________________ (3) દ્રવ્યથી મોક્ષનું અને ભાવથી સંસારનું કારણ. (4) દ્રવ્યથી સંસાર અને ભાવથી મોક્ષનું કારણ. (1) શ્રી પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર દેવનો ધર્મ મોક્ષ માટે સંવેગનિર્વેદ પૂર્વક આરાધાય. આવી આરાધના સમ્યગ્દષ્ટિ નિકટભવમુક્તિગામી જીવો ‘પ્રાયઃ કરે. (2) સંસારની અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓ રસ-આનંદ-આદરપૂર્વક કરાય. (3) શ્રી પરમાત્માનો ધર્મ અનાદર-અવજ્ઞાથી કરાય. અચરમાવર્તવાળા અને મુક્તિષવાળા આવો ધર્મ પ્રાયઃ કરે. (4) સંસારની અઢારપ્રકારની પાપસ્થાનોની પ્રવૃત્તિ સંયોગાધીન, પરાધીન, પશ્ચાત્તાપથી, રસ રહિત, કરવી પડે માટે કરે, અનુપયોગથી કરે. ભાવથી, આંતરિક ઉપયોગથી બીજામાં પ્રવૃત્ત હોય, બાહ્યથી સાંસારિક વ્યવહારમાં પ્રવૃત્ત હોય. સમ્યગ્દષ્ટિ સંસારી જીવોની પ્રાયઃ આ અવસ્થા હોય છે. આ ચતુર્ભગીમાં પ્રથમ ભંગ વ્યવહારથી અને નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. બીજો તથા ચરમભંગ વ્યવહારથી સંસાર કહેવાય. - ત્રીજો ભંગ વ્યવહારથી અપ્રધાન ધર્મ કહેવાય. વિવેકી આત્મા આત્મબોધના બળથી બાહ્ય આશ્રયોનો શક્ય ત્યાગ કરે અને બાહ્ય સંવર આચરે એ જ રીતે વિવેકી આત્મા વિવેકના બળે આંતરિક આશ્રવ તેમજ ધર્મમાં અવજ્ઞા-અનાદર-ભ્રમ-અરુચિ-અનુપયોગ-અવ્યવસ્થિતતા, વગેરેનો ત્યાગ કરે. - આત્મામાં આ ત્યાગની રુચિ, પકડ હોય તે પણ આંશિક વિવેકનું કાર્ય છે. આ આશ્રવત્યાગ હોવાથી બાહ્ય આશ્રવો વધતા નથી. બાહ્ય આશ્રવોમાં જીવ આનંદિત કે ગાંડો થતો નથી તેથી ચોથા ભાંગાવાળા બાહ્યથી સંસારી પક્ષે અને ભાવથી ધર્મી હોય છે. આ આત્મજ્ઞાનનું લક્ષણ-ચિહ્ન છે કે કર્મના ઉદયને પરાધીન એવો પણ આત્મા ભાવથી મોક્ષના સ્વરૂપને, આત્મબોધને વૈરાગ્ય દ્વારા અનુભવે છે, પ્રધાન કરે છે તેથી સંસારના કારણોમાં આનંદિત થતો નથી. આમ વિવેક એ પણ આત્મબોધનું ચિહ્ન છે. પ્રથમ ભંગમાં બાહ્ય સંસારના કારણોનો ત્યાગ છે, સાથે અંતરમાં સંયમના-રતત્રયના કારણોના ઉપાદાન સાથે આદરઉપયોગ-જ્ઞાન-અભ્યાસ વગેરે છે તેથી તે પણ બાહ્ય આશ્રવ અને અંતર આશ્રવને છોડવાથી વિશેષ વિવેક સંપન્ન છે, માટે વિવેક એ આત્મબોધ છે. . - જ્યાં ભાવ આશ્રવનો ત્યાગ ગૌણતા હોય, જ્યાં ભાવ સંવર જીવતો