________________ વાંભ વાંભ ઉછળતાં મોજાઓ, ગમે ત્યારે આવી ચડતા તોફાનો, પાણીનું પ્રચંડ દબાણ અને પ્રાણવાયુનો અભાવ, પ્રાણઘાતક જળચર જીવાના આક્રમણ, આ બધાનો સામનો કરીને દરિયાના પેટાળમાં ઉતરનાર મરજીવો જ મોતી અને રતો મેળવી શકે છે ગઢ અને ગંભીર વાણીમાં રચાયેલ, એક શબ્દમાં અનંત અથથી ભરેલ આગમગ્રંથોમાંથી આત્મકલ્યાણકર ભાવોના રનો ગુરુકૃપાપ્રાપ્ત સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતો જ મેળવી શકે છે. જિનશાસનની ઉજ્વળ આચાર્ય પરંપરાને વધુ ને વધુ ઉજ્વળ બનાવનાર ગીતાર્થશિરોમણી આચાર્ય ભગવંતશ્રીએ સુભાષિતરતોનો થાળ પરમકરૂણાપૂત હૃદયથી આપણી સામે ધર્યો છે. એમાંનું એક એક રન અનંતકાળના ભાવદારિત્ર્યને દૂર કરવા સમર્થ છે, આવો, આપણા હૃદયની પછેડીમાં સમ, તેટલા રનોને ગ્રહણ કરીએ અને ભાવ અને ભાવનાથી સમૃદ્ધ બનીએ..... KIRIT GRAPHICS - A'B)