જેમાં મોહનીયની બધી પ્રકૃતિના નાના મોટા બધા જ રૂપકો બતાવેલ છે તેનું એક ઉપયોગી શાસ્ત્રરૂપે અધ્યયન કરવું અને તેની વારંવાર વિચારણાથી આત્માને ભાવિત બનાવવો. સાથે વિષયો-કષાયોથી મનને પાછું વાળતા રહેવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ જેનાથી મન સદા સ્વસ્થ અને પ્રસન્ન રહેતા રહેતા સ્વાભાવિક શાંત બ.. માટે પ્રારંભમાં અભિયોગ (જબરજસ્તી) દ્વારા, પછી સમજાવટ દ્વારા, પછી ઉલ્લાસ દ્વારા ઉપશમનો ગુણ કેળવતા જઈએ તો છેલ્લે તે સ્વભાવગત થાય છે. માટે કોઇપણ સન્માર્ગકારક-પ્રેરક સંસ્થાના નેતા કે સંચાલકો અભિયોજક (કડક-દબાણપૂર્વક પણ શિસ્તપાલન કરાવનાર) હોવા જોઇએ અને સમજાવટપૂર્વક કામ લેનારા પણ હોવા જોઇએ. જે સમજાવટ ન કરી શકે તે લોકપ્રિય) નેતા ન બની શકે. જે જાણકાર હોય અને સમજાવટ કરી શકે તેવા નેતા બની શકે, જો સાથે સાથે અભિયોગ કરનાર હોય. કેવળજ્ઞાની ભગવંતો જાણકાર છે, સમજાવનાર છે, પણ અભિયોગ કરનાર નથી, માટે તેઓ નેતા નથી બનતા. માટે નેતા એટલે બધાને બધા કાર્યમાં સંયોગ, યોગ્યતાનુસાર અભિયોગ કરીને પણ જોડનાર હોય. તેઓનું પણ અપૂર્વ પુણ્ય હોય છે. આવી જ રીતે આત્મા આત્માને પ્રથમ શમ વગેરેમાં પરાણે, બલાત્કારે જોડે, પછી શાસ્ત્રો દ્વારા, ભાવના દ્વારા સમજાવે. ટુંકમાં દરેક ધર્મ, ગુણ કે શુભકાર્ય સ્વમાં કે પરમાં પ્રથમ અભિયોજન-દબાણદ્વારા, પછી શાસ્ત્રજ્ઞાન દ્વારા, પછી ભાવના દ્વારા ઉત્પન્ન થાય છે. વિવેકને ઉત્પન્ન કરનાર આ અભિયોગ અને શાસ્ત્રઅધ્યયનપૂર્વકની ભાવના છે. અભિયોગ વગરનો એટલે કે નિરંકુશ એવો શાસ્ત્ર બનેલો ભાવનાહીન અને વિવેકહીન હોય છે. અભિયોગને સ્વીકારનાર એટલે અંકુશમાં રહેનાર શાસ્ત્ર ન પણ ભણેલ હોય તો પણ કથંચિત્ ભાવનાયુક્ત બનેલો હોવાથી વિવેકસંપન્ન બને છે. માટે સમજણ હોવા છતાં પણ જ્ઞાનને પ્રવૃત્તિમાં ન આવવા દેનાર અસત્ પ્રવૃત્તિ અને અસત્ રુચિમાં ખેંચી જનાર અનભિયોગ-નિરંકુશ વૃત્તિ, સુખશીલતા, સ્વેચ્છાચારીપણું છે. તે અભિયોગને સ્વીકારતું નથી. તેથી શમ અને વિવેક પૂર્વના ઉત્પન્ન થયેલ પરિણામ પણ નાશ પામે છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે પરતંત્રતા વગરની સારી પણ વૃત્તિ પરિણામે હાનિકારક છે. વિવેક અને શમનું મૂળ પરતંત્રતા-અભિયોગ-નિયમનો-શાસન-નિયંત્રણા-વ્યવહારબદ્ધતા છે, માટે પ્રભુ શાસન સ્થાપે છે, વ્યવહારબદ્ધ કરે છે. સામાચારીઓ ગણદેવો પ્રવર્તાવે છે. તે પાળનાર શાસનને આગળ ચલાવે છે. માટે નિયંત્રણા અપનાવવી તે શમ અને વિવેકનો ઉપાય છે. છgg gg gવીકa gg ggggS Page #71 -------------------------------------------------------------------------- ________________ अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ / નકશાન અને લાભમાં, ગુણ અને દોષમાં, બીજી વ્યક્તિ નિમિત્ત માત્ર હોય છે. જીવની કર્મપરવશતાના કારણે સુખ, દુ:ખ, અનુકૂળતા, પ્રતિકૂળતા સર્જાય છે. આ કર્મના ઉદયો પણ સુખ-દુઃખના, માત્ર વ્યવહારિક કારણો છે. પરંતુ એનાથી પણ આગળ દ્રષ્ટિ કરીએ તો એ કર્મોને ઉપાર્જન કરનાર જીવની પોતાની પ્રવૃત્તિ અને અધ્યવસાય એ મુખ્ય કારણ છે. કર્મના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તો કારણ બને છે અને તે જ રીતે કર્મના ક્ષયોપશમમાં પણ તેઓ કારણ બને છે. માણસ દારૂ પીએ તો જ્ઞાનશક્તિ આવરાય છે, તેથી જ્ઞાનશક્તિ આવરવામાં દારૂ નિમિત્ત છે. એ જ રીતે બ્રાહ્મી એ જ્ઞાનશક્તિ વધારવામાં નિમિત્ત છે. જગતમાં બે પ્રકારના દ્રવ્ય છે - ભાવુક અને અભાવુક, અભાવુક દ્રવ્યને બીજા દ્રવ્યો કોઈ અસર કરતા નથી. જેવી રીતે વજરત કોઈનાથી વાસિત થતું નથી - વાસિત થવાની દ્રષ્ટિએ એ અભાવુક છે, તેમ કેવળજ્ઞાની એ અભાવુક છે, તેમને રાગદ્વેષના નિમિત્તો કોઈ અસર કરતા નથી. નિમિત્ત ભાવુક દ્રવ્યને અસર કરે છે. જીવમાં પ્રકૃષ્ટપણાને પામેલા સ્વાભાવિક ગુણો અભાવુક છે. તેમાં કોઈ વધઘટ કે વિકૃતિ થતી નથી. પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ પ્રગટ થયા નથી તેવી ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવની અવસ્થાઓ કેટલીક ભાવુક છે અને કેટલીક અભાવુક છે. જીવ અચરમાવર્તમાં ધર્મ માટે અભાવુક છે કેમકે ત્યાં કાળ પરિપાક થયો નથી, સહજમળનો હ્રાસ નથી, અમુક રીતે કર્મની મંદતાની કે ક્ષયોપશમની યોગ્યતા નથી. તેથી ધર્મી આત્માઓની વચ્ચે રહેવા છતાં મોહનીયની મંદતા કે લયોપશમ થતા નથી, ગુણો પ્રગટ થતા નથી. એવી જ રીતે ધર્મ અને પુણ્યની સાનુબંધ અવસ્થામાં, અપ્રતિપાતી અવસ્થામાં જીવ આવે ત્યારે પાપ માટે, અધર્મ માટે, મિથ્યાત્વ માટે, અભાવુક બને છે. તેથી પાપી જીવો વચ્ચે પણ તે પોતાનો ધર્મ ટકાવી રાખે છે. અને એ પાપી જીવોના સહવાસની અસર થતી નથી. જીવણgg gg ggggggg33 Page #72 -------------------------------------------------------------------------- ________________ અચરમાવર્તમાં પણ અમુક રીતે કર્મના ઉદય માટે આત્મા ભાવુક છે, અમુક રીતે કર્મની મંદતા પણ ભાવુક છે તેથી કર્મના ઉદયો નિમિત્તોથી વધે છે, નિમિત્તોથી ખસે છે. તેથી યુગલિક કાળમાં જીવે મંદ કષાયી થાય છે, સિંહ-વાઘના ભવોમાં કષાયી થાય છે. સાધુના સાન્નિધ્યમાં અભવ્યને સાધના કાળમાં રાગાદિ ઉપલક * દ્રષ્ટિએ મંદ થાય છે, અને માખીની પાંખ જેવું નિર્મળ ચારિત્ર પાલન થાય છે અને નવમા રૈવેયક જેવા યોગ્ય અધ્યવસાયો આવે છે. આ બધા નિમિત્તોથી થતા કર્મના ફેરફાર છે. આ વાત અશુભ નિમિત્તોને શક્યતયા ટાળવા માટે અને શુભ નિમિત્તોને શક્યતયા ગ્રહણ કરવા માટે છે. પરંતુ અશક્ય પરિહાર જેવા સ્થળમાં નિમિત્તોથી આત્મા ઉપર થતા ગુણ-દોષને અટકાવવા માટે, આત્મસત્વ પ્રગટ કરવા માટે અને નિમિત્તોને દોષ ન આપવા માટે આ ભાવના છે કે બીજો દોષમાં નિમિત્ત માત્ર છે, અર્થાત્ મારામાં જો દોષની યોગ્યતારૂપ કર્મ ન હોત તો બીજાથી દોષ ન થાત. માટે દોષ તો મારા કારણે જ છે. વ્યવહારમાં બીજા દ્વારા નુકશાન થાય ત્યાં બીજો નિમિત્ત માત્ર છે, આપણા અંતરાયકર્મ જ મુખ્ય છે, આ ભાવનાથી બીજા ઉપરનો દ્વેષ વિલીન થાય છે. બીજા તો ગુણમાં નિમિત્ત માત્ર છે, આમ કહીને પર ઉપકારની મહત્તા ઘટાડી નાખીએ તે શી રીતે ચાલે? આવો પ્રશ્ન મનમાં ઉઠે, ત્યારે વિચારવાનું કે આપણે બીજાને સુધારવા ઘણી મહેનત કરતા હોવા છતાં તે ન સુધરે ત્યારે આપણને એના ઉપર દ્વેષ ન થાય, માટે આપણે વિચારવાનું કે ગુણો પણ બીજામાં ઉત્પન્ન કરવામાં નિમિત્ત માત્ર બની શકે છે, જ્યારે તેના આત્માની યોગ્યતા જ મુખ્ય છે. સામાની પરીક્ષા કરીને ગુણ આપવા પ્રવર્તવું. પાત્રાપાત્રની પરીક્ષા વગર ગુણ આપવાથી લાભના બદલે નુકશાન થવાની સંભાવના રહે છે. બીજું આપણી સામાન્ય મહેનતથી કે સાહજીક સાન્નિધ્યથી એનામાં ગુણારોપ થયો અને એ આપણા ગુણ ગાય ત્યાં ગુણની ઉત્પત્તિ આપણાથી નથી, પણ એની યોગ્યતાથી છે એ રીતે વિચારતા આપણા ગર્વનું પણ નિરાકરણ થાય છે. બીજાથી થયેલ નુકશાનમાં તેના ઉપર દ્વેષ ન કરીએ તે માટે બીજો નિમિત્ત માત્ર છે, એમ વિચારવું એ પોતાની સમાધિનું કારણ છે. એ રીતે બીજા આપણા માટે મહેનત ઘણી કરે, પણ આપણી જાગૃતિ અને પુરુષાર્થ ન હોય તો વિશેષ લાભ ન થાય, માટે બીજાના પ્રયતમાં ફળ આપણા પુરુષાર્થને આધિન છે એમ વિચારી જીવ પ્રયત વધારે. માટે પણ ગુણમાં પણ છgggggણજી 5 છggggggggs Page #73 -------------------------------------------------------------------------- ________________ બીજા નિમિત્ત માત્ર છે, તેમ વિચારવું. કેરીમાં મીઠાશ ખેડુતના કારણે નથી, પણ પોતાના કારણે છે, તેમ વિચારી આંતરિક ગુણોના વિકાસમાં અને દોષના નાશમાં પણ પ્રયત, યોગ્યતા વગેરેને પ્રધાનતા આપવી. પરંતુ તે જ રીતે અશુભ નિમિત્તોથી આત્માના ગુણો નાશ પામે છે અને દોષો આવે છે, એ વાત પણ એટલી જ સત્ય અને સિદ્ધ છે. માટે અશુભ નિમિત્તોથી સદા દૂર રહેવું અને અશક્ય પરિવારમાં સાવધ રહેવું. એ જ રીતે શુભ નિમિત્તોથી દોષો નાશ પામે છે અથવા ઘટે છે અને ગુણો આવે છે. માટે શુભ નિમિત્તોને જીવનમાં અપનાવવા અને આ શુભનિમિત્તના અશક્ય સંયોગમાં આત્માએ બળવાન બની ખરાબ નિમિત્તોની અસર ન લેવી અને એનાથી દોષ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખવી. આત્મા ગુણાનુરાગથી બીજાના ગુણો જોઈ આનંદ પામે તો પોતાના આત્માને ગુણને યોગ્ય બનાવે છે. અને ગુણની, ગુણીની નિંદા, જુગુપ્સા કે ઉપેક્ષા કરે તો આત્મા પોતે સ્વમાં ગુણની યોગ્યતા નષ્ટ કરે છે, અંતરાય બાંધે છે; ગુણ હોય તો નાશ પામે છે અને નવા ગુણો ઝટ આવતા નથી. આત્મા પોતે દોષ આચરે, દોષમાં રુચિ ધરાવે તો જેમ આત્મામાં દોષની વૃદ્ધિ થાય છે, તેમ દોષિત ઉપર નેહરાગની તીવ્રતાથી પણ દોષની વૃદ્ધિ થાય છે. દોષવાળાની નિંદા. તિરસ્કારથી પણ આત્મામાં દોષો આવે છે. માટે સારા નિમિત્તો હોવા છતાં આત્માની રુચિ, પ્રવૃત્તિ અને યોગ્યતા હોય તો જ લાભ થાય છે. ખરાબ નિમિત્તો હોવા છતાં સાવધાની, અરુચિ અને નિવૃત્તિની ઇચ્છારૂપી યોગ્યતાથી આત્મા બચે છે. માટે આ કથનથી સારા નિમિત્તમાં ન જવાનું વિધાન નથી, પરંતુ તે નિમિત્તમાં પણ આત્મવીર્ય, આત્મશક્તિ અને ઉપયોગ, લક્ષ અનુકૂળ બનાવવાના છે. એ જ રીતે ખોટા નિમિત્તોમાંથી નિવૃત્ત થવું જ જોઈએ પરંતુ નિવૃત્ત થઈને કે નિવૃત્ત ન થવાય ત્યારે પણ આત્મબળથી, સાવધાનીથી એની અસર ન થવા દેવી. મરીચિના ભવમાં ભગવાનનો જીવ ગરમીના તેમજ અસ્નાનના કારણે સંયમથી નીચે ઉતર્યો, અને ત્રિદંડી થયો; જ્યારે નન્દનઋષિના ભવમાં ગરમી તો હતી જ, છતાં આત્મબળથી નિમિત્તને ગૌણ કરી, ઉગ્ર સાધના કરી. એક ભવમાં આત્મશક્તિ ન ફોરવવાથી નિમિત્ત દોષનું કારણ બન્યું, બીજા ભવમાં આત્મશક્તિ ફોરવવાથી દોષનું કારણ ન બન્યું. પ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહને ફાડી નાખ્યો, ત્યારે પ્રભુને શવ્યાપાલક જેવા વિશેષ કર્મ ન બંધાણા, કારણ કે એના પ્રત્યે દ્વેષ વગેરે વિશેષ છાણજીક જીણા હઝાકM | જીણા જીણા જીણ Page #74 -------------------------------------------------------------------------- ________________ ન હતા-પોતાનું કર્તવ્ય બજાવવા રૂપે કાર્ય થયું હતું, તેથી નિમિત્ત વિશેષ દોષરૂપ ન થયું; જ્યારે શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું તેમાં સામાની ભૂલ કરતાં પોતાની આજ્ઞાની મહત્તા અને માનકષાયની વિશેષતાના કારણે જે આદેશ થયો, તેમાં પોતે જ પોતાના દુઃખ, પાપકર્મમાં કારણ થયા. શવ્યાપાલક નિમિત્ત બન્યો, સિંહ નિમિત્ત ન બન્યો. મરીચિના ભવમાં ભારતની સ્પષ્ટતાપૂર્વકની પ્રશંસા પણ ગર્વનું કારણ બની, કારણ કે આત્માએ એને પ્રધાનતા આપી, જ્યારે ચરમ ભવમાં ઇન્દ્રોની સ્તવના છતાં મહત્તા નથી લાગતી, કારણ આત્મા માનરહિત થયો છે; તો દોષકારક સ્તવના નથી, પણ માનદશા છે, અને એ માનદશા નષ્ટ થાય પછી સ્તવના દોષકારક નથી બનતી. માટે આત્મામાં જે ગુણો કે દોષો થાય છે તેમાં બીજા બાહ્ય નિમિત્ત હોવા છતાં આત્મવીર્ય બદલાય તો તે ગુણ કે દોષરૂપ થઈ શકતા નથી. અગ્નિશર્માના ત્રણ પારણા ચુકાયા બાદ ગુણસનરાજાની જાણીને ભૂલ ન હોવા છતાં કષાય પરવશ બનેલ અગ્નિશર્માએ વૈરાનુબંધનું નિયાણું કર્યું અને અણસણ કરી પોતે પોતાના આત્માને દોષિત કર્યો. જ્યારે ગુણસેને તે પછી તરત ધર્મ પામીને નજીકમાં સંયમ લેવાની તીવ્ર ભાવના અને નિર્ણય કર્યો, જેમાં અગ્નિશર્માએ દેવ થઈને મરણાન્ત ઉપસર્ગ કર્યો અને ગુણસેન મર્યા, પરંતુ આત્મવીર્ય ઉચિતરૂપે વિકસિત થયેલ હોવાથી દોષરૂપ ન થયું. આત્માના વિવેકે ગુણ કર્યો. માટે બાહ્ય સારા કે ખરાબ નિમિત્તો આત્માને ગુણદોષનું નિમિત્ત જરૂર થાય છે, પરંતુ તેમાં આત્મા જેવી રીતે ભળે તે રીતે ફળ આવે છે. દોષનું નિમિત્ત ગુણ પણ કરે છે અને ગુણનું નિમિત્ત દોષ પણ કરે છે. આત્માની વિપરીત બુદ્ધિ તે ગુણના નિમિત્તને દોષરૂપ કરે છે, જેમકે વરદત્ત આચાર્ય પાસે સુવાના સમયે કોઈ સાધુ શંકાનું સમાધાન પૂછવા આવ્યા તો તેમની જ્ઞાનની ધગશની અનુમોદના થવી જોઈએ, તેના બદલે ઉંઘમાં અંતરાયની બુદ્ધિ થવાથી તે દોષ અને અંતરાયનું નિમિત્ત થયું. માટે બાહ્ય નિમિત્ત ગુણદોષમાં નિમિત્ત માત્ર છે. ક્યારેક ગુણના સ્થાને દોષ થાય, ક્યારેક દોષના સ્થાને ગુણ થાય, ક્યારેક ગુણ કે દોષ એકે ન થાય કે મંદ થાય - આ બધુ અનિશ્ચિત છે, પરંતુ મુખ્યતયા આત્મા પોતે જ્ઞાન, વિવેક, સંયમ, સમતા, ઔચિત્ય વગેરે દ્વારા ગુણનું કારણ થાય છે, અને એથી વિપરીત અજ્ઞાન અવિવેક વગેરેથી દોષનું કારણ બનતો હોવાથી આત્મા ગુણદોષનું કારણ છે, એમ કહી શકાય. છા પછી જીવણજીક૭ | gggggggggS Page #75 -------------------------------------------------------------------------- ________________ ही जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया // મરણ એક એવી અવસ્થા છે કે જ્યાં જીવનું કશું ચાલતું નથી, અત્રેની બધી જ પરિસ્થિતિ છોડીને યાવત્ દેહને પણ છોડીને જવાનું હોય છે. જીવ ગર્ભમાં આવે ત્યારથી આ મરણ ક્યારેય પણ, ક્યાંય પણ ગમે તે રીતે આવે તેનું કશું નક્કી જાણી શકાતું નથી. પણ બધા સંસારી અવશ્ય મોત આવશે તે જાણી શકે છે, બધા જ જાણે છે. મરણના કારણે બધાની બધી જ અવસ્થા સંસારમાં નાશવંત બને છે. અનુત્તર સુધીના દેવોના સુખો પણ ત્યાંથી ચ્યવવાથી નાશ પામે છે અને જીવ પાછો ગર્ભાવાસના દુઃખમાં પડે છે. શ્રી તીર્થંકર પરમાત્મા પણ અંતે નિર્વાણ પામતાં, પોતે શાશ્વત સ્થાન પામવા છતાં, સવશે સુખી થવા છતાં અત્રેની અતિશય વગેરેની ઋદ્ધિઓ નાશ પામે છે, એઓ પણ મનુષ્યલોકમાં તીર્થંકરદેવ તરીકે કાયમી રહી શકતા નથી. ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો, પ્રતિવાસુદેવો, રાજા-મહારાજાઓ વગેરે કોઈ પણ કાયમી નથી. મહાશક્તિઓ, ક્ષાયોપથમિક લબ્ધિઓ, પુણ્યના ઉદયો, સારા સંયોગો, સુખી અવસ્થા, સુખની સામગ્રી વગેરે જે જે ભાવો સંસારી જીવોમાં દેખાય છે તે બધાને શૂન્યમાં ફેરવનાર, નાશ કરનાર, પોતે નાશ ન પામવા છતાં ત્યાંથી માલિક સુધીના બધાને દેશનિકાલની સજા કરનાર મૃત્યુ છે - આ મૃત્યુ બધાને માથે હોવા છતાં ભૌતિક અનુકૂળતામાં, સુખમાં મગ્ન બનેલ, આસક્ત બનેલ, અથવા તેની અભિલાષાયુક્ત થયેલ જીવ મરણને જોતો નથી. કુતરો રોટલાને જુવે પણ લાકડીને ન જુવે તેવી બધા જીવની સ્થિતિ છે. મરણ દેખાય કે ન દેખાય તો પણ કોઈની કોઈ પણ સ્થિતિ કાયમી નથી, તે સુખની હોય કે દુઃખની હોય. છતાં દુઃખથી જીવ અકળાય છે, જીંદગીભર આવતા સાધ્ય કે અસાધ્ય દુઃખો પણ મરણ બાદ છુટે છે. માટે મરણને જોવાથી જીવ સમતાથી દુઃખો સહન કરી શકે છે, આર્તધ્યાન છોડી શકે છે. સમતાથી સહન કરનારને ભવાંતરમાં દુઃખો આવતા નથી, કારણ કે સમતાથી સહન કરનારને છાણજી પણ કઈ | | કણઝણજી પણ પણ Page #76 -------------------------------------------------------------------------- ________________ દુઃખના અનુબંધો નાશ પામે છે, દુઃખોને આપનાર ઘણા પાપકર્મ નાશ પામે છે, દુઃખને લાવનાર, નિમિત્ત આપનાર કર્મો પણ નાશ પામે છે, સુખને પ્રાપ્ત કરાવનાર કર્મ બંધાય છે, સુખની સામગ્રી મળે છે, અનુકૂળ સંયોગો મળે, કદાચ ગાઢ કર્મના કારણે દુઃખ મળે છતાં દુઃખ સહન કરવાની ધીરતા, સહનશીલતા મળે છે, સુખ મળવા છતાં સુખની તમન્ના, આનંદ, આસક્તિ, તેનું પ્રલોભન, તેમાં ઘમંડ, દુઃખીનો તિરસ્કાર વગેરે આવતા નથી. વળી સુખમાં ગંભીરતા, ઉદારતા વગેરે બધું મળે છે. અવશ્યભાવી મરણ જોવાથી દુઃખી આત્મા પણ સુખી થાય છે, દુઃખને શાંતિથી સહન કરી શકે છે, સમતા જાળવી શકે છે. તેવી જ રીતે મરણને અને મરણના કાર્યને જોવાથી મનમાં વસેલી સુખની મહત્તા, વિષયોની મહત્તા, રસ-ઋદ્ધિસાતાગારવની વૃદ્ધિઓ વગેરે નીકળી જાય છે, તેના પ્રત્યેનું જીવનું અંતર વિરક્ત બને છે, માટે મરણને વારંવાર યાદ કરવું જોઈએ. મરણ જોવાથી ભૌતિક ઉન્નતિ અને ભૌતિક સુખની ઇચ્છા સાહજીક રીતે નિવૃત્ત થાય છે. ભૌતિક સુખની ઇચ્છા વ્યક્ત થાય ત્યારે મરણ આંખ સામેથી જતું રહે છે. મરણને જાણીને તેનાથી આપણે છુટી નથી શકતા, પરંતુ મરણ સુધારવાથી ધીમે ધીમે બીજા મરણો પણ સુધરે છે અને એના કારણે ર-પ-૭ ભવમાં મરણોને સુધારી કાયમી રીતે મરણથી રહિત બનાય છે. દુઃખી માણસ ધર્મભાવના દ્વારા મરણને સમાધિમય બનાવીને સદ્ગતિની પરંપરા પામે છે. દુઃખી માણસ મરણને જોવાથી મરણના દુઃખમાં સમાધિને ઇચ્છતો આ દુઃખને આત્મબળ કેળવીને સમાધિથી સહન કરે છે. સમાધિ ન રહે ને હાયવોય થાય તો પણ સમાધિને મેળવવાની દ્રષ્ટિ હોવાથી સમાધિ તરત યાદ આવે છે અને તેથી પ્રતિક્ષણ મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે અને સમાધિ સુલભ થાય છે. માટે દુઃખમાં મરણ યાદ કરવાથી સમાધિ સુલભ બને છે. સુખી અવસ્થામાં મરણને યાદ કરનાર સુખમાં અંધ બનતા નથી, સુખમાં મગ્ન બનતા થથી, સુખી અવસ્થામાં વિશેષ ધર્મ બધી રીતે કરાય તે યાદ કરીને સુખને ધર્મની સામગ્રીરૂપ બનાવી બધી જાતના ધર્મ જાતે કરે છે, બીજાને પણ પૈસા દ્વારા, ઐશ્વર્ય દ્વારા, સત્તા દ્વારા, અને શ્રી સંઘને સાધર્મિકભક્તિ, તપ કરાવવા દ્વારા આરાધના કરાવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ મરણને વારંવાર જોવાના કારણે જાગેલ ધર્મભાવનાથી જીવ ધર્મને કરે છે, કરાવે છે, તે કારણે ઉગ્ર પુણ્યપ્રભાવે મરણકાળે બધું છોડવા છતાં મનથી છોડે છે, પ્રસન્નતાથી નવકાર ગણતાં મરે છે. તેથી જે મરણ યાદ કરે તે સુખમાં ધર્મ કરે, પણ સુખ ભોગવવાની ઇચ્છા ન કરે. સુખ મેળવવાની ઇચછા થાય, ભોગવવાની ઇચ્છા થાય તેનાથી જેમ મરણ ભૂલાય તેમ મરણની પરંપરા ભૂલાય, તેથી આશંસા અને નિયાણા થાય અને આ ભવમાં સામગ્રી હોય તો ધર્મ ન કરતાં જીવ આંધળો બની સુખ મેળવવા-ભોગવવા દોડે. માણસ પોતાની બુદ્ધિથી સુખ અને દુઃખને જુએ છે, માપે છે. તેથી ત્યાગ, તપ, વિનય, નમ્રતા, કષાયજય, ઇન્દ્રિયદમન, સંઘભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, ક્રિયા, સાધર્મિક ભક્તિ, આવશ્યક ક્રિયા, વૈરાગ્ય, ઉપશમ, ગંભીરતા, ઉદારતા, સહનશીલતા, ધર્મ-ધર્મ અને ધર્મના સાધનો ઉપર આદર, ભક્તિ, પ્રશંસા, રક્ષણ, વર્ધન; આ બધામાં જેને મમતા છે, પોતાનાપણું જુએ છે, એમાં એને આનંદ થાય છે, તે માણસ અનુકૂળતા અને વૈષયિક સુખોને વિશેષરૂપે ઇચ્છતો નથી, તેથી તે પોતાના મનને સહેલાઇથી પાછું વાળી શકે છે. જીવે દુઃખમાંથી અકળામણ ઘટાડવા માટે જીવનમાં શક્ય એ રીતે વૈષયિક પદાર્થો પરની આસક્તિ ઘટાડવા સાથે આ દુ:ખ ચાલ્યું જ જવાનું છે અને છેવટે મૃત્યુ સમયે તો બધા દુ:ખોનો અંત આવી જ જવાનો છે આ વિચારસરણીને આત્મસાત્ કરતા જવી. એક મોટો ભય બાકીના નાના ભયોને ગૌણ બનાવી દે છે, મોટું દુઃખ નાના દુ:ખોને ગૌણ બનાવી દે છે તેમ મૃત્યુની વિચારણા જીવનમાં આવતા બીજા દુઃખોને ગૌણ કરાવી દઈ સુંદર સમાધિ પ્રદાન કરે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ विषयगणः कापुरुषं करोति वशवर्तिनं, न सत्पुरुषम् // પાંચ ઇન્દ્રિયના વિષયો અને તેનો સમુહ કાયર માણસને, - પોતાને આધીન કરે છે પરંતુ વિષયોનો સમુહ સટુરુષને પોતાના આધીન કરી શકતો નથી. પુરુષ એટલે સત્ત્વપ્રધાન પુરુષ વૈરાગ્ય પ્રધાન, મોહનીયના ક્ષયોપશમ યુક્ત પુરુષને પુરુષ કહેવાય. વિષય ગણ એટલે શબ્દ-પ-રસ-ગંધ અને સ્પર્શ. આ પાંચે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. અનુકૂળ વસ્તુ મેળવવી-ભોગવવી અને એનો સંગ્રહ કરવો એ જેના મનમાં રમ્યા કરે છે અને પ્રતિકૂળ વસ્તુઓથી જે દૂર ભાગે છે, કંટાળે છે, છોડી દે છે અને ન છૂટે ત્યારે ચિંતામાં, ઉગમાં ડૂબી જાય છે તે વિષયગણને પ્રધાન કરનાર પુરુષને કાયર પુરુષ કહેવાય. - પુરુષપણું એટલે પુરુષાર્થપણું. જીવ માત્ર જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પુરુષાર્થ છે. તેમાં કર્મના ઉદયથી અનુકૂળતાઓ મળવાથી આનંદથી લેવાઈ જાય, વ્યાપ્ત બને તેનું સત્ત્વ રાજસ્ અને તામસભાવથી હણાયેલું છે તેથી તેને કાપુરુષ કહેવાય છે. તે રીતે પ્રતિકૂળતામાં પણ દીનતાથી જેનું સત્ત્વ હણાઈ જાય અને હતાશઉદ્વિગ્ન બને તો તે પણ કાયરપુરુષ કહેવાય. જો આત્મા વિશિષ્ટ સત્ત્વશાલી ન બન્યો હોય તો વિષયગણ આત્માની સદ્ભાવના અને સત્ પુરુષાર્થનો નાશ કરવા સમર્થ થઈ શકે છે. અને વિશિષ્ટ સત્ત્વ વિકસિત થયા બાદ વિષયો આત્માના સત્ત્વનો નાશ ન કરે તે બને, પરંતુ તે ભૂમિકામાં નહિ પહોંચેલ આત્માઓને વિષયગણનો સંપર્ક સપુરુષાર્થથી ભ્રષ્ટ કરે છે અને એ આત્મા વિષયવશ થાય છે. માટે જેમ જેમ જીવ વિષયોના સંપર્કમાં પ્રવર્તે છે તેમ તેમ જીવનું સત્ત્વ ઘટતું જાય છે, જીવ એને પ્રધાન તરીકે જોતો થાય છે. પોતાની પ્રધાનતા મન ઉપરથી ઘટતી જાય છે. હજાર વર્ષ નિર્મળ સંયમ પાળનાર કંડરિક દવાના કારણે પુષ્ટિદાયક અન્નપાન ખાવામાં પરવશ થઈને વિષયના ગુલામ બન્યા, અષાઢાભૂતિ લાડવા ખાવાની લાલચે વિષયવશ બન્યા, અરણિકમુનિ કષ્ટથી કંટાળ્યા અને સ્ત્રીના આમંત્રણથી કાયર બન્યા.. જી જીવણપણgg૭૧ 43 3gggggg Page #79 -------------------------------------------------------------------------- ________________ જે જે આત્મા સમ્યકત્વ અને સંયમથી ભ્રષ્ટ થાય છે તેમાંના મોટાભાગના જીવો અનુકૂળતામાં ખેંચાઈને અથવા પ્રતિકૂળતાથી અકળાઈને સત્ત્વ ગુમાવી બેઠા હોય છે. જેમકે મરિચિ ગરમીથી કંટાળી સાધુપણું હારી ગયા.... સંયમ કે ધર્મથી ભ્રષ્ટ થનાર લગભગ બધામાં વિષયગણથી કાયર થવાનું જોવા મળશે. માટે વિષયગણોમાં વશ ન થવા માટે (1) અનુકૂળ વિષયોમાં ત્યાગ (2) તેની અલ્પતા કરવી અને (3) ભાવના ભાવવી એમ ત્રણ માર્ગ બતાવ્યા છે. ત્રણેનો જે અમલ કરે તેનું મન વિષયોને પરવશ બનતું નથી. આજ કારણે સર્વજ્ઞપ્રભુના શાસનમાં તપ-ત્યાગ અને ભાવનાને મોક્ષમાર્ગ બતાવ્યો છે. (1) સામાન્યથી ધર્મી આત્મા, ધર્મ પામનાર આત્મા, ધર્મમાં આગળ વધનાર આત્મા, ધર્મમાં સ્થિર રહેનાર આત્માએ બને ત્યાં સુધી સારી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે અનાદિકાળથી જીવ સારી વસ્તુમાં આનંદ પામતો આવ્યો છે, એની ઇચ્છા કરતો આવ્યો છે, એ ન મળે કે જતી રહે તો અકળાય છે, વિહળ બને છે માટે સારી વસ્તુઓનો સામે ચડીને જે સંપૂર્ણ ત્યાગ કરે છે તે એ વસ્તુઓના નિમિત્તે થતાં રાગદ્વેષના સંકલેશથી સહજ રીતે બચી શકે છે. વિષયોમાં આસક્ત થવાને બદલે એ જીવ વિષયો પ્રત્યે નફરત કરે છે તેથી એમાં ખેંચાતો નથી. વિષયોમાં-અનુકૂળતામાં ડૂબેલા આત્માને પણ એ દયાની દૃષ્ટિથી જાએ છે. આ ત્યાગ જેના જીવનમાં જેટલો આવે તેટલો લાવવો. (2) ત્યાગ સંપૂર્ણ ન આવે તો જેમ ઉપવાસ ન થાય તો ટંકોની અલ્પતા અને પ્રમાણની અલ્પતા કરવાનું બતાવ્યું છે. તેમ વિષયોના પ્રકારોની અને પ્રમાણની સંગ્રહમાં અને ઉપયોગમાં અલ્પતા કરવી. આ અલ્પતા કરવાનો ઉદેશ એ છે કે, એ વિષયો અને વિષયોના સાધનભૂત વસ્તુઓ આત્માના પરિણામને બગાડનાર છે માટે સંપૂર્ણ ત્યાગ યોગ્ય છે છતાં નિર્વાહ માટે કે સત્ત્વના ઉલ્લાસના અભાવમાં જે કાંઈ ઉત્તમ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે તો તેમાં બને તેટલી ઓછી વાર ઉપયોગ કરવો એ ટંક ઘટાડ્યા કહેવાય અને પ્રમાણ પણ ઓછુ કરવું. આ રીતે ટુંકમાં પતાવવાની બુદ્ધિ એ વિષયોમાં થતી રતિની તીવ્રતા અટકાવે છે. રતિની તીવ્રતા વિષયોને પરવશ થવાની ભૂમિકા છે. આ રીતે બને તેટલી વસ્તુઓમાં સાદાઈ રાખવી અને વિશિષ્ટતામાં અલ્પતા રાખવી. (3) આ કરવા છતાં જીવ અનિત્યતાદિ ભાવનાથી ભાવિત ન બને તો બીજાના વિષયો-બીજાની સામગ્રી જોઇને તેને મેળવવા-ભોગવવાનું-સંગ્રહ કરવાનું Page #80 -------------------------------------------------------------------------- ________________ તેને મન થાય છે. માટે પુદ્ગલના સારા વર્ણાદિમાં અનિત્ય વગેરે ભાવનાથી ભાવિત બની જીવ એના પ્રત્યેનું આકર્ષણ નાશ કરે અથવા ઘટાડી નાખે જેથી એમાં ન ખેંચાય. “જે જેમાં મહત્તા-વિશિષ્ટતા જાએ તે તેમાં ખેંચાય” આ કાયદો છે માટે ભાવના દ્વારા મહત્તાના પરિણામને તોડવા જેથી સત્ત્વ વિકસે અને સપુરુષ બની શકાય. આ ત્રણ પ્રકારના માર્ગ ન અપનાવે તેનું સત્ત્વ નાશ પામે, ઘટતું જાય તેથી તે પુરુષમાંથી કાયર પુરુષ થાય. જો શક્ય સંયોગ હોય તો ભાવનાવાળા આત્મા અલ્પતાના કે ત્યાગના માર્ગે ગયા વગર રહેતા નથી. ભાવનાથી પહેલા અલ્પતા અને પછી ત્યાગ આવે છે, ત્યાગ અને અલ્પતામાં ભાવના હોય તો ટકે છે અને ભાવના ન હોય તો ત્યાગ અને અલ્પતા નાશ પામે છે. માટે ભાવના એ પાયો છે, બીજ છે તે ત્યાગ અને અલ્પતા લાવે છે અને વધારે છે. ત્યાગ અને અલ્પતાથી જો ભાવના દૃઢ થાય તો ત્યાગ અને અલ્પતા સાનુબંધ થયા કહેવાય. ભાવના વગરના ત્યાગ અને અલ્પતા નિરનુબંધ કહેવાય. - ભાવના એ સત્ત્વ વિકસાવનાર છે, સદ્ભાવનાથી રહિતનું સત્ત્વ નાશ પામે છે. આ અનુકૂળ વિષયની વાત થઈ. પ્રતિકૂળ વિષયમાં ભાવના-પૈર્ય અને સહિષ્ણુતા કેળવવી. આ ત્રણથી જીવ સત્ત્વને વિકસિત કરે છે. આ ન હોય તો સત્ત્વ હણાઈ જાય અને આર્ત-રૌદ્ર ધ્યાનને પરવશ થાય છે. જેમ જેમ સુખી અને સ્વસ્થ અવસ્થામાં સહન કરતા જઈએ, ખડતલ-મજબૂત બનીએ તેમ તેમ સહિષ્ણુતા વિકસે અને એ સહિષ્ણુતા ધર્ય આપે છે, એવી રીતે રાખે તેમ સહિષ્ણુતા આવે છે. ભાવનાસંપન્ન આત્મા ધર્ય રાખીને તપ-ત્યાગ-સંયમકષ્ટ વગેરે આરાધે છે, સહિષ્ણુ બને છે. સહિષ્ણુ બનવામાં વૈર્ય કારણ છે, ધર્મ વિકસાવવામાં સહિષ્ણુતા કારણ છે પરંતુ આંતરિક દૃષ્ટિ વિકસિત થાય, જ્ઞાન અને ભાવના સંપન્ન આત્મા બને ત્યારે પૈર્ય અને સહિષ્ણુતા સ્થાયી બને છે માટે વિષય પરવશ જેમને ન થવું હોય તેમણે ભાવના દ્વારા ધર્મ અને સહિષ્ણુતા સંપન્ન બનવું જોઈએ. વરદત્ત આચાર્ય નિદ્રાની સહિષ્ણુતા ગુમાવવાથી સત્ત્વ ગુમાવી બેઠા. કુરુટઉત્કટ આક્રોશ પરિષદમાં સત્વ ગુમાવી બેઠા અને શ્રાપ આપી સાતમી નરકે ગયા. વિશ્વભૂતિ અપમાન અને મશ્કરી સહન ન કરી શક્યા અને નિયાણ કર્યું. માટે સત્ત્વશાળી આત્મા અનુકૂળતાઓને છોડીને અને ગૌણ કરીને જેમ જીવે તેમ પ્રતિકૂળતામાં પણ અકળાયા વગર અને ઉપેક્ષાથી, પ્રસન્નતાથી સહન કરીને Page #81 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરે તો સત્પષ બને છે. બ્રાહ્મી-સુંદરીએ ઈર્ષાથી પરવશ થઈ સ્ત્રી વેદ બાંધ્યો. મલ્લિનાથ ભગવાનના પૂર્વભવમાં છએ રાજાએ ઉગ્રતપ સરખો કર્યો હોત તો શું વાંધો આવત ? જણાવી કરવામાં ક્યાં નાનમ હતી ? બધા સરખુ પુન્ય બાંધત તો જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા તીર્થંકર થાત અથવા બધાના પરિણામો કાંઈ સરખા ઓછા થવાના હતા ? બાહ્ય સમાનતા રહે તો શું હરકત? પરંતુ મહત્તા રૂપી માન, બીજા મારી સમાન ન થાય તે રુપી ઇર્ષ્યા થવાથી માયા આવી, શુદ્ધ સત્વ દૂષિત થયું... માટે અનુકૂળ અને પ્રતિકૂળ બંને વિષયો જીવના સત્ત્વને હણે છે અને જીવને સંકલ્પ વિકલ્પને પરવશ બનાવે છે. માટે સત્ત્વશાળી પુરુષ અનુકૂળતાને મહત્તા આપતો નથી, અને પ્રતિકૂળતાને ગણકારતો નથી. આ વિષયો વિદ્યમાન હોય તો પરિણામ બગાડવા દ્વારા સત્ત્વને ઘટાડે છે. વિદ્યમાન ન હોય તો પણ અનિષ્ટના આવવાની કલ્પના, ઈષ્ટના જતા રહેવાની કલ્પનાથી પણ મન રાગ દ્વેષ વિહળ બની સત્ત્વહીન બને છે. જેમ ડોકટર પાસેથી મરણની આગાહી સાંભળી રોગની શંકાવાળો માણસ મરવા જેવો થાય છે તેમ આ વિષયોની પરવશતા માણસને પાંગળો બનાવે છે માટે બાહ્ય અને અત્યંતરથી વિષયોને પરવશ ન બનતા સદા સત્ત્વ વિકસાવવા પ્રયત્ન કરવો. 74 Page #82 -------------------------------------------------------------------------- ________________ ववहारनयउच्छेए तित्थुच्छेओ अवस्सं // વાર્ભિનંદી જીવના શાસ્ત્રોમાં આઠ દોષ બતાવ્યા છે. તે આ પ્રમાણે :(૧)શુદ્ર, (૨)લાભરતિ, (૩)દીન, (૪)મત્સરી, (૫)ભયવાન, (૬)શઠ, (7) અજ્ઞ, અને (8) નિષ્ફળઆરંભયુક્ત. આ લક્ષણોથી ભવાભિનંદી જીવ ઓળખાય છે. આ દોષો બરાબર સમજવા જોઈએ અને જીવનમાંથી તે ઘટાડવા અને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. આ દોષો બે પ્રકારના છે-(૧) કર્મોદયજન્ય અને (2) સહજમલ (આત્માની સ્વાભાવિક અયોગ્યતા) જન્ય. અચરમાવર્તમાં આ દોષો સહજમલજન્ય હોય છે, અને એમાં દેખીતો વિશેષ વધારો-ઘટાડો કર્મોદયજન્ય પણ હોય છે.. ચરમાવર્તમાં અપુનર્બન્ધક વગેરે અવસ્થા પામ્યા બાદ સમ્યકત્વ પામીને પડેલામાં આ સહજમલજન્ય દોષો નથી હોતા, કારણ સહજમલ ઘણો ખપી ગયો છે, અતિ અલ્પ છે, પરંતુ ત્યાં પણ કર્મોદયકૃત દોષો અવારનવાર આવજાવ કરે. અચરમાવર્તમાં કોઇપણ નિમિત્ત-અપેક્ષા વગેરેથી અમુક રૂપે, અમુક રીતે, આત્મવીર્ય ઉલ્લસિત થવાથી સહેજમલ હોવા છતાં કર્મોદય કૃત દોષોનો હ્રાસ થવાથી કુલની ખાનદાની વગેરેથી શુદ્ધતા વગેરે દોષો શાંત થાય છે, પરંતુ નાશ પામતા નથી. માટે અચરમાવર્તમાં જે ગુણો દેખાય, તે ક્ષયોપશમકૃત નથી, પણ નિમિત્તના અભાવમાં કે સારા નિમિત્તની બલવત્તામાં દોષો દબાઈ જતા કંઈક ગુણાભાસરૂપે ગુણો પ્રગટ થાય છે. જેવી રીતે અભવ્ય કે દુર્ભવ્યને પણ દ્રવ્ય આચારપાલન અને શ્રુત પરાવર્તન-ભાવનના પ્રતાપે શ્રુત સામાયિકનો લાભ અને નવમા રૈવેયક સુધીની પ્રાપ્તિ થાય છે. આનો અર્થ એ થયો કે ખરાબ નિમિત્તો અને ખરાબ પ્રવૃત્તિ જેમ જેમ છોડવામાં આવે અને સારા નિમિત્તો અને સારી પ્રવૃત્તિ જેમ જેમ સેવવામાં આવે તેમ તેમ યોગ્ય આત્માને કર્મના ક્ષયોપશમ અને ભાવગુણો પ્રાપ્ત થાય છે, અને કાળ પરિપાક ન થયેલાને પણ અશુભ કર્મો શાન્ત થઇને ગુણની ઝાંખી મળે છે, પણ આ ઝાંખી સંયોગ આધીન હોવાથી આચાર સંપન્નતા વગેરે સત્ સંયોગ હોય ત્યાં સુધી રહે, પછી જતી રહે છે. તે મોક્ષના કારણરૂપ ન બને અને લાંબા ભવો સુધી ન રહે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રતના પરિશીલન-ભાવન દ્વારા અભવ્ય આત્માને પણ કેટલીક આગંતુક શાંતિ થાય છે, પણ પછી પાછા ક્ષુદ્રતાદિ દોષો સ્વરૂપ દેખાડે છે. ચરમાવર્તમાં સહજમલનો હ્રાસ થયો હોવાથી, આત્માની યોગ્યતા પ્રગટ થયેલ હોવાથી જીવ અસદ્ નિમિત્તોથી દૂર રહે, અસદ્ પ્રવૃત્તિથી દૂર રહે, સદ્ નિમિત્ત અને સત્ પ્રવૃત્તિ આદરે અને શ્રુતજ્ઞાનમાં પ્રવર્તે, તેમ આત્મ ગુણો પ્રગટ થાય છે. પરંતુ આ પ્રગટ થતા આત્મગુણો જો પરાકાષ્ટાએ ન પહોંચે, અથવા સાનુબંધ બનીને અપ્રતિપાતી ન બને તો પાપ નિમિત્ત કે પ્રવૃત્તિના કારણે પાપકર્મોના ઉદય થાય અને ગુણો નાશ પામે. માટે ગુણોને પ્રગટ કરવા, ટકાવવા કે વધારવા માટે તેને સાનુકૂળ આચાર-વિચાર રાખવા પડે છે. માટે વ્યવહાર ધર્મનો સાર આ છે કે જે આચારોને પાળે છે, ધર્મને આચરે છે અને શ્રુતને ભણે છે-વિચારે છે, તે આત્માની યોગ્યતા પ્રગટી હોય, કાળ પરિપાક થયો હોય તો ગુણો પામતા, આગળ વધતા યાવત્ મોશે પહોંચે છે, અને અનેકને ધર્મના આલંબનભૂત બને છે. ભવસ્થિતિ લાંબી હોય અને જો વચ્ચે ભૂલ કરે તો પડે, પાછો ચડે; આમ ચડ-ઉતર કરતાં કરતાં અન્ને આત્માની યોગ્યતાના કારણે અને આચાર ભાવનાના બળે શાશ્વત સ્થાન પામે છે. અભવ્ય વગેરે જીવો વ્યવહાર ધર્મથી આંતરિક શુદ્ધિ નથી પામતા, પરંતુ અલ્પકાલીન શાંતિ-સમતા પામે છે, દોષનો ઉધમાત શાંત થાય છે. માટે આચાર, શ્રુત અને ભાવનારૂપ વ્યવહાર ધર્મ નિશ્ચય પામેલાને સ્વભાવસ્થ રાખે છે એટલે કે આચારવંત બનાવે છે. શુભચિંતન અને ભાવનાયુક્ત બનાવે છે. નિશ્ચય આંશિકપણે પામનારને તે વિકસિત મજબૂત બનતો જાય છે, અત્તે પ્રભુશાસનની વ્યવહારની પ્રવૃત્તિ પરાકાષ્ટાએ પહોંચાડે છે. યોગ્ય આત્મા કાળ પરિપાક થયા બાદ અનુકૂળ નિમિત્તે તેમજ આચાર, જ્ઞાન અને ભાવના દ્વારા નિશ્ચય ધર્મ પામે છે. કાળ પરિપાક નથી તેવાને પણ વ્યવહાર ધર્મ દ્વારા વારંવાર ગુણ પ્રાપ્તિ, ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગાદિ પ્રાપ્તિ થાય છે. આ રીતે કાળ પસાર કરતા વિશેષ કાળ પરિપાક થયે સંપૂર્ણપણે આત્મગુણો વિકસે છે. માટે નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે, તેમજ નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઈએ. પ્રભુએ પણ કેવળજ્ઞાન પામ્યા બાદ વ્યવહાર ધર્મ જ સ્થાપ્યો છે, કારણ વ્યવહાર ધર્મરૂપ આચાર એ નિશ્ચય ધર્મનો ઉપાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ 4 // मूलं सुखानां समतैव विद्धि // * સાખ ચાર પ્રકારના છે - (1) અજ્ઞાનનું સુખ, (2) વિષયનું સુખ, (3) - શતાવેદનીયનું સુખ અને (4) પ્રશમનું સુખ. (1) અજ્ઞાનનું સુખ નાના બાળકો અજ્ઞાનના કારણે સુખી છે. એકેન્દ્રિય જીવોને વિશેષ દુઃખ નથી. સામાન્ય સુખ છે, તે અજ્ઞાનના કારણે. એ અવસ્થામાં વિષયકષાયની મંદતા છે. પરંતુ સંયોગ મળે, ભવ બદલાય એટલે વિષયકષાયો વધી જાય છે. જ્યારે વસ્તુ કે પરિસ્થિતિનું જ્ઞાન થાય ત્યારે દુઃખ થાય. અમેરિકામાં આજે ઘણી વસ્તુ છે. આપણે જોઈ નથી, જાણતા નથી, તેથી મેળવવાની ઇચ્છા થતી નથી, તે અજ્ઞાનજન્ય સુખ છે. અજ્ઞાનજન્ય સુખ જ્ઞાન આવે એટલે નાશ પામે. જ્ઞાન સાથે વિષયકષાય ભેગાં ભળે તો દુઃખી બનાવે. (2) વિષયજન્ય સુખ - સારી વસ્તુ ખાવાનું સુખ 10 મિનિટ, પણ આરોગ્ય બગડે તેવું ખાધું, દુર્ગતિદાયક ખાધું તો અસંખ્ય વર્ષના દુઃખ મળે છે. | વિષયોમાં જ્યારે કષાય ભળે ત્યારે અજ્ઞાનજન્ય સુખ કરતાં આ સુખ અસંખ્ય વર્ષના દુઃખ આપે. (3) શાતાજન્ય સુખ :- રૈવેયક દેવલોકમાં સમકિતી દેવો શાતાવેદનીયના સુખને અનુભવે છે. તે દેવોને મનઃ પ્રવિચાર નથી, ખાવાપીવાની ઇચ્છા નથી. યુગલિકોને પણ શાતાવેદનીયનું સુખ છે. વિષયોની ઇચ્છા યત્કિંચિત્ છે, અજ્ઞાન થોડું છે. શાતાના ઉદયમાં વિષયો ઓછા, કષાયો ઓછા હોય અને અમુક પ્રકારના શાતાના ઉદયમાં સંક્લેશ ઓછા હોય. શાતાનું સુખ કેવું છે ? શાતાનું સુખ પરાધીન છે. કર્મનો ઉદય હોય ત્યાં સુધી સારૂં, ઉદય જાય એટલે પાછી ધમાચકડી અને દુઃખના ઉદયો ચાલુ. (4) પ્રશમનું સુખ :- અનુત્તરવાસી દેવ પ્રથમ સુખ અનુભવે છે. રૈવેયકમાં શાતાના સુખે વિષયોને ભૂલાવ્યા છે, ગયા નથી, જ્યારે અનુત્તરમાં વિષયસુખ ભૂલાય છે સાથે જાય પણ છે...... Page #85 -------------------------------------------------------------------------- ________________ શમ સુખ ક્યારે આવે? અટ્ટમના પહેલા દિવસે, બીજા દિવસે ભૂખનું દુઃખ છે પણ પછી ભૂખ લાગતી નથી. ભૂખનું દુ:ખ શમસુખમાં પરિણમે છે. ભૂખ એ દુઃખ છે. ભૂખના દુઃખનો નાશ જેમ ખાવાથી થાય છે, તેમ સમતાથી પણ થાય છે. વિષયોનો ત્યાગ કરી, વિષયોનો તિરસ્કાર કરી, વિષયો દુર્ગતિદાયક છે એવું વિચારીને, કષાયોથી ભવમાં બ્રમણ થાય છે એવી વિચારણાથી શાંતિ મળે તે શમસુખ છે. ગુસ્સામાં સમતાસુખનો અનુભવ ક્યારે થાય? સંકલ્પપૂર્વક નિર્ણય કરો કે મારે બોલવું નથી અને છતાં થોડુંક બોલાઈ જાય તેનો પશ્ચાત્તાપ થાય ત્યારે માનસિક ક્ષમાનો નિર્ણય પણ ક્ષયોપશમ કરાવે. સમતાનું પ્રણિધાન નથી માટે ગુસ્સો આવે છે. ઘાસતેલમાં સળગવાની યોગ્યતા છે. ન સળગવું હોય તો ડબ્બાને પેક કરવો પડે, ચિનગારીથી દૂર રાખવો પડે. તેમ નિમિત્ત મળતાં કષાયો ઊભા થાય તે પહેલાં જ નિર્ણય કરો કે જવાબ આપવો જ નથી. ક્યારેક નિમિત્ત વિના કષાયો આવવા માંડે ત્યાં જ ભાવનાથી ભાવિત થાઓ કે માનસિક દુર્ગાન પણ થશે તો દુર્ગતિ મળશે. માટે બહારનું નુકશાન વેઠી લઈશ, પણ મારે દુર્ભાવ કે અરુચિ કરવા નથી. આપણી સ્વસ્થતા જાળવવી હોય તો પણ કષાય ન કરો. કષાયથી દુઃખ જ વધે છે, સુખ નહિ. શમસુખવાળાને તપ હોય કે પારણા, બધે જ આનંદ હોય. શમસુખ નથી તેને બધે જ વાંધા ઊભા થાય. સમતાનું સુખ કયું? સંસારની દરેક ચીજ વસ્તુમાં, સારી કે ખોટી પરિસ્થિતિમાં દુર્ગતિદાયકતા, વિષમતા, પરાધીનતા, અનિત્યતા, દુઃખદાયિતા છે, એવી બુદ્ધિ ઉત્પન્ન કરી દરેકમાં નિરાળો રહે તો સમતાસુખનો અનુભવ થાય. નિરાળાપણાનો ભાવ તે સમતા. માન અને અપમાન બન્નેમાં સમતા જોઈએ. આપણે સરળ છીએ. સામો આપણને માયાકપટ કરી છેતરવા આવે ત્યારે મારે મારા સ્વભાવમાં રહેવું છે તેમ વિચારી સામે આપણે માયાકપટ ન કરીએ તો સમતા સુખનો અનુભવ થાય. આ જગતની કોઇપણ, વસ્તુમાં જે મહત્વ દેખાય છે તે વિષયનું સુખ છે. હું ભણું તો મને માનપાન મળશે, મારી સારી સરભરા થશે; તો તે વિષયનું સુખ છે. પણ જ્ઞાન ભણવાથી મારા આત્માને કર્મો ઠગી ન જાય એવો વિચાર આવે Page #86 -------------------------------------------------------------------------- ________________ તે શમસુખ છે. આપણા ફળમાં સમતાસુખનો જ ઉદેશ જોઇએ. સમતા સુખના લક્ષ વિના કરાતી સારી પણ પ્રવૃત્તિ તે દ્રવ્યક્રિયા બને છે, પુણ્યબંધ કરાવે છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા દ્વારા મારે સમતામય બનવું છે તે ભાવ હોય તો સમતા આવે. સમતાના ઉદેશથી કાર્ય થાય તો આત્મપરિણતિ આવે. સમતાનો ઉદેશ નથી તો યોગનો પ્રારંભ નથી. ભાવનાથી, જ્ઞાનથી, આચારસંપન્નતાથી જ્ઞાન આવે. જે આચારમાં જ્ઞાન અને ભાવના ન ભળે તેમાં મામુલી પુણ્ય મળે. જ્ઞાન અને ભાવનાથી ભાવિત બનેલા આરાધનાને મુખ્ય કરે, વિષયોને નહિ. વિષયોના દરેક સુખ અલ્પકાલીન છે, વિનશ્વર છે. જેને નિદ્રા, અભિમાન કે ખાવાપીવામાં સુખ દેખાય, તે એની સામે લડ કેવી રીતે ? જેને આમાંથી એકમાં પણ આનંદ આવે તેને શમસુખનો અનુભવ થાય નહિ. જેને શમસુખનો અનુભવ થયો નથી તે યોગી નથી, પ્રારંભનો ક્રિયાયોગી છે. વર્ષોની ધર્મક્રિયા પછી પણ સામાન્ય પ્રસંગોમાં સમતા ન આવે? કાયાના ધર્મ પકડયા વિના મનના ધર્મ ન મળે, પરંતુ કેવળજ્ઞાન કાયાના કર્મથી નહી મનના ધર્મથી મળે. માટે મનના ધર્મ ન પકડાય તે પણ ન ચાલે. આપણે શાન્ત, સ્વસ્થ, ઉપશમવાળા, વિવેકી, વૈરાગ્યભાવવાળા નહિ બનીએ તો શમસુખનો અનુભવ ક્યારે થશે ? દરેક પરિસ્થિતિમાંથી પસાર થતા આપણે આપણા આત્માની પ્રધાનતા ગુમાવવાની નહિ. આપણે આપણા સ્વરૂપમાં રહીએ તે મુખ્યતા. સ્વરૂપને છોડીએ તો મુખ્યતા જાય. ગમે તે વસ્તુ જોતાં લેવાની ઈચ્છા થઈ જાય તો સમતા ક્યાં રહી ? ભગવાને છ મહિનાના ઉપવાસ કર્યા તેમાં જે નિર્જરા થઈ તેના કરતાં છ મહિના અભિગ્રહ કરીને ગોચરી ગયા, તેમાં લાભ અને નિર્જરા વધારે થઈ. તરસ લાગે તરત પાણી ન વાપરો, ન રહેવાય તો જ વાપરો. થોડીવાર ગરમી સહન કરો, પછી બારી ખોલો, રેહવું મહાસં' આ સૂત્ર સમતા મેળવવા માટે છે. સમતાનો ત્યાગ કરાવે છે; દેહની મમતા, અનુકૂળતાનો પ્રેમ. જ્યારે સારી સ્વસ્થ અવસ્થા છે ત્યારે સહન કરતાં શીખો તો ગમે તેવી પરિસ્થિતિમાં વિહ્વળતા નહિ આવે. જીવનમાં નાની નાની પીડામાં ઝઝુમે તો જ Page #87 -------------------------------------------------------------------------- ________________ સમતા આવે. પ્રતિકૂળતા એ મનની પીડા છે. એને સહન કરવાની પાછળ આત્મપરિણતિ વધે છે. આપણી બુદ્ધિ સ્થિર જોઇએ, સ્થિત જોઈએ. આપણી પાસે ગુણની કમાણી નથી. ગૃહસ્થ સમજે છે કે પાઈ પાઈ ભેગી કરી રૂપિયા બનાવો, રૂપિયા કરશો તો લખપતિ બનાશે. તેમ આગળ વધવું છે તો ધીમે ધીમે આગળ ચાલો. બાહ્ય આપત્તિમાં ડોલાયમાન ન થાય તે સ્થિતપ્રજ્ઞ છે. બાહ્ય અનુકૂળતામાં લેવાઈ ન જાય તે સ્થિતપ્રજ્ઞ છે. આરોગ્ય મળ્યું છે તો સાધના કરી લો; રોગ આવ્યો છે તો દીન ન બનો. આપત્તિ, સંપત્તિ બંનેમાં ડોલાયમાન ન બને તે સ્થિતપ્રજ્ઞ છે. આરાધનાને ક્ય માર્ગે લઈ જવી, કેવી રીતે વધારવી તે સ્થિતપ્રજ્ઞા વિચારી શકે. ક્યાંક સહન કરવાનું છોડવાનું પણ હોય છે. જ્યાં છીએ ત્યાંથી ઉપરની ભૂમિકાની ઇચ્છા કરો તો ગુણ વધે. આખી રાત કાઉસ્સગ્નમાં રહેનાર ધીમે ધીમે આગળ વધે છે ત્યારે સિદ્ધ કરી શકે છે. ગુરુનું કહ્યું કેમ કરવાનું? ગુરુ સ્થિતપ્રજ્ઞ છે, તે લાભ-નુકશાન જોઈ શકે છે; જાણીને-વિચારીને જવાબ આપે છે, તેથી ગુરુવચન તહત્તિ કરવાનું. જે પાંદડું ડાળે બંધાયેલું છે તે પવન આવતાં કેટલું હાલે ? અને જે છૂટું પડેલું છે, તેને પવન ક્યાં કેટલે ઉડાડે? ઘણે દૂર ઉડાડી શકે. તેથી મનને સંકલ્પવિકલ્પોમાંથી બચાવવા ગુરુના નિયંત્રણમાં બાંધો-જ્ઞાનધ્યાનમાં બાંધો. જ્યાં નિયંત્રણ છે ત્યાં મન ખોટા વિચારો કરતું નથી; નિયંત્રણ નથી ત્યાં નાના કાણામાંથી બકોરું બની જાય છે. નિયંત્રણ ઇચ્છે એટલે સમતા આવે, જેનામાં સમતા, સ્થિરતા છે તો નિયંત્રણ. ઇચ્છે છે. જે નિયંત્રણ નથી ઇચ્છતા, તેનામાં યોગનો વિકાસ થતો નથી. બીજને પાણી મળે ત્યારે ફણગા નીકળે છે, ધરતી ફોડીને બહાર આવે છે, પછી અંકુરા પ્રગટે છે. તેવી જ રીતે આપણા આત્મામાં રહેલા યોગ્યતારૂપ બીજમાંથી સમતારૂપી પાણી ફણગા, અંકુર પ્રગટાવવાનું કામ કરે છે. સમતા આવે તો આરાધનાની રુચિ જાગે. જે ધર્મમાં સ્વાદ આવે તેમાં મનની રુચિ, પ્રવૃત્તિ વધે. જે ધર્મમાં આસ્વાદ ન આવે તેમાં પ્રવૃત્તિ ઘટે છપાવાવ વાવણo gવવાવઝવણ વર્ષ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ બાહ્યયોગ છે પ્રવૃત્તિનો આનંદ એ આંતરયોગ છે. શમસુખને બાહ્યયોગ દ્વારા પકડી શકાય છે. તેમાં આનંદ તે આત્યંતર યોગ છે. ન શમસુખ શેનાથી મળે ? કષાયના દોષો, ઈર્ષ્યા આદિ ઓછા થાય તો પ્રશમનું ! સુખ આવે. પુદ્ગલમાં દુઃખની બુદ્ધિ, આત્મામાં સુખની બુદ્ધિ થાય તો જ પ્રશમ સુખનો ખ્યાલ આવે. સાકરમાં, અમૃતમાં અને લીંબોળીમાં મીઠાશ છે, છતાં વધારે મીઠાશ શેમાં? જેણે સાકરની મીઠાશ ચાખી હોય તેને લીંબોળીનું ખેંચાણ ન હોય. ખાવામાં, નિદ્રામાં, ઠંડા પાણી પીવામાં શાતાનો ઉપયોગ કીધો છે, છતાં જ્ઞાની એને દુઃખદાયી કહે છે. કારણ તે સુખ સ્થાયી નથી, રાગાદિથી દુર્ગતિ આપે છે, આત્માની સ્વરૂપરમણતા ભૂલાવે છે. ઔપચારિક સુખ હોવા છતાં પરંપરાએ દુઃખનું કારણ છે. ભર ઉનાળામાં બપોરે ઠંડા પાણી પીતી વખતે ઠંડકનો અનુભવ થતા હાશ થાય તે વખતે આયુ બંધાય તો શાનું બંધાય ? વિષય સુખની ઇચ્છાવાળાને જ્યાં ત્યાં, ઓછામાં ઉકળાટ થાય. શમસુખની ઇચ્છાવાળાને કાંઈ જ અસર ન થાય. જ્યાં પૌગલિક સુખ અનુભવી આનંદ માણે ત્યાં યોગની ભ્રષ્ટતા છે. જ્યાં અનુકૂળતા આવે ત્યાં વિશેષ જાગૃતિ, સાવધાની રાખે તો પ્રશમનું સુખ આવે. - જ્યાં નુકશાન થતું ન હોય ત્યાં પ્રતિકૂળતા સહન કરો, પણ વારણ ન કરે. મામુલી પરિસ્થિતિમાં સમતામાં ઝીલતા શીખો. નાની નાની બાબતમાં અનુકૂળતા છોડે, પ્રતિકૂળતા વેઠે તો ધીરતા, ગંભીરતા, ઉદારતા આદિ ગુણો પ્રગટ થાય. સમતાના સુખને મેળવવા સ્થિરતા, ધૈર્ય કેળવો. સહન કરતા જાઓ. જેના હૃદયમાં આત્માનો નિગ્રહ કરવાનું ધ્યેય નથી, પૌગલિક વસ્તુનો રાગ છે તે સાધક નથી. અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં તિરસ્કાર જાગે છે કારણ કે આત્મામાં સહનશીલતા નથી, ભાગેડુ વૃત્તિ હોય તો યોગની વૃદ્ધિ ન થાય. વધારે કષ્ટથી વધારે યોગસિદ્ધિ તેવું એકાંતે નથી. યોગસિદ્ધિ માટે કષાયોથી વિમુખ થવું અને વિષયથી વિરામ પામવું જરૂરી છે. વનસ્પતિના ભવમાં ટકાના ત્રણ શેર વેચાયા હતા ત્યારે માન ક્યાં હતું? અત્યારે જરા અપમાનમાં ઉંચાનીચા કેમ થઈએ છીએ ? અપમાનને મન ઉપર લો જ નહિ, મનમાં દુભાઓ નહિ. બીજા સાથેના વ્યવહારમાં આત્માને-ગુણોને પ્રધાન બનાવીએ તો ધર્મમય બનાય. સંસારી આત્મા અને ધર્મી આત્માના વ્યવહાર એક કે જુદા ? સંસારી સારૂ છ ઉ gg g81 | gg gggS Page #89 -------------------------------------------------------------------------- ________________ લે, ખરાબ આપે; ધર્મી ખરાબ લે, સારું આપે. સંસારી માન સ્વીકારે, અપમાન કરે; ધર્મી બીજાને માન આપે, પોતાના અપમાનને ગળી ખાય. ધર્મી ગરમી સહન કરે, બીજાને ઠંડક આપે; સંસારી દરેક કાર્યમાં પોતાનું કાર્ય પહેલું કરે, બીજાના પછી, ધર્મી પહેલાં બીજાના કરે, પોતાના પછી કરે. પોતાના આત્માને સમજાવો કે મારા વ્યવહાર સારા જ હોવા જોઇએ અને બીજાને સારા જ માનવાની દૃષ્ટિ જોઈએ. જીવ દુઃખમાંથી સુખમાં ભાગવાની મહેનત કરે છે, પણ સુખ ક્યાંય નથી. આત્માને વિવેક, વૈરાગ્ય, કષાયના જય, ઇન્દ્રિયના દમન વિના ક્યાંય સુખ નથી. બીજામાં સુખ દેખાય તે આંધળા થઈને અથડાવા જેવું છે. જરૂર પડે તો પુદ્ગલ લઈએ પણ તેની અસર નહિ. દરેક ઠેકાણે ઝઘડા નાની બાબતના થાય છે. વસ્તુઓ જ‘તુચ્છ છે, તેના માટે ઝઘડા શા ? વસ્તુ ન મળે તેનું દુઃખ વધારે કે ઝઘડાથી થતા સંતાપનું દુઃખ વધારે? અને તેથી થતી દુર્ગતિનું દુઃખ કેટલું? તુચ્છ વસ્તુ ખાતર મોટા દુઃખો શા માટે સ્વીકારીએ? શમસુખના અભાવથી આવેશ ઉભા થાય છે. પાંચ પચીશ લાખ જતા કરે તો નરક ન મળે, પણ તેના ખાતર ઝઘડા કરે, આર્તધ્યાન કરે અને રૌદ્રધ્યાનમાં મરે તો નરકના દુઃખ મળે. સમતાના સુખવાળા વાતોને, વસ્તુને ગૌણ કરે છે, વિવેકને પકડે છે. જેની પાસે સમતા નથી તે વિવેકરહિત બને છે, વસ્તુને પકડે છે. જેનો સ્વભાવ લેટ ગો (Let go) કરવાનો છે, તેને કોઈ દુઃખી કરતું નથી. સહન કરતા શીખીને, મનને મારતા શીખીને યોગની સાધના કરો. વસ્તુનો ત્યાગ એ ધર્મ છે, તેમ સમતા એ વિશેષ ધર્મ છે. કુરગડુએ સમતા રાખી તો કેવળજ્ઞાન મળ્યું જ્યારે તપસ્વીએ સમતા ગુમાવી તો શરમિંદા થવું પડ્યું. માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમતા કેળવવા પ્રયત્ન કરવો. Page #90 -------------------------------------------------------------------------- ________________ મચથી શરણં નાતિ.. S. જાવની સંસારી અવસ્થા દોષોવાળી, કર્મપરાધીનતાવાળી, અજ્ઞાન-મોહથી ઘેરાયેલી, દુઃખથી અને વિષમતાથી વ્યાપ્ત છે અને તેથી જીવ સંસારમાં ભટક્યા કરે છે. તેને ક્યાંય લાંબો સમય સ્વસ્થતા, શાન્તિ, સુખ, પ્રસન્નતા મળતી નથી. આવા જીવની આ દુઃખી અવસ્થા સુધારવાનો જો કોઈ પણ માર્ગ હોય તો પરમાત્મભાવને જાણવા, પૂજવા, ગૌરવ કરવું, બાહ્ય ઉત્તમ વસ્તુઓ ધરવા દ્વારા એ ચીજોના ત્યાગી બનવું, આત્મગુણો મેળવવા યોગ્ય બનવું તે છે. આ જે સંસારી જીવનો પરમાત્મા પ્રત્યેનો તરણતારણહાર, મહારક્ષક વગેરે રૂપે જે સર્વોત્તમપણાનો, પૂજ્યતમપણાનો ભાવ અને એ ભાવપૂર્વક જે એમની પૂજન, સ્તવન, સ્મરણ વગેરે રૂપ ઉપાસના કે હૃદયનો સમર્પણભાવ તે જ સાચી પૂજા છે. - સમર્પણભાવ એટલે શું? અનર્પણ, અર્પણ અને સમર્પણ ત્રણ શબ્દના અર્થો વિચારીએ.... અનર્પણ=ન આપવું; અર્પણ એટલે આપવું અને સમર્પણ એટલે સમ્યક્ રીતે - સર્વ રીતે આપવું. પરમાત્મને સમર્પણ કરવું છે તો શું સમર્પણ કરવું ? 1) શું આપવું? અહોભાવ, પૂજ્યભાવ, સર્વશ્રેષ્ઠ તરીકે ઉપાસ્ય ભાવ. (i) અહોભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો આદરભાવ ધરાવવો. (ii) પૂજ્યભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો નમ્રભાવ રાખવો. (i) સર્વશ્રેષ્ઠ ઉપાસ્યભાવ = (A) જગતમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (B) જગતમાં જે ગુણી વ્યક્તિઓ છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (c) જગતમાં જે ઉપકારી છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. આ ત્રણના કારણે પરમાત્મા સર્વશ્રેષ્ઠ ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય છે. આવા પ્રકારનો હૃદયનો જે ભાવ તે પરમાત્મા વિષયક હોવાથી પરમાત્માને અર્પણરૂપ છે. 2) શાનાથી આપવું? - આ સમર્પણભાવ હૃદયગત વસ્તુ હોવા છતાં જે સાધનોથી ઉપાસ્યની ઉપાસના થાય એ સાધનોથી એ ઉપાસના દ્વારા હૃદયમાં જીવજીવજી જી જી 83 | જીવજીવવું Page #91 -------------------------------------------------------------------------- ________________ રહેલા ઉપાસ્યભાવને વ્યવહારમાં પ્રવર્તાવી શકાય છે. તો ઉપાસનાના કારણભૂત ઉત્તમ દ્રવ્યોનું અર્પણ, એમની અનિચ્છિત (નિષિદ્ધ) વસ્તુઓનો ત્યાગ, એમની કથિત વસ્તુઓનું આચરણ આ બધા ઉપાસનાના પ્રકારો છે. એ ઉપાસ્ય છે અને આના વડે એમની ઉપાસના થાય છે, એવું આપણને અને બીજાને સંવેદન થાય છે. માટે ઉપાસનાના સાધનો વડે ઉપાસના કરવી. 3) શા માટે આપવું? - પરમાત્મા અને આત્મા વચ્ચે રહેલ વિષમતાને દૂર કરીને સમતા-તુલ્યતા મેળવવા માટે, પરમાત્માના જેવા બનવા માટે.... કોઇપણ વ્યક્તિની ઉપાસના (સેવા) શા માટે કરવી ? (1) પોતાની કોઇપણ ઈચ્છાની તૃપ્તિ માટે, (2) પોતાની માની લીધેલી આપત્તિના નિવારણ માટે, (3) ઉપાસ્યની તુલ્ય બનવા માટે. પહેલા બે કારણો અલ્પકાલીન છે એટલે કાર્ય સિદ્ધ થયા બાદ ઉપાસ્ય છૂટી જાય છે અને ત્રીજા કારણમાં આપણે પોતે જ સર્વગુણસંપન્ન ઉપાયરૂપ બની જઇએ છીએ. માટે મુખ્યત્વે ત્રીજા કારણ માટે ઉપાસના કરવી જોઈએ. 4) કેવી રીતે આપવું? :- અવિધિ ટાળીને, અપાતી વસ્તુની પ્રધાનતા અને આપનારની પ્રધાનતા ન થતા જેને આપવું છે તેની પ્રધાનતા થાય તે રીતે. સાંસારિક સર્વ ભાવોથી જે પર છે એમને સાંસારિક સર્વભાવોથી યથાશક્તિ પર (નિવૃત્ત) થતાં કે પર થવા માટે જે કાંઈ આપવું તે ઉપાસના. કોઇપણ ઉત્તમ પુરૂષને-પૂજ્ય પુરૂષને અપાતી વસ્તુની મહત્તા કરતા કોની મહત્તાથી, કેવી રીતે શા માટે અપાય છે, એ વધારે મહત્વનું અંગ છે. અવિધિથી આપવું એ પૂજ્યતાની અવગણના છે.. વસ્તુની પ્રધાનતા કરતા વસ્તુ લેનારની પ્રધાનતા ઘટે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે. એ રીતે વસ્તુ લેનાર કરતા આપનારની પ્રધાનતા વધે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે. જે અર્પણ કરનાર છે અને જે અર્પણ કરવું છે તેમાં અર્પણ જેને કરવાનું છે તેની અનુકૂળતા જોવી જોઈએ. જે વ્યક્તિ જેને ઇચ્છતી હોય એ વ્યક્તિ સાથે આપણી મિત્રતા તે મૂળ વ્યક્તિને અનુકૂળ થવા બરોબર છે.. એ રીતે મૂળ વ્યક્તિની વિરોધી વ્યક્તિઓ પ્રત્યે આપણી ઉપેક્ષા કે વિરોધ એ મૂળ વ્યક્તિ પ્રત્યે મુખ્ય સમર્પણ ભાવ છે. અને વિરોધી વ્યક્તિની મિત્રતા સહિત અર્પણ એ અપ્રધાન અર્પણા અથવા અવજ્ઞા છે. જીવણજી 84 | ggg gggS Page #92 -------------------------------------------------------------------------- ________________ એથી પરમાત્મા સર્વ પૌદ્ગલિક ભાવોથી રહિત છે. સર્વ પૌદ્ગલિક ભાવો એમના વિરોધી છે. માટે જે વ્યક્તિ પૌલિક ભાવોથી રહિત થવા માટે ઉપાસના કરે તે વિધિ ઉપાસના છે. ક્યારેક અલ્પ સામર્થ્યમાં પૌદ્ગલિક ભાવોનું આલંબન લેવાનું પણ હોય છતાં મૂળમાં એને છોડવાની દ્રષ્ટિ અને તમન્ના આવે ત્યારે પ્રધાન ઉપાસના બને છે.. પ) શામાં આપવું? - પરમાત્માના પરમાત્મ ભાવમાં કે પરમ સામર્થ્યમય આત્મસ્વરૂપમાં આત્માના બહુમાન આદર ભાવોનું સ્થાપવું-આપવું. પરમાત્માના બે ભાવો હોય છે આધ્યાત્મિક સામર્થ્યવાળા (આત્મસ્વરૂપ) ભૌતિક શક્તિરૂપ (બાહ્યશક્તિરૂપ) આમાં બાહ્યસ્વરૂપ એ આત્મસ્વરૂપને ન ઓળખી શકનાર માટે ધર્મની ભૂમિકા સર્જવામાં નિમિત્તભૂત છે અને ધર્મને ઓળખનાર જીવોને ધર્મની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિમાં નિમિત્ત છે. પરમાત્માનું આંતરસ્વરૂપ આંતરિક=આત્મિક શુદ્ધિના પ્રકર્ષમાં પરમ આલંબનસહાયક અને રક્ષક છે, એટલે યોગીઓ પરમાત્માના આત્મિક સ્વરૂપનું ધ્યાન કરે છે, સામર્થ્યની સ્તવના કરે છે. બાળજીવો પરમાત્માના બાહ્ય સ્વરૂપની સ્તવનાઆલંબન-ધ્યાન કરે છે. આ સર્વ સમર્પણ પરમાત્માને હોય છે. જે જે જીવને જે જે વસ્તુ વિશેષરૂપે ગમતી હોય, જે જે ચીજો મેળવવા જેવી, વાપરવા જેવી, રાખવા જેવી, આપવા જેવી લાગતી હોય તે તે ચીજોની તે તે પ્રવૃત્તિમાં અને એ રીતે તે તે ગુણોની તે તે વૃત્તિઓમાં હૃદયને આકર્ષણઆનંદ-ઉત્સાહ અને બહુમાન હોય છે. સામાન્યથી નાના છોકરાને મિત્રો જોડે રમવામાં, મોટા છોકરાઓને ફરવામાં, યુવાનોને ઠઠ્ઠા મશ્કરીમાં અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં, વેપારીઓને ધંધામાં, પ્રૌઢને માનપાનમાં, નિવૃત્તને પારકી પંચાતમાં રસ હોય છે, એટલે એ વાતમાં પોતાનું ખાવાપીવા વગેરેનું કાર્ય અને બીજા કાર્યોને એ ગૌણ-તુચ્છ સમજીને જતા કરે છે, અને તે જ કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. એવી રીતે આત્માને પરમાત્માના ગુણોમાં જ રસ હોય તો એ ગુણોને જાણવા, એ ગુણોને વિચારવા, એ ગુણોની સ્તવના કરવી, એ નિમિત્તે એમની સેવા કરવી, એ ગુણોનો અભ્યાસ કરવો, એ ગુણોમાં બીજાને સહાય કરવી, એ ગુણોથી વિરુદ્ધ દોષોમાંથી બચવું, એ દોષોની Page #93 -------------------------------------------------------------------------- ________________ ભયંકરતા વિચારવી, એ દોષોની ભયંકરતા બીજાને બતાવવી, એ દોષોની ભયંકરતા સમજાવીને બીજાને એ દોષોમાંથી નિવૃત્ત કરવા, પોતે એ દોષોમાંથી નિવૃત્ત થવું, નિવૃત્ત થવા માટે બીજાને સહાય કરવી, આ બધું શક્ય બને. આ બધું પરમાત્માના બહુમાનનું કાર્ય છે. એથી આ ગુણોમાં આત્માનું જે વલણ એ પરમાત્મભાવમાં આત્માનું આત્મગુણોનું સ્થાપન છે. (1) પરમાત્મા (2) પરમાત્મશક્તિ .... (3) પરમાત્મા સામર્થ્ય-આ ત્રણ વસ્તુને આપણે આપણા અનુભવથી સમજવી જોઈએ... શબ્દમાત્રથી સમજેલી વસ્તુઓનો વ્યવસ્થિત-સચોટ બોધ-અનુભવ જેવો થતો નથી દા.ત. જન્મથી આંધળાને રૂપનું વર્ણન કે પર્વતનું વર્ણન કરવામાં આવે તો એનો બોધ કરી શકે નહિ અને જે થાય એ કેવળ શબ્દરૂપ હોય છે. વ્યક્ત અનુભવરૂપ હોતો નથી. એવી જ રીતે પરમાત્માની ઓળખ શાસ્ત્રના શબ્દો દ્વારા શ્રદ્ધાપૂર્વક આપણે કરવા છતાં જેનો જેટલો બોધ વિકસિત થયો હોય, જેનો જેટલો અનુભવ હોય એના બળથી એ પરમાત્માના ગુણોનું કંઈક અનુભવરૂપે, કંઈક યથાસ્થિત કલ્પના રૂપે પીછાણ જ્ઞાન કરી શકે. જેવી રીતે છરી આકારથી-ધારના દેખાવથી અને છેદવાના સામર્થ્યથી ભિન્નભિન્ન સ્વરૂપવાળી હોય છે અને તે તે કાર્યના અર્થી તે તે ગુણને અવલંબી તેને ગ્રહણ કરે છે. નાના છોકરાને રમવા આપવાની છરી આકર્ષક દેખાતી, ધારવાળી છતાં કાપવાના સામર્થ્યરહિત હોય છે. શોકેસમાં મૂકવાની છરી પણ આવા જ પ્રકારની હોય છે, જ્યારે ઉપયોગમાં લેવાનું ચપ્પ કદાચ તેવા પ્રકારનું આકર્ષક ન હોય, કદાચ તેવા પ્રકારની ચકચકાટ ધાર ન હોય છતાં પણ કાર્યનો અર્થી એની તીક્ષ્ણતાને જુએ છે. એવી રીતે (1) પરમાત્માનું સ્વરૂપ (2) બાહ્ય અત્યંતર બન્ને રીતે પરમાત્માની શક્તિ અને (3) પરમાત્માનું એ શક્તિના અર્પણનું સામર્થ્ય આ ત્રણે અનુભવવા જોઈએ. કોઈપણ જીવની આગળ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે એ વસ્તુના સ્વરૂપને જો એ અનુભવ દ્વારા પકડે તો જ એનો બોધ વાસ્તવિક થાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ धन्योऽहं कृतपुण्योऽहं यत्प्राप्तं जिनशासनम् // અનંત ઉપકારી અરિહંત પરમાત્માનું તારક શાસન પ્રચંડ પુણ્યોદયે આપણને પ્રાપ્ત થયું, જેમાં રહેલી સર્વ આરાધનાઓ, આરાધનાની સામગ્રીઓ અને શાસનના પ્રત્યેક અંગો કારક છે. જરૂર છે એના પ્રત્યે બહુમાન અને શ્રદ્ધા જગાવવાની. આ બન્ને તત્વો કોઇપણ આરાધનાના પ્રાણભૂત છે. તે બન્ને આવતા આરાધનાની તાકાત અને આત્માનો ક્ષયોપશમભાવ કંઈક ગણા વધી જતા હોય છે. શ્રાવક કુળમાં જન્મેલા એક ભાઈ રસ્તા પરથી પસાર થતા હતા ત્યાં અચાનક ચક્કર આવતા ઓટલા પર બેસી ગયા, બેભાન થઈ ગયા. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવ દેખાયો. કૂકડાના વેપારીને ત્યાં પાંજરામાં પૂરાયેલા પુષ્ટકાય કૂકડા તરીકે પોતાની જાત દેખાઈ. બીજા કૂકડાઓની હાંસી કરવામાં સમય વીત્યો, ત્યાં એક ઘરાકે ભાવતાલ કરી તેને ખરીદી લઈ થેલીમાં નાખ્યો. મોતના પંજાથી છૂટવા ધમપછાડા કરતા તે કૂકડાએ આજુબાજુ નજર નાખતા એક મહાત્મા દેખાયા. “આ સારા માણસ છે, મને બચાવશે” એમ માની ચીસાચીસ કરી મૂકી. તેથી કંટાળીને માલિકે ગળુ મરડી નાંખ્યું. અંતિમ સમયના સાધુદર્શન અને સાધુ પ્રત્યેના “આ સારા માણસ છે” આવા અવ્યક્ત આદર ભાવના કારણે તે કૂકડો મરીને માણસ થયો, શ્રાવક કુળમાં જન્મ મળ્યો. કુવલયમાળામાં પણ એક દ્રષ્ટાંત આવે છે. એક જાગારી દુઃખી થઈને મરવા પડ્યો છે. અંતિમ ઘડીઓ ગણતા એને તાપસોએ ઉઠાવી લાવી પ્રભુના મંદિરમાં પ્રભુની દ્રષ્ટિ સન્મુખ મૂક્યો. તે વિચારે છે કે મેં પુણ્ય કાંઈ કર્યું નથી અને પાપો પાર વિનાના કર્યા છે અને તેથી જ આજ સુધી પ્રભુના દર્શન પામ્યો નથી. આજ અંતિમ ઘડીએ પ્રભુના દર્શન પામ્યો છું તો તેનું જે ફળ હોય તે મને મળો. આમ વિચારતાં મૃત્યુ પામી મહદ્ધિક વ્યંતર દેવ થયો. આ રીતે મન, વચન, કાયાથી પ્રભુદર્શન-જાપ, પંચપરમેષ્ઠિના દર્શન, જાપ, ધર્મક્રિયા વગેરે જે કાંઈ ઓઘ-આદરથી કરવામાં આવે તો તેનું ફળ સંપ્રતિ મહારાજની જેમ અબજોથી પણ આંકી ન શકાય તેટલું મળે છે, તે નિશ્ચિત Page #95 -------------------------------------------------------------------------- ________________ સમજવું. અને એથી પ્રમાદને છોડી બીજા બધા કાર્યો ગૌણ કરીને પણ ધર્મક્રિયાપ્રભુદર્શન-ભક્તિ વગેરે ખૂબ કરવી. જેનાથી આગળ ભૌતિક ઉન્નતિ અને ધર્મની યોગ્યતા પ્રાપ્ત થાય છે. પ્રભુશાસનના કોઈ પણ ધર્મ ઉપર વ્યક્ત આદર ધરાવનાર અને ઉત્તમ ઉપાસના કરનારને દેવલોકથી ઓછું ફળ ન મળે. અવ્યક્ત આદરઉપાસનાવાળાને દેવ અથવા મનુષ્યમાં મહાન સમૃદ્ધિવાળું અને ધર્મ પમાય તેવું સ્થાન મળે. માટે શ્રદ્ધા, ઉત્પન્ન કરી, ટકાવી શક્ય-પ્રભુદર્શન-પૂજા-જાપ-ભક્તિ સાધુ ઉપાસના-વંદન-સેવા-આદર વગેરેમાં પ્રવર્તવું. કેવલિ પ્રજ્ઞપ્ત કોઇપણ ધર્મ પ્રત્યે અરુચિ-ઉપેક્ષા કે અનાદર કરનારને ઘોર અંતરાય, દુર્ગતિની પરંપરા, રોગીપણું, દુર્ભાગીપણું, દુ:ખી દીનપણું અને કમોતે અનેક ભવોમાં મરવાનું મળે છે. માટે ગમે તેવી નુકસાની, આપત્તિ કે વિપરીત સંયોગોમાં પણ ધર્મ, ધર્મી, ધર્મસ્થાન કે ધર્મક્રિયાને અનાદર દ્રષ્ટિથી ન જોવા, તેની અવજ્ઞા ન કરવી, આશાતના ન કરવી, પરંતુ આરાધના ઉત્કૃષ્ટભાવે કરવી, જેથી સદ્ગતિની પરંપરા દ્વારા અને મોક્ષ સુધી પહોંચી શકાય. જીજી કફ કષકષ કg૮૮ | ggggggggggg Page #96 -------------------------------------------------------------------------- ________________ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः / કષાય અને ઇન્દ્રિયથી જીતાએલો આ આત્મા એ જ સંસાર છે” આ સૂક્તિમાં આંતરિક સંસારનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. જીવ સિવાયના બાકીના દ્રવ્યોમાં સંસાર કે મોક્ષ જેવા કોઇ અવસ્થા ભેદ જ નથી. ફક્ત પુદ્ગલદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં પ્રયોગથી, વિસસાથી અને મિશ્ર, એમ ત્રણ રીતે ગમનાગમન કરે છે, છતાં પુદ્ગલને સંસાર કહેવાતો નથી કારણ કે એ સંસરણમાંથી ક્યારે પણ કોઇપણ પુદ્ગલની મુક્તિ-છુટકારો એટલે કે કાયમી સંસરણ બંધ થવાની અવસ્થા જ નથી. જેમ જીવની પુદ્ગલથી મુક્ત અવસ્થાને મુક્તિ કહેવાય છે, અને એ પછી એ જીવ કાયમ માટે પુગલના બંધનથી મુક્ત જ રહે છે, તેમ પુદ્ગલો જીવથી છુટા પડ્યા પછી ક્યારે પણ કોઈપણ જીવ જોડે ન જોડાય તેવા બની શકતા નથી. તેથી પુદ્ગલોની મુક્ત અવસ્થા પણ નથી. આત્મા પુદ્ગલ સાથે બંધાય છે તેમ પુદ્ગલ આત્મા સાથે બંધાય છે, છતાં આત્માની જ બંધ અવસ્થા કહેવાય છે, પુદ્ગલની બંધ અવસ્થા નથી કહેવાતી. કારણ આ સંયોગ થવાના કારણે આત્માના ગુણો વિકૃત થાય છે કે નાશ પામે છે, પરંતુ પુદ્ગલના ગુણો વિકૃત કે નાશ નથી થતા. માટે આત્માને બદ્ધ કહેવાય છે, આત્માને જ મુક્ત કહેવાય છે, અને આત્માને જ સંસાર કહેવાય છે. આત્મા જ્યાં સુધી પુદ્ગલથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે, અને તે અનાદિકાળથી બંધાયેલો છે. પરંતુ કોઇપણ આત્મા પુદ્ગલથી સંપૂર્ણ મુક્ત થયા બાદ ક્યારે પણ ફરી બંધાતો નથી અને મુક્ત થયા વગરનો અનાદિકાળથી કાયમનો મુક્ત કોઇપણ આત્મા હોતો નથી. અનાદિકાળથી બંધાયેલ આત્માને બે પ્રકારના બંધન છે-(૧) તે તે ભવ પુરતા જ શરીરના બંધન અને (2) ભવાંતરો સુધી સાથે રહે તેવા શરીરના બંધન. આમાં પ્રથમ બંધન સ્થલ રીતે ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરનું હોય છે અને બીજાં બંધન તૈજસ અને કાશ્મણ શરીરનું હોય છે. આ તૈજસ શરીર ભેવોભવ સાથે આવે છે. કાર્પણ શરીરની જેમ આ તૈજસ શરીર પણ અનાદિ છે અને momen c e mennenemine Page #97 -------------------------------------------------------------------------- ________________ ઔદારિક, વૈક્રિય, આહારક શરીર પર અનુગ્રહ કે નિગ્રહ કરે છે. આ ચારે શરીરનો આધાર અને સંસારની સર્વ અવસ્થાઓનો આધાર કાર્મણ શરીર છે. કાર્મણ શરીરના બે ભેદ છે-(૧) આત્મા પર લાગેલ બધા જ કર્મોનો સમુહ એટલે કે આત્મા ઉપર કર્મરૂપે પરિણમીને રહેલ કામણ વર્ગણો તે કામણ શરીર (2) નામકર્મના અવાંતર ભેદરૂપ કામણ શરીર નામકર્મ. આ કાર્મણ શરીર નામકર્મ ઉદયમાં આવે એટલે જીવ તે કાળે પ્રવર્તમાન યોગના કારણે કાર્પણ વર્ગણાઓ (QUANTITY) જથ્થામાં ગ્રહણ કરે અને પછી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણો અનુસાર એમાં (QUANTITY) રસબંધના ભેદોનું નિર્માણ થાય. કાર્મણ વર્ગણામાં QUALITY નથી હોતી, છતાં મિથ્યાત્વ આદિ બંધ હેતુઓના કારણે ગ્રહણ કરાતી કાર્મણ વર્ગણામાં એટલે કે બંધાતા કર્મમાં QUALITY ઉત્પન્ન થાય છે. એટલે કે કાશ્મણ શરીર નામકર્મના ઉદયથી જીવ કર્મરૂપ શરીર=૧૫૮ પ્રકૃતિરૂપ શરીર બનાવે છે. કાર્પણ શરીરરૂપે રહેલ કર્મોના 158 ભેદો છે. તેમાંના કેટલાક કર્મો જીવને નિત્ય બંધાય છે, નિત્ય ઉદયમાં હોય છે; કેટલાક વિકલ્પ બંધાય, નિત્ય ઉદય હોય; કેટલાક નિત્ય બંધાય પણ ઉદય વિકલ્પ હોય; કેટલાક વિકલ્પ બંધાય, વિકલ્પ ઉદયમાં આવે. આ કર્મોના ઉદયથી જીવોમાં અનેક વિકૃતિ-અવસ્થાન્તર આવે છે. આ કર્મના આઠ ભેદ છે, તેમાં સંસારમાં જીવને જમાડનાર મુખ્ય મોહનીય કર્મ છે, પરંતુ મોહનીય કર્મને બળવાન બનાવનાર જ્ઞાનાવરણ કર્મ છે. અજ્ઞાનથી મિથ્યાત્વ આવે છે, મિથ્યાત્વથી કષાય અને નોકષાય જોર પકડે છે અને નોકષાયોથી વિષયો અને ઇન્દ્રિય જોર પકડે છે. માટે સંસારનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આ બન્નેથી ઉભા થતા કષાય, નોકષાય અને ઇન્દ્રિયો દ્વારા બધો સંસાર ઉત્પન્ન થાય છે. તેમનો નાશ કરવા માટે-શાસ્ત્રજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવ અને અનાદિકાલીન મોહવાસના મિશ્રિત વિપરીત જ્ઞાનના સ્વરૂપને જાણી, તેના નુકશાનો જાણી તે છોડવું જોઈએ. આ શાસ્ત્રજ્ઞાનમાં બતાવેલી ભાવનાઓના ચિંતન-મનન દ્વારા વિષય-કષાયોની ઉપાદેયતાની બુદ્ધિ, તેમાં સુખની બુદ્ધિ ઘટે છે, આ ઘટે તેમ મિથ્યાત્વ મોળું પડે, અને બીજી બાજુ ઇન્દ્રિયના વિષયોના શક્ય ત્યાગ દ્વારા વિષયાસક્તિના નુકશાનો વિચારવાથી અને ઇન્દ્રિયનિગ્રહના લાભ Page #98 -------------------------------------------------------------------------- ________________ વિચારવાથી ઇન્દ્રિયજય દ્વારા કષાય-નોકષાય ઉપર જય મેળવાય છે. આ રીતે જય મેળવનાર આત્મા મોક્ષે જાય છે. માટે તે જ મુક્તિ છે, અને કષાય અને ઈન્દ્રિયથી જીતાયેલા આત્મા એટલે કે કષાય અને ઇન્દ્રિયને પરવશ આત્મા અજ્ઞાન અને મિથ્યાત્વને પરવશ બને છે, અને સંસારમાં સુદીર્ઘ કાળ રખડે છે. માટે 'પરવશ બનનાર આત્મા એ જ સંસાર છે. જે કષાય-ઇન્દ્રિય પરવશ હોય તે પ્રાયઃ મિથ્યાત્વ તેમજ અજ્ઞાન પરવશ હોય ને સંસારમાં ભટકનાર બને. જે કષાય-ઇન્દ્રિય પરવશ ન હોય તેનામાં અજ્ઞાન અને મિથ્યાત્વ પ્રાય: ન હોય, કદાચ હોય તો પણ ઘટતા જતા હોય અને તેના કારણે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સન્મુખ બનેલો હોય છે. માટે જ અચરમાવર્તમાં કષાય તેમજ ઇન્દ્રિયની પરવશતા બતાવી છે, અને અપુનર્બન્ધકથી કષાય-ઇન્દ્રિય ઉપરનો ક્રમિક જય કહેલ છે. માટે કષાય અને ઇન્દ્રિયનો જય એ મોક્ષમાર્ગ છે. ઇન્દ્રિય પર જય મેળવવા વિષયોનો ત્યાગ અને વૈરાગ્યની ભાવના કરવી. વિષયોના ત્યાગ અને ભાવનાથી નોકષાયનો પણ જય થાય. જેમ જેમ નોકષાયનો જય થાય તેમ તેમ કષાયો પણ મંદ થાય છે. આમ શાસ્ત્ર અધ્યયન અને ભાવનારૂપી જ્ઞાનથી તેમજ આચારની ચીવટથી મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય અને નોકષાયનો હ્રાસ થાય છે. તેથી જ શાસ્ત્રમાં જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી મોક્ષ કહ્યો છે. કષાય જય તે જ્ઞાનયોગ છે, ઇન્દ્રિય જય તે ક્રિયાયોગ છે. સંસાર અસત્વજ્ઞાન અને અસક્રિયાથી ઊભો થાય છે. અને તેનો નાશ સર્જ્ઞાન અને સક્રિયાથી થાય છે. માટે આચાર, અભ્યાસ અને ભાવનામાં પ્રયત કરવો, જેથી સિદ્ધિગતિ શીધ્ર પ્રાપ્ત થાય. . સી * Page #99 -------------------------------------------------------------------------- ________________ ---- -- / भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् / “શી પરમાત્માની ભક્તિ એ પરમ આનંદરૂપ લક્ષ્મીનું બીજ છે.” આમાં ત્રણ વાત બતાવી છે-(૧) ભક્તિ ભગવાનની, પણ બીજાની નહિ, (2) બીજ પરમાનંદ લક્ષ્મીનું, પણ બીજી લક્ષ્મીનું કે બીજી વસ્તુનું નહિ, અને (3) બીજ ભક્તિને બતાવ્યું છે, પણ બીજી વાતને બીજ નથી બતાવ્યું. આ ત્રણેનો વિચાર કરવાનો છે. શ્રી પરમાત્મા ભૌતિક અને આધ્યાત્મિક સર્વ શક્તિઓના પ્રકૃષ્ટ સ્થાને છે, તેથી તેઓ બધી જ શક્તિઓના બીજ છે, છતાં બધી શક્તિઓમાં ચઢિયાતી શક્તિ પરમાનંદ છે. માટે લક્ષ્ય તરીકે તે બતાવ્યો છે. પરમાનંદ વીતરાગપણા વગર અને કેવળજ્ઞાન વગર નથી હોતો, માટે પરમાનંદમાં વીતરાગપણું અને કેવળજ્ઞાન પણ આવી જાય. વળી પરમાત્માની ઉપાસનાથી મળતી ભૌતિક શક્તિ પણ સ્થાયી નથી. એનું સ્વરૂપ નાશવંત છે. તેથી એ તુચ્છ-અલ્પકાલીન છે અને ક્યારેક દુર્ગતિનું કારણ બને છે. તેથી ભૌતિક કોઈ શક્તિ ઇચ્છવા જેવી નથી. આધ્યાત્મિક શક્તિઓનાં તરતમભેદે અને સ્વરૂપભેદે અનંત પ્રકારો છે. પરંતુ બધી જ શક્તિઓ પરાકાષ્ટાએ પરમાનંદની સાથે સંકળાયેલ છે. તેથી પરમાનંદ સંપદામાં કોઈપણ આધ્યાત્મિક શક્તિ બાકી નથી. તે બધામાં પરમાનંદને જ મુખ્યતા આપેલ છે કારણ સંસારી જીવો આનંદ-સુખ માટે જ બધી પ્રવૃત્તિ કરે છે. તેમને આત્મિક પરમાનંદ બતાવવાથી તેઓ તે તરફ ખેંચાય. વીતરાગતા વગર પરમાનંદ આવતો નથી. રાગ, દ્વેષ, કષાય, વિષયોનું ખેંચાણ-આ આનંદનો અનુભવ થવા દેતા નથી. પરમાત્મા પાસે પરમાનંદ મેળવવા અસંખ્ય યોગોથી, અસંખ્ય પ્રકારોથી પરમાત્માની અને એમની આજ્ઞાની ઉપાસના થતી હોવા છતાં અહીં ભક્તિને જ બતાવી છે, કારણ પરમાત્માની ભક્તિ જો બધા જ યોગોમાં વણાય તો તે યોગ મોક્ષનો યોગ બને છે. પરમાત્માની ભક્તિ જ કેમ? યોગની ભક્તિ ચાલે કે નહિ ? એ એક પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન મહાન અજ્ઞાનતા સૂચક છે, કારણ કે ડોકટરની શ્રદ્ધા વગર કે દવા બનાવનાર કંપનીની શ્રદ્ધા વગર દવા કંઈ કામ ન કરે. માટે બધે Page #100 -------------------------------------------------------------------------- ________________ લોકવ્યવહારમાં અજાણને એના જાણકારના વચન ઉપર વિશ્વાસ રાખવાનો હોય છે, અને એના કહ્યા મુજબ કરવાનું હોય છે. જેને નિયત કાર્યની જરૂર હોય અને તેના જાણકારને પૂછવા જાય ત્યારે તે માર્ગ-ઉપાય બતાવે. આ જરૂરિયાત, જાણકારને પૂછવું અને તેના કહ્યા મુજબ વર્તવાની તૈયારી-તે ભક્તિ છે. પરમાત્મા મોક્ષના અસંખ્ય યોગોના માલિક છે. એમની ઉપરના શ્રદ્ધાસમર્પણથી એટલે કે સ્મરણ-શરણ-સમર્પણ અને સમાપત્તિના ક્રમથી ભક્તિ કરવાથી પોતાના આલંબન દ્વારા પરમાત્મા ઉપાસક જીવને આગળ વધવા માટેના ક્ષયોપશમ-પુણ્ય-ઉત્સાહ અને પુરુષાર્થ આપે છે. પરમાત્માની મૂર્તિની પૂજા-સ્મરણ-જાપ-સ્તવના તથા આજ્ઞાને જાણવાની, સમજવાની, યાદ રાખવાની અને આચરવાની ભાવના, શક્ય આચરવું વગેરે અનેક પ્રકારે ભક્તિ છે. બધામાં પ્રભૂચિંધ્યા માર્ગે જવાનું હોય છે. પરમાત્માના માર્ગ ઉપરની અનન્ય શ્રદ્ધા ભક્ત જીવને પરમાત્મા બનાવે છે. દેવની શ્રદ્ધા વગર ગુરુ અને ધર્મની શ્રદ્ધા સફળ બનતી નથી. ગુરુ કે ધર્મની શ્રદ્ધા પછી પણ દેવની શ્રદ્ધા આવે તો જ પૂર્ણ બને છે. કારણ કે છદ્મસ્થનો કરાતો ધર્મ ખોડખાપણવાળો અને અપૂર્ણ હોય છે. ગુરુ પણ છદ્મસ્થ, શક્તિથી અધુરા અને દોષથી યુક્ત છે, છતાં કેવળજ્ઞાની પરમાત્માએ કહેલા ધર્મને લક્ષમાં રાખી શક્યતા મુજબ જે છદ્મસ્થો ધર્મ કરે છે તે કરણીય, પ્રશંસનીય અને અનુમોદનીય છે. માટે પરમાત્માની શ્રદ્ધાથી જ ધર્મની શ્રદ્ધા વાસ્તવિક છે. એવી જ રીતે પરમાત્માના વચનાનુસાર વર્તવા મથતા મહાવ્રતધારી ગુરુવર્યો જ સાચા ગુરુ છે. જો પરમાત્મા અને પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા ન હોય તો ગુરૂ ઉપરની શ્રદ્ધા પણ વાસ્તવિક નથી. ભગવાન ઉપરની શ્રદ્ધા તેમના શાસનના દરેક અંશ ઉપર શ્રદ્ધા લાવે છે તેથી પરમાત્મા ઉપરની ભક્તિથી પરમાત્માના શાસનના દરેક અંગની ભક્તિ આવે છે. તેથી પરમાત્માની ભક્તિમાં શાસનના બધા જ અંગની ભક્તિ સમાયેલી છે, ફક્ત જો તે તે અંગોમાંથી કોઈપણ અંગ પ્રત્યે અરુચિ કે ઉપેક્ષા ન હોય તો... માટે શાસનના કોઈપણ અંગની આરાધના જો પરમાત્માના વચનની ઉપેક્ષા કે અરુચિવગરની હોય, રુચિપૂર્વકની હોય તો તે પણ પરમાત્મભક્તિ છે. ફક્ત શાસનના તે તે અંશની ભક્તિમાં પ્રથમ તે અંશ વિકસે, પછી બીજા બધા વિકસે; જ્યારે પરમાત્મ ભક્તિમાં, સંયમ પાલનમાં, પંચાચારમાં બધા જ અંગો એક સાથે વિકસે છે. માટે પરમાત્મ ભક્તિ એ સર્વ ગુણો અને સર્વોત્કૃષ્ટ સુખનું બીજ બતાવ્યું છે. XXXXXX Page #101 -------------------------------------------------------------------------- ________________ તહેવ હિં તપઃ દ્વાર્થ' તપના બે પ્રકાર બતાવ્યા છે... (1) સત્ તપ અને (2) અસત્ તપ... આ જ રીતે કહેવાતા દરેક ગુણો અને શુભ પ્રવૃત્તિના બે ભેદ પડે-સત્ અને અસત્, જેમ પાપ પ્રવૃત્તિમાં-દોષોમાં દુઃખદાયકપણું અને દુર્ગતિદાયકપણું છે, માટે અસત્ કહેવાય, તેમ શુભ પ્રવૃત્તિ કે ગુણોમાં પણ વાસ્તવિક વિશિષ્ટ ગુણપ્રાપ્તિપણું ન થાય, મામુલી ફળથી અટકી જાય ત્યારે તેને પણ અસત્ કહેવાય છે. શુદ્ધ જ્ઞાનયુક્ત બાર પ્રકારનો તપ તે સત્ તપ છે, અને એનું ફળ કષાયોનો રોધ અને હાસ છે. ઉદયમાં આવતા કષાયોને જે અટકાવે તે રોધ કહેવાય અને કષાયો ઉદયમાં આવે જ નહિ કે અતિ મામુલી આવીને ચાલ્યા જાય તે હ્રાસ કહેવાય. જે તપમાં તેના પૂર્વ ઉત્તર કાળમાં પણ બ્રહ્મધ્યાન અને શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન હોય, અર્થાત્ શુદ્ધ આત્મા સિદ્ધાત્મા તેનું ધ્યાન, ભાવના અને લક્ષ હોય તે બ્રહ્મધ્યાન કહેવાય અને ઉપચારથી સિદ્ધ સ્વરૂપના કારણભૂત સંયમ, સ્વાધ્યાય