________________ પુસ્તક વાંચતા પહેલા સાગર ગાગરમાં સમાય શી રીતે ? 1 તોલા પારામાં 100 તોલા સોનું સમય સમાય શી રીતે? મગજમાં ન બેસે તેવી વાત પણ... નાના મોટા સુભાષિત ને જુઓ તો આ વાત સહજ બેસી જાય... 2 લીટી કે 4 લીટીના એ સુભાષિતના એકેક પદમાં કેવી ગંભીર વાતો ભરી હોય છે તે તો કો'ક જ્ઞાની ગુરુભગવંત એને ખોલે... દેખાડે... સમજાવે. તો જ એ વાતો-ગહન પદાર્થો. નાના સુભાષિતમાં સમાયેલી છે એ આપણને સમજાય.. રાસાયણિક ધનવન્તરી વૈદ્ય જ પ્રક્રિયા વિશેષથી જેમ 1 તોલા પારામાં સમાયેલું 100 તોલા સોનું કાઢી શકે છે... હિમાલયની શિખરે સ્થિત શંકર જ ગાગર જેવી નાનકડી જટામાંથી ગંગા જેવી નદીઓના ધોધ વહાવી શકે છે... પૂર્વભવની કોઈ અગમ્ય વિશિષ્ટ જ્ઞાનોપાસનાનું પીઠબળ અને વર્તમાનમાં સ્વ.પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને સ્વ.પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આ બન્ને ગુરુદેવો આચાર્યભગવન્તોની અસીમ કૃપાબળે અલૌકિક ક્ષયોપશમ રૂપ પ્રક્રિયા દ્વારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજે સુભાષિત જેવા નાનકડા એકૈક પદ - પંક્તિમાંથી જે ઉઘાડ કર્યો છે.... જે સુંદર સરળ ભાષામાં બોધ આપ્યો છે.... વાંચતાં લાગે કે બસ વાંચ્યા જ કરીએ... વાંચ્યા જ કરીએ... કેવી સરસ વાતો લખી છે.... “નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે... તેમજ નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઇએ...” વાચકને કેવી સરળતાથી વ્યવહારધર્મની વાત જણાવવાનું કર્યું અને બીજી એક વાત... વખાણ અને લખાણ' બેમાં ઘણો ફેર છે.. બોલનારા કદાચ બોલે અને કાંઈક ફેરફાર હોય તો બીજા વાક્ય દ્વારા એને સુધારે... જ્યારે લખાણ કરનારે વક્તાના આશયને પકડવાની... વક્તાની બધી વાતો પકડવાની... વાચકને સુગમ પડે તેમ પીરસવાનું.. વગેરે અનેક વાતોનો ખ્યાલ રાખવો જોઇએ... કામ ખૂબ સારી રીતે મુનિશ્રી સત્યકાંત વિજયજીએ કર્યું છે. ચાલો સાગરમાં ડૂબકી મારીએ... ગાગરને ઓળખી લઇએ. આ પં. નંદિભૂષણવિજય