________________ बिन्धिर्व खलु कायर्य सम्वत्य सम्रा नरण बखिमया // બદ્ધિશાળી માણસે સર્વ કાર્યમાં ઉચિત જ કરવું જોઈએ... જે ઉચિત કરે તે બુદ્ધિશાળી કે બુદ્ધિશાળી હોય તે ઉચિત કરે ? આ એક માર્મિક પ્રશ્ન છે. માલ વેચવાનો અવસર અને ખરીદવાનો અવસર ધન હોય એટલાથી જાણી શકાતો નથી. નિપણ-શુભવિચારક શક્તિ વગર માલ વેચે તો અનવસરે સામાન્ય લાભ થાય અને જો લીધેલ ભાવ કરતા સસ્તો વેચે તો નુકશાન થાય. કાર્ય કરવા માટે શક્તિ-સંયોગ જોઈએ છે પણ યોગ્ય કરવા માટે બુદ્ધિ જોઈએ. શિયાળાની ઠંડીમાં ઠંડું પાણી પીવા માટે પૂછીએ તો તે પૂછનારાની અણઆવડત છે અને જેને પૂછે છે તેની મશ્કરી છે જ્યારે ઉનાળામાં ઠંડું પાણી આપનાર વખણાય છે. શ્રીમંતને હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે તો કાંઈ વિશેષ કિમ્મત નથી પણ અતિ વિશેષ દરિદ્રતામાં અપાતી એ ભેટ વિશેષ આદરગુણ-લાભ કરનારી છે. આ અવસરને ઓળખવો તે બુદ્ધિનું વિશેષ લક્ષણ છે. અવસરે જે કાર્ય સુધરે તેવું કરવું તે કર્તવ્ય છે. માટે ત્યાગ-તપ-દાન-ઉપદેશ વગેરે માટે પણ અવસરને ઓળખવો જોઈએ. દુનિયામાં દવાઓ અનેક હોય છે અને અનેક પાવરની હોય છે પણ વૈદ્ય કે ડૉકટર તે દવા દર્દીની સ્થિતિ જોઈને આપે છે. એ જ રીતે બે પુત્રો સાથે જમવા બેઠા હોય, એક પાંચ વર્ષનો હોય અને બીજો 2025 વર્ષની હોય તો બંનેને મા સરખો ખોરાક નથી પીરસતી જેને જેટલું પચે તેટલું અપાય.... નમ્ર માણસને ઠપકો થોડો અપાય, ખાનગીમાં અપાય, જાહેરમાં ઠપકો ન અપાય, જ્યારે નઠોર માણસને ઠપકો આપવાની પદ્ધતિ જુદી હોય. દરિદ્ર દેવાદાર પાસે દેવું વસુલ કરવાની-માંગવાની પદ્ધતિ જુદી હોય અને શ્રીમંત દેવાદાર પાસે દેવાની રકમ માંગવાની પ્રક્રિયા જાદી હોય. એમ સશક્ત જોડેનો વ્યવહાર જુદો, અશક્ત જોડેનો વ્યવહાર જુદો. બિમાર અવસ્થામાં વ્યક્તિ