વગેરેને પણ બ્રહ્મ કહેવાય. તેથી તે સંયમ સ્વાધ્યાયના લક્ષ સાથે જે તપ કરવામાં આવે તેને સત્ તપ કહેવાય. વળી આમાં શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન અને પૂજા હોય અર્થાત્ ગૃહસ્થોને શ્રી તીર્થંકર પરમાત્માની દ્રવ્યપૂજાપૂર્વક આજ્ઞા જાણવા, સમજવા અને શક્ય પાળવા દ્વારા આંશિક ભાવપૂજા પણ હોય, અને સાધુને દ્રવ્યપૂજા સામાન્યથી ન હોવા છતાં નામસ્મરણ, જાપ વગેરે સાથે આજ્ઞાપાલનસ્વાધ્યાય-સંયમ વગેરે હોય તો તે જિનેશ્વર દેવાની ભાવપૂજા છે. આ રીતે કષાયોનો રોધ, અટકાવ અને જિનાજ્ઞાનું લક્ષ જ્યાં હોય ત્યાં તપ શુદ્ધ છે, તથા કોઇપણ સત્ ક્રિયાઓમાં જ્યાં કષાયોનો નિગ્રહ અને સિદ્ધ સ્વરૂપના કે એના સાધનના લક્ષ સાથે આજ્ઞા પારતંત્ર-આજ્ઞાપાલનનું લક્ષ હોય તો તે ક્રિયા પ્રધાનતયા શુદ્ધ કહેવાય. બાકી વ્યવહારથી શુદ્ધ હોવા છતાં વાસ્તવમાં શુદ્ધિની ગૌણતા હોય અથવા અશુદ્ધપણું હોય. આ શુદ્ધિ ન હોય તેવા ઉપવાસ આદિ તપને લાંઘણ કહેવાય છે. અહીં લાંઘણનો અર્થ વિશિષ્ટ ફળનો અભાવ લેવો. સામાન્ય પુણ્યબંધ થાય. વિશિષ્ટ પુણ્યબંધ કે આત્મગુણો પ્રગટ ન થાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ તપ આત્મશક્તિઓનું સમ્યક્ ઉત્થાન અને ચિત્તવૃત્તિનો વિરોધ કરનાર છે. ચિત્તની જે વૃત્તિઓ કષાય-નોકષાય-ચાંચલ્ય-માનપાન-એશઆરામ-ઋદ્ધિ-વૃદ્ધિગારવો વગેરેથી તથા મનમાં ઉઠતા તરંગો-અનુકૂળતાના ખેંચાણથી દૂષિત થાય છે અને તેનાથી સંસારી જીવોને જે જે ઇચ્છાઓ જન્મે છે, તેનો નિરોધ થાય છે. શુદ્ધ જ્ઞાનયુક્ત તપથી આત્મામાં એક વિશિષ્ટ પ્રસન્નતાની અનુભૂતિની શક્તિ ઉત્પન્ન થાય છે, જેના કારણે અશુભ ચિત્તવૃત્તિઓ રોકાય છે. જીવ સહેજે મનને રોકી શકે છે. બહુધા મનમાં વૃત્તિઓ-ઇચ્છાઓ જન્મતી જ નથી. મનની જે અનેક પ્રકારની કાષાયિક-વૈષયિક અને પરચુરણ ચંચલવૃત્તિ છે તે રોકવાની શક્તિ શુદ્ધજ્ઞાનયુક્ત બાર પ્રકારના તપની પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. આ આત્મશક્તિનું ઉત્થાન એ તપનું વાસ્તવિક આંતરિક કાર્ય છે અને ચિત્તવૃત્તિ નિરોધ એ બાહ્ય કાર્ય છે. (1) તિતિક્ષા એટલે પ્રસન્નતા અને સમતાપૂર્વક સહન કરવું, (2) બ્રહ્મચર્યઆત્મભાવના અને (3) ગુપ્તિ; આ બધા આંતરિક ગુણોનું સ્થાન શુદ્ધજ્ઞાનયુક્ત બાર પ્રકારનો તપ છે. માટે તપનું લક્ષણ ભૂખ સહન કરવી કે કૃશપણું નથી, પરંતુ ઉપરોક્ત તિતિક્ષા-બ્રહ્મ અને ગુમિ છે. ચન્દન જેમ ગંધ સાથે એકમેક હોય છે, તેવી રીતે શુદ્ધજ્ઞાનથી એકમેક થયેલ બારે પ્રકારનો તપ એ આત્માને વિશિષ્ટ નિર્જરા કરાવે છે. આ ભૂમિકાએ ન પહોંચેલા જીવો પણ જો પ્રભુ ઉપરની ભક્તિથી અને શાસન પ્રભાવનાની ઇચ્છાથી તપ કરે તો એ તપસ્વી ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે અને પછી કાળક્રમે તેને વિશિષ્ટ શુદ્ધ તપ પ્રાપ્ત થાય છે. અને સ્પૃહારહિત શુદ્ધ તપ કરીને શીઘ કર્મોથી છૂટીને મોક્ષ પામે છે. જે જીવ કર્મને તપાવનાર જ્ઞાનરૂપી તપને નથી જાણતો તે તપના મર્મને નહિ જાણનાર જડ બુદ્ધિવાળો અત્યંત નિર્જરા શી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ વિપુલ નિર્જરા પ્રાપ્ત ન જ કરે. અજ્ઞાની કરોડો ભવોના તપથી જે કર્મ ખપાવે છે તે કર્મ જ્ઞાનરૂપી તપવાળોજ્ઞાનયુક્ત તપવાળો ક્ષણવારમાં ખપાવે છે. માટે જ્ઞાનયોગ એ શુદ્ધ તપ છે, એમ મુનિપુંગવો કહે છે. જ્ઞાનયોગથી નિકાચિત કર્મ પણ ક્ષય પામે છે. માટે જ્ઞાનમય તપસ્વી એ શુદ્ધ તપસ્વી છે, અને ભાવ નિર્જરાયુક્ત છે. બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના તપના બાર પ્રસિદ્ધ ભેદો અને બીજા પણ અવાંતર ભેદો સ્થૂલદ્રષ્ટિથી અભવ્ય જીવોને અને અચરમાવર્તમાં પણ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ છતાં વિશિષ્ટ નિર્જરા અને વિશિષ્ટ ગુણ પ્રાદુર્ભાવ કરાવનાર નથી, કારણ કે તપ શુદ્ધ નથી, વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત નથી. તપથી થતી નિર્જરામાં જ્ઞાનને મુખ્ય કારણ બતાવ્યું છે, તેમાં જ્ઞાનનું શુદ્ધપણું એ મહત્ત્વનું છે. જેમ જ્ઞાન વગરનો તપ વિશેષ નિર્જરા કરતો નથી, તેમ અશુદ્ધ જ્ઞાન પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બનતું નથી. બાહ્ય-અભ્યતર તપથી બાળજીવોને કર્મહાસ થાય છે અને કાંઇક શુદ્ધ અને વિશેષ પુણ્ય મળે છે. તપની શ્રદ્ધાથી પરમાત્મા ઉપર શ્રદ્ધા અને તપના લાભના અનુભવથી પરમાત્માની આજ્ઞાના પાલનમાં લાભની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને તે શ્રદ્ધા વિશેષ પુણ્ય અને પરમાત્મા જેવી વિશિષ્ટ પુણ્યપુરુષની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી શુદ્ધિ યુક્ત જ્ઞાન પ્રગટ થતા વિશિષ્ટ નિર્જરાનું કાર્ય તરત થાય છે. માટે શુદ્ધ જ્ઞાનની શક્તિ-સામગ્રીવાળાએ શુદ્ધ જ્ઞાનપૂર્વક તપ-ત્યાગ-સંયમ વગેરે ગુણોની સાધના કરવી, અને જ્ઞાન વગરના કે જ્ઞાનની શુદ્ધિ વિનાનાએ પણ પ્રભુભક્તિ-શાસનપ્રભાવના-સંજ્ઞાજય, કર્મહાસ - ગુણઅભ્યાસ વગેરે લક્ષથી પણ તપ અને સંયમ પાળવા. તેનાથી શુદ્ધિ અને જ્ઞાન કાળક્રમે મળે છે અને સર્વ નિર્જરા પામે છે. માટે પહેલા બતાવેલ તપનું સ્વરૂપ વાસ્તવિક હોવા છતાં તે ભૂમિકા સુધી ન પહોંચનાર પણ વર્તમાનકાલીન તપ વગેરે અલ્પ નિર્જરા દ્વારા પ્રધાન નિર્જરા અને મોક્ષનું અંગ બને છે. માટે બાહ્ય તપ અને તપસ્વીની કોઈએ ક્યારે પણ નિંદા ન કરવી. બાહ્ય તપ એ પણ મોક્ષમાર્ગ છે, જેમ શીવરાજર્ષિ અજીર્ણના કારણે તપ ઉપર ચડ્યા, પછી ધ્યાન ઉપર ચડ્યા, પછી વિર્ભાગજ્ઞાન થયું, અને પરમાત્મા મહાવીરદેવ મળ્યા અને સંયમ પામી મોક્ષે ગયા. તેથી તપ-ત્યાગ અને બાહ્ય સંયમ એ પણ આંતર ગુણોના કારણરૂપ છે. માટે એમાં પ્રયત્ન કરવો. Page #104 -------------------------------------------------------------------------- ________________ 6. એ મસુરવિરિયાળ ગામો, છે * O A સુહા વિરિયાતું નો ય માગો છે છે નવપદના દરેક પદમાં નવપદ વણાયેલા છે. છતાં બાળજીવોને એક-એક પદની મહત્તા સમજાવવા માટે એક-એક પદની આરાધના કહી છે. ગણિત આમ એક; પણ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા જુદાજુદા બતાવ્યા. ભાગાકાર બતાવે ત્યારે ગુણાકાર ન બતાવે, ને બાદબાકીની વાત ચાલતી હોય ત્યારે ભાગાકારની વાત ન હોય. તેમ આપણા હૃદયમાં મહત્તા વધે માટે દરેક પદની વાત જુદી જુદી બતાવી છે. પરંતુ, તત્ત્વદ્રષ્ટિએ નવપદના પ્રત્યેક પદમાં નવપદની આરાધના છે. સામાયિક કરીએ, નવકાર ગણીએ તો પણ નવપદની આરાધના છે. વિવક્ષા તરીકે જુદી કહી છે. અર્થાત્ અમુકને જ્ઞાનની, અમુકને દર્શનની, અમુકને ચારિત્રની આરાધના કહેવાય, તેમ વિભાગ પાડ્યા છે. ચારિત્ર પદની આરાધના એટલે કઈ આરાધના ? આશ્રવની કે સંવરની પ્રવૃત્તિ? સંવરની પ્રવૃત્તિ. ચય = એકઠાં કરેલાં કર્મોને ખાલી કરે તે ચારિત્ર... બાહ્ય પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થઈને અંતરના પાપ પરિણામોને નિવૃત્ત કરવા તે ચારિત્ર. પ્રથમ બહારથી નિવૃત્ત થવું. બહારથી નિવૃત્ત થાય નહિ તો અંદરના પરિણામો નિવૃત્ત થાય નહિ અને ત્યાં સુધી ચારિત્ર આવે નહિ. બહારથી નિવૃત્ત થયા પછી અંદરથી અરુચિ રાખે તો અંદરની નિવૃત્તિ કહેવાય. મનમાં પાપપ્રવૃત્તિનું ખેંચાણ હોય તો ચારિત્ર દૂર છે. મનમાં ધર્મપ્રવૃત્તિનું ખેંચાણ છે, સંવરની પ્રવૃત્તિ છે તો ચારિત્ર નજીક છે. ભગવાનની પૂજા ચારિત્રની નજીક કે દૂર? ભગવાનની ભક્તિ, ગુણગાન, તે બધાં કાર્યનું ફળ સંવરની પ્રાપ્તિ, આશ્રવની નિવૃત્તિ છે, માટે તે ચારિત્રની નજીક લઈ જાય છે. ટી.વી.ની, સમાચાર પત્રોની, રેડિયોની પ્રવૃત્તિ ચારિત્રથી દૂર ખસેડનાર છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જેને બાહ્ય મોજશોખની પ્રવૃત્તિમાં રસ છે તે પ્રવૃત્તિ આત્માને શું કરે? બાહ્ય સાંસારિક પ્રવૃત્તિનો રસ ચારિત્રના રસને, વૈરાગ્યના રસને તથા તપના રસને મોળો પાડે. એટલે ચારિત્રની પ્રાપ્તિ ભૂમિકા વગર થતી નથી, ભૂમિકા વગર ટકતી નથી. ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેને ટકાવવા માટે નીચેના પગથિયાના ટેકા વિના ઉપરની ભૂમિકા રહી ન શકે. વિશિષ્ટ અવ્યવસાય, વિશિષ્ટ પ્રવૃત્તિ, વિશિષ્ટ ભાવોલ્લાસ ઓછાવત્તા કેમ દેખાય છે? નીચેના પાયા મજબૂત કર્યા વિના ઉપરનું ચણતર કર્યો જઈએ તો ચાલે નહીં. તો આશ્રવની નિવૃત્તિ વગર સંવરની પ્રવૃત્તિ આવે નહિ, આશ્રવની નિવૃત્તિ માટે આશ્રવનો ભય જોઇએ. આશ્રવનો ભય તે સમ્યગ્દર્શન છે ને આશ્રવની નિવૃત્તિ તે ચારિત્ર છે. દોષનો ભય અને દોષની નિવૃત્તિ જોઇએ; દોષનો ભય તે સમ્યગ્દર્શન છે, ને દોષની નિવૃત્તિ તે ચારિત્ર છે. પાપનો ભય એ નીચેની ભૂમિકા છે. ને પાપની નિવૃત્તિ ઉપરની ભૂમિકા છે. ખાવાનો ભય જેને ન આવે તેને આહારસંજ્ઞા પર તિરસ્કાર ન આવે.... “ખાવું એ મારો સ્વભાવ નથી, આવી વિચારણા જેની ન હોય તેને તપ આવે તો ખરો, પણ પુણ્યના આલંબનથી આવે; ગતાનુગતિકતાથી આવે. તેને તપના પારણા ને અત્તરપારણામાં જ આનંદ આવે. દીક્ષા લીધા પછી આત્મા ગુણો કેળવવા યોગ્ય બને છે. ભાવધર્મની દીક્ષા પછી વ્યવહાર ધર્મની દીક્ષા અપાય તેવું નથી. વ્યવહાર દીક્ષા પછી ભાવ દીક્ષા આવે. ચારિત્ર બહાર હોય તો અંતરમાં આવે. બહારમાં લાવવું નથી, અંતરમાં ઇચ્છા કરવી નથી, અંતરમાં આશ્રવ પ્રત્યે તિરસ્કાર પેદા કરવો નથી, પછી ચારિત્ર ક્યાંથી મળે ? કો'કદિવસ પૈસા ગણતી વખતે વિચાર આવે કે “આ પૈસો મને સંસારમાં ભટકાવનાર છે?” અંતરમાં સમ્યકત્વ હોય તો આવો વિચાર આવ્યા વિના ન રહે. જેને આશ્રવ પ્રત્યે અરુચિ નથી, જેને આશ્રવ પ્રત્યે ભય નથી, જેને આશ્રવ પ્રત્યે હૃદયમાં ઠંડક છે, તેને સમ્યકત્વ ન હોય. બાહ્ય રીતે આચારમાં જેટલી ચુસ્તતા, મક્કમતા આવે તેટલી અંતરમાં ચારિત્રની ઈચ્છા પ્રબલ થાય. છાજીવજી જી વણા 98 છાપજી જીપજીરાવજી Page #106 -------------------------------------------------------------------------- ________________ માટીને દાબી દઇએ તો અનાજ ન ઊગે. માટીને ખોદીએ તો અનાજ થાય... માટી એકની એક છે, પણ કેટલો ફરક ? એક કઠોરને એક પોચી. તેમ જેને પાપનો ભય થાય તે પોચો થાય છે, તેમાં ધર્મ ઊગે છે. જેને પાપનો ભય નથી, આશ્રવ પ્રત્યે મીઠાશ છે, તે કઠોર થાય છે, તેમાં ધર્મ ઊગતો નથી. કઠોર કોણ ? પાપનો ભય જેનામાંથી નીકળી જાય છે... જે આત્મામાં પાપ પ્રત્યે અરુચિ આવે અને પાપનો ભય આવે તે આત્મામાં કોમળતા આવે... ઉપાશ્રયમાં કીડી નીકળે ને ઘરમાં કીડી નીકળે- તો બન્નેની કાળજીમાં ફરક પડે છે. જયણા બધા કાર્યની અંદર જોઈએ.. જમવા બેસો તો નીચે દાણો પડે તો ચલાવાય નહિ. વસ્તુ એંઠી મુકો તો ચલાવાય નહિ. આજે થાળી ધોઈને પીવાની એવો દરેક ઘરમાં કાયદો નથી. અમે એકેય પાતરાં ધોયાનું પાણી પરઠવીએ નહિ, પી જઈએ. અને તમારે ત્યાં થાળીનો એઠવાડ ગટરમાં નંખાય. ગટરમાં નાંખો તો મચ્છર થાય, સંમૂર્છાિમ જીવો થાય. પાછળ આશ્રવો કેટલા ? આશ્રવનો ભય ગયો એટલે આવું થાય. ઘરમાં વાસણ કેટલાં જોઇએ? બે થાળી હોય તો ચાલે... કરકસરથી વપરાય. વધારે વાસણ હોય તો વધારે બગડે. રાખવા પડે તે વાત જુદી; પણ બને તેટલા ઓછા રાખવા. જયણાથી કામ કરવું. આવી વાતો પાપનો ભય હોય તેના જીવનમાં આવે. જેના જીવનમાં પાપનો ભય નથી તેનું “બારદાન હાજર, માલ ગેરહાજર જેવો ઘાટ થાય. બારદાન સારુ બનાવવા કોણ મહેનત કરે ? માલ વહેચવો હોય તે. બહાર આબરૂ જોઇએ તો બારદાન સારુ. આજે લોકોને ધર્મક્રિયા, ધર્મસ્થાનોમાં જવાથી આબરૂ વધશે આવી વિચારણા નથી, નહીંતર આબરૂ જમાવવા ખાતર પણ ધર્મક્રિયા કરે. જૂનાકાળમાં ચાંદલો જોઇને વ્યવહાર કરતાં હતાં, અત્યારે ચાંદલો જોઈને દૂર ભાગે. જેને ધર્મ નથી ગમતો તેવાની સાથે વ્યવહાર જેને ગમે તે વ્યવહારથી પણ ધર્મી ન કહેવાય, પણ જેને ધર્મ નથી ગમતો તેવાની જોડે જેને વ્યવહાર નથી ગમતો તે વ્યવહારથી ધર્મી કહેવાય છે. જે વ્યવહારથી ધર્મરહિત છે તેની જોડે વ્યવહાર રાખે તો તેને વ્યવહારથી ધર્મભ્રષ્ટ થવું પડે. દીકરીના લગ્ન હોય, સામા પક્ષવાળા કહે, “રાત્રે ખવડાવવું પડશે, કંદમૂળ કરવું પડશે,” તો સામે પક્ષે જો ધર્મરુચિ વિનાના હોય અને તેવાની સાથે સંબંધ Page #107 -------------------------------------------------------------------------- ________________ માંડવો હોય તો ધર્મથી ભ્રષ્ટ થવું જ પડે. જે ધર્મી ન હોય, પાપી હોય, ધર્મ પ્રત્યે તિરસ્કારવાળા હોય, અરુચિવાળા હોય તેની સાથે વ્યવહાર કાપી નાંખે તેના આત્મામાં જ ધર્મ રહે. આપણે ત્યાં એટલે જ કહ્યું છે કે સમકિતી આત્મા ઈતર જોડે પરિચય ન રાખે-વ્યવહાર ન કરે. પ્રશ્ન :- સમ્યગ્દર્શન વિનાના હોય તેની જ સંખ્યા કેમ વધારે હોય ? ઉત્તર :- અસલ હીરાની સંખ્યા વધારે કે નકલી (ઇમીટેશન) હીરાની સંખ્યા વધારે ? પ્રશ્ન :- સંસારમાં રહ્યા હોઈએ તો વ્યવહાર કેવી રીતે ચલાવવો ? ઉત્તર :- પહેલી વાત એ છે કે વ્યવહાર ધર્મ પાળવો હોય તો વ્યવહાર ધર્મ જે ન પાળતાં હોય તો તેની સાથેનો વ્યવહાર કાપી નાંખો. જે ધર્મને શિરોધાર્ય કરે તેની સાથે જ વ્યવહાર રાખવો, અને જે ધર્મોન "Non Sense" કહે તેની સાથે બોલવું તે પણ અધર્મ છે. ' પ્રશ્ન - ફક્ત બોલવાથી પણ અધર્મ થાય ? ઉત્તર :- હા ! ગાંડા સાથે વાત કરે તે પણ ગાંડા કહેવાય. વ્યવહાર ધર્મ જેને પાળવો હોય તેને વ્યવહારથી જે ધર્મ વિમુખ હોય તેની સાથે વ્યવહાર બંધ કરી દેવો જોઈએ. જે ધર્મીને, ગુરુને, ધર્મના વ્યવહારને માથે ન રાખે તેની સાથે વ્યવહાર રાખવાથી વ્યવહારથી ધર્મભ્રષ્ટ થાય છે. સંસારી સાથેનો વ્યવહાર જેટલો વધારે એટલો ધર્મી જોડેનો વ્યવહાર મોળો પડે. નોકરી કરવી પડે તો ધર્મીને ત્યાં કરવી. ત્યાં નોકરી કરવાથી ધર્મ વધે છે. પર્વો આવે ત્યારે રજા પણ આપે. ધર્મમાં સહાય કરે. સાધુને શ્રાવક સાથે સંબંધ કે શ્રાવકને સાધુ જોડે (સંબંધો? વિશિષ્ટ કોટિના શ્રાવકને બાજુ પર મૂકીને બાકીના શ્રાવકો સાધુ ધર્મને નહિ જાણનારા, પોતાના સ્વાર્થ માટે સાધુ પાસે મંત્ર, મુહૂર્ત, રાખડી માંગતા હોય, જેમને સાધુ ધર્મની કદર ન હોય તેની સાથે સાધુ વધારે વ્યવહાર રાખે તો વ્યવહારથી સાધુ ધર્મભ્રષ્ટ થાય છે. શ્રાવકોએ સાધુ જોડે પરિચય રાખવાનો ખરો, પણ જ્ઞાન માટે, આંતરિક ધર્મ માટે, આચાર માટે, સમજણ માટે, શ્રદ્ધા માટે, ધર્મ માટે, ધર્મમાં આગળ gવજી ઉપજી છાપુજી/૧૦૦ જી જી જી જીરૂ Page #108 -------------------------------------------------------------------------- ________________ વધવા માટે રાખવાનો છે. અને સાધુએ શ્રાવકો સાથે પરિચય તેમને ઊંચે ચડાવવા માટે રાખવાનો છે. ભાવચારિત્ર માટે વ્યવહાર ચારિત્ર ઉત્તમ પાળવાનું. ભાવચારિત્ર જોઇતું હોય તો દેશવિરતિ ધર્મને વધારવાનો. આ રીતે ચારિત્ર ધર્મની આરાધના કરીએ તો આગળ જઈને ભાવચારિત્રની પ્રાપ્તિ થાય. માટે સંસારના વ્યવહાર, સામગ્રી, કાર્યો, પ્રવૃત્તિ ઘટાડવા તે પણ ચારિત્ર છે. આવા ચારિત્રમાં આગળ વધનારો ભાવચારિત્ર પામે, સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિ સુધી પણ પહોંચે. Page #109 -------------------------------------------------------------------------- ________________ |आणा हि मोहविसपरममंतो મોહને વિષની ઉપમા આપી છે. આજ્ઞાને વિષ ઉતારનાર પરમમંત્રની ઉપમા આપી છે. વિષ એ આત્માને મુચ્છિત બનાવે છે, ચૈતન્યરહિત બનાવે છે તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી આશ્રવો, હેય, પરભાવ, પુગલ પરિણતિ વગેરે તરફ ક્યાંક ગુણકારિતાના, કર્તવ્યતાના, ઉપાદેયતાના, સારા તરીકેના, લાભકારક તરીકેના ભાવો જન્મે છે, ક્યાંક ઉપરોક્ત ભાવો ખોટા લાગવા છતાં તેના તરફ ખેંચાણના ભાવો, સુખબુદ્ધિના ભાવો રહે છે. આ છે મોહના વિષની અસર. બીજી રીતે મોહને મદિરાની ઉપમા આપી છે તેથી તેનાથી ઉન્મત્તતા આવે છે. આ વિષને ઉતારવા માટે પરમ મંત્રના જાપ તરીકે છે આજ્ઞા. આજ્ઞા એટલે જિનવચન કે તદનુસાર કરાતી પ્રવૃત્તિ. શ્રી જિનવચનને વારંવાર વિચારીએ, ભાવિત કરીએ, શક્યતા મુજબ જિનવચનાનુસાર વર્તીએ તો વિષની ભ્રમણા, વિપરીત સંસ્કાર અને વિપરીત જ્ઞાનની અસર ઉતરતી જાય. મોહવિષના અનેક પ્રકાર છે, તેમ તેના વારણરૂપ આજ્ઞાના પણ અનેક પ્રકાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેને જે દોષ વધારે પીડે તેના વારણ માટે તે દોષ સંબંધી ઉપદેશક શ્લોકો, શાસ્ત્રપાઠો મુખપાઠ કરીને વારંવાર પાઠ કરવો, તેમજ તેને વિચારવા. મોહનું કાર્ય છે જીવને સ્વરૂપમાં ન આવવા દેવો, તેને પરભાવમાં રુચિખેંચાણ કરાવવું અને પક્ષપાતરૂપે દ્રષ્ટિ વિકૃત કરાવવી. આના કારણે પ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવો વ્યક્ત રીતે આંશિક વિપરીત ખેંચાણવાળા છે તેની ઉપરના જીવો અવ્યક્તરૂપે મોહના ઉદયવાળા છે. શાસ્ત્ર ભાવનાથી દર્શનમોહનીય એટલે અશ્રદ્ધા પણ નાશ પામે છે. પ્રભુશાસનની આરાધનાના ચાર પ્રકારો છે. (1) જિનઆજ્ઞા-જિનવચનનો અભ્યાસ કરવો, વારંવાર પૂર્વાપર સંબંધથી વિચારવું અને આત્મસાત્ થયા પછી પણ વારંવાર પાઠનું પુનરાવર્તન કરવું. છા પછી જીવ 102 | જીવ પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ તત્વો, આચારો વગેરે વારંવાર યાદ કરવાથી પાપના પક્ષપાતનું-પાપસ્થાનોમાં ગુણદષ્ટિનું મોહવિષ નાશ પામે છે, સમ્યગ્દર્શન ન હોય તો પ્રગટ થાય છે, હોય તો નિર્મળ થાય છે. માટે સમ્યકત્વ નહિ પામેલ અપુનર્બન્ધકથી માંડી બધાનું અને સમ્યકત્વ પામેલાનું મિથ્યાત્વ વિષ શાસ્ત્ર સ્વાધ્યાયથી ઉતરતું જાય છે, એટલે કે મિથ્યા માન્યતાઓમાં મિથ્યાપણું દેખાય છે, એના ઉપર આદર નાશ પામી અનાદર થાય છે. તથા શાસ્ત્રશ્રવણ, પઠન, ચિંતન, પરાવર્તનથી આચારો અને અનાચારો વારંવાર ધુંટાય છે અને એથી આચારો પ્રત્યે આદર થાય છે, જે ચારિત્રમોહનીયનો લયોપશમ કરે છે, અનાચાર પ્રત્યે જે અરુચિ અને જુગુપ્સા છે તે શાસ્ત્રપઠનથી વધતા જાય છે અને તે પણ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે. જૈનાચાર્યો સાથે વારંવાર વાદમાં પરાસ્ત થયા બાદ બીજો કોઈ ઉપાય ન દેખાવાથી કટ્ટર દ્વેષી એવા પણ ગોવિંદ બ્રાહ્મણે નબળી કડીઓ જાણવાના દઢ નિર્ધાર સાથે ચારિત્ર લીધું. ગુરુદેવનો વિનય કરવા પૂર્વક અધ્યયન પણ ચાલુ કર્યું. પોતાને ક્યાંક નબળી કડી દેખાય તે એક કાગળમાં ઉતારવાનું ચાલુ કર્યું. ચકોર ગુરુદેવશ્રીના હાથમાં તે કાગળ આવી જતાં જરાય વિચલિત થયા વિના અધ્યાપન ચાલુ રખાવ્યું અને આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો અભ્યાસ ચાલુ કરાવ્યો. તેમાં પજીવનિકાયની સિદ્ધિ માટે આપેલી સચોટ યુક્તિઓ જોઈ હૈયુ ઝૂકી ગયું. પશ્ચાત્તાપ થયો. “અહા ! શાસ્ત્રને મેં શસ્ત્ર બનાવ્યું !" ગુરુદેવ પાસે આલોચના કરી શુદ્ધિ કરી માર્ગમાં સ્થિર થયા. 2) શક્ય એટલા આચારનું પાલન, તેની ચોક્કસાઈ પણ પ્રતિક્ષણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મ ખપાવે છે અને મોહ વિષનો નાશ કરે છે. તીવ્ર જ્ઞાનાવરણીયના ઉદયથી શ્રુત ચડતું નથી, શાસ્ત્રનો જરૂરી અભ્યાસ થતો નથી, પણ અભ્યાસ કરવાનો સતત તીવ્ર પુરુષાર્થ, ગુરુદેવના વચનનું પાલન, પોતાની ભૂલ બતાવનાર પ્રત્યે અહો ભાવના કારણે માપતુષ મુનિને વીતરાગતાની પ્રાપ્તિ થઈ. 3) બીજાઓના આચાર જોઇને આનંદ પામવો, બીજાને આચાર બતાવવો, શાસ્ત્ર ભણાવવા, આચારપાલનમાં સહાયક થવું, આચારની તેમજ આચારપાલનની પ્રશંસા કરવી, અનાચારથી પાછા વાળવા વગેરે આપણી વાચિક, કાયિક પ્રવૃત્તિ Page #111 -------------------------------------------------------------------------- ________________ દ્વારા બીજાને આજ્ઞા બતાવવા, પળાવવા વગેરેમાં બીજા તો આજ્ઞામય બને જ છે, જાતે પણ આજ્ઞામય બનાય છે. માટે એ સ્વના પણ મોહવિષનો નાશ કરે છે. 4) અશક્ય આચારો-અશક્ય પરિસ્થિતિઓમાં પણ શક્ય આચરણનું લક્ષ્યબિન્દુ રાખીને જે નથી પળાતું, નથી કરાતું તેમાં પશ્ચાત્તાપ કરવો, પોતાના દોષોનું સદ્ગુરુને કથન કરવું, પાળનાર પ્રત્યે અહોભાવ, સેવા કરવી વગેરે પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કરવા દ્વારા મોહ વિષનો નાશ કરતા જાય છે. અહીં એક વાત સમજવી કે મોક્ષની પ્રાપ્તિના કારણભૂત આરાધનાના યોગો અસંખ્ય છે - જેવી રીતે જિનનામકર્મ નિકાચના કરનાર કોઈ એક સ્થાનક આરાધે, કોઈ બે આરાધે, કોઈ બધા (20 સ્થાનકો પણ આરાધે, છતાં ફળરૂપે શ્રી તીર્થંકરપણે બધાને મળે. એકસ્થાનવાળાને પણ મળે, બે સ્થાનવાળાને પણ મળે અને બધા સ્થાનકના આરાધકને પણ મળે. તેવી રીતે અસંખ્ય યોગમાંથી એક, બે કે અનેક યોગ જે આરાધે તે મોક્ષ પામે. તેથી તે તે યોગની જે ભાવપૂર્વકની આદર, ગૌરવ સાથેની આરાધનાની તમન્ના તે ભાવ આજ્ઞા છે, તે આત્માના મોહવિષનો નાશ કરે છે. માટે ફક્ત શાસ્ત્ર અભ્યાસ અને તેનું પરાવર્તન કરવારૂપ આજ્ઞા જ અહીં ન લેવી. જો કે પ્રધાનતયા રાજમાર્ગથી શાસ્ત્ર વગર શાસન નથી, પરંતુ આત્માના મોહને નાશ કરવા માટે અનેક નિમિત્તકારણો દ્વારા પ્રવૃત્ત થતો જીવ અનાચારને અનાચારરૂપે ઓળખતો થાય, આચારને આચારરૂપે ઓળખતો થાય. જીવનું આ જે સદ્યોગ અને સર્વિચારણા પ્રત્યેનું ઢળાણ તે આજ્ઞા છે. તેથી સવિચારણા અને સદ્યોગથી મોહવિષ નાશ પામે. માટે ગૌણ વૃત્તિએ વૈરાગ્યયુક્ત જૈનેતરમાર્ગમાં જેટલા અંશમાં દયા, દાનાદિ પ્રવૃત્તિમાં સદ્યોગતા છે અને વૈરાગ્યભાવના, કષાયનિગ્રહ, ઇન્દ્રિયદમન ઇત્યાદિની જે સર્વિચારણાઓ છે તે બન્ને એ લોકોના આત્મામાંથી મોહવિષ ઘટાડે છે અને જૈનધર્મ તેમજ વિચરતા પરમાત્માને પામવા સુધીનું પુણ્ય ઉપાર્જન કરાવે છે અને તેમનો સમાગમ તેમજ ઉત્તમ આરાધનાની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. માટે મોહવિષને ઉતારવા માટે નીચેના ઉપાયોનો અમલ કરવો. (1) મોહવિષ ચડવાના જે જે ઉપાયો છે, તેનાથી વિપરીત વિષ ઉતારવાના ઉપાય છે. તેને આચરવા. Page #112 -------------------------------------------------------------------------- ________________ (2) ધર્મના આચારો, ધર્મ આચારના લાભો, પાપની જુગુપ્સા, પાપ આચારના નુકસાનો, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો-બના સુચક દ્રષ્ટાંતો વાંચવા, યાદ રાખવા, તેનો વારંવાર પાઠ કરવોં. ' (3) જાપથી મોહવિષ નાશ પામે, તેમ અનિત્યાદિ ભાવનાઓ અને ઉપરોક્ત અર્થસૂચક ગ્રન્થો, શ્લોકો વાંચવાનું વિચારવાથી મોહવિષ નાશ પામે. (4) પાપની પ્રવૃત્તિઓ જેટલી ઘટાડાય તેટલી ઘટાડવી, જે કરવી પડે તેમાં જયણા રખાય, તેના ઉપર અરુચિ, તિરસ્કાર રહે તો મોહવિષ ઉતરે. આનંદ, પ્રસન્નતા એ મોહવિષ વધારે. પવન ગમે, સારું ખાવાનું ગમે, માનપાન ગમે તો મોહવિષ વધે. (5) આથી વિપરીત, ધર્મ આચારોમાં પ્રવર્તન, આનંદ, આદર, અનુમોદના, વિશેષ-પ્રવર્તન વગેરે પણ મોહવિષ ઉતારે. (6) ભાવનાઓ યુક્ત જે કાંઈ પ્રાસંગિક વિચારણા, પ્રવૃત્તિઓ તે પણ મોહવિષ ઉતારે. આ બધી વાતો આજ્ઞા સ્વરૂપ છે, આજ્ઞા છે. આજ્ઞા એ ઉત્સર્ગરૂપ-અપવાદરૂપ ભિન્નભિન્ન દ્રવ્યાદિકમાં જરૂરી ફેરફારવાળી હોય છે. જેમ આધાકર્મી વગેરે વ્યવહારો પ્રથમ, અંતિમ અને મધ્યમ જિનોમાં ફેરફારવાળા હોય છે તેમ એક જ શાસનમાં અનેક સંયોગથી આગંતુક ફેરફાર વગેરે જે માર્ગરક્ષક, રાગદ્વેષહાનિકારક ગીતાર્થદેશિત આચાર હોય તે બધું આજ્ઞામાં સમાવિષ્ટ થાય છે. જીવણજીણg૧૦૫ક્ષgષણgષા, Page #113 -------------------------------------------------------------------------- ________________ बिन्धिर्व खलु कायर्य सम्वत्य सम्रा नरण बखिमया // બદ્ધિશાળી માણસે સર્વ કાર્યમાં ઉચિત જ કરવું જોઈએ... જે ઉચિત કરે તે બુદ્ધિશાળી કે બુદ્ધિશાળી હોય તે ઉચિત કરે ? આ એક માર્મિક પ્રશ્ન છે. માલ વેચવાનો અવસર અને ખરીદવાનો અવસર ધન હોય એટલાથી જાણી શકાતો નથી. નિપણ-શુભવિચારક શક્તિ વગર માલ વેચે તો અનવસરે સામાન્ય લાભ થાય અને જો લીધેલ ભાવ કરતા સસ્તો વેચે તો નુકશાન થાય. કાર્ય કરવા માટે શક્તિ-સંયોગ જોઈએ છે પણ યોગ્ય કરવા માટે બુદ્ધિ જોઈએ. શિયાળાની ઠંડીમાં ઠંડું પાણી પીવા માટે પૂછીએ તો તે પૂછનારાની અણઆવડત છે અને જેને પૂછે છે તેની મશ્કરી છે જ્યારે ઉનાળામાં ઠંડું પાણી આપનાર વખણાય છે. શ્રીમંતને હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે તો કાંઈ વિશેષ કિમ્મત નથી પણ અતિ વિશેષ દરિદ્રતામાં અપાતી એ ભેટ વિશેષ આદરગુણ-લાભ કરનારી છે. આ અવસરને ઓળખવો તે બુદ્ધિનું વિશેષ લક્ષણ છે. અવસરે જે કાર્ય સુધરે તેવું કરવું તે કર્તવ્ય છે. માટે ત્યાગ-તપ-દાન-ઉપદેશ વગેરે માટે પણ અવસરને ઓળખવો જોઈએ. દુનિયામાં દવાઓ અનેક હોય છે અને અનેક પાવરની હોય છે પણ વૈદ્ય કે ડૉકટર તે દવા દર્દીની સ્થિતિ જોઈને આપે છે. એ જ રીતે બે પુત્રો સાથે જમવા બેઠા હોય, એક પાંચ વર્ષનો હોય અને બીજો 2025 વર્ષની હોય તો બંનેને મા સરખો ખોરાક નથી પીરસતી જેને જેટલું પચે તેટલું અપાય.... નમ્ર માણસને ઠપકો થોડો અપાય, ખાનગીમાં અપાય, જાહેરમાં ઠપકો ન અપાય, જ્યારે નઠોર માણસને ઠપકો આપવાની પદ્ધતિ જુદી હોય. દરિદ્ર દેવાદાર પાસે દેવું વસુલ કરવાની-માંગવાની પદ્ધતિ જુદી હોય અને શ્રીમંત દેવાદાર પાસે દેવાની રકમ માંગવાની પ્રક્રિયા જાદી હોય. એમ સશક્ત જોડેનો વ્યવહાર જુદો, અશક્ત જોડેનો વ્યવહાર જુદો. બિમાર અવસ્થામાં વ્યક્તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ જોડેનો વ્યવહાર જાદો, સ્વસ્થ અવસ્થામાં એ જ વ્યક્તિ સાથેનો વ્યવહાર જુદો. એમ બુદ્ધિશાળી જોડેનો વ્યવહાર ભિન્ન, બુદ્ધિ વગરના જોડેનો વ્યવહાર ભિન્ન, શ્રીમંત જોડેનો વ્યવહાર જાદો, ગરીબ જોડેનો વ્યવહાર જાદ; અને મજબૂત પક્ષવાળા જોડેનો વ્યવહાર જુદો, પક્ષહીન જોડેનો વ્યવહાર જાદો. આવી રીતે પોતાની પરિસ્થિતિ કઈ છે તે સમજીને વ્યવહાર થાય છે. આમાં પોતાનું કે સામાનું ધર્મ કે અધર્મ વગેરે પણ જોવું પડે. આ બધું વિચારી-જોઈને બુદ્ધિશાળીએ ઉચિત વ્યવહાર કરવો જોઈએ... આ ઉચિત વ્યવહારપૂર્વકનું ધર્મ અનુષ્ઠાન એ મુખ્ય-પ્રધાન ધર્મ છે. આ ઔચિત્યના વિભાજન વગરનો વ્યવહાર એ વ્યવહારધર્મ-ગૌણધર્મ છે. તેથી પૂર્વના કાળમાં “ઘરડાઓ ગાડા વાળે' એ ન્યાયે વૃદ્ધ-પીઢના હાથમાં બધા વ્યવહાર રહેતા હતા અને “માયરિયાપદ્યવાર્થનાપતિ" આચાર્ય-વડીલો નુકશાન અને ઉપલક્ષણથી લાભને જાણે છે. આ કારણે ગીતાર્થ નિશ્રા બતાવી છે. ક્યારે શું કરવું, શું ન કરવું વગેરે વિચારીને જણાવે તેમ કરવું. માટે કોઈપણ પ્રસંગે ઔચિત્યનો ભંગ ન કરવો, ઔચિત્યનો ભંગ એ વસ્તુનો નાશ કરવા તુલ્ય છે. આવી બુદ્ધિ શાસ્ત્રથી, વિચારણાથી અને પીઢ બુદ્ધિશાળીના સંપર્ક-પરિચયનિશ્રાથી એટલે કે ગુરુગમથી આવે છે. માટે ભણ્યા વગરના વિચારક ન હોય તેવા અને ગુરુગમ ન સ્વીકારનાર, વડીલોને ન ગણકારનારની બુદ્ધિ ઉપર જરા પણ ચાલવું નહિ. શાસ્ત્રમાં મેધાવી બે પ્રકારના બતાવ્યા છે. એક ગ્રહણ મેધાવી યાદ રાખવાથી બુદ્ધિશાળી અને બીજા મર્યાદા મેધાવીમર્યાદા સાચવવાથી બુદ્ધિશાળી. આ બેમાંથી બીજા પ્રકારના ઉત્તમ છે. કારણ કે શાસ્ત્રના દરેક વાક્યો વિધાન-નિષેધના એક નયથી-એક દૃષ્ટિથી હોય છે જ્યારે વિચારણા અને ગુરુપારતંત્ર્યથી યુક્ત મર્યાદા દ્વારા સર્વ રીતે સ્પર્શના થાય છે માટે મર્યાદા મેઘાવી એ બુદ્ધિશાળી છે અને એ ઉચિત કરવાને સમર્થ છે માટે બુદ્ધિનું ફળ ઔચિત્ય પાલન છે એટલે બુદ્ધિશાળીએ એ તરફ પ્રયત કરવો. Page #115 -------------------------------------------------------------------------- ________________ विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् / / પરાશાથી નિવૃત્ત થયેલા સુવિહિત મુનિવરોને અહીં જ મોક્ષ છે. પરની આશા બે પ્રકારની, (1) પૌદ્ગલિક અને (2) સહવર્તી વગેરેની. બન્ને આશા, અપેક્ષા, પરવશતા, સત્તહાનિ અને આર્ત-રૌદ્રધ્યાનકારક બને છે. સારી વસ્તુની અપેક્ષા એ પણ પરાશા છે. તે મળે એટલે અનુકૂળતાજન્ય આનંદ થાય, અને ન મળે, પ્રતિકૂળ મળે એટલે અરતિ થાય. આ રીતે રતિ-અરતિમાં ફંગોળાતો જીવ સમતા-સુખને મેળવી શકતો નથી. એવી જ રીતે કોઇપણ વ્યક્તિ પાસેથી સારા વર્તન-વચન-સેવા-સહાનુભૂતિ-વાત્સલ્ય કે પ્રેમની અપેક્ષા હોય અને તે જો મળે તો જીવ સંતોષ પામે, અને ન મળે તો જીવ ઉદ્વિગ્ન બને. આ રીતે રતિઅરતિમાં જીવ ભમ્યા કરે છે. માટે ક્યાંય શાંતિ-સુખ-સમતા-પ્રસન્નતા નથી હોતી. સારાની આશા રાખ્યા પછી નરસી વસ્તુની પ્રાપ્તિથી અણગમો આવે છે. આ પણ પરાશા છે. માટે નરસી વસ્તુ તેમજ વિપરીત કરનાર કે ન માનનાર વ્યક્તિ પાસેથી અનુકૂળ વર્તનની આશા ન રાખવી. શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારની દુઃખશયા અને ચાર પ્રકારની સુખશા બતાવી છે. (1) મોક્ષમાર્ગમાં અશ્રદ્ધા, (2) કામભોગની સ્પૃહા, (3) પર લાભની ઇચ્છા અને (4) સ્નાનની ઇચ્છા. આ ચાર દુઃખશપ્યા છે, અને આ ચારથી પ્રતિપક્ષ ચાર સુખશય્યા છે. પ્રથમ સિવાયની ત્રણ પરઆશારૂપ છે અર્થાત્ જે પર વ્યક્તિ અને પર પુદ્ગલની આશા-સ્પૃહા-અપેક્ષાભાવ રાખે છે તે દુઃખના કારણમાં વર્તે છે, માટે દુ:ખરૂપ શયામાં સૂવે છે. જે એ પર અપેક્ષાનો ત્યાગ કરે છે તે સુખરૂપ શયામાં સૂવે છે, સુખના કારણમાં રહે છે, સુખમગ્ન બને છે. પર લાભની વહેચ્છા એ જેમ દુઃખનું કારણ છે તેમ પોતાના કોઇપણ કાર્ય માટે પરની અપેક્ષા-પોતાની સાથેના પરના વ્યવહારમાં અનુકૂળ વ્યવહારની અપેક્ષા અને પોતાને નહીં ગમતા વ્યવહારના ત્યાગની અપેક્ષા, બીજાના તમામ વ્યવહારમાં અમુક રીતે ન વર્તવાની અપેક્ષા, અમુક રીતે વર્તવાની અપેક્ષા, આ Page #116 -------------------------------------------------------------------------- ________________ બધી પરાપેક્ષા છે. પર વ્યક્તિ પર કોઈપણ પ્રકારના નિયંત્રણની અપેક્ષા તે પરાપેક્ષા. તેનાથી મુક્ત એટલે તેવી અપેક્ષારહિત જીવો એ ભાવમુક્ત છે. માટે તે સુનિહિત અગ્રણીઓને અહીં જ મોક્ષ બતાવ્યાં છે. ' પરંતુ આ અવસ્થા લાવવા માટે જેમ જીવની અપેક્ષા છોડવાની તેમ પુદ્ગલની અપેક્ષાનો મોક્ષ પણ લાવવો પડે. પુદ્ગલ અપેક્ષા મોક્ષના બે વિભાગ પડ્યા, (1) કામભોગ અને (2) સ્વચ્છતા. અનુકૂળતા સ્વીકારવી-પ્રતિકૂળતા છોડવી, અનુકૂળતામાં ઠંડક, પ્રતિકૂળતામાં ઉકળાટ, અનુકૂળ વસ્તુ સંઘરવી-વાપરવી, પ્રતિકૂળ વસ્તુથી દૂર ભાગવું, વારંવાર સ્નાન-ધોવું-સાફસુફ કરવું આ બધી પુદ્ગલ આશા છે. આ જીવ-આશા અને પુત્રલ-આશા છોડવા માટે તત્ત્વની સચોટ શ્રદ્ધા જોઇએ. જેને મોક્ષની, આત્મસ્વરૂપની, તેના કારણરૂપે વૈરાગ્ય-ત્યાગ-જ્ઞાન-સંયમસહનશીલતાની શ્રદ્ધા છે તે જ પુદ્ગલ-આશાને નુકસાનકારી-દુઃખરૂપ માને. જેને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી તે ભવાભિનંદી જીવ પુગલ-આશા અને જીવ-આશામાં સદા ગળાબૂડ ડૂબેલો હોય છે. માટે પ્રથમ અશ્રદ્ધારૂપી દુઃખશધ્યા જાય ત્યારે પુગલ-આશા, કામભોગ-આશા ઘટતી જાય-હાસ પામે. તે જેમ હાસ પામે તેમ અન્ય જીવો તરફની આશા પણ હ્રાસ પામે. આમ જીવ, આશા છોડનારે બાકીની આશા છોડેલી છે તેથી તે મુક્ત ન હોવા છતાં મોક્ષની જેમ અહીં પણ સ્વસ્થ છે. માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નિરપેક્ષવૃત્તિવાળાને અહીં જ મોક્ષ છે. સંયમમાં આ અપ્રતિબદ્ધતા મેળવવાની-ભાવવાની-આત્મસાત્ કરવાની છે. મહાત્મા વગર આ સ્થિતિ આવતી નથી. પરાશામાં પકડાયેલા મહાત્માઓને પણ મોક્ષ જેવું સુખ મળતું નથી. પરાશામાંથી છૂટવાનો-આત્માને છોડાવવાનો પ્રયત પણ મહાત્માઓએ મુખ્યતયા કરવાનો છે. તેથી આ ઉક્તિના સારરૂપે આરાધક આત્માઓએ આંતરસુખ અને આંતરિક સાધનામાં આગળ વધવા પરાશા છોડવા સદા તત્પર બનવું જરૂરી છે. મોક્ષનું સ્વરૂપ સમજવા માટે પણ પરાશા અમુક રીતે તોડવી જ પડે. જ્યાં પર એજ સ્વ અને સ્વીયરૂપે સમજાય ત્યાં તેનાથી ભિન્ન સ્વ અને સ્વીય શી રીતે સમજાય ? આવી દ્રષ્ટિ સુવિહિત સાધુ મહાત્માની હોય છે. સુવિહિતનો અર્થ (1) સારી રીતે તત્ત્વને જાણનાર, હેય-શેય-ઉપાદેય-આશ્રવસંવર વગેરેના દ્રવ્ય-ભાવ-ભેદો જાણનાર. તેથી સહજ રીતે પરાશા છૂટી જાય Page #117 -------------------------------------------------------------------------- ________________ છે...(૨) સારા આચારવાળા, જેને સારા આચારની ઊંચી ભૂમિકાએ જવું હોય એને બીજાની અપેક્ષા-આશા છોડવી જોઇએ. તેથી જે વ્યક્તિ કે પુદ્ગલની આશા છોડે છે તેને રતિ-અરતિ છૂટે છે, અપેક્ષા-પ્રતિબંધ-મમતા છૂટે છે. તેથી તેવા આચારવાળાને અને દ્રષ્ટિવાળાને અહીં જ મોક્ષ છે. મોક્ષની જેમ ક્યાંય રોકાણ કે પક્કડ નથી. તેથી તે સ્વાત્મરમણતા અને સાધનામાં સદા મગ્ન હોય છે. શિયાળામાં ઠંડી ન પડે, ઉનાળામાં ગરમી ન પડે તેવી ઇચ્છા જેવી ઇચ્છાઓમાં જ જીવ દુઃખથી ભાગતો અને સુખને ગોતતો-તપાસતો અથડાયા કરે છે. ટૂંકમાં જેટલી જેટલી ખાવા-પીવાની, કપડા-લત્તાની, ગરમી-ઠંડીની, માન-પાનની, એશઆરામની, સ્નેહ-મમતાની, બીજાના દ્વારા કામકાજની અપેક્ષાઓ જીવ ઘટાડતો જાય છે તેમ તેમ એ મોક્ષની નિકટ થાય છે. વૈરાગ્ય વધે તેમ સદ્દષ્ટિ વધે, સદ્દષ્ટિ વધે તેમ સૌંચાર વધવાની યોગ્યતા અને સૌંચાર વધે છે, અને તેનાથી સુખ-સંતોષ વધે છે. જેમ જેમ પરાશાપરાવલંબીપણું તેમ તેમ સંસાર દુઃખ અને ભ્રમણ; જેમ જેમ તત્ત્વદ્રષ્ટાપણું, વૈરાગ્યપણું અને સ્વાવલંબીપણું તેમ તેમ સંવેગપણું-મોક્ષ નિકટપણું છે. માટે રત્રયના પ્રાપ્તિના કારણભૂત દેવ-ગુરુ-સાધર્મિકના અવલંબન સિવાયના અવલંબનમાં આસ્થા ન બાંધવી. પરભાવોની અપેક્ષા જેમ છોડવા જેવી છે તેમ ઔદયિકભાવોની આશા પણ છોડવી. સારું શરીર, સારું રૂપ, સૌભાગ્ય, આદેય નામકર્મ, સુસ્વર, વ્યાખ્યાન શક્તિ વગેરે-આ બધા કર્મોદયકૃત ભાવો પણ જીવથી પર છે. તેની આશા રાખ્યા પછી જો મળે તો ગર્વ અને બીજાનો તિરસ્કાર આવે, અને ન મળે તો દીનતા આવે. માટે પર એટલે પુદ્ગલ અપેક્ષા છોડવી, પર એટલે બીજી વ્યક્તિ તેની અપેક્ષા ઘટાડવી, પર એટલે ઔદયિક અને કથંચિત ક્ષયોપશમ ભાવો પણ સાધનરૂપ હોવા છતાં સાધ્યરૂપ નથી તેમ સમજી મળે તો સદુપયોગ કરવો, ન મળે તો દીનતા ન કરતાં અપેક્ષા છોડવી-સમતા રાખવી. આ દ્રષ્ટિ વિકસાવનાર સદા આનંદમગ્ન બને છે, સ્વરૂપમણતાનો આનંદ ઝીલે છે અને શીઘ મોક્ષગામી બને છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ કે નાના - - - - - - 1.1 1nt : નન નનનન કપરા કે જw , wisi છે. જે -6 :-- -- i hu v w ---:::: પ ક | કામ કર ર ર - ; ( સ ) થોડા પણ ગર્વથી ગુણસમુદાય પણ અસાર કરાય છે.” ગુણ હોય કે ગુણસમુદાય હોય તેને નિર્બલ-નિષ્ફળ બનાવનાર કોઈક આચાર કે ભાવ હોય છે. દોષને જન્માવનાર, વધારનાર અમુક પ્રવૃત્તિ અને અમુક ભાવો છે, તે રીતે દોષોનો નાશ કરનાર પણ અમુક પ્રકારની પ્રવૃત્તિ અને અમુક પ્રકારના ભાવો છે. એજ રીતે ગુણોને જન્માવનાર અને વધારનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે તેમ ગુણોને ઘટાડનાર-નાશ કરનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે. | વિનય એ ધર્મનું મૂળ બતાવ્યું છે તેમ વિનય એ ગુણોનું પણ મૂળ છે. વિનય એટલે નમ્રતા. નમ્રતા એટલે કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક શક્તિઓથી બીજા કરતા પોતાની મહત્તા ન આંકવી, ન માનવી, બીજાની હીનતા ન માનવી. જેમ એક પારસમણી કાચની ડબ્બીમાં છે, એક કપડાના ટુકડામાં બાંધ્યો છે, બંનેની કિંમતમાં કંઈ ફેર નથી પડતો તેમ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપી અનંત શક્તિના માલિક આત્મા બધા સરખા છે તેમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય ફેરફારથી પોતાની વડાઈ માનવી તે ગર્વ છે. બીજાનો તિરસ્કાર તે એનું ફળ છે. નમ્રતાથી આત્મા ગુણોને યોગ્ય બને છે, પોતાની બડાઈ ન મારતા ન્યૂનતા દેખાય છે, અને એ ન્યૂનતાને કાઢવાના ઉપાયોને આચરે છે અને ક્રમશઃ ગુણો પામતો જાય છે. જે વ્યક્તિ પોતાની ઔદયિક ભાવની કે ક્ષયોપશમ ભાવની જે શક્તિ છે તેની ચડાઈ કરે, એનાથી પોતાની મહત્તા આંકે, બીજાને હીન દષ્ટિથી, તુચ્છ દૃષ્ટિથી, તિરસ્કાર દૃષ્ટિથી, અપમાન દષ્ટિથી જુવે તેની તે શક્તિ નાશ પામે અને વિપરીત અવસ્થા ઊભી થાય. રૂપના ગર્વથી રૂપ નાશ પામે, શક્તિના ગર્વથી શક્તિ નાશ પામે, ઐશ્વર્યના ગર્વથી ઐશ્વર્ય નાશ પામે, કુલના ગર્વથી હીનકુલ મળે, ઉત્તમ ગોત્ર-જાતિના ગર્વથી હીન ગોત્ર-જાતિ મળે, જ્ઞાનના મદથી જ્ઞાનહીન થાય, બુદ્ધિના ગર્વથી મૂર્ખ પાકે. અહીં જ્ઞાનથી શ્રુતજ્ઞાન લેવું અને બુદ્ધિથી છ agવછ/૧૧૧ | gg gg Page #119 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન લેવું. લાભ વગેરેની લબ્ધિના મદથી લાભ રહિત બને, ભોગના ગર્વથી ભોગહીન બને, જે જે વસ્તુનો ગર્વ કરે છે તે વસ્તુને શક્તિને અયોગ્ય બને એટલું જ નહિ પરંતુ જો એ સુધરે નહિ, પશ્ચાત્તાપ થાય નહિ, કોઈ સમજાવનાર મળે નહિ તો ક્રમે કરી બધી શક્તિઓ અને ગુણોથી રહિત થાય, ગુણો નાશ પામે, આવરાઈ જાય, અંતરાયોનો ઉદય થાય. માટે વિનય જેમ ગુણોની ખાણ છે તેમ ગર્વ એ દોષોનું સ્થાન છે, ગુણોના નાશનું કારણ છે. ગુણી આત્મામાં ગર્વ છે કે નહિ તે જાણવાના ઉપાયો છે. શક્તિવાળા પાસે હીન શક્તિવાળો જાય તો શક્તિવાળો તેના ઉપર ઉપકારની દૃષ્ટિવાળો, સહાયની દૃષ્ટિવાળો, કંઈક કરી છુટવાની ઇચ્છાવાળો થાય અને એ જાતની પ્રવૃત્તિ હોય તો સહાનુભૂતિકરુણા-સહાયપણું દેખાય. પોતાની પ્રશંસા-મોટા-આવડત ન દેખાડે કે બીજાની નિંદા-હીનતા કે અનાવડતપણું ન જણાવે. શિક્ષકની પાસે વિદ્યાર્થી આવે, એમાં જે વિદ્યાર્થી કાંઈક પૂછવા આવ્યો હોય તેને જવાબ આપે, બરાબર સમજે તેમ કહે, બીજા પૂછવાનું મન થાય તેમ વાત કરે, ચાવીઓ બતાવે, વ્યાપ્તિઓ-મર્મ બતાવે. એમ જ આવ્યો હોય તો પણ નકામી વાતો ન કરતાં તત્ત્વની રુચિ જન્મ, વસ્તુ સમજે, સમજવાની-જાણવાની ઇચ્છા થાય તેવી વાતો કરે, આ રીતે શિક્ષકના પરિચયમાં આવનાર વિદ્યાર્થી જો જ્ઞાન પામે, નિઃશંક બને, ઉંડાણ પામે, ભણવાની ઇચ્છાવાળો થાય તો ભણાવનાર બને તેવો મોનીટર થાય. આવી પ્રવૃત્તિની ઇચ્છા જન્માવે તે શિક્ષકની કરુણા છે. આ કરુણા સ્વ-પરના ગુણની વૃદ્ધિ કરે છે. શિક્ષક-શિક્ષક ભેગા થાય ત્યારે બીજાને શું નથી આવડતું તે ન જુએ. તે જાએ તે ઈર્ષ્યા છે પરંતુ પોતાને જે ન આવડે, જેમાં શંકા હોય તે પરસ્પર વિચારીને શંકા રહિત થાય. શિક્ષક શિક્ષક મલે તો પરસ્પર પ્રેમ રાખે, મેળ રાખે, એક બીજાના કાર્યના પૂરક થાય, એક બીજા ભેગા થઈ વિચારણા કરી વિદ્યાર્થીઓની જ્ઞાનશક્તિ-જ્ઞાનરૂચિ-હુંશિયારી-આવડત કઈ રીતે વધે, એના અવરોધક તત્ત્વો દૂર કરવા પરસ્પર શિક્ષકો એક થઈને કાર્ય કરે તો આ શિક્ષકોમાં પરસ્પર મૈત્રી થઈ વિદ્યાર્થી પ્રત્યે કરુણા થાય. પરંતુ જો શિક્ષકો પરસ્પર મળી ન શકે, પરસ્પર પ્રશ્નોનો વિચાર-વિનિમય કરી ન શકે, એના ઉકેલો અને વ્યવહારુ રસ્તા ન કાઢી શકે તો શિક્ષકો પરસ્પર અભિમાની અને મેળ વગરના છે. જેમ કરુણા વગરના Page #120 -------------------------------------------------------------------------- ________________ શિક્ષકો વિદ્યાર્થી ઉપર ઉપકાર ન કરી શકે તેમ મેળ વગરના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ઉપકાર ન કરી શકે, વિદ્યાર્થીઓને ગુણસંપન્ન બનાવી ન શકે. શિક્ષકોએ વિદ્યમાન મોટા શિક્ષકો કે પ્રિન્સિપાલ કે સારા ઊંચા શિક્ષકોના ગુણ ગાવા, એમની મહત્તા રાખવી. આવું કરનાર શિક્ષક પ્રમોદભાવવાળા કહેવાય, આવું ન કરવાવાળા ગર્વથી ગ્રસિત કહેવાય. તેથી ઊંચા સારા શિક્ષકોના જે દૂષણો ગુણાભાસ એટલે ગર્વ વગેરે દોષથી અસાર થયેલ ગુણ અથવા ગુણનો આભાસ એટલે ગુણરૂપ જણાતો વાસ્તવમાં દોષ છે. આ રીતે ગર્વ ન હોય તો દરેક ગુણવાળાના ગુણો વધતા જાય છે. ગુણવાળા જીવો ગુણને અયોગ્ય જીવની અને ગુણાભાસ જીવોની ઉપેક્ષા કરી, શકે છે તેને બદલે અરુચિ-ઉદ્વેગ-તિરસ્કાર-અવજ્ઞા કરે તો સમજવું કે આ પણ ગુણનો આંશિક ગર્વ છે, આ રીતે વિનયવાળા-નમ્ર રહેનારા જીવોમાં ગુણો વાસ કરે છે, વિસ્તાર પામે છે, ગર્વવાળા હૃદયમાં ગુણો તુચ્છ-અલ્પ-અપ્રધાન હોય. પથરાળ જમીનમાં વૃક્ષોનું મૂળ ઊંડું જતું નથી તેમ ગર્વ-આડબર પ્રિય આત્માઓમાં ગુણો ઊંડા જતા નથી કે વિસ્તાર પામતા નથી. માટે કોઈએ ક્યારેય કોઈપણ બાહ્ય કે અત્યંતર શક્તિ-ગુણોમાં ગર્વ ન કરવો. “થોડા પણ ગર્વથી ગુણ સમુદાય પણ અસાર કરાય છે.” આમાં પણ શબ્દ બે છે, પ્રથમ “પણ”થી એ સમજવું કે વધારે ગર્વ હોય તો સુતરામ્ અસાર થાય-નાશ પામે અને દુર્ગતિ પણ મળે. બીજા “પણ”થી એ વિચારવાનું છે કે ગુણ સમુદાય જેમ અસાર થાય છે તેમ પુણ્યોદયજન્ય શક્તિઓ પણ અસાર થાય છે, નાશ પામે છે. નમ્રતાથી બીજા ગુણોના નાશક દોષો પણ નાશ પામે છે. વિનયથી નમ્રતા આવે છે, નમ્રતાથી સમર્પણ આવે, સમર્પણથી બીજા દોષોને તોડવાની રુચિ અને પ્રવૃત્તિ આવે છે. માટે દોષોની પ્રધાનતામાં માન-ક્રોધ-માયાલોભનો ક્રમ કેટલીક વસ્તુઓમાં બતાવેલ છે. મનુષ્યમાં માન પ્રધાન છે, માટે ગર્વ જાય, માન જાય તો બાકીના કાઢવા અનુકૂળ પડે છે. ગર્વથી કોઈ વસ્તુ-ગુણ સારભૂત થતા નથી તે પણ ધ્યાનમાં રાખવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ (न हु सुज्झइ ससल्लो આલોચન એ ૩ર યોગસંગ્રહમાંથી પહેલો ભેદ છે. આલોચન શબ્દ અનેક અર્થમાં વપરાય છે. પ્રથમ અર્થ-વિચારણા કરવી. બીજો અર્થ-કાર્ય પૂર્વે પૂછવું, કાર્ય પછી હકીકતનું ગુરુને કહેવું. ત્રીજા અર્થમાં ગુરુને દોષોનું કહેવું. (1) દરેક કાર્યોનો અનેક રીતે-ચારે બાજુથી લાભ-નુકસાનથી વિચાર કરવો. આ વિચારણા જો વાસ્તવિક થાય તો ઘણા પાપો, પોતાના અને પોતાના દ્વારા બીજાને થતા ઘણા નુકસાનો અટકી જાય છે. આ વિચારણા જ્ઞાનપૂર્વકની, રાગષના વલણ વગરની વિવેકયુક્ત હોવી જોઈએ. કોઈપણ વિચારણામાં જો જ્ઞાનાભાવ કે વિપરીત જ્ઞાન ભળે તો વાસ્તવિક વિચારણા ન થવાથી જીવ પાપ અને નુકસાનમાં ઉતરે છે. દરેક પ્રવૃત્તિમાં જીવન પદ્ધતિમાં વિચારણા કરવાથી શું છોડવું, શું આચરવું તે નક્કી થાય છે. માટે દરેક સ્થળે મોટા ભાગે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા કરવાની બતાવી છે.જેમ દરિદ્ર માણસો વચ્ચે વિશેષ આડંબર-ભપકો-મોજશોખ એ લોકોને દ્વેષ-ઈર્ષા ઉત્પન્ન કરે. માટે અતિ શ્રીમંત માણસે પણ આવી પરિસ્થિતિમાં આડંબર, ભપકો, મોજશોખ ઓછા કરવા જોઈએ. નહિતર બીજાની ઈર્ષા દ્વારા પોતાના ખૂન સુધીના નુકસાન વેઠવા પડે. એ જ રીતે સામાની મહત્વની મોટી ભૂલમાં પણ જો આપણે આવેશમાંક્રોધમાં આવીને વર્તીએ તો તેનાથી સામે લાભ થાય અથવા ન પણ થાય; પરંતુ તે વખતે જો નરકાયું બંધાઈ જાય તો આપણને દુર્ગતિનું જે નુકસાન થાય તે અબજો રૂપિયાના નુકસાન કરતા મોટું છે. ઉતાવળીયા માણસો ઉતાવળથી ક્યારેક કામની સફળતા પામે છે, પણ મોટે ભાગે વિશેષ નુકસાનમાં ઉતરે છે. જીવનના દરેક વ્યવહારોમાં વિચાર કરવો કે આમાં લાભ કેટલો? આનાથી નુકસાન કેટલું? આના વિના લાભ કેટલો? આના વિના નુકસાન કેટલું? આ કggggg૧૧૪ કપyપછgge Page #122 -------------------------------------------------------------------------- ________________ વિચારણા કરવા માટે વ્યવહારિક જ્ઞાન જોઇએ અને શાસ્ત્રીય જ્ઞાન પણ જોઈએ. જેટલું જ્ઞાન-ચિંતન-અનુભવ વિકસે તેટલી વિચારણા વિશદ-ચોક્કસકાર્યસિદ્ધિવાળી બને. તેથી જ ઉપદેશ પણ આ વિચારણા માટે છે, કથાઓ પણ હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્ય વગેરે વિચારણાઓનો સ્પષ્ટ અને સંગીન બોધ કરાવવા માટે છે, શાસ્ત્રજ્ઞાન પણ વિચારણા-ચિંતન દ્વારા અનાદિકાલીન અશુભ, વિપરીત સંસ્કાર અને વિપરીત બોધયુક્ત વિચારણાઓથી વાસિત અંતઃકરણને સુધારવા માટે છે. આમાં પ્રજ્ઞાપનીયતા ગુણ સહાયક છે તેથી અજ્ઞાનજન્ય, મોહજન્ય, રાગ-દ્વેષની વૃત્તિજન્ય વિચારણાઓ એક સાઈડની (બાજુની) હોવાથી સર્વ પાસાને જોનારી નથી. આવી વિચારસરણી ધરાવનારને સાચી વિચારસરણી આપનાર મળે તો તે વાત સમજી શકે, પોતાની ભૂલ પકડી શકે અને સુધારી શકે. જેવી રીતે ગણિતજ્ઞ જો કદાગ્રહી હોય તો પોતાની ભૂલ ન સ્વીકારે, અને જો સરળ હોય તો જાતે ખ્યાલ આવે તો પણ સુધારે, અને બીજા બતાવે તો પણ સ્વીકારે-કબુલ કરે. એ જ રીતે દરેક બાબતમાં જે સારા વિચારક છે, આગળ પડતા છે તે અને જે ચાલું મધ્યમ કક્ષાના છે તે જે કાંઈ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ સાહજિકપણે કે વિચારપૂર્વક કરે છે, તેમાં વિચારકતાના કારણે વિચારણાઓ અને પ્રવૃત્તિઓ સુધરે છે, તેમાં પણ પ્રજ્ઞાપનીયતાના કારણે વિશેષ દ્રષ્ટિ વિકસિત થાય છે. દરેક બાબતોમાં અસગ્ગહના ત્યાગપૂર્વક જે તત્વગવેષણરૂપ વિચારણા, તે પણ યોગના સંગ્રહરૂપ છે. આ પ્રકારમાં આત્મ જાગરિકા પણ આવે. “આત્મ જાગરિકા” એટલે આત્મા જાગે તે માટેની વિચારણા. રાત્રે સૂતા અથવા સવારે ઉઠતા અથવા રાત્રે ઉંઘ ઉડી જાય ત્યારે, અથવા અનુકૂળ કોઈ પણ સમયે વિચારણા કરવી કે (1) મેં શું કર્યું ? (2) મારું શું કાર્ય બાકી છે ? (3) હું શક્ય પણ શું નથી કરતો ? (4) બીજા મને કઈ રીતે જુએ છે ? (5) હું મારી જાતને કઈ રીતે જોઉં છું? (6) કઈ ભૂલો-કુટેવો હું નથી છોડતો ? આ અને આવું બીજું પણ વિચારવું. આ વિચારણાને આત્મચિંતા-આત્મ જાગરિકા કહેવાય. તે કરવાથી આત્મા જાગૃત બને, મોહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, પ્રમાદ વગેરે ઘટે, ધર્મથી ભ્રષ્ટ કરે તેવા ઘણા કર્મો આ વિચારણાથી નાશ પામે છે, આત્માનો આરાધનામાં ઉલ્લાસ જાગે છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ વર્ષોલ્લાસ વધે છે, ક્ષયોપશમ વધે છે, પુરુષાર્થમાં સદ્ભાવનામાં નિરંતર વૃદ્ધિ થાય છે. માટે આ આત્મજાગરણરૂપ-આત્મચિંતનરૂપ આત્મજાગરિકા કરવી તે બધા જ ધર્મી આત્માઓનું કર્તવ્ય છે. આ જ રીતે અનિત્યાદિ 12 (બાર) ભાવનાઓ બરાબર સમજવી, વિચારવી, યાદ રાખવી અને સંસારરસિક જીવોની વિચારણાની સામે બાર ભાવના યુક્ત વિચારણાઓ કરવી. આ વિચારણા-ભાવના એ શાસ્ત્રજ્ઞાનપૂર્વકની આલોચના છે. શાસ્ત્રોમાં “ભાવના ભવનાશિની” બતાવી છે, તે આ આલોચનાનો વિચારણારૂપ પ્રથમ પ્રકાર છે, જે વિવેજ્યુક્ત અને શાસ્ત્રસાપેક્ષ હોવાથી ભવનાશક બને છે. તેથી યોગનો સંગ્રહ કરે છે. આ વિચારણા પણ સ્વયં યોગરૂપ અને યોગની પરાકાષ્ટાએ પહોંચાડનાર છે. આ જ વિચારણાના પ્રકારમાં પોતાના દોષો ગુરુ પાસે કહેવા માટે પણ યાદ કરી સંકલન કરવા પડે તે માટે સાંજે પ્રતિક્રમણમાં અતિચારની ૮(આઠ) ગાથાનો કાયોત્સર્ગ શ્રાવક માટે છે, અને સાધુ માટે “સયણાસણન્નપાણે...” ગાથાની વિચારણારૂપ કાયોત્સર્ગ છે અહીં 8 ગાથા પંચાચારની છે, પરંતુ અતિચારને યાદ કરવા માટે છે. તેથી અતિચારની ગાથા એમ કહેવાય છે. એમ સાધુ માટે પણ આચારની ગાથા છે. આ દોષોની વિચારણા બાદ આલોચના વ્યવસ્થિત થાય છે. દોષોની