________________ (5) સંવેગપણું પણ આત્મબોધથી ઉત્પન્ન થાય છે. સંવેગનો અર્થ મોક્ષ અભિલાષા છે. સંવેગનું કાર્ય છે મોક્ષના કારણભૂત જ્ઞાનાદિત્રયનો અભિલાષ અને એ અભિલાષનું કાર્ય છે એના રતત્રયરૂપ કારણના વ્યવહારિક આચારોમાં પ્રવૃત્તિ અર્થાત્ જો મોક્ષ અભિલાષ આવે તો જ્ઞાનાદિ રતત્રય, દાનાદિ અભિલાષ આવે અને જો જ્ઞાનાદિ-દાનાદિ અભિલાષ આવે તો એના કારણોમાં આચારોમાં જીવ ઇચ્છાપૂર્વક વેગથી અવિધિ ટાળી પુરુષાર્થ કરીને પ્રવર્તે. એને રોકી શકાતો નથી, અટકાવી શકાતો નથી, આ એકથી બીજાની સિદ્ધિ પ્રાપ્ત થતી જાય છે એથી એ કાર્ય કહેવાય છે. પરંતુ બીજી રીતે વિચારીએ તો જ્ઞાનાદિમાં ઉપયોગ-આદરકુશળતા પૂર્વક જો જીવ પ્રવર્તે તો આ પ્રવૃત્તિથી કર્મના ક્ષયોપશમ થાય અને ભાવથી જ્ઞાનાદિ પ્રાપ્ત થાય અને સતત આ પ્રયત્નથી ભાવ જ્ઞાનાદિની-ક્ષયોપશમભાવની નિરંતર વૃદ્ધિ થાય અને એના પરિણામે ક્ષાયિક ભાવરૂપ જ્ઞાનાદિ જે મોક્ષનું મૂળ સ્વરૂપ છે તે જીવને પ્રાપ્ત થાય છે. માટે મોક્ષમાર્ગ જ્ઞાનાદિ કહેવાય છે, તેમ પંચાચાર પણ કહેવાય છે. આ પંચાચારનું પાલન એ વ્યવહાર સંવેગ છે. તેનાથી અશુભ પાપ સ્વરૂપ પંચ અનાચાર અટકે છે, તેથી કર્મબંધ અટકે છે. અશુભ સંસ્કારની વૃદ્ધિ અટકે છે, પંચાચાર પાલનથી અશુભ કર્મ નાશ પામે છે, અશુભ સંસ્કાર ઘટે છે, આરાધનાને અનુકૂળ શુભ કર્મ ઉપાર્જન થાય છે, આત્મસત્ત્વ, જ્ઞાન શુદ્ધ થાય છે, આત્માનો પુરુષાર્થ અને ધર્મ પ્રગટે છે, વધે છે, આ રીતે આત્મા મોક્ષ પામે છે, માટે બીજાનો ભાવ અને ક્ષયોપશમરૂપ નિશ્ચયધર્મ જાણી શકાતો નથી. તેથી પરમાત્માએ નિશ્ચય ધર્મના ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ પંચાચાર અને જ્ઞાન દ્વારા * શુભ ભાવના રૂપ વ્યવહાર ધર્મ સ્થાપ્યો છે. નિશ્ચયવાળા વ્યવહારને અપનાવ્યા વગર રહેતા નથી. જેટલા આત્મા મોક્ષે ગયા એમાં મોટાભાગના જીવો વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મ પામીને મોક્ષે ગયા છે માટે પંચાચાર અને એની અભિલાષા એ વ્યવહાર સંવેગ છે. રતત્રય અને તેની અભિલાષા એ નિશ્ચય સંવેગ સમજવા. (6) વિવેક - વિવેકથી મોક્ષ અને સંસારનો ભેદ સ્પષ્ટ બને છે. મોક્ષે ગયા પછી ત્યાં સંસારના કારણો જ નથી તેથી મોક્ષે ગયેલા જીવો સંસારમાં આવતા નથી. પરંતુ સંસારમાં રહેલ જીવોને દ્રવ્યથી અને ભાવથી બંને રીતે સંસારના કારણો પણ હોય અને મોક્ષના કારણો પણ હોય છે. આની ચતુર્ભગી કરવી. (1) દ્રવ્યથી અને ભાવથી મોક્ષનું કારણ. (2) દ્રવ્યથી અને ભાવથી સંસારનું કારણ.