________________ જોડેનો વ્યવહાર જાદો, સ્વસ્થ અવસ્થામાં એ જ વ્યક્તિ સાથેનો વ્યવહાર જુદો. એમ બુદ્ધિશાળી જોડેનો વ્યવહાર ભિન્ન, બુદ્ધિ વગરના જોડેનો વ્યવહાર ભિન્ન, શ્રીમંત જોડેનો વ્યવહાર જાદો, ગરીબ જોડેનો વ્યવહાર જાદ; અને મજબૂત પક્ષવાળા જોડેનો વ્યવહાર જુદો, પક્ષહીન જોડેનો વ્યવહાર જાદો. આવી રીતે પોતાની પરિસ્થિતિ કઈ છે તે સમજીને વ્યવહાર થાય છે. આમાં પોતાનું કે સામાનું ધર્મ કે અધર્મ વગેરે પણ જોવું પડે. આ બધું વિચારી-જોઈને બુદ્ધિશાળીએ ઉચિત વ્યવહાર કરવો જોઈએ... આ ઉચિત વ્યવહારપૂર્વકનું ધર્મ અનુષ્ઠાન એ મુખ્ય-પ્રધાન ધર્મ છે. આ ઔચિત્યના વિભાજન વગરનો વ્યવહાર એ વ્યવહારધર્મ-ગૌણધર્મ છે. તેથી પૂર્વના કાળમાં “ઘરડાઓ ગાડા વાળે' એ ન્યાયે વૃદ્ધ-પીઢના હાથમાં બધા વ્યવહાર રહેતા હતા અને “માયરિયાપદ્યવાર્થનાપતિ" આચાર્ય-વડીલો નુકશાન અને ઉપલક્ષણથી લાભને જાણે છે. આ કારણે ગીતાર્થ નિશ્રા બતાવી છે. ક્યારે શું કરવું, શું ન કરવું વગેરે વિચારીને જણાવે તેમ કરવું. માટે કોઈપણ પ્રસંગે ઔચિત્યનો ભંગ ન કરવો, ઔચિત્યનો ભંગ એ વસ્તુનો નાશ કરવા તુલ્ય છે. આવી બુદ્ધિ શાસ્ત્રથી, વિચારણાથી અને પીઢ બુદ્ધિશાળીના સંપર્ક-પરિચયનિશ્રાથી એટલે કે ગુરુગમથી આવે છે. માટે ભણ્યા વગરના વિચારક ન હોય તેવા અને ગુરુગમ ન સ્વીકારનાર, વડીલોને ન ગણકારનારની બુદ્ધિ ઉપર જરા પણ ચાલવું નહિ. શાસ્ત્રમાં મેધાવી બે પ્રકારના બતાવ્યા છે. એક ગ્રહણ મેધાવી યાદ રાખવાથી બુદ્ધિશાળી અને બીજા મર્યાદા મેધાવીમર્યાદા સાચવવાથી બુદ્ધિશાળી. આ બેમાંથી બીજા પ્રકારના ઉત્તમ છે. કારણ કે શાસ્ત્રના દરેક વાક્યો વિધાન-નિષેધના એક નયથી-એક દૃષ્ટિથી હોય છે જ્યારે વિચારણા અને ગુરુપારતંત્ર્યથી યુક્ત મર્યાદા દ્વારા સર્વ રીતે સ્પર્શના થાય છે માટે મર્યાદા મેઘાવી એ બુદ્ધિશાળી છે અને એ ઉચિત કરવાને સમર્થ છે માટે બુદ્ધિનું ફળ ઔચિત્ય પાલન છે એટલે બુદ્ધિશાળીએ એ તરફ પ્રયત કરવો.