તપાસ-જાંચ-નોંધ-ઉપસ્થિતિ એ પણ આ પ્રકારમાં લઇ શકાય. (2) વિચારક માણસ પોતાની વિચારણાની પક્કડ ન રાખતા યોગ્ય અને ઉચ્ચકક્ષાવાળા પાસે સલાહ માગે છે. જે પોતાના કાર્યમાં, માર્ગમાં, વિચારણામાં કે પ્રવૃત્તિમાં તેવી વિશિષ્ટ યોગ્ય વ્યક્તિની સલાહ, માર્ગદર્શન કે પોતાના કાર્યમાં અનુમતિ ઇચ્છે તે પણ વિચારક છે. કદાગ્રહી, ધારેલું કરનાર, બીજા ચિંતકને મહત્વ ન આપનાર-પોતાની વિચારણાને જ સર્વાંશે સત્ય સમજનાર એ હકીકતમાં આલોચક (વિચારક) જ નથી. માટે પોતે વિચારેલ માર્ગમાં વડીલોની સલાહ લેવી અનિવાર્ય છે. તેથી જ દરેક બાબતમાં ગુરુને, વડીલને, જવાબદાર વ્યક્તિને પૂછીને કરવું. આ રીતે યોગ્યને પૂછવું-કરેલ જણાવવું તે પણ આલોચન છે. સાધુને ગોચરી આલોચવાની (ગુરુને બતાવવાની) શાસ્ત્રમાં જે વિધિ છે તેમાં લખ્યું છે કે જ્યાં, જે રીતે લીધું હોય તે બધું વર્ણન કરે. કોઈ પણ દોષ પોતાને ન જણાય કે ન હોય તો પણ આ આલોચન જીવને અસગ્ગહમાંથી, છુપાવવામાંથી, પણ કઈ 111 પુરૂષ પણ Page #124 -------------------------------------------------------------------------- ________________ અહંકારમાંથી મુક્ત કરે છે. હું અજ્ઞાન છું-છદ્મસ્થ છું-ભૂલ થવાની શક્યતાવાળો છું તેથી મારી બધી વૃત્તિ અને પ્રવૃત્તિ બીજા યોગ્યને જણાવવી જરૂરી-અનિવાર્ય છે. એવા ભાવવાળા સાચું-સર્વ કથન કરે. આવા ભાવ વિનાનું જે કથન તે જરૂરી, અલ્પ અને સામાને વિશ્વાસ પમાડવા પૂરતું અથવા ગતાનુગતિક હોય. તેથી પોતાના જીવનના બધા પાસામાં બીજા યોગ્ય-દીર્ઘદ્રષ્ટા-સાચો માર્ગ બતાવતા ગુરુ કે ગુરુતુલ્ય વડીલ [ક્યારેક તેવા સંયોગોમાં વડીલના અભાવે પર્યાયમાં સમાન અથવા નાના પણ] ગીતાર્થ (બુદ્ધિશાળી) ગંભીરને સાક્ષી બનાવવાનું, પૂછવાનું, જણાવવાનું બતાવવાનું રાખવું. આ આલોચન એટલે જીવન વ્યવહારનું કથન, પૃચ્છા, નિર્દેશ અનુસાર વર્તન. તે કરવાથી જીવ આરાધનાના યોગોને મેળવે છે. જેને વડીલ નથી, ગુરુ નથી, કલ્યાણમિત્ર નથી, બીજાને જણાવવાનું કે પૂછવાનું નથી, ગીતાર્થની નિશ્રા નથી, સ્વયં ગીતાર્થ હોવા છતાં બીજા ગીતાર્થના સહયોગ કે સહકાર નથી, તે આ યોગની વિરાધના કરે છે. પોતાના વડીલો કે મિત્રો કે ઓળખીતા મળે ત્યારે એક બીજા પોતાના જીવન વ્યવહારની, પર્યટનની, અનુભવોની ભેગા મળીને વાતો જણાવે, દેશદેશના રિવાજો, પદ્ધતિઓ અને એમાં પોતાને લાભ-નુકસાન વગેરેની પ્રક્રિયા વગેરે જણાવે. જેમ એક વિષયના અનેક નિષ્ણાતો ભેગા થઈને તે વિષયોના અનુભવો અને વિચારણા કરે, તેમ આ વિચારણાને શાસ્ત્રીય પરિભાષામાં વિહાર આલોચના કહેવાય છે. જેમાં ડોકટરોની, વૈદ્યોની, વકીલોની, વેપારીઓની કોન્ફરન્સ ભેગી થાય છે તેવી રીતે યોગ્ય વ્યક્તિ યોગ્ય વ્યક્તિઓ પાસે અનુભવ મેળવવા, ભૂલો સુધારવા, ભૂલોને સમજવા જે નિખાલસતાથી વાતો કરે, તેને અનુભવેલી વાતોરૂપે આલોચના બતાવાઈ છે. . (3) ત્રીજા નંબરની આલોચનામાં પોતાના દોષો પશ્ચાત્તાપ સાથે ફરી ન કરવા પડે તે પરિણામપૂર્વક જે પરિસ્થિતિમાં જે ભાવથી આચર્યા હોય તે જણાવવાપૂર્વક ગુરુ જે તપ વગેરે આપે કે કહે, તે રીતે દોષના નાશ માટે કરી આપવું, કારણ કે દોષસેવનથી આત્મા ઉપર બંધાયેલ કર્મ પશ્ચાત્તાપ આલોચન અને પ્રાયશ્ચિત્ત આચરવાથી નાશ પામે છે. સાથે બીજા પણ અનેક કર્મો નાશ પામે છે. આ આલોચનાની વિશેષતા એ છે કે લોક વ્યવહારમાં ડોકટર વગેરે જીણા જીણા પણ 117]gggggggg Page #125 -------------------------------------------------------------------------- ________________ દવાના જાણકાર મામુલી રોગમાં દવા જાતે જ કરે, બીજાને જણાવવાની કે પુછવાની જરૂર એને રહેતી નથી. પરંતુ રોગ ન પકડાય, દવા લાગુ ન પડે, ભયસ્થાન લાગે ત્યારે બીજા ડોકટરના આશ્રય, સલાહ કે દવા લે. પરંતુ અત્રે પ્રભુશાસનમાં તો ગમે તેવા ઉચ્ચસ્થાને બેઠેલા આત્માને જ્યારે દોષ જણાય અને આલોચના લે, તે નાના કે મોટા દોષનું જાતે જાણવા છતાં પ્રાયશ્ચિત ન લઇ શકે, ગુરુ કે વડીલ ગીતાર્થ પાસે લેવું પડે. તે ન મળે તો નાના પર્યાયવાળા ગીતાર્થ પાસે આલોચના દોષનું કથન કરે, અને જે શુદ્ધિ બતાવે તે સ્વીકારેઆચરે. આ રીતે પોતાના દોષોના કથનરૂપ આલોચના એ ત્રીજો પ્રકાર છે. આવી મોસા'Sાવા નો ર હ ક પ શખ્રસીદ્ધગીતમાં પહોચ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ धीरा विहरे विन कायरा આપત્તિમાં દઢ ધર્મતા = અવિચલિતપણું, ધર્મયુક્તતા એ યોગસંગ્રહ છે. અને વિશેષ કરીને પ્રધાનરૂપે યોગસંગ્રહ દઢધર્મપણામાં છે. દઢધર્મીપણું એ પ્રધાનમુખ્ય યોગસંગ્રહનું કારણ છે. અને એમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આપત્તિમાંપ્રતિકૂળતામાં મજબૂત રીતે ધર્મને વળગી રહે તે વિશેષ અને શીઘ યોગસંગ્રહરૂપ બને છે. આપત્તિમાં ધર્મને પકડી રાખનારના ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે. તે પુણ્ય અને ક્ષયોપશમથી અનેક રીતે ધર્મમાં આગળ વધે છે. આપત્તિ એટલે પ્રતિકૂળતા. તે ચાર પ્રકારની છે. (1) આયંબિલ કરવા હોય ને આયંબિલ ખાતુ ન હોય, સખત ગરમી હોય, તપ કરવો હોય પણ કોઈ સંભાળનાર ન હોય, પારણા-અત્તરપારણા બરાબર ન થાય, જે જે સામગ્રી આરાધનાની પોષક છે તે બરાબર ન મળે તે દ્રવ્ય આપત્તિ કહેવાય (2) ક્ષેત્રમાં જંગલ-અટવી, રુક્ષ ક્ષેત્ર, વિરોધી ક્ષેત્ર, અતિ ગરમીનું ક્ષેત્ર, જે કાર્ય કરવું હોય તે કાર્યને અનુકૂળ દ્રવ્યો પણ તે ક્ષેત્રમાં ન મળે તેવું ક્ષેત્ર. (3) દુર્ભિક્ષ કાળ અર્થાત્ આહાર પાણી બરાબર ન મળે તેવો કાળ અને (4) આપણો ઉત્સાહ ન જાગે, શરીર બરાબર ન હોય, બીજા બીમાર હોય, અનુકૂળ વર્તનાર ન હોય, કુટુંબનો વિરોધ હોય આ ભાવ આપત્તિ કહેવાય. આ કે આવા કોઈ પણ બાહ્ય પરિસ્થિતિજન્ય સંયોગો કે ભાવને ઘટાડનાર નિમિત્તો વગેરે આપત્તિ કહેવાય. મોડા ઉઠ્યા કે મહેમાન આવી ચડ્યા, બહાર જવાનું થયું કે બીજું કામ આવી ગયું, શરીર અસ્વસ્થ થયું વગેરે અનેક કારણે પૂજા, પ્રતિક્રમણ ચૂકે, ઉકાળેલું પાણી છોડે, તપ છોડે, એકાસણા-બેસણા-રાત્રિભોજનત્યાગ છોડે તે અદઢધર્મતા કહેવાય. આ બધા પ્રતિકૂળ સંયોગોમાં પણ આરાધનાને-ચાલુ કરેલ ધર્મને મજબૂત રીતે પકડી રાખવો જોઈએ. સહન કરીને, પરિસ્થિતિનો સામનો કરીને, સત્ત્વ ફોરવીને પણ ધર્મમાં ડામાડોળ ન થવું. તેથી ધર્મ પ્રત્યેની રુચિ-પક્ષપાત-પ્રધાનતા વધે છે અને ધર્મ આત્મસાત્ થાય છે. જીવજી જીજી ઈનિ૧૯૪જી હજી પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ દૃઢતા એટલે શરૂ કરેલ કાર્યમાં હીનતા-અલ્પતા-ઓછાશ ન કરવી, કંટાળો ન લાવવો, પ્રસન્નતા ન ગુમાવવી, પુરું કરવાની ઉતાવળ ન કરવી, આપત્તિ સમયે હવે અનુકૂળતા ક્યારે આવે તેવું ન વિચારવું. સામાન્ય પરિસ્થિતિમાં અને સામાન્ય આપત્તિમાં તપ-ત્યાગ-જાપ-ધ્યાન-ક્ષમાસહનશીલતા વગેરે પકડી રાખવાથી જીવનમાં ધર્મની મહત્તા વધે છે. નાની નાની મુશ્કેલીમાં જે ધર્મમાં મજબૂત બને તે પછી મોટી મુશ્કેલીમાં પ્રાણાતે પણ ધર્મ પકડી રાખવા સમર્થ બને. સામાન્યથી આપત્તિ વગર જે દઢધર્મી નથી તે કરે, ન કરે, ઇચ્છા થાય ત્યારે કરે, ઇચ્છા ન થાય તો ન કરે. તેને પ્રારંભિક ધર્મી-વ્યવહારધર્મી કહેવાય. આવા જીવો કદાચ રોજ ધર્મ કરતા પણ હોય છતાં પરિસ્થિતિમાં સામાન્ય ફેરફાર થતા છોડી દે-તેને છોડી દેતા વાર ન લાગે, તેથી તે-તે ધર્મની ભાવથી સિદ્ધિ ન થાય. કોઈ પણ કાર્યમાં પ્રથમ રુચિ આવે, પછી પક્ષપાત આવે, પછી પ્રધાનતા આવે, પછી દૃઢતા આવે છે. રુચિમાં સારું લાગે, કરવા જેવું લાગે, ઉપાદેય લાગે. પક્ષપાતમાં મને મળે તો સારું, મારે મેળવવું છે અને ક્યારે મળે ? આ વિચાર મનમાં ચાલે. પ્રધાનતામાં આના વિના ન જ ચાલે, ગમે તે રીતે મેળવવું છે, તે મેળવવા પ્રવૃત્ત થાય. દૃઢતામાં સહન કરવા-આરાધના કરવા તૈયાર થાય. ધર્મમાં મજબૂતાઈ એટલે આચારમાં મજબૂતાઈ. ભાવને મજબૂત કરવા માટે આચારને મજબૂત કરવો જોઈએ. મજબૂત ભાવવાળા આચાર સહજપણે પકડી રાખે છે, અને આચાર પકડી રાખનારાના ભાવ મજબૂત થાય છે. ભાવ મજબૂત નથી અને આચારની પક્કડ નથી તો ભાવ નાશ પામશે ત્યારે પામશે, પણ આચાર નાશ પામતા વાર નહીં લાગે. અને આચાર નાશ પામ્યા બાદ ભાવ શેના ઉપર રહેશે? માટે પ્રથમ ધર્મ છે-આચારસંપન્ન બનવું. આચારમાં દઢતાવાળા બનવું, એ પછી સામાન્ય પ્રતિકૂળતા આવે ત્યારે પ્રતિકૂળતાનો સામનો કરી સત્ત્વ વિકસાવી આચાર પકડી રાખવા, અને છેલ્લે વિશેષ પ્રતિકૂળતામાં પણ સત્ત્વ ફોરવવું. આ બધું વ્યક્તિગત અપેક્ષાએ સમજવું. આ જીવજી રૂછવજી૨૦ | જીવજીપરૂછવજી Page #128 -------------------------------------------------------------------------- ________________ ကို ကြီး နဲ့ -- အလုပ်ဝင်လာသော အသက် 3 Page #129 -------------------------------------------------------------------------- ________________ | भक्ति भगवती बीजं परमानन्दसंपदाम् પરમાત્માની ભક્તિ એ પરમાનન્દ સંપત્તિનું બીજ છે.” એમ આ વાક્યમાં શાસ્ત્રકારશ્રીએ બતાવ્યું છે. અહીં આપણે પરમાત્માનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ અને પરમાનંદ સંપત્તિનું સ્વરૂપ, આ ત્રણે સમજવા જોઇએ. પરમ આત્મા શ્રેષ્ઠ આત્મા. એ આધ્યાત્મિક રીતે સિદ્ધ પરમાત્મા છે અને બીજા નંબરમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે. ભૌતિક રીતે પરમ આત્મા શ્રી તીર્થંકર દેવો છે. સંસારી આત્માઓ યોગ્યતારૂપે પરમાત્મા છે, પ્રગટરૂપે તાત્કાલિક નથી. એમાંના કેટલાક વિશિષ્ટ આત્માઓ આધ્યાત્મિક પરાકાષ્ટાએ પહોંચતા વચ્ચે ભૌતિક પરાકાષ્ઠા પામીને શ્રી તીર્થંકર પરમાત્મા બને છે. એ સિવાય પણ જ્યાં સુધી પરાકાષ્ઠા ન પમાય ત્યાં સુધી સંસારી આત્માઓને જે આધ્યાત્મિક અને ભૌતિક શક્તિઓની ઉત્તરોત્તર વિશેષરૂપે પ્રાપ્તિ થાય છે, તેમાં પોતાની યોગ્યતા કારણ છે, પરંતુ સાથે બાહ્ય આલંબન-સામર્થ્ય પરમાત્મા અને પરમાત્માના શાસનનું છે. પરમાત્માના ઉત્કૃષ્ટ પુણ્યના અનુરાગગુણોના અનુરાગ, અને ઉપકારીપણાના અનુરાગ દ્વારા જીવને પરમાત્મા ઉપર ભક્તિ જન્મે છે. વ્યક્તિ ઉપર જેટલો સ્નેહ, આદર, ગૌરવ, પૂજ્યતાની બુદ્ધિ વધારે તેટલું જ તે વ્યક્તિના દરેક કાર્ય, દરેક પ્રસંગ, દરેક વચન, દરેક કરણી, તે વ્યક્તિને માન્ય દરેક વસ્તુ અને માન્ય દરેક વ્યક્તિ ઉપર પણ પૂજ્યતા, ગૌરવ, આદર, સ્નેહ વગેરે આવે છે. તેથી પરમાત્મા ઉપરનો સ્નેહ પરમાત્માના શાસનના દરેક અંગ ઉપરના સ્નેહરૂપે પરિણમે છે. ભજન કરાવે તે ભક્તિ. ભજન એટલે કે સેવા, ગુણગાન કરાવે. પોતાનામાં સેવકપણાની બુદ્ધિ અને તે-તે આરાધ્ય અને આરાધનાના સ્થાનોમાં પૂજ્યપણાની બુદ્ધિ તે ભજન છે-ભક્તિ છે. પરમાત્માની ભક્તિથી સમગ્ર શાસનની ભક્તિ પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિથી આધ્યાત્મિક દ્રષ્ટિ આવે છે, આરાધનાના અંગની દ્રષ્ટિ આવે છે. પાપકર્મના નાશથી પાપદ્રષ્ટિ, કદાગ્રહ દ્રષ્ટિ, અવિવેક દ્રષ્ટિ, આવેશ દ્રષ્ટિ બધી ધીમે ધીમે કે એક સાથે નાશ પામે છે અને સર્વ ગુણોના બીજ આત્મામાં વવાય છે. કપ જી જી જીજી/૧૨૨ જી gggg ggS Page #130 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવોના પ્રકૃતિ, ગુણો, પ્રવૃત્તિ, વલણ વગેરેથી અત્યંત વિલક્ષણ પરમાત્માની પ્રકૃતિ વગેરે સ્વરૂપ છે. સંસારી આત્મા બધી રીતે દોષ-મોહ-અજ્ઞાન યુક્ત છે, પરમાત્મા બધા ગુણો-જ્ઞાનથી યુક્ત હોવાથી સદા પ્રસન્ન, સર્વ રીતે સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. તેમની ભક્તિ એટલે તેમની આદર-ઔચિત્યપૂર્વક સેવા કરવી, તેમના નામ અને ગુણોનું રટણ કરવું, તેમના વચનો સાંભળવા, વાંચવા, યાદ રાખવા, પોતાના જીવનમાં આચરણરૂપે પાળવા, એમના ગુણો જીવનમાં મેળવવા પ્રયત્ન કરવો, એમના શાસનના આરાધનાના સર્વ અંગોને ગૌરવભરી દ્રષ્ટિથી જોવા, શક્ય રીતે આરાધવા, બીજા આરાધકોની પ્રશંસા સહાય કરવી. આ બધી ભક્તિથી જીવ પાપના જુના અનુબંધોનો નાશ કરે છે, નવા અનુબંધ પડતા નથી, પુણ્યના અનુબંધ પડે છે. સાનુબંધ ક્ષયોપશમ થાય છે તેથી તે યાવત્ કેવળજ્ઞાન સુધી જીવને પહોંચાડે છે. આ બધા ફળ ભક્તિના છે. તેથી પરમાત્માના દર્શન, વંદન, પૂજન, સ્તવન અને આજ્ઞાપાલનમાં જેને આનંદ છે તે પરમાનંદરૂપ કૈવલ્ય લક્ષ્મીની સંપદાને પ્રાપ્ત કરે છે. તેથી જ શાસ્ત્ર અધ્યયન, વાંચન, ઉપદેશ, પાઠન, આચારપાલન, તપ, ત્યાગ, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે બધા ગુણોમાં જો પરમાત્માની ઉપર આદર ભળેલો હોય તો તે બધા પરમાનંદના કારણ છે. પરંતુ પરમાત્માની ભક્તિમાં જેને ઠંડક લાગતી નથી, જેનું મન ઠરતું નથી, તેને બીજા અનુષ્ઠાનો પુણ્ય આપી કદાચ જતા રહે, ચિરસ્થાયી ન બને. માટે બીજી આરાધના કરનારે પણ પરમાત્મભક્તિ, પ્રાપ્ત કરવો જોઇએ. જેના હૃદયમાં પરમાત્મા આવે છે તે આત્મા પરમ આનંદ પામે છે. માટે સર્વ આપત્તિઓમાં પરમાત્માને યાદ કરવા, નવરાશમાં પરમાત્માને યાદ કરવા, સર્વ સારા કાર્યમાં પરમાત્માને યાદ કરવા. માટે વારંવાર નવકાર ગણવા. ત્રણ નવકારરૂપ નંદિ પણ બતાવી છે. સારા કાર્યમાં યાદ કરવાથી સારા કાર્યોના વિપ્ન દૂર થઈને શીધ્ર સિદ્ધ થાય છે. મંગળરૂપે આરાધનાના બીજા યોગો કે બીજા આરાધકો ન બતાવતા પરમાત્માને કે પંચ પરમેષ્ઠિને યાદ કરવામાં આવે છે કારણ કે પરમાત્માની આરાધના તે સર્વ આરાધનાનું બીજ છે. પાપ કાર્યમાં પણ પરમાત્માને યાદ કરવાથી પાપ કાર્યથી જીવ છુટે છે. જ્યાં પણ પાપ કરવું પડે ત્યાં પણ પરમાત્માની યાદગીરીને પસાથે એ પાપના પ્રત્યે Page #131 -------------------------------------------------------------------------- ________________ મન ઠરતું નથી તેથી વિશિષ્ટ પાપ બંધાતું નથી. જીવ પરમાત્માના પ્રભાવે સદા પ્રસન્ન રહે છે. માટે સદા પ્રસન્નતા, સાત્વિકતા, વીલપાવર (ઇચ્છાશક્તિ), વિવેકસંપન્નતા, ધર્યસંપન્નતા અને આનંદયુક્તતા જોઇએ. તે બધાના બીજરૂપ શ્રી તીર્થંકરદેવ પ્રત્યે આદરભાવ, ગૌરવભાવ, ભક્તિભાવ, પૂજા, જાપ, સ્તવનોસ્તોત્રોનો નિત્ય પાઠ અને શાસ્ત્રાધ્યયન, આચારપાલન વગેરે રૂપ ભક્તિમાં સજ્જ બનવું જોઇએ. આ બધી ભક્તિથી જીવ તદ્ભવે પણ મોક્ષ પામે અથવા 2-46 ભવે અલ્પકાળમાં મોક્ષ પામે. શ્રેણિક મહારાજાએ પરમાત્માના ધ્યાન, જાપ એકતાનતાથી કર્યા તો 3 ભવમાં મોક્ષ પામશે અને શ્રી પરમાત્મા થશે. માટે પરમાત્મા ભક્તિ જીવનમાં વધારવી. Page #132 -------------------------------------------------------------------------- ________________ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य / मा हु परेहि दमेजा, बंधणेहिं वहेहि य // આ શ્લોકમાં મોક્ષપ્રાપ્તિનો ઉપાય, સંસારમાં પણ સ્વાધીન રહેવાની પ્રક્રિયા, સંસારમાં પરાધીનપણું શાથી આવે અને એની શી સ્થિતિ છે આમ ચાર વાત બતાવી છે. જેમ વાહન જો ચલાવનારના અંકુશમાં ન હોય અને ચલાવનાર જો સ્વસ્થ-સ્વાધીન ન હોય, નિદ્રાવ્યાત-ચિંતાવ્યા કે પીધેલ હોય અથવા શૂન્યમનસ્ક હોય તો વાહન આડુઅવળું જતું રહે અને ગતિ હોવા છતાં તે ગતિ જ અકસ્માતનું કારણ બને. એ રીતે ઘોડા-હાથી વગેરેની સવારીમાં તે સ્વયં શાંતસ્વસ્થ હોય તો સીધા માર્ગે વ્યવસ્થિત ચાલે, પરને પીડા ન કરે અને પોતે પણ પીડા ન પામે. પણ મદોન્મત્ત બને, ગાંડો બને, તોફાની બને કે વિપરીત શિક્ષિત હોય તો તે સ્વ-પર બંનેનો નાશ કરનાર, નુકશાનમાં ઉતારનાર થાય છે, તેવી જ રીતે આપણે જેના આધારે પ્રવર્તીએ તે જો સ્વયં વ્યવસ્થિત હોય અથવા આપણા દ્વારા કાયમ અંકુશમાં હોય તો આપણે અને એ નિર્ભય રહીએ. જો એવું ન હોય તો આપણે તેને સ્વસ્થ બનાવવા પડે અને અંકુશમાં રાખવા પડે. સ્વસ્થ બનાવવા અને અંકુશમાં રાખવા એ બેમાંથી સારૂ અને સહેલું શું એ વિચાર કરીએ તો- જે જાતે શાંત-વિચારક-સ્વસ્થ-અવિપરીત ન હોય એના પર ક્યારેક આપત્તિકાલીન આચાર રૂપે અંકુશ મુકી કામ લઈએ એ વાત જુદી; બાકી એનાથી સ્વ-પર અનેકના જીવન જોખમમાં આવે. તેથી કાર્યને પાર ઉતારવા માટે યોગ્ય વ્યક્તિ-વસ્તુ જોઈએ, સાથે એ ચલાવનારને આધીન જોઇએ. ચલાવનારે લગામ વાળવા-હલાવવા કડક કે ઢીલી મુકવા જેવી ઇશારા પુરતી જ પ્રક્રિયા કરવાની રહે. માટે વાહન-સવારી-આશ્રય આપવા માટે પાત્રતા અને નિયંત્રણ-યોગ્યતા જોવી પડે છે. એ નિયંત્રણ એટલે યોગ્ય માર્ગે યોગ્ય રીતે ચાલવું; યોગ્ય માર્ગે અયોગ્ય રીતે ચાલે તો પણ ન ચાલે અને યોગ્ય રીતે અયોગ્ય માર્ગે ચાલે તે પણ ન ચાલે. બંને ન હોય તે વિશેષ જોખમી છે. યોગ્ય માર્ગ એટલે સંયમ અને યોગ્ય રીત એટલે તપ. સ્વ અને અન્ય અનેકના રક્ષણ માટે આશ્રિત વ્યક્તિ કે સાધનોનું gggggg125 કg gggggg Page #133 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રણ અને વ્યવસ્થિતતા અનિવાર્ય છે. તે નિયંત્રણ લોકોમાં અનેક રીતે જોવાય છે. ઠપકો આપીને, તિરસ્કારથી-મારથી–વસ્તુ છીનવી લઈને-લોકમાં હલકો પાડીને- જે જે રીતે એનું બળ હોય તે બળને ઘટાડવાથી નિયંત્રિત થાય છે. તેથી લોકમાં કહેવત છે કે “નાક દબાવવાથી મોટું ખોલે” આ રીતે લૌકિક માર્ગમાં યોગ્ય કાર્ય અને યોગ્ય પદ્ધતિ બધે જોઇએ છે; એ કરવી-કરાવવી પડે છે. એ રીતે લોકોત્તર માર્ગમાં પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા નથી ચાલતી. સ્વતંત્રતા એટલે અનિયંત્રિતતા, અસંયમ, અને સ્વચ્છંદતા એટલે અનિયમિતતા. આને માટે શાસ્ત્રો-સામાચારી અને આચાર્ય વગેરે પાંચના નિયંત્રણ મુકેલા છે. શાસ્ત્રો ભણાવીને પ્રથમ બુદ્ધિમાં નિયંત્રણ અને પદ્ધતિ વસાવવી, સામાચારીના જ્ઞાન અને પાલન કરવા-કરાવવા દ્વારા યોગ્ય રીતે વર્તવું. ગમે તે રીતે ન વર્તવું. આ નિયંત્રણ એક સુગ્રથિત સંસ્થા-સમાજની જેમ બતાવ્યું. અને એની ઉપર પ્રમુખ-ઉપપ્રમુખ, મંત્રીની જેમ વ્યવસ્થિત કાર્ય ચલાવવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક બતાવ્યા, જે જુદી જુદી રીતે નિયંત્રણ કરે છે, સ્વયં નિયંત્રિત રહે છે, આ પાંચને પણ એક બીજા નિયંત્રિત રાખે છે. જે સ્વયં નિયંત્રિત ન હોય તે બીજાને નિયંત્રિત રાખે તે લાબું ચાલે નહિ. જે જાતે લાંચ લે અને બીજાને લાંચ લેતા અટકાવે તે દેખાવ પુરતું હોય છે. માટે વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન વગેરેના વપરાશમાં ઉત્પાદન સંભાળ, પરિકર્મ, વિસર્જન બધામાં યોગ્ય રીત અને પ્રમાણ અંકુશ જોઈએ. એ જ રીતે આશ્રિતશિષ્ય-પુત્ર વગેરેને શિક્ષા, વ્યવહાર, સભ્યતા, સાત્વિકતા, વિનય, શાંતતા, ગંભીરતા, અવસર ઉચિતતા, ચતુરાઇ, પ્રાજ્ઞતા વગેરે ગુણો સમજાવવા, કેળવવા, પળાવવા. આવું નિયંત્રણ હોય એ ઘર કહેવાય. એ નિયંત્રણ ન હોય તે માળો કહેવાય. આ નિયંત્રણ માટે પૂર્વ ઉપાધ્યાય, દાદા, દાદીમા, પિતાજી સંભાળ લેતા હતા. આજે સ્કુલ-કોલેજ એ માટે હોવી ઘટે. સાધુ માટે આચાર્ય, ઉપાધ્યાય, સાધ્વી માટે એમના વડીલ સાધ્વીજી હોય. જે ભણાવે, વ્યવહારકુશળ અને આચારકુશળ બનાવે. જે નિયમન અને નિયમિતપણું ન શીખડાવે, ન આપે તેને નિયંત્રણ કરનાર ન કહેવાય. આ બધી વાત બીજી વસ્તુની અને બીજી વ્યક્તિની થઈ. હવે જાતની વાત. સંસારમાં નિયંત્રણ અને નિયમિતપણે કોને કેટલું ગમે છે? છતાં લોકવ્યવહારમાં બહારથી જો અંકુશ વગર પ્રવર્તે તો તિર્યંચ જેવી સ્થિતિ Page #134 -------------------------------------------------------------------------- ________________ થાય તેથી લોકમાં મર્યાદારૂપે અમુક નિયમિતતા-નિયંત્રિતતા જરૂરી-અનિવાર્ય હોય છે. આનાથી લોકમાં શિસ્ત અને સદાચાર પ્રવર્તે છે. જો લોકમાં મર્યાદાઓ અને સારા આચારો ન હોય તો ગુંડા-લુચ્ચાઓનો અડ્ડો થાય. એ જ રીતે જો જીવ પોતાના ઉપર સંયમ અને તપનું નિયંત્રણ મુકે તો તેનાથી ઉદયમાં આવતા અશુભ કર્મો અટકે, અસત્ પ્રવૃત્તિઓ અટકે, ઘટે, શુભકર્મ બંધાય, શુભ વિચારણાપ્રવૃત્તિને અવકાશ મળે. જેમ દારુ પીવાનું બંધ કરવાથી એનો કેફ ઉતરે, સ્વયં સ્વસ્થ થાય, તેની પરાધીનતા જાય તેમ જીવન સંયમ-તપમાં નિયંત્રિત કરવાથી સ્વયં સ્વસ્થ થાય છે. પછી અસંયમની, ઇચ્છાની, પરાધીનતાની ભયંકરતા સમજાય છે. આ નિયંત્રણ મુકવાથી જીવ સદા શાંત-વિવેકી બને છે. તેથી એકબાજુ સંયમ, તપ સદા માટે સ્વાભાવિક બને છે, બીજી બાજુ પુણ્યની પરાકાષ્ટાથી, પાપના હાસથી અને ક્ષયોપશમની વૃદ્ધિથી બધા પ્રકારે ઊંચી સ્થિતિ, શક્તિ, પ્રતિભા, સામર્થ્ય મળે છે, જે સ્વ-પરને વધારે અંકુશમાં, નિયંત્રણમાં લેવા-સ્વસ્થ બનાવવા કામ લાગે. તેને ક્યારે પણ બીજા દ્વારા નિયંત્રણ, વધ, બંધન આદિનો અનુભવ કરવો પડતો નથી કારણ બીજા જેટલું નિયંત્રણ ઇચ્છતા હોય તેના કરતા કે ગણું નિયંત્રણ જાતે જ કરે છે. સંસારી જીવો આ ભવમાં વ્યવહારથી ભલે આંશિક નિયંત્રિત હોય, પરંતુ અજ્ઞાન, પાપની રુચિ, વિષયોની અનુકૂળતા, માન-અપમાન, કષાય વગેરેથી માનસિક અને વ્યવહારિક જે અનિયંત્રિતતા-અસંયમ, ભોગ, કષાય થાય તેના કારણે પાપ અને પાપના કારણે પરભવમાં મતિવિભ્રમ અને બીજાઓ દ્વારા નિયંત્રણ ભોગવવાનું રહે છે. જ્યારે શાસ્ત્ર અધ્યયન, સામાચારી 5 આચારમાં દઢતા અને આચાર્ય વગેરે શ્રી સંઘની આધીનતા, ઇન્દ્રિય-મનોનિગ્રહ, કષાય-દમનરુપ તપસંપન્નતાથી જીવ જાતે જ જાતનું દમન કરતો રહે તો સંસારમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી આ સંસારમાં એને દમન કરનાર, વધ બંધન કરનાર કોઈ રહેતું નથી. માટે આવો જીવ વ્યવહારથી સ્વતંત્રતાની ગરિમાને ધારણ કરે છે. આ બધાનો સાર એ છે કે જીવે દરેક વાતમાં સંયમ અને તપને જીવનમાં પ્રધાનતા આપીને જીવવું અને જાતનું દમન કરવું જોઇએ. Page #135 -------------------------------------------------------------------------- ________________ इच्छा हु आगाससमा अणंतिआ / જેમ કેવળજ્ઞાની ભગવંતને સર્વ વસ્તુનું, સર્વ કાળનું, સર્વ અવસ્થાનું, સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે તેમ છબસ્થને પૂર્ણ જ્ઞાન નથી હોતું, પરંતુ તરતમ માત્રાએ અનંત ભેદવાળું જ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાનમાં પણ ચૌદપૂર્વીઓમાં ષસ્થાનપતિત જ્ઞાન છે, મતિજ્ઞાનમાં પણ ષસ્થાન પતિત છે. છબસ્થના ગુણોમાં વિષયભેદથી-કાળભેદથી-પર્યાયભેદથી અનંત ભેદ પડે છે. કાળ અને ક્ષેત્ર ભેદથી ક્યાંક અસંખ્ય ભેદ અને ક્યાંક અનંત ભેદ પડે છે. ઇચ્છા એ મોહનીયના ઉદયરૂપ જ્ઞાનયુક્ત-આશંસાયુક્ત આત્માની અવસ્થા છે. ઇચ્છાના અનેક પ્રકારો પડે છે. (1) પોતાને ઈષ્ટ વસ્તુ-વ્યક્તિ અવસ્થા-સંયોગની પ્રાપ્તિની અભિલાષા... આના પણ વસ્તુભેદથી, વ્યક્તિભેદથી, કાળભેદથી, અનુકૂળ સંયોગોના ભેદથી અનંતા ભેદો પડે છે, ક્યાંક અસંખ્ય ભેદ પડે. આ જ રીતે પોતાના પુત્રાદિ-સ્વઇષ્ટાદિ વ્યક્તિઓ માટેની ઇચ્છાઓના પણ ભેદ પાડવા. (2) પોતાને અનિષ્ટ વસ્તુ-વ્યક્તિ-અવસ્થા-સંયોગાદિ આવી ન પડે તેની અભિલાષા-આના પણ અનંતા ભેદ પડે આ જ રીતે (3) પ્રાપ્ત ઈષ્ટના અવિયોગની અભિલાષા અને (4) અનિષ્ટના વિયોગની, અશાતાવેદનીયજન્ય વેદનાની વિયોગાભિલાષા, અપ્રાપ્ત વેદના ન આવે તેની ઇચ્છા. શાતાવેદનીયમાં આથી વિપરીત કરવું. વિષયભેદથી નિયાણાના પણ અનેક ભેદ પડે છે. આમ ઇચ્છાના ભેદ અનંતા છે. અવિવેકી-અનિયંત્રિતવિચારાધીન-મહાધીન-આવેશ આધીન તંદુલિયો મત્સ્ય જેમ જીવનમાં એક પણ મત્સ્યનો આહાર કરી શકે તેમ નથી પણ વિરાટ સંકલ્પઈચ્છાથી વ્યાપ્ત છે તો નરકગામી થાય છે. કપિલ કેવલીને પૂર્વ અવસ્થામાં બે કોડી સુવર્ણની જરૂર