________________ પણ ઘટ્યો. આ રીતે શરીરની અનુકૂળતા માટે ઉત્સુત્ર અને શિથિલાચાર આવ્યો અને કોટાકોટી સાગરોપમ કાળ સંસારમાં ભમ્યા. ઉત્તમ કુળ તરીકે પણ કામ ભોગ પ્રધાન બન્યો. તેથી નીચ ગોત્ર બંધાયું. સારાંશમાં ધર્મવિહીન જીવોની સાંસારિક જે કોઈ શક્તિ, મહત્તા, પ્રવૃત્તