________________ જો પરભવના સુખો ન ઇચ્છે તો જીવનું સત્ત્વ અને શ્રદ્ધાઓ ધર્મ પ્રત્યે વધે. તેથી વિશુદ્ધ વેશ્યા અને વિશેષ સમાધિ પ્રાપ્ત થાય. માટે ભવો ભવના મરણોને જોઇને આલોક કે પરલોકના સુખની ઇચ્છા ન કરવી અને ઇચ્છા થતી જ હોય તો જ્ઞાન-વૈરાગ્ય દ્વારા તેને ઘટાડવી, ફેરવવી, સુધારવી. તો આત્મા મોક્ષ સુધી પહોંચી મરણરહિત બને છે. વૈષયિક ઇચ્છાપૂર્તિ માટે પણ ધર્મ કરનાર આગળ જઈને તે ઇચ્છા છોડીને શુદ્ધ વૈષયિક સુખના ત્યાગ, વૈરાગ્યમય બની વિશેષ આગળ વધે છે અને તે શુદ્ધ ભાવને અને વિશેષ ધર્મ પામીને શાશ્વત સ્થાન પામે છે.