હતી છતાં સંકલ્પમાં ઈચ્છાથી ય લાખો ટનથી સંતોષ ન થયો. જેમ ક્ષિતિજ જયાં ઊભા હોઈએ ત્યાંથી પ-૧૫ માઇલે દેખાય છે, ત્યાં પહોંચીએ એટલે એટલી ફરી આગળ વધતી દેખાય, વળી આગળ દેખાય. એ Page #136 -------------------------------------------------------------------------- ________________ રીતે ક્ષિતિજનો અંત વ્યવહારથી નથી, તેમ સંકલ્પથી પણ ઇચ્છાનો અંત નથી અને પ્રાપ્તિથી પણ ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિની ઇચ્છા અને શક્યતાનુસાર પ્રયત્નો થાય છે, તેનો પણ અંત આવતો નથી. આકાશનો જેમ અંત નથી તેમ સારી નરસી કોઇપણ ઇચ્છાનો અંત નથી હોતો. વિશેષ અશુભ ઇચ્છાને ઉદેશીને આ વાત છે. જેમ કામ, ક્રોધ, આળસ, આહાર અને નિદ્રા આ પાંચ જેમ આચરીએ તેમ વધે. મહાભારતમાં કહ્યું છે वर्धन्ते पंच कौन्तेय! सेव्यमानानि नित्यश : / आलस्यं मैथुनं निद्रा क्षुधा क्रोधश्च पंचम // તેમ ઇચ્છા પણ વધારીએ તેમ વધે છે. માટે ઇચ્છારોધને તપ અને સંવર બતાવ્યો છે. સુભૂમ છખંડનો માલિક હોવા છતાં લોભથી બીજા છ ખંડ જીતવા ગયો અને સમુદ્રમાં મર્યો. પાપની-આશ્રવની-સંસારની-અર્થકામની ઇચ્છાઓ તો રોકવાની-અટકાવવાની હોય છે અને એ માટે એની પ્રવૃત્તિઓ પણ અટકાવવાની હોય છે. સાથે સાથે શુભ ઇચ્છાઓ શુભ દેખાતી હોવા છતાં મોહ, અવિવેક અને આસક્તિથી યુક્ત હોય તો એ ઇચ્છાના કારણે બીજા યોગો આરાધી શકાતા નથી. જેમ સ્વાધ્યાયઆસક્ત ગ્લાન કે આચાર્યની ભક્તિની જવાબદારી માટે અયોગ્ય છે. તેથી જ ક્રિયામાં અન્યમુદ્ (એક ક્રિયા વખતે બીજો વિચાર, તેમાં આનંદ પામવો)ની જેમ આસંગ (કોઇ એક ક્રિયામાં અતિ આસક્ત બનવું) દોષ પણ બતાવ્યો છે. તેને તે ક્રિયા સિવાય બીજામાં આનંદ ન આવે, તેથી બાકીની ક્રિયાઓ સિદાય. માટે મનને અંકુશમાં રાખી જેમ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરવાની છે તેમ અશુભ ઇચ્છાઓનો પણ ત્યાગ કરવાનો છે. સંપૂર્ણપણે ઈચ્છારહિત ન થવાય ત્યાં સુધી તેને ઘટાડતા જવું જોઈએ. પ્રવૃત્તિના વધારા કે ઘટાડામાં શક્તિ-સંયોગ-ભાવના વગેરે અનેક ચીજો આવશ્યક છે તેથી પ્રવૃત્તિનો વધારો કે ઘટાડો સહેલો નથી, પરંતુ ઇચ્છાની વૃદ્ધિને બાહ્ય કોઈ વસ્તુની જરૂર નથી. તેથી સિનેમાના પડદા પર ચાલતા દ્રશ્યની જેમ જીવ મનના પડદા પર સંકલ્પ-વિકલ્પ-હિંસા વગેરે તાંડવ કરે છે અને આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા દુર્ગતિની પરંપરા સર્જે છે. મરીચિએ નીચગોત્ર કર્મ કેમ બાંધ્યું ? ભરત મહારાજાએ “પરમાત્માએ Page #137 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-ચક્રવર્તી અને વાસુદેવપણું મળવાનું બતાવ્યું છે એમ કહ્યા બાદ આજે તાત્કાલિક કશું મળવાનું નથી, જ્યારે મળવાનું છે ત્યારે તેને કોઈ લઈ લેવાનું નથી, તો આટલા આનંદથી નાચવાની શી જરૂર ? ત્રણ પદવીની ઋદ્ધિમાં જીવને આનંદ આવે છે. તેથી જેમ મેળવવાની ઇચ્છા કરે તે મહાઆશ્રવ છે, તેમ તે મળવાનું નિશ્ચિત જાણી જીવ આનંદ પામે આ પણ મહાઆશ્રવ છે. હિંસાના સંકલ્પથી-ઇચ્છાથી દ્રમક સાતમી નરકે જાય, તંદુલિયો મત્સ્ય આહારના સંકલ્પથીઇચ્છાથી સાતમી નરકે જાય આ બધામાં પોતાની શક્તિ નથી, કાર્ય કરી શકતો નથી, તેનું જે દુઃખ છે તે પણ ઇચ્છારૂપ મહાઆશ્રવનું જ બીજું સ્વરૂપ છે. ઇચ્છાના કારણે સ્વયં પ્રવર્તવું, બીજા પ્રવર્તે તેમાં આનંદ થવો, પોતે ન પ્રવર્તી શકે ત્યારે દુઃખ થવું, બીજાની અનુમોદના કરવી, બીજાને પ્રવર્તાવવા-આ બધા ઇચ્છાના જ રૂપકો છે. સારૂ ખાઈ-પીને-ભોગવીને-જોઇને-હરીફરીને જીવ ક્યારે ધરાયો ? આ ઇચ્છાઓ સદા અતૃપ્ત જ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭માં દેવલોકમાં ઊંચી સામગ્રી ભોગવીને અહીં આવ્યો. મનુષ્ય થયા બાદ જાતિસ્મરણ જ્ઞાન થયા પછી પણ, ચક્રવર્તીપણાના ભોગથી પણ ધરાતો નથી. સતત અતૃપ્તિની લ્હાયમાં આજે પણ સાતમી નરકમાં રીબાઇ રહ્યો છે. ઇચ્છાનું ખપ્પર કદી ભરાતું નથી. તેથી જ ઈચ્છાને આકાશ સમાન બતાવી છે. માટે ઇચ્છાપૂર્તિ એ શાંતિનો, આરાધનાનો કે મોક્ષનો ઉપાય નથી પરંતુ શાસ્ત્રજ્ઞાન અને ગુર્વાધીનતા દ્વારા અશુભ ઇચ્છાઓને સમજવી, એને ઘટાડવી અને શુભમાં વળાંક આપવો, તે જ જીવનું સાચું કર્તવ્ય છે. શુભના કાર્યોની રુચિ જન્માવવી. ભાવનાઓ દ્વારા બીજા કાર્યને ટેકો આપવા દ્વારા એની પ્રશંસા કરવા દ્વારા, પોતે કાર્ય કરવા દ્વારા એ શુભરુચિને વિકસાવવી જોઈએ. જો કે શુભ રુચિ પણ શાસ્ત્રજ્ઞાનથી અને ગુરુથી નિયંત્રિત જોઈએ, વિવેજ્યુક્ત જોઇએ. માટે જેમાં ગુરુની સંમતિ ન મળે તેમાં પોતાની રુચિ હોવા છતાં એ ગૌણ કરવી, તે રુચિને રોકવી. આ રીતે રુચિને યોગ્ય સ્થાને નિયંત્રિત કરવાથી સ્થાનનું માહાભ્ય હૃદયમાં વસે છે અને રુચિનું (ઇચ્છાનું) પ્રધાનપણું નાશ પામે છે. અનિયંત્રિત રુચિ લગામ વગરના ઘોડા જેવી છે જે ગમે ત્યાં ગમે તે રીતે દોડી જાય, જ્યારે વિવેકથી નિયંત્રિત રુચિ, ગુર્વાજ્ઞાપરતંત્ર સચિ, શાસ્ત્રસાપેક્ષ રુચિ લગામથી નિયંત્રિત ઘોડેસ્વારની ઇચ્છાનુસાર ઈષ્ટ સ્થળે પહોંચાડતા ઘોડા જેવી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ માટે ઇચ્છાને નિરંકુશ વધવા ન દેવી, કલ્પનાઓના શેખચલ્લી ન બનવું, ઇચ્છાને આધીન ન બનવું, ધારેલું કોઈ પણ ભોગે કરવાનો કદાગ્રહ ન રાખવો, પરંતુ ઇચ્છાને રોકવી, યોગ્ય વળાંક આપવો અને યોગ્ય કાળે યોગ્ય રીતે યોગ્ય કાર્ય કરવું. બાકી શક્તિ-સંયોગ અને સામગ્રીના અભાવમાં સારા કાર્યની પણ ઉતાવળને આર્તધ્યાન કહ્યું છે. એથી સંસારના માન, ખાનપાન, કુટુંબ વ્યવહાર વગેરેમાં મનને સ્વસ્થ, શાંત અને સંતોષી બનાવવું એ જ આત્મસંયમ અને મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ છે. જિક Page #139 -------------------------------------------------------------------------- ________________ संतोषः परमं सौख्यम, आकांक्षा दुःखमुत्तमम् / જગત છ દ્રવ્યમય છે. તેમાં પાંચ દ્રવ્યો અજીવ છે. જીવદ્રવ્ય ચેતન છે તેથી સુખ અને દુઃખ જીવને હોય છે. બાકીના ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં તે નથી. દુઃખ જેમ કોઈ પણ જીવને ગમતું નથી, તેમ દુઃખ કોઇ પણ જીવના મૂળભૂત સ્વભાવમાં નથી. સુખ-દુઃખ જ્ઞાનથી ભિન્ન છે, પરંતુ જ્ઞાન તે બંનેની અભિવ્યક્તિ કરે છે. તેને પ્રગટ-વ્યક્ત-સ્પષ્ટ અનુભવ કરાવે છે. બીજાને પણ કાંઇક બોધ કરાવે છે જેમકે આ સુખી છે, આ દુઃખી છે, આ રિબાય છે, આ સમતાથી સહન કરે છે. દુઃખ એ અશુભ કર્મના ઉદયનું કાર્ય છે, વ્યવહારમાં તે અશાતા વેદનીયથી ઉત્પન્ન થાય છે, એમ કહેવાય છે. અપેક્ષાએ એ વાત સાચી છે, પરંતુ મોહનીયકર્મ, અજ્ઞાન, અને વિપરીત જ્ઞાન પણ જીવને માનસિક દુઃખ ઉત્પન્ન કરવામાં મુખ્ય કારણ છે. ક્યારેક કાંઇક શારીરિક દુઃખમાં પણ કારણ બને છે. માનસિક દુઃખ જીવને ભ્રમથી, અસ વિલ્પોથી, મોહથી અને અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. જેમ ચાંદી અને છીપ સમાન વર્ણવાળા હોવાથી જીવને ભ્રમ થાય છે તેથી છીપમાં ચાંદી સમજી લે તો તેનાથી ધન મળતું નથી, તેમ સાંસારિક અનુકૂળતાઓ છીપ જેવી છે. તે સુખના કારણનો દેખાવ કરે છે, પણ તેમાં સુખ નથી. સંસારી જીવો છીપને ચાંદી સમજી લે છે અને પરિણામે દુઃખી થાય છે. અપેક્ષાએ ધર્મ એ ચાંદી જેવો કહેવાય. તે ગ્રહણ કરનાર જીવ ધર્મ અને પુણ્યની ઉત્તરોત્તર વૃદ્ધિ દ્વારા આંતરિક અને બાહ્ય બંને રીતે સુખી થાય છે. પરંતુ ભ્રમણાથી જીવ નકામું સમજી એને લેતો નથી અને લાભથી ઠગાય છે. સંસારી જીવોને દેહ-ધન-પરિવારમાં સુખની ભ્રમણા છે, તેના કારણે એ એને સંભાળવામાં-રક્ષણ કરવામાં રચ્યો પચ્યો રહી કાયમ દુઃખી થાય છે. ધર્મી જીવો આત્મિક સુખ અને એના કારણરૂપે તપ-ત્યાગ-શીલ-દાનઅનિત્યાદિ ભાવનાઓ અને એના સંસ્કારથી ભાવિત મનને જાણતા હોવાથી તથા દુ:ખના કારણોમાંથી સુખની ભ્રમણારહિત હોવાથી અને સુખના કારણોમાં દુઃખની ભ્રમણારહિત હોવાથી સંસારમાં આંધળા પણ બનતા નથી અને સાવધાન Page #140 -------------------------------------------------------------------------- ________________ જાગ્રત હોવાથી વિશેષ દુ:ખી પણ બનતા નથી અને ધર્મમાં દેખીતું અલ્પ દુઃખ કોઈને જણાતું હોવા છતાં આંતરિક સુખના અને પરમ સુખના કારણરૂપે ધર્મને વિવેક અને જ્ઞાનથી જાણવાથી એમાં જીવ ઉલ્લાસપૂર્વક સર્વેસર્વા બનીને પ્રવર્તે છે. માટે વિવેક અને જ્ઞાન એ મોહ, અજ્ઞાન, ભ્રમ અને અવિવેકના નાશક હોવાથી સર્વત્ર પરમ સુખનું કારણ છે. એવી જ રીતે અસદ્ વિકલ્પો પણ જીવના રાગાદિ અને ભય વગેરેના પરિણામથી ઉત્પન્ન થાય છે. કોણિક છોડાવવા આવ્યો ત્યારે શ્રેણિક અસ વિકલ્પથી હીરો ચુસીને મરી ગયા. સંસારી જીવો ડગલે પગલે આવા અસદ્ વિકલ્પોથી આવેશથી અસત્ પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. ધર્મી જીવો ભવિતવ્યતા-ધર્ય અને કર્મને લક્ષમાં રાખી ધર્મના શરણે જાય છે. તેથી ચિત્તવિહ્વળતા નાશ પામે છે. તેથી માનસિક દુઃખ લગભગ નષ્ટ થાય છે અને કાયિક દુઃખ પણ અલ્પ થાય છે. કુટુંબ-માન-ધન-શક્તિ-બુદ્ધિ વગેરે જીવનવ્યવહારના સાધન છે, અને ધર્મ આરાધનાના સાધન પણ બની શકે છે, પરંતુ જીવ તેના ઉપર મોહિત બને, મળે તો સંગ્રહ-રક્ષણ કરે, ન મળે તો દીન બને તો તે મોહ એ દુઃખનું કારણ બને છે. મેળવવા, સંભાળવા વગેરેની કાળજી રાખવી અને મળે ત્યારે પણ દુઃખ, ન મલે તો પણ દુખ. જેના પર મોહ ન હોય તે વસ્તુ મળે તો ઉપયોગ કરી લે, ન મળે તો નભાવી લે. એને વિશેષ આનંદ નથી અને દુઃખ પણ વિશેષ નથી. જેને જે વાતની અપેક્ષા હોય તે મળે ત્યારે આનંદ, સુખ અને ન મળે કે મળ્યા પછી નાશ પામે ત્યારે દુઃખ. અપેક્ષાવાળા જીવો વસ્તુને ભાવથી વળગેલા છે, એટલે વસ્તુ-સંયોગથી પકડાયેલાને જે રીતે જ્યારે હેરાન કરવા હોય તે રીતે કરી શકાય, એમ અપેક્ષાવાળા કલ્પનાથી અને સંયોગથી કાયમ હેરાન થતા રહે છે. જે વસ્તુસંયોગની અપેક્ષાને પકડાયેલા નથી, તે વસ્તુનો ઉપયોગ કરી શકે છે, અને તણખલાની જેમ છોડી પણ શકે છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી. માટે ભ્રમ, અસદ્ વિકલ્પો, મોહ અને અપેક્ષા એ જગતમાં સર્વેકૃષ્ટ દુઃખનું કારણ છે. એનાથી ચઢીયાતું કોઈ દુઃખ નથી. બાહ્ય દુઃખ દવાથી, ખોરાકથી, હવાફેરથી, વ્યાયામથી, આસનોથી, શરીર છુટવાથી કે પુણ્યોદયથી સ્વયં નાશ પામે છે તેવી રીતે માનસ દુઃખ નાશ કરવા જીવાણુ જીવજી 133 જી જી gg gggS Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાવના અને વૈરાગ્ય, શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય અને પરાવર્તન, પાપ નિવૃત્તિ અને ધર્મ પ્રવૃત્તિ, ગીતાર્થ અને આચાર સંપન્ન સહચારિતા (આચારસંપન્ન સાથે રહેવું તે) જોઇએ. આ બધા ધર્મો વસ્તુ આકાંક્ષાદિને, તેના સંસ્કારને ઘટાડી માનસ દુઃખનો નાશ કરે છે, તેમ વૈરાગ્ય, સ્વાધ્યાય, આચાર અને સાધર્મિક સહવાસ એ માનસ સુખને ઉત્પન્ન કરે છે. સુખ બે પ્રકારે છે (1) આત્મિક અને (2) વ્યવહારિક. એમાં આત્મિક સુખ વેદનીયકર્મના ક્ષયથી મળતું અવ્યાબાધરૂપ છે, અને તેમાં પણ મુખ્ય ભાગ ભજવનાર સાથી કારણ જ્ઞાનાવરણ અને મોહનીયનો નાશ છે. માટે આત્મ-સ્વરૂપના, સિદ્ધ સ્વરૂપના જ્ઞાનથી અને વીતરાગતાથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. "जं च काम सुहं लोए जं च दिव्वं महासुहं / वियरायसुहस्स य अणंतभागंपि नग्घइ // " જેમ અહીં વીતરાગ સુખનો અનંતમો ભાગ પણ પ્રાપ્ત નથી થતો તેમ વૈરાગ્યના સુખનો પણ અનંતમો ભાગ નથી આવતો, માટે વૈરાગ્યનું સુખ એ પરમસુખ છે. લોભના નિગ્રહથી સંતોષ થાય છે એ ઉપલક્ષણથી બધા મોહનીયના ભેદના નિગ્રહરૂપ લેવાનું છે. સુખ એ તોષ આનંદરૂપ છે, દુઃખ એ અતોષરૂપ છે. તોષ બે પ્રકારે :(1) આરોપિત અને (2) વાસ્તવિક. જે તીષ પદ્ગલિક છે, જે તોષ કાલ્પનિક છે, જે તોષની પાછળ અતોષ અને દુઃખ પરંપરા છે, જે નાશવંત છે, તે ઔદયિક ભાવરૂપ તોષ કહેવાય. એ પરાધીન અને નાશવંત હોવાથી વસ્તુ સ્વરૂપે તોષના ભ્રમમાત્ર છે. જ્યારે વૈરાગ્યથી, જગસ્વરૂપના ચિંતનથી, ભાવનાઓથીઆત્મસ્વરૂપની વારંવાર વિચારણાથી અને એના કારણભૂત ત્યાગ, તપ, શીલ, દાન, ગુર્વાજ્ઞાપાલન, સ્વાધ્યાય, સાધુસેવા વગેરેથી ધર્મ આરાધનામાં કહેવાતા કષ્ટ હોવા છતાં તેમાં ધર્માત્માને પરમ સંતોષ, આનંદ, ઉલ્લાસ હોય છે, માટે મોહનીયનો ક્ષયોપશમ અને ભાવથી ક્ષમાદિ ગુણયુક્ત જે દશવિજયતિધર્મ એ મુખ્ય સંતોષ છે. ગૌણ રીતે દેશવિરતિ, અવિરતિ, માર્ગાનુસારી, અપુનબંધક વગેરે જે વિષયવિરાગ અને કષાયત્યાગ ધરાવે છે, અને તે મેળવવાના ઉપાયોમાં આનંદ પામે તેને પરમ સુખ મળે છે. તેઓ કાયમ સ્વસ્થ છે, આનંદિત છે અરે જયાં સુધી વૈરાગી છે, સંતોષી છે ત્યાં સુધી તેમના માટે દુર્ગતિના દરવાજા બંધ રહે Page #142 -------------------------------------------------------------------------- ________________ છે, અશાતા નહિવતું બંધાય, શાતા વિશેષ બંધાય. ક્ષાયોપથમિક ધર્મ સાનુબંધ બને અને વધતો વધતો મોશે પહોંચાડે છે. દેવલોકમાં શતાવેદનીયજન્ય સુખની સાથે સંતોષ ઉપર ઉપરના દેવલોકમાં હોય છે. પરંતુ ભવ પૂરો થતા તે સુખસંતોષ નાશ પામે છે. વળી ત્યાં પણ અસંતોષવાળા, ઇર્ષા, દ્વેષ વગેરે યુકત કોઇક હોય છે, તે દુઃખી થાય છે. સામાન્ય સંતોષવાળા દુનિયામાં બધે સુખી દેખાય છે, પરંતુ તે સુખ પણ નાશવંત છે. જ્યારે ક્ષયોપશમજન્ય, વૈરાગ્યજન્ય સંતોષવાળા ધર્મી હોય છે, અને ઉત્તરોત્તર વૈરાગ્ય વધારવાના કારણોમાં પ્રવર્તતા હોય છે, તેમની તમન્નાવાળા હોય છે તેથી તે પરમ સુખી હોય છે. એક ઉપવાસ કર્યા બાદ પારણું કરવાની વિચારણા કરનાર કરતા બીજા દિવસે બીજો ઉપવાસ કરવાની વિચારણામાં રમનાર વિશેષ આનંદિત દેખાય છે. નિયમો લીધા હોય અને તે પૂર્ણ થવા આવે ત્યારે નિયમોને આગળ વધારનાર, નિયમો પૂર્ણ કરીને છુટા થનાર કરતા વધારે સુખી, આનંદિત, આંતરિક આનંદવાળા હોય છે. આને પરમ સુખ કહેવાય. માટે ધર્મ ઇચ્છનારે વૈરાગ્યભાવરૂપ સંતોષમાં સતત પ્રયત્ન કરવો. હત ગુરુ ગુરુ ૧૩પ | ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ Page #143 -------------------------------------------------------------------------- ________________ न मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् / / મોહની તીવ્રતા વગર ક્યાંય પણ જીવને પોતાનો આગ્રહ થતો નથી. આ વાત-એમ સૂચવે છે કે દુનિયા કાર્યકારણભાવ ઉપર ચાલે છે આપણા આગ્રહથી ક્યાંય કશું બનતું નથી. દૂધપાક કઢી ન બને, કઢી દૂધપાક ન બને; રોટલો મહેસુર ન બને, મહેસુર રોટલો ન બને. માટે જીવને મોહ, અજ્ઞાન, કષાયનો આવેશ ન હોય તો કર્તવ્યઅકર્તવ્ય, ઉચિત-અનુચિત, શક્ય-અશક્યનો વિચાર કરી શકે. આવેશ હોય તો એ વિચારને અવકાશ જ નથી રહેતો. યુગલિકના પહેલા, બીજા અને ત્રીજા આરાના અંત સિવાયના કાળમાં યુગલિયાને સાધુપણુ મળે ? જો સુખી માણસ, ઉપાધિ વગરના માણસ ધર્મ કરી શકતા હોય તો યુગલિકો સુખી છે, ઉપાધિ વગરના છે છતાં કરી શકતા નથી માટે સુખી અને ઉપાધિમુક્ત વ્યક્તિ જ ધર્મ કરી શકે, આવો આગ્રહ કરનાર કલ્પનાની દુનિયામાં જ રાચે છે. સુખના કારણભૂત ક્ષેત્ર અને કાળના પ્રભાવના કારણે સર્વવિરતિની ત્યાં અયોગ્યતા છે. મહાવિદેહમાંથી જંઘાચારણ મુનિ આવીને પણ સર્વવિરતિ ન આપી શકે. એ રીતે છઠ્ઠા આરામાં અતિ દુઃખમાં પણ ધર્મ ન થાય. | ઉગ્ર સંયમ-તપવાળા સ્વચ્છંદ જ્ઞાનવાળાને પણ ધર્મ નથી, કેમકે જ્ઞાનીને પરતંત્રને જ ધર્મ હોય. માટે પરમાત્મા કે લબ્ધિધારીઓ પણ અભવ્યને, દુર્ભવ્યને, કાળ પરિપાક ન થયો હોય તેને ધર્મ આપી શકતા નથી. ચોથા આરામાં પણ ભગવાન કે બીજા મહાપુરૂષો આગ્રહથી કશું કરાવતા નથી. આગ્રહ અનેક રીતનો હોય. શક્ય-અશક્ય, સાધ્ય-અસાધ્ય, ઉચિત-અનુચિત. નિશ્ચય નયના હિસાબે કોઈ પણ આગ્રહ એ મોહનો ઉદય છે. જે ઇચ્છામાં-આગ્રહમાં મોહનો ઉદય ભળવા છતાં ક્ષયોપશમ, વિવેક પ્રધાન રહે, ભળેલા રહે તો તેને વ્યવહાર નય મોહનો ઉદય માનવા છતાં મોહનો ઉદ્રક નથી માનતો. તેવી ઇચ્છા કે આગ્રહ કર્તવ્ય બને છે માટે મોક્ષના યોગાંગ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩ર બતાવ્યાં છે, તેમાં ધર્મ દઢતા “આપત્તિનું દમથા'' બતાવી છે. આ પણ જાત માટે એક આગ્રહરૂપ છે, છતાં ઉપાદેય છે અને પ્રશસ્ત ઇચ્છારૂપ મોહનીયના ક્ષયોપશમ મિશ્રિત ઉદયરૂપ છે. જેમાં અજ્ઞાન, અવિવેક, અપ્રશસ્ત ભાવની તીવ્રતા ભળે અને જે નિયાણા * કરાય, દઢ નિર્ણય કરાય એને સ્વાગ્રહ કહેવાય. ગુણ આગ્રહ, આચાર આગ્રહ, ધર્મ આગ્રહ આ બધા આગ્રહમાં જ્યારે ક્ષયોપશમ અને વિવેક પ્રધાન બને છે ત્યારે તે ગુણ-આચારાગ્રહ છે; જ્યારે મોહ, માન્યતા, સ્વપક્ષ, સ્વરુચિ વગેરે પ્રધાન થાય ત્યારે સ્વાગ્રહ કહેવાય. આ સ્વ આગ્રહ મોહનીયના વિશેષ ઉદયની તીવ્રતા વિના નથી થતો. જેવી રીતે મરિચિએ કામ ચલાઉ ગરમીનો ઉપચાર ન કરતા નવો વેશ કટ્યો, તે સ્વ આગ્રહ કહેવાય. જ્યારે જીવ પોતાની બુદ્ધિ-આગ્રહવશ કાયમી છુટછાટ કે નવા ચીલા પાડે, નવા માર્ગ કાઢે, ફાંટા પાડે તે સ્વાગ્રહ કહેવાય. જેમ જમાલી, ચૈત્યવાસી કે એવા બીજા કોઈ પણ મોહની તીવ્રતા વગર ઉત્પન્ન નથી થતા. એટલે આ દર્શન મોહનીયના ઉદયનો ઉદ્રક કહેવાય. જેનામાં પ્રજ્ઞાપનીયતા (બીજાની સાચી વાત સ્વીકારવાની-સમજવાની તૈયારી) છે, જેનામાં સ્વાગ્રહ નથી, તેનામાં સમ્યકત્વની યોગ્યતા હોય. જેનામાં સ્વાગ્રહ છે તેનામાં પ્રજ્ઞાપનીયતા નથી તેથી સમ્યકત્વ કે સમ્યકત્વની યોગ્યતા નથી. જીવ પોતાની ભૂલને ગુણ માની બેસે ત્યારે આ સ્થિતિ આવે. જ્યાં બીજાના ગુણને દોષ માની બેસે ત્યારે પણ આ અવસ્થા આવે. | કુરગડુના પાત્રમાં થુંકનાર કે કુરગડુ ઉપર અરુચિ કરનાર તપસ્વીને આવા મોહ ઉદ્રકના દૃષ્ટાંતરૂપ જણાવી શકાય. અનુચિત અર્થ, વાક્ય કે કાર્ય વિષે આગ્રહને સ્વાગ્રહ તરીકે સમજવો. તેના અનેક બાહ્ય કારણો છે. (1) અભિમાનથી, “મારી ભૂલ કેમ કાઢે ?" માટે મારે ભૂલ ન સ્વીકારવી. (2) અનુચિત અર્થનો - વાતનો - વ્યવહારનો પક્ષપાત થાય, તેથી સાચી વાત, સાચો અર્થ, સાચો વ્યવહાર ન સ્વીકારે. (3) અનુચિત વાત કરનાર પક્ષનો રાગ થાય તો પણ સાચી વાત ન વિચારી શકે, ન સમજી શકે, ન સ્વીકારી શકે. (4) અનુચિત હોવા છતાં અનુચિત તરીકે બતાવનાર વ્યક્તિ પર દ્વેષ હોય. Page #145 -------------------------------------------------------------------------- ________________ (5) વિચારશૂન્યપણે “પકડ્યું ન છોડવું” આવો કદાગ્રહ. (6) અનુચિત રીતે વાત કહેવાઈ હોવાથી દ્વેષ અને અનુચિતની પક્કડ થાય. (7) અનુચિતમાં અપાય ન દેખાવાથી અનુચિતની પક્કડ થાય. (8) સંયોગ, પરિસ્થિતિ, અવસ્થા કાળ વગેરે કારણે ઉચિત પણ અનુચિત થાય, અનુચિત ઉચિત થાય, તેનું જ્ઞાન ન હોય, તેથી પક્કડ થાય. માટે સ્વાગ્રહ અને તેના કારણભૂત મોહની તીવ્રતાને ઘટાડવી-છોડવી, માર્ગ, જગત્ સ્વભાવ, શાસન મર્યાદાને વારંવાર વિચારી, તાત્ત્વિક દૃષ્ટિ કેળવવી, વિવેક જગાવવો. તત્ત્વદષ્ટિ અને વિવેક દ્વારા ગંભીર પ્રકૃતિવાળો બની જીવ સમતા અને સમાધિને પ્રાપ્ત કરી છેવટે સિદ્ધિગતિ સુધી પહોંચી જાય છે. + + કે કાકા ! Page #146 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા માતા // मन एव मनुष्याणां कारणं बन्ध-मोक्षयोः॥ અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માનું શાસન મનની આંટીઘૂંટીઓ અને અવનવા ખેલો પર સુંદર પ્રકાશ પાડે છે. સદ્ગતિનું અને દુર્ગતિનું કારણ મન જ છે, સંસાર કે મોક્ષ બંનેનું કર્તા મન જ છે. સમાધિમય મન સદ્ગતિ અને પરંપરાએ મોક્ષનું કારણ; અસમાધિમય મન તે જ દુર્ગતિ અને સંસાર પરિભ્રમણનું કારણ. મનને સમાધિમય કેવી રીતે બનાવી શકાય, અસમાધિમાંથી કેવી રીતે ઉગારી શકાય તેની કેટલીક ચાવીઓ શાસ્ત્રના પાનાઓમાં મળી આવે છે. તેનો વિચાર કરીએ. (1) જો મન સમાધિથી ઘડાએલું હોય તો અલ્પજ્ઞાનીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે, અને મન સમાધિથી ભાવિત-વાસિત ન હોય તો બાહ્ય રીતે ઘણું જ્ઞાન હોવા છતાં જીવ કર્મ બાંધે છે, અને દુર્ગતિમાં રખડે છે. (2) ઉપાધિ એટલે બાહ્ય સાંયોગિક અનુકૂળતાઓ-પ્રતિકૂળતાઓ. તે સામાન્ય આત્માને અસમાધિ દ્વારા સંસારમાં ભટકાવે, દુર્ગતિમાં રખડાવે. પરંતુ સમાધિથી ભાવિત-વાસિત આત્માને ભટકાવી શકતી નથી. બાહ્ય સાધન સામગ્રી હોય તે દુર્ગતિમાં જાય અને બાહ્ય સાધન સામગ્રી ન હોય તે દુર્ગતિમાં ન જાય તેવું નથી. મન સાધન-સામગ્રીમાં કે તેની મમતામાં અટવાયું હોય તો જીવ સંસારમાં ભટકે અને મમતા મુક્ત બને તો આરિલાભુવનમાં પણ કેવળજ્ઞાન મળે. છતાં મનની મમતા તોડવા અને છોડવા માટે શક્ય અનુકૂળતાનો ત્યાગ, શક્ય પ્રતિકૂળતાને વેઠવાનું અને ભાવના દ્વારા જ્ઞાનયોગનો આશ્રય કરવો જરૂરી છે. એથી આત્માને સમાધિનું બળ મળે છે. અને બાકી રહેલ ઉપાધિઓ આત્માને જકડી શકતી નથી, અસમાધિનું કે ભવભ્રમણાનું, દુર્બાન કે દુર્ગતિનું કારણ બનતી નથી. (3) પ્રતિકૂળ અવસ્થામાં માનસિક વિચારણા ક્લેશવાળી થાય તો જીવને દુર્ગતિ મળે છે, પાપબંધ થાય છે. મનની આ ક્લેશવાળી એટલે કે રાગદ્વેષના આવેશવાળી વિચારણા તે અસમાધિ છે. કૃષ્ણ, શ્રેણિક વગેરે અનેક જીવો દુઃખમાં દુર્ગાન કરતા દેખાય છે. યુગબાહુને પ્રતિકૂળ અવસ્થામાં મદનરેખાની પ્રેરણાથી મનની સ્વસ્થતા-સમાધિ-ક્ષમાપના મળી તો પાંચમાં દેવલોકે ગયા. છાપ પપ૧૩૯ ૪પણ પછી પણ પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહીનો દ્રમક મનના કલેશે નરકે ગયો તેમ તંદલીયો મત્સ્ય પણ ક્લેશે સાતમી નરકે ગયો. (4) સુખની અસ્વસ્થામાં પણ જીવ રાગાંધ-કામાંધ થઈને દુર્ગતિના કર્મ બાંધે છે. આ રાગાંધતા કે કામાંધતા પણ અસમાધિ છે. સુખની અવસ્થામાં પણ મન તીવ્ર વૈરાગ્યમાં રહેવા પ્રયત્ન કરે તો બાર દેવલોક સુધીનું આયુષ્ય ગૃહસ્થ અવસ્થામાં બાંધી શકે અને ભાવનામાં ચડે તો પૃથ્વીચન્દ્ર-ગુણસાગરની જેમ કેવળજ્ઞાન પણ પામે છે. તેથી બાહ્ય અનુકૂળતા હોવા છતાં મનની સમાધિ સદ્ગતિ, પુણ્ય અને ધર્મ આપે છે યાવત્ મોક્ષ પણ આપે છે, અને મનની અસમાધિ પાપ અને દુર્ગતિ આપે છે. (5) દુઃખમાં સુખની ઇચ્છા કે દુઃખની અકળામણ પણ અસમાધિ છે, તેવીજ રીતે સુખમાં આનંદ-સંતોષ એ પણ અસમાધિનું જ રૂપક છે. . (6) વ્યાધિ એટલે શરીરના રોગો. તે સુધરે કે ન સુધરે, ઘટે કે વધે તે આપણા હાથમાં નથી. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સુધરે, ન સુધરે તે પણ આપણા હાથમાં નથી. આ વ્યાધિ કે ઉપાધિ સદ્ગતિ કે દુર્ગતિ પણ આપી શકતી નથી. આ વ્યાધિ કે ઉપાધિ વખતે જીવ જ્ઞાન શક્તિ-સમજણ શક્તિ- સત્વશક્તિ અને વિવેક દ્રષ્ટિને આધીન રહી સમાધિ કેળવે તેને સંગતિ, પુણ્ય અને મોક્ષ મળે અને મન જેના હાથમાંથી છુટીને અસમાધિમાં પડે, અવિવેક-દુર્થાનમાં પડે તે દુર્ગતિમાં જાય, પુણ્યનો નાશ કરે, પાપ બાંધે અને મોક્ષે જવામાં વિક્ષેપ થાય. માટે જેના હાથમાં મન, તેને સમાધિ સુલભ. અને જેનું મન કર્મ-મોહ-અજ્ઞાન-અવિવેકના હાથમાં તે અસમાધિવાળો જાણવો. (7) આધિ એટલે મનની અસ્વસ્થતા, મનનું અસમતોલપણું. સમાધિવાળો સ્વસ્થ હોય તે બદલા વગર અને પૂર્વે અપકાર કરેલાને પણ સહાય કરવા તૈયાર થાય. (8) રાગ-દ્વેષની વૃત્તિમાંથી સ્વાર્થોધતા જન્મે છે જે અસમાધિરૂપ છે જ્યારે સમાધિ-સમતાની વૃત્તિમાંથી પરોપકાર, સહાયકતા જેવી તથા લેટ ગો કરવાની વૃત્તિઓ જન્મે છે. (9) અનુકૂળતામાં ત્યાગવૃત્તિ-દાનવૃત્તિ-સંયમવૃત્તિ-ઉદાસીનવૃત્તિ સમાધિ કરાવે છે અને ભોગવૃત્તિ-સંગ્રહવૃત્તિ-અસંયમવૃત્તિ-રાગેવૃત્તિ-પક્ષપાત-વૃત્તિ. અસમાધિ કરાવે છે. તેથી ઉપરની વૃત્તિઓથી જીવની સમાધિ-અસમાધિ જાણી જીવ શ રૂ 140) રૂપ જ જીત 3 Page #148 -------------------------------------------------------------------------- ________________ શકાય છે. ઉપરની સમાધિઓની વૃત્તિઓ કેળવવાથી અસમાધિ નાશ પામે છે અને સમાધિ આવે છે અને અસમાધિની વૃત્તિઓ કેળવવાથી સમાધિ નાશ પામે છે અને અસમાધિ જન્મે છે. એવી રીતે જીવની સહાયક વૃત્તિ સમાધિ સુચવે છે. સહાયની ઉપેક્ષા એ અસમાધિ સુચવે છે. સહાયકવૃત્તિ તિર્યંચ પ્રત્યે હોય એને જીવદયા કહેવાય, દુઃખી માણસ પ્રત્યે હોય એને અનુકંપા કહેવાય, પૂજ્ય પાત્રો પ્રત્યે હોય એને ભક્તિ કહેવાય. પૂજ્યો પ્રત્યે સહાય સિવાય પણ અર્પણ વૃત્તિ હોય એને પૂજા કહેવાય. જેમ દ્રવ્યના અભાવે દુઃખીને દ્રવ્ય આપવું તે સહાયવૃત્તિ છે, તેમ સારા તત્ત્વબોધવાળાએ માર્ગના જ્ઞાન વગરના યોગ્ય જીવોને જ્ઞાન આપવું તે પણ . સહાયવૃત્તિ છે. આ સહાયવૃત્તિ અનુકંપા વગેરેથી આવે છે. અને આ અનુકંપા વગેરે જીવની તીવ્ર રાગદ્વેષની આધિની અસમાધિ દૂર થાય ત્યારે સમાધિ આવે તેમાંથી આવે છે. શમમાંથી સમાધિ આવે છે અથવા શમ એ સમાધિનું બીજું નામ છે. આવા સમાધિના અનેક ભેદ પડે. પોતાની સારી પરિસ્થિતિમાં બીજાને થોડી સહાય કરે આ અલ્પસમાધિ કહેવાય, પોતાની સારી સ્થિતિમાં બીજાને પૂર્ણ સહાય કરે તે એથી ચડીયાતી સમાધિ છે. તેમજ પોતાની દુઃખી સ્થિતિમાં પણ બીજાને અલ્પ મદદ કરે, આ પણ ગુણ છે. પોતાની નબળી સ્થિતિમાં બીજાને પૂર્ણ મદદ કરે તે વિશિષ્ટ સમાધિ છે. કોઈ વ્યક્તિ યોગ્ય વ્યક્તિને સહાયક ન થાય તો તેનામાં અનુકંપા નથી. તે ભૌતિક-આધ્યાત્મિક ગુણોને યોગ્ય નથી. જે વ્યક્તિ ધર્મન, સાધુ-શ્રાવકને સહાયક ન થાય તેનું સમ્યગ્દર્શન નાશ પામે, મલિન થાય. પોતાની સમાધિ બીજાની બાહ્ય સમાધિ ઉત્પન્ન કરે છે અને પછી આંતરિક સમાધિ પણ ઉત્પન્ન કરે છે. પોતાની અસમાધિ બજાની પણ સમાધિનો નાશ કરે છે અને અસમાધિ ઉત્પન્ન કરે છે. આધિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં, રોગમાં કે આરોગ્યમાં, મનની દીનતા કે અભિમાનતા, રાગદ્વેષજન્ય વ્યાકુલતા. એ વ્યાકુલતારહિતપણું, સમતોલપણું, સ્વસ્થપણું તે સમાધિ. Page #149 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ અને પ્રતિપક્ષથી આરોગ્ય લેવું. વ્યાવહારિક રીતે પ્રતિકૂળ સંયોગોને ઉપાધિ કહેવાય, પણ ઉપલક્ષણથી અનુકૂળ સંયોગો પણ ઉપાધિ સમજવા. વ્યાધિ-ઉપાધિ, આરોગ્ય અને અનુકૂળતા વખતે આધિ ટળે અને સમાધિ આવે તો જ મોક્ષ મળે. રોગ કે આરોગ્ય જીવને મોક્ષમાં લઈ જતા નથી. પુત્ર કે અનુકૂળ પરિવારમાં અટવાયેલા પ્રમાદ-મોહને આધીન થયેલા જીવો મોક્ષમાં જઈ શકતા નથી. પુત્રો કે પરિવાર અનુકૂળ હોવા છતાં જાગૃત આત્મા આરાધનામાં આગળ વધે છે, એને મન પુત્ર-પરિવાર સાધન છે. સત્ત્વ આરાધના અને સમાધિ એ પ્રાથમિક સાધ્ય છે. મનને સમાધિમય બનાવનાર સિદ્ધસ્વરૂપનું આત્મજ્ઞાન છે, મનને સમાધિમય બનાવનાર દ્રવ્ય-ભાવ આશ્રવ અને સંવરનું જ્ઞાન છે. મનને સમાધિમય બનાવનાર સંવેદનરૂપ અનુભવજ્ઞાન છે. રાજમાર્ગ-ઉત્સર્ગ માર્ગની નીતિ એ સામાન્યથી સમાધિકારક છે, સમાધિ સુચક છે, પરંતુ તેવા સત્ત્વના અભાવમાં સમાધિ સાચવવા માટે વ્યક્તિગત નીતિરીતિમાં ફેરફાર થાય, જેને અપવાદ માર્ગ કહેવાય, જેમકે પૂજા મધ્યાહ્ન કરવાની હોવા છતાં વેપાર વગેરેની પરવશતાના કારણે આદર-ભક્તિ-સ્વસ્થતાથી કરવા માટે સવારના કરાય છે. પ્રભુભક્તિ અને સ્વસમાધિ સાચવવા કાળ વગેરેમાં ફેરફાર કરવો પડ્યો. વ્યાધિમાં સમાધિની પદ્ધતિ જુદી, આરોગ્યમાં સમાધિ પદ્ધતિ જુદી, પ્રતિકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી, અનુકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી. વ્યાધિમાં સમાધિ રાખવા માટે પીડામાં દીન ન બને, દવાની કાળજી રાખે પણ મોડું-વહેલું, આઘુ-પાછુ થાય તો અકળાય નહિ. અભક્ષ્ય ભોજન, રાત્રિ ભોજન કે પ્રતિજ્ઞાભંગ ન કરે, ગુસ્સો ન કરે, શાન્તિ-સ્વસ્થતાથી પડ્યો રહે, શક્યતા મુજબ જાપ-વાંચન વગેરે કરે, વૃત્તિ કંઇક સહનશીલ, ક્ષમાશીલ, પ્રસન્ન બનાવે, કર્મ વિપાક વિચારે. સહનશીલતા ન કેળવે, ગુસ્સો કરે, અપ્રસન્ન રહે તો અસમાધિ થાય. આરોગ્યમાં કામકાજની ધમાચકડી ન હોય, દોડધામ ન હોય, શાન્ત હોય, બીજાને તુચ્છ ન સમજે તે સમાધિનું ચિહ્ન સમજવું. બીજાને તુચ્છ સમજે, ખૂબ મેળવવાનું ને ખૂબ ભોગવવાનું મન થાય, ઝટઝટ, ઉતાવળથી કામ કરે, કેફી ચીજના પાવરની જેમ પાવર રાખે જેને દર્પ કહેવાય છે તે સુખની અસમાધિનું ચિહ્ન છે. છાજીયા જી 142gg gg gggS Page #150 -------------------------------------------------------------------------- ________________ આમ સમાધિ-અસમાધિની ચાવીઓ જાણી જીવનમાં સતત સમાધિમય રહેવા પ્રયત્ન કરવો. મન તો અવળચંડુ છે. ક્યારેક પ્રતિકૂળતામાં સમાધિ હોય અને અનુકૂળતામાં અસમાધિ, અનુકૂળતામાં સમાધિ, પ્રતિકૂળતામાં અસમાધિ, ક્યારેક નિમિત્ત વગર જ સમાધિ-અસમાધિ.. શાસ્ત્રના પાને પાને કંડરિક, મંગુ આચાર્ય, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિના ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને આ જ વાત જણાવે છે ને... માટે સતત અભ્યાસ દ્વારા મનને સ્થિર અને સમાધિમય બનાવવા પ્રયત્ન કરવો, જેથી સિદ્ધિગતિ નિકટ આવે. Page #151 -------------------------------------------------------------------------- ________________ &&&&&&& &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& दम शम समत्तमित्ति संवेअ विवेअ तिव्बोनिव्वेआ / ____एए पगूढ अप्पावबोहबीअस्स अंकुरा // આત્માના જ્ઞાન વગર જીવ આધ્યાત્મિક માર્ગ અને ઉન્નતિ શી રીતે પામે?” એ જેમ પ્રશ્ન છે તેમ શુદ્ધાત્માનું જ્ઞાન સોગનથી કે વર્ણનથી મળતું નથી તો શેનાથી મળે એ પણ પ્રશ્ન છે. સૂર્યોદય -અરૂણોદયથી માંડીને બધી અવસ્થાઓ જેમ અનુભવગમ્ય છે તેમ આત્મજ્ઞાન પણ અનુભવ ગમ્ય છે. એ અનુભવને લાવવાના ઉપાયો જે છે તે જ અનુભવ આવ્યા પછીના ગુણો આત્મબોધના કારણો-ઉપાયો છે અને તેનાથી જે ગુણો આત્મામાં આવે અને દોષો આત્મામાંથી જાય, ઘટે તે જ આત્મજ્ઞાન આત્મ-અનુભવરૂપી બીજના અંકુરા છે. આ ગુણનો વિકાસ તે આત્મ-અનુભવનો વિકાસ છે. આ ગુણોના વિકાસથી બીજા ગુણોતર પ્રગટે-વિકસે. તે ગુણાનુભવ અને ગુણલબ્ધિ બંને વધતા વધતા ગુણ પરાકાષ્ટાએ પહોંચે અને સર્વગુણમયતા-વ્યાપિતા થાય તે આત્માની શુદ્ધ અને સિદ્ધ અવસ્થા છે. ' જેમ જેમ ગુણ (મોટા થાય) પ્રાપ્ત થાય, મજબૂત થાય, ગુણાંતરના ઉત્પાદક થાય તેમ આત્માના કર્મ-મોહ, અજ્ઞાન અને સંસ્કારજન્ય દોષો ઘટતા જાય, નિર્બળ થાય, નાશ પામે અને અંતે આત્મા દોષ રહિત થાય છે. માટે દોષોના નાશના ઉપાયોમાં પ્રવર્તવું અને ગુણોની સિદ્ધિના ઉપાયોમાં પ્રવર્તવું તે આત્મજ્ઞાન-આત્મ અનુભવ અને એની પરાકાષ્ટારૂપ સિદ્ધ અવસ્થાને પામવાનો વ્યવહારનયનો રસ્તો છે, પ્રથમ પગથીયું છે. આનાથી જે દમ વગેરે ગુણો આત્મામાં ઉત્પન્ન થાય તેનો અનુભવ તે આત્મજ્ઞાન-અનુભવનું નિશ્ચયનયનું પ્રથમ પગથિયું છે. માટે દોષ અને દોષનો માર્ગ એ સંસાર છે. ગુણ અને ગુણના ઉપાય તે મોક્ષમાર્ગ છે, અને સર્વગુણોની પરાકાષ્ટા તે મોક્ષ છે. મોક્ષમાર્ગ અને મોક્ષ બંને આત્મ અનુભવરૂપ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુણો યદ્યપિ અનંતા છે, છતાં પ-૭ અત્રે બતાવ્યા છે. જે જીવન ઉપયોગી અને મુખ્યવૃત્તિએ મોક્ષમાર્ગ સાધક છે અને એનાથી વિપરિત દોષો મોક્ષમાર્ગ બાધક છે.' (1) દમ=ઈન્દ્રિયદમન, મનનું પણ ઇન્દ્રિયના વિષયોમાંથી પાછા ફરવું. * સંસારનું મૂળ કષાય છે કે વિષયો ? એવો પ્રશ્ન થાય તો તેના જવાબમાં જણાવવાનું, વિષયોના કારણે જ કષાયો ઉત્તેજિત થાય છે, ટકે છે, વધે છે. વિષયો ઇન્દ્રિયો દ્વારા પોષાય છે, વધે છે. ઇન્દ્રિયોનું પ્રવર્તન મન દ્વારા અને આત્માના અશુભ સંસ્કાર દ્વારા થાય છે. મૂળમાં આત્માના અશુભ સંસ્કાર નાબુદ કરવાના છે. તે સંસ્કારો પ્રધાનતયા મનથી પ્રવર્તે છે તેથી મનને અંકુશમાં રાખવાનું છે. આ અશુભ સંસ્કારોથી મન પ્રેરાય છે. તે પ્રેરણાને અટકાવવી તે મનનું દમન છે. મનની આ પ્રેરણા અટકાવવા બારભાવના, મૈત્રી આદિ 4 ભાવના વગેરે અને આચારજ્ઞાન વિચારણા, અપાય વિચારણા, વિપાક વિચારણા વગેરેથી મન વારંવાર અને સતત ભાવિત બનાવવું. આ રીતે મનમાં વિષયોની રુચિ કે દ્વેષ ઊભો ન થાય અને થાય તો પણ મન છોડી દે. મન ઉપર આત્માનો અંકુશ રહે તો મનનું દમન છે. આ દમન ત્યાં સુધી કરવાનું હોય છે કે જ્યાં સુધી ભાવના દ્વારા શુભ સંસ્કારોથી ક્ષયોપશમની પ્રબળતાથી મન સ્વયં શબ્દાદિ વિષયો પ્રત્યે રુચિ-અરુચિ રહિત બને. આ ભાવના અને મનના દમન અંકુશને વેગ આપે છે ઈન્દ્રિયનું દમન, વિષયોની શક્ય નિવૃત્તિ, અશક્યમાં જાગૃતિ, પરિમિતતા વગેરે. અર્થાત્ જે વ્યક્તિ અનુકુળ પાંચ ઇન્દ્રિયના વિષયો ન મળ્યા હોય ત્યારે ઝંખે છે, જેને મળ્યા તે તે ને સારા સમજે છે, ગમે છે, પોતાને મળેથી આનંદ થાય છે, જોવા ગમે છે, અનુભવવા ગમે છે, રાખવા ગમે છે, ઈન્દ્રિયોને તેમાં પ્રવર્તાવે છે. ભૂતકાળના વિષયભોગીની અનુમોદના થાય છે, તેને સુખી લાગે છે. આ બધી વિચારધારા એ મનનું અને ઇન્દ્રિયોનું પરવશપણું છે એથી વિપરીત મનની અવસ્થા અને ઇન્દ્રિયોનું રોકાણ, વિષયોનો ત્યાગ, અપ્રશંસા, મનથી સારામાં અપાયનું ચિંતન, વિષયોની દુર્ગતિ દાયકતા વગેરે વિચારણા એ મન અને ઇન્દ્રિયોનું દમન છે. આ દમન એ આત્મજ્ઞાન અનુભવનું બીજ છે, અંકુર છે. (2) શમ - વિષયો આત્મઅનુભવમાં બાધક છે, એનો ત્યાગ અને ઇન્દ્રિયદમન તે આત્મ અનુભવરુપ છે અને વિશેષ આત્મ અનુભવમાં સહાયક Page #153 -------------------------------------------------------------------------- ________________ છે તેમ કષાયો અને ઉપલક્ષણોથી નોકષાયો આત્મશાંતિમાં રોધક, નાશક છે. તેની સામે કષાયોનો જય, નોકષાયનો જય તે આત્મગુણ, આત્મશાંતિ, આત્મઅનુભવરૂપ છે. આંશિક આત્મઅનુભવ વગરના જીવો ભૌતિક આશંસા વગર ઈન્દ્રિયદમન, મનદમન કે કષાય જય કરી શકતા નથી. માટે કષાય જય એ કર્તવ્ય છે. શમનો એક અર્થ ક્રોધનો જય=ણમાં થાય છે તેમ બીજો અર્થ શાંતપણું, આકુળતારહિતપણું. ચારે કષાય અને નવ નોકષાયથી જીવ અશાંત-આકુલ હોય છે, સુખી નહિ દુઃખી હોય છે તેથી કષાય નોકષાયના ઉદયથી-રોકાણથી-નિગ્રહથી જીવ શાંત બને છે. આવું શાંતપણું આત્મ અનુભવનું સ્વરૂપ છે. ક્રોધ-માન-માયાલોભ વગેરે અનેક બાહ્યનિમિત્તોમાં જીવ ઝટ લેવાય નહિ, ખળભળે નહિ, ફસાય નહિ, સ્વસ્થ રહે એ આત્મસત્ત્વ આત્મઅનુભવનો પ્રકાર છે. (3) સમ્યકત્વ H સમ્યકત્વના બે પ્રકાર છે. 1. વ્યવહાર સમ્યકત્વ :- જે વીતરાગ સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલો દાનાદિ ધર્મ માને, જચે તેને વ્યવહાર સમ્યકત્વ હોય. 2. ભાવસમ્યકત્વ - આશ્રવને આત્મ સ્વરૂપના રોધક-નાશક જાણે અને એનાથી ગભરાય, છોડે, કે અરૂચિવાળો થાય અને સંવરતત્ત્વને સહાયક સમજી આચરે, ગમે. આ આશ્રવ-સંવર બાહ્ય અને આંતરિક એમ બે ભેદ પડે છે. આંતરિક આશ્રવ-સંવર જે ઓળખે તે ભાવ સમકિતી હોય. બાહ્ય આશ્રવ-સંવર બહુધા તે ઓળખે, ક્યારેક ગુરુગમ ન હોય તો કોઇક ન ઓળખે તેમ પણ બને. આંતરિક આશ્રવ-સંવરને ઓળખવાની શક્તિ અને ઓળખાણ આ આત્મ અનુભવમાં રહેલી છે. એ અનુભવશક્તિ જેટલી વિકસિત થાય તેટલા આશ્રવ સંવર સૂક્ષ્મ સૂક્ષ્મતયા ઓળખાય. સમ્યકત્વના બાહ્ય આચારોથી દેવભક્તિ-ગુરુભક્તિ-ધર્મઆચાર પાલન, દેવસ્વરૂપજ્ઞાન-ગુરુસ્વરૂપજ્ઞાન-આચારજ્ઞાન હેયોપાદેય જ્ઞાન આ બધાથી આચાર, આદર, ભાવ, ભક્તિ વગેરેથી કર્મહાસ-પુન્યપ્રાપ્તિ-સામગ્રી-પ્રાપ્તિ થાય છે અને ભાવ જગાડનાર-કર્મનાશ કરનાર એવા સંયોગ અને આત્મવીર્ય ઉલ્લસિત થાય છે અને ભાવ સમ્યકત્વ આવે છે. સર્વત્ર દ્રવ્યપાપ આચાર ભાવપાપને જન્માવે છે. દ્રવ્ય શુભ આચાર શુભભાવ જન્માવે છે. દ્રવ્ય સમ્યકત્વના આચારો ભાવ સમ્યકત્વ જન્માવે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સંયમના આચાર ભાવ સંયમ જન્માવે છે. માટે ભાવ સમ્યકત્વ એ આત્માનુભવનું સ્વરૂપ છે. જેમ જેમ સ્વરૂપ સિદ્ધ અવસ્થાની સ્મૃતિ અને તેને અનુકૂળ આંતરિક સંવરની સ્મૃતિ-રુચિ અને બાધક આંતરિક આશ્રવની સ્મૃતિ અને અરુચિ તે પણ આત્મસ્વરૂપનું અનુભવ ચિહ્ન છે. (4) મૈત્રી - એ પણ આત્મજ્ઞાનનો અંકુરો છે, આત્મજ્ઞાન વગરનાને કોકમાં મિત્રતાની બુદ્ધિ હોય છે. તો કોકમાં શત્રુતાની પણ બુદ્ધિ હોય છે, અથવા શત્રુતાની બુદ્ધિની યોગ્યતા હોય છે, જેને કોઈ ઉપર શત્રુતાની-વિરોધી તરીકેની બુદ્ધિ નથી, બધા જીવાત્મા સ્વરૂપથી મારા સમાન શુદ્ધ સિદ્ધ પરમાત્મા છે તેથી બધાની મૂળભૂત સ્વરૂપના લક્ષથી સમાનતા છે, માટે મારે બધા સાથે મિત્રતા છે આવી બુદ્ધિ હોય તેને વ્યવહારમાં ઉપેક્ષા, માધ્યસ્થ ભાવ ઉચિત એવા અવિનયી, પાપી, અસાધ્ય નાસ્તિક જેવા જીવો ઉપર પણ શત્રુપણાનો દ્વેષ ઉઠતો નથી. જેમ સોનું કાદવમાં પડેલ હોય, અશુચિમાં હોય તો પણ સુવર્ણ ઉપર અરુચિ થતી નથી. આવી મૈત્રી ભાવના યુક્ત ઉપેક્ષા-માધ્યસ્થ ભાવના વાસ્તવિક, સાત્વિક છે, બાકીનાની અભ્યાસિક છે. આ મૈત્રીભાવ જીવના ઈર્ષા, દ્વેષ, કઠોરતા વગેરે દોષોનો નાશ કરીને આનંદ, સ્નેહ, નમ્રતા, મીઠાશ વગેરે ગુણો પેદા કરે છે. આત્મબોધ વગર મૈત્રી, પ્રમોદ, કરૂણા ગુણ ઔપચારિક, અલ્પકાલીન, વિરોધી ભાવ યુક્ત હોય છે. જેમ રાગષ વિષય ભેદથી સંસ્કાર રૂપે સાથે રહે છે, એ રીતે મિત્રતા, શત્રુતા, સ્નેહાળપણું, રૂક્ષતાપણું, પ્રમોદ અને ઇર્ષ્યા વિગેરે કંદો સાથે રહેતા હોય છે. જ્યાં બંને રહે ત્યાં શુદ્ધ આત્મ અવબોધ નથી, માટે મૈત્રી એ આત્મબોધનું જ એક સ્વરૂપ છે. - કોઈના પર પણ શત્રુતાની બુદ્ધિ-કલ્પના ન થાય. માટે “અપરાધીશું પણ નવિ ચિંતવે, ચિત્ત થકી પ્રતિકૂળ' તેમ બતાવ્યું છે. આ મૈત્રીના વ્યવહારિક રૂપકો છે પ્રમોદ, કારૂણ્ય અને મધ્યસ્થપણું. મૈત્રીભાવ હોવા છતાં વ્યવહારમાં ગુણોની પ્રગટ અવસ્થા, અપ્રગટ અવસ્થા, પુન્યના ઉદયો, અનુદયો, શક્તિ સંપન્નતા, અસંપન્નતા હોય ત્યારે નીચેવાળા ઉપરવાળા ઉપર પ્રમોદભાવ કરે, ઉપરવાળા નીચેવાળા ઉપર કૃપા-દયા-સહાનુભૂતિ-કરૂણાના ભાવ રાખે અને એ રીતે નીચેવાળા ઉપરવાળા જોડે શક્ય વ્યવહાર કરે. ઉપરવાળા પ્રાયઃ માધ્યસ્થ ઉપેક્ષા ભાવના વિષય નીચેવાળા માટે બનતા નથી. ક્યારેક નાસ્તિકપણા વિગેરે યુક્ત હોય ત્યારે વાસ્તવિક ગુણાધિક નથી તેથી તેવા ગુણોને અનુકૂળ નથી. તેના ઉપર માધ્યસ્થભાવ વ્યવહારથી રહે, રાખવો. પણ આત્મગુણરૂપ મૈત્રી ત્યાં પણ રહે છે. છggg ggg૧૪૭]છgષણ કaggg gge Page #155 -------------------------------------------------------------------------- ________________ (5) સંવેગપણું પણ આત્મબોધથી ઉત્પન્ન થાય છે. સંવેગનો અર્થ મોક્ષ અભિલાષા છે. સંવેગનું કાર્ય છે મોક્ષના કારણભૂત જ્ઞાનાદિત્રયનો અભિલાષ અને એ અભિલાષનું કાર્ય છે એના રતત્રયરૂપ કારણના વ્યવહારિક આચારોમાં પ્રવૃત્તિ અર્થાત્ જો મોક્ષ અભિલાષ આવે તો જ્ઞાનાદિ રતત્રય, દાનાદિ અભિલાષ આવે અને જો જ્ઞાનાદિ-દાનાદિ અભિલાષ આવે તો એના કારણોમાં આચારોમાં જીવ ઇચ્છાપૂર્વક વેગથી અવિધિ ટાળી પુરુષાર્થ કરીને પ્રવર્તે. એને રોકી શકાતો નથી, અટકાવી શકાતો નથી, આ એકથી બીજાની સિદ્ધિ પ્રાપ્ત થતી જાય છે એથી એ કાર્ય કહેવાય છે. પરંતુ બીજી રીતે વિચારીએ તો જ્ઞાનાદિમાં ઉપયોગ-આદરકુશળતા પૂર્વક જો જીવ પ્રવર્તે તો આ પ્રવૃત્તિથી કર્મના ક્ષયોપશમ થાય અને ભાવથી જ્ઞાનાદિ પ્રાપ્ત થાય અને સતત આ પ્રયત્નથી ભાવ જ્ઞાનાદિની-ક્ષયોપશમભાવની નિરંતર વૃદ્ધિ થાય અને એના પરિણામે ક્ષાયિક ભાવરૂપ જ્ઞાનાદિ જે મોક્ષનું મૂળ સ્વરૂપ છે તે જીવને પ્રાપ્ત થાય છે. માટે મોક્ષમાર્ગ જ્ઞાનાદિ કહેવાય છે, તેમ પંચાચાર પણ કહેવાય છે. આ પંચાચારનું પાલન એ વ્યવહાર સંવેગ છે. તેનાથી અશુભ પાપ સ્વરૂપ પંચ અનાચાર અટકે છે, તેથી કર્મબંધ અટકે છે. અશુભ સંસ્કારની વૃદ્ધિ અટકે છે, પંચાચાર પાલનથી અશુભ કર્મ નાશ પામે છે, અશુભ સંસ્કાર ઘટે છે, આરાધનાને અનુકૂળ શુભ કર્મ ઉપાર્જન થાય છે, આત્મસત્ત્વ, જ્ઞાન શુદ્ધ થાય છે, આત્માનો પુરુષાર્થ અને ધર્મ પ્રગટે છે, વધે છે, આ રીતે આત્મા મોક્ષ પામે છે, માટે બીજાનો ભાવ અને ક્ષયોપશમરૂપ નિશ્ચયધર્મ જાણી શકાતો નથી. તેથી પરમાત્માએ નિશ્ચય ધર્મના ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ પંચાચાર અને જ્ઞાન દ્વારા * શુભ ભાવના રૂપ વ્યવહાર ધર્મ સ્થાપ્યો છે. નિશ્ચયવાળા વ્યવહારને અપનાવ્યા વગર રહેતા નથી. જેટલા આત્મા મોક્ષે ગયા એમાં મોટાભાગના જીવો વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મ પામીને મોક્ષે ગયા છે માટે પંચાચાર અને એની અભિલાષા એ વ્યવહાર સંવેગ છે. રતત્રય અને તેની અભિલાષા એ નિશ્ચય સંવેગ સમજવા. (6) વિવેક - વિવેકથી મોક્ષ અને સંસારનો ભેદ સ્પષ્ટ બને છે. મોક્ષે ગયા પછી ત્યાં સંસારના કારણો જ નથી તેથી મોક્ષે ગયેલા જીવો સંસારમાં આવતા નથી. પરંતુ સંસારમાં રહેલ જીવોને દ્રવ્યથી અને ભાવથી બંને રીતે સંસારના કારણો પણ હોય અને મોક્ષના કારણો પણ હોય છે. આની ચતુર્ભગી કરવી. (1) દ્રવ્યથી અને ભાવથી મોક્ષનું કારણ. (2) દ્રવ્યથી અને ભાવથી સંસારનું કારણ. Page #156 -------------------------------------------------------------------------- ________________ (3) દ્રવ્યથી મોક્ષનું અને ભાવથી સંસારનું કારણ. (4) દ્રવ્યથી સંસાર અને ભાવથી મોક્ષનું કારણ. (1) શ્રી પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર દેવનો ધર્મ મોક્ષ માટે સંવેગનિર્વેદ પૂર્વક આરાધાય. આવી આરાધના સમ્યગ્દષ્ટિ નિકટભવમુક્તિગામી જીવો ‘પ્રાયઃ કરે. (2) સંસારની અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓ રસ-આનંદ-આદરપૂર્વક કરાય. (3) શ્રી પરમાત્માનો ધર્મ અનાદર-અવજ્ઞાથી કરાય. અચરમાવર્તવાળા અને મુક્તિષવાળા આવો ધર્મ પ્રાયઃ કરે. (4) સંસારની અઢારપ્રકારની પાપસ્થાનોની પ્રવૃત્તિ સંયોગાધીન, પરાધીન, પશ્ચાત્તાપથી, રસ રહિત, કરવી પડે માટે કરે, અનુપયોગથી કરે. ભાવથી, આંતરિક ઉપયોગથી બીજામાં પ્રવૃત્ત હોય, બાહ્યથી સાંસારિક વ્યવહારમાં પ્રવૃત્ત હોય. સમ્યગ્દષ્ટિ સંસારી જીવોની પ્રાયઃ આ અવસ્થા હોય છે. આ ચતુર્ભગીમાં પ્રથમ ભંગ વ્યવહારથી અને નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. બીજો તથા ચરમભંગ વ્યવહારથી સંસાર કહેવાય. - ત્રીજો ભંગ વ્યવહારથી અપ્રધાન ધર્મ કહેવાય. વિવેકી આત્મા આત્મબોધના બળથી બાહ્ય આશ્રયોનો શક્ય ત્યાગ કરે અને બાહ્ય સંવર આચરે એ જ રીતે વિવેકી આત્મા વિવેકના બળે આંતરિક આશ્રવ તેમજ ધર્મમાં અવજ્ઞા-અનાદર-ભ્રમ-અરુચિ-અનુપયોગ-અવ્યવસ્થિતતા, વગેરેનો ત્યાગ કરે. - આત્મામાં આ ત્યાગની રુચિ, પકડ હોય તે પણ આંશિક વિવેકનું કાર્ય છે. આ આશ્રવત્યાગ હોવાથી બાહ્ય આશ્રવો વધતા નથી. બાહ્ય આશ્રવોમાં જીવ આનંદિત કે ગાંડો થતો નથી તેથી ચોથા ભાંગાવાળા બાહ્યથી સંસારી પક્ષે અને ભાવથી ધર્મી હોય છે. આ આત્મજ્ઞાનનું લક્ષણ-ચિહ્ન છે કે કર્મના ઉદયને પરાધીન એવો પણ આત્મા ભાવથી મોક્ષના સ્વરૂપને, આત્મબોધને વૈરાગ્ય દ્વારા અનુભવે છે, પ્રધાન કરે છે તેથી સંસારના કારણોમાં આનંદિત થતો નથી. આમ વિવેક એ પણ આત્મબોધનું ચિહ્ન છે. પ્રથમ ભંગમાં બાહ્ય સંસારના કારણોનો ત્યાગ છે, સાથે અંતરમાં સંયમના-રતત્રયના કારણોના ઉપાદાન સાથે આદરઉપયોગ-જ્ઞાન-અભ્યાસ વગેરે છે તેથી તે પણ બાહ્ય આશ્રવ અને અંતર આશ્રવને છોડવાથી વિશેષ વિવેક સંપન્ન છે, માટે વિવેક એ આત્મબોધ છે. . - જ્યાં ભાવ આશ્રવનો ત્યાગ ગૌણતા હોય, જ્યાં ભાવ સંવર જીવતો Page #157 -------------------------------------------------------------------------- ________________ જાગતો હોય, પ્રધાન હોય, જ્યાં દ્રવ્ય આશ્રવનો અણગમો-ત્યાગ અને વિશેષ આનંદ, પ્રશંસા, ઉપબૃહણા, અનુમોદના વિગેરે ન હોવાથી જ્યાં શક્યતા અનુરૂપ ઉલ્લાસથી સત્ત્વફોરવી દ્રવ્ય સંવર બાહ્ય આચાર ધર્મનું પાલન હોય તે વિવેકનું આંશિક સ્વરૂપ છે. આ આત્મબોધ વગરનાને ન હોય. વિવેક એટલે શ્રદ્ધાયુક્ત, જ્ઞાનપૂર્વક, બાહ્ય-અત્યંતર-આશ્રવ-સંવરનું એટલે કે બીજા શબ્દોમાં હેય-ઉપાદેયનું ચિત્તવૃત્તિમાં વિભાજન અને જીવન વ્યવહારમાં શક્યતા અનુરૂપ વર્તન. તે અંતરના આત્મજ્ઞાનને, સિદ્ધ સ્વરૂપની ઝંખનાને અને આંશિક ઝાંખી-અનુભવને સૂચવે છે. (7) તીવ્ર નિર્વેદ એટલે કંટાળો, ઉપાદેયમાં કંટાળો એ પુદ્ગલાનંદી-અભવ્ય, દુર્ભવ્ય અને ચરમાવર્તવર્તી ભારેકર્મી જીવનું લક્ષણ છે. જ્યારે હેયમાં કંટાળો એ ભવ્ય શરમાવર્તવર્તી હળુકર્મી નિકટ મોક્ષગામી જીવનું લક્ષણ છે. હેય વ્યવહારિક અને આધ્યાત્મિક એમ બે ભેદે છે. વ્યવહારિક હેયમાં અપ્રશસ્ત વર્ણાદિ-અશુભ સંયોગોનો કંટાળો આવે તે તમામ સંસાર રસિક જીવને હોય છે. સંસારની શુભ અવસ્થા ઋદ્ધિ-સિદ્ધિ-ધન-ધાન્ય-માન-પાન વગેરેમાં ધર્મી વૈરાગી, ત્યાગી આત્માને હેયતાનું ભાન થાય છે. એમાં એ કંટાળે, ઉદાસીન બને, ત્યાગ કરે, આ જે વૈષયિક સુખ સાધનના ત્યાગરૂપ હેય બુદ્ધિ એ વ્યવહારિક તીવ્ર નિર્વેદ કહેવાય. “સુરનર સુખ તે દુઃખ કરી લેખ માટે સુખમાં નિર્વેદ તે તીવ્ર નિર્વેદ કહેવાય. આ આત્મજ્ઞાન-સ્વાનુભાવ વગર નથી આવતો. એથી ક્ષયોપશમભાવની શક્તિઓ જે અપૂર્ણ છે, નાશવંત છે, જેમાં જીવ પ્રમાદી બની જાય તેવી શક્યતા છે એવી ઋદ્ધિ-સિદ્ધિ શક્તિઓ જે આત્મસ્વરૂપ નથી અને આત્મ સ્વરૂપને પામવામાં બાધક છે તેનો પણ તીવ્રનિર્વેદ અહીં લેવાનો છે. માટે અધ્યાત્મગ્રંથોમાં વિષય વૈરાગ્યને અપર=નીચેનો વૈરાગ્ય કહ્યો અને ગુણ વૈરાગ્યને પર=શ્રેષ્ઠ વૈરાગ્ય બતાવ્યો છે, તે બંને એક જ છે. બાહ્ય અને આંતર સંસારના કારણો ઉપરના તીવ્ર નિર્વેદથી પણ આંતરિક આત્મબોધ અનુભવાય છે. આત્મબોધને ઓળખાવવાના આ ચિહ્નો છે. સારાંશ દમ-શમ-સમ્યકત્વ-મૈત્રિ-સંવેગ-વિવેક-તીવ્ર નિર્વેદ આ જેને વ્યક્તપણે, વિશેષપણે દેખાય, અનુભવાય તે આત્માનુભવનું સ્વરૂપ છે. માટે આ ગુણો જેમ જેમ કેળવાતા જાય તેમ આત્માનુભૂતિ=આત્મસ્વરૂપનું ભાન થતું જાય છે, અને છેવટે જીવ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વાંભ વાંભ ઉછળતાં મોજાઓ, ગમે ત્યારે આવી ચડતા તોફાનો, પાણીનું પ્રચંડ દબાણ અને પ્રાણવાયુનો અભાવ, પ્રાણઘાતક જળચર જીવાના આક્રમણ, આ બધાનો સામનો કરીને દરિયાના પેટાળમાં ઉતરનાર મરજીવો જ મોતી અને રતો મેળવી શકે છે ગઢ અને ગંભીર વાણીમાં રચાયેલ, એક શબ્દમાં અનંત અથથી ભરેલ આગમગ્રંથોમાંથી આત્મકલ્યાણકર ભાવોના રનો ગુરુકૃપાપ્રાપ્ત સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતો જ મેળવી શકે છે. જિનશાસનની ઉજ્વળ આચાર્ય પરંપરાને વધુ ને વધુ ઉજ્વળ બનાવનાર ગીતાર્થશિરોમણી આચાર્ય ભગવંતશ્રીએ સુભાષિતરતોનો થાળ પરમકરૂણાપૂત હૃદયથી આપણી સામે ધર્યો છે. એમાંનું એક એક રન અનંતકાળના ભાવદારિત્ર્યને દૂર કરવા સમર્થ છે, આવો, આપણા હૃદયની પછેડીમાં સમ, તેટલા રનોને ગ્રહણ કરીએ અને ભાવ અને ભાવનાથી સમૃદ્ધ બનીએ..... KIRIT GRAPHICS - A'B)