________________ જાગતો હોય, પ્રધાન હોય, જ્યાં દ્રવ્ય આશ્રવનો અણગમો-ત્યાગ અને વિશેષ આનંદ, પ્રશંસા, ઉપબૃહણા, અનુમોદના વિગેરે ન હોવાથી જ્યાં શક્યતા અનુરૂપ ઉલ્લાસથી સત્ત્વફોરવી દ્રવ્ય સંવર બાહ્ય આચાર ધર્મનું પાલન હોય તે વિવેકનું આંશિક સ્વરૂપ છે. આ આત્મબોધ વગરનાને ન હોય. વિવેક એટલે શ્રદ્ધાયુક્ત, જ્ઞાનપૂર્વક, બાહ્ય-અત્યંતર-આશ્રવ-સંવરનું એટલે કે બીજા શબ્દોમાં હેય-ઉપાદેયનું ચિત્તવૃત્તિમાં વિભાજન અને જીવન વ્યવહારમાં શક્યતા અનુરૂપ વર્તન. તે અંતરના આત્મજ્ઞાનને, સિદ્ધ સ્વરૂપની ઝંખનાને અને આંશિક ઝાંખી-અનુભવને સૂચવે છે. (7) તીવ્ર નિર્વેદ એટલે કંટાળો, ઉપાદેયમાં કંટાળો એ પુદ્ગલાનંદી-અભવ્ય, દુર્ભવ્ય અને ચરમાવર્તવર્તી ભારેકર્મી જીવનું લક્ષણ છે. જ્યારે હેયમાં કંટાળો એ ભવ્ય શરમાવર્તવર્તી હળુકર્મી નિકટ મોક્ષગામી જીવનું લક્ષણ છે. હેય વ્યવહારિક અને આધ્યાત્મિક એમ બે ભેદે છે. વ્યવહારિક હેયમાં અપ્રશસ્ત વર્ણાદિ-અશુભ સંયોગોનો કંટાળો આવે તે તમામ સંસાર રસિક જીવને હોય છે. સંસારની શુભ અવસ્થા ઋદ્ધિ-સિદ્ધિ-ધન-ધાન્ય-માન-પાન વગેરેમાં ધર્મી વૈરાગી, ત્યાગી આત્માને હેયતાનું ભાન થાય છે. એમાં એ કંટાળે, ઉદાસીન બને, ત્યાગ કરે, આ જે વૈષયિક સુખ સાધનના ત્યાગરૂપ હેય બુદ્ધિ એ વ્યવહારિક તીવ્ર નિર્વેદ કહેવાય. “સુરનર સુખ તે દુઃખ કરી લેખ માટે સુખમાં નિર્વેદ તે તીવ્ર નિર્વેદ કહેવાય. આ આત્મજ્ઞાન-સ્વાનુભાવ વગર નથી આવતો. એથી ક્ષયોપશમભાવની શક્તિઓ જે અપૂર્ણ છે, નાશવંત છે, જેમાં જીવ પ્રમાદી બની જાય તેવી શક્યતા છે એવી ઋદ્ધિ-સિદ્ધિ શક્તિઓ જે આત્મસ્વરૂપ નથી અને આત્મ સ્વરૂપને પામવામાં બાધક છે તેનો પણ તીવ્રનિર્વેદ અહીં લેવાનો છે. માટે અધ્યાત્મગ્રંથોમાં વિષય વૈરાગ્યને અપર=નીચેનો વૈરાગ્ય કહ્યો અને ગુણ વૈરાગ્યને પર=શ્રેષ્ઠ વૈરાગ્ય બતાવ્યો છે, તે બંને એક જ છે. બાહ્ય અને આંતર સંસારના કારણો ઉપરના તીવ્ર નિર્વેદથી પણ આંતરિક આત્મબોધ અનુભવાય છે. આત્મબોધને ઓળખાવવાના આ ચિહ્નો છે. સારાંશ દમ-શમ-સમ્યકત્વ-મૈત્રિ-સંવેગ-વિવેક-તીવ્ર નિર્વેદ આ જેને વ્યક્તપણે, વિશેષપણે દેખાય, અનુભવાય તે આત્માનુભવનું સ્વરૂપ છે. માટે આ ગુણો જેમ જેમ કેળવાતા જાય તેમ આત્માનુભૂતિ=આત્મસ્વરૂપનું ભાન થતું જાય છે, અને છેવટે જીવ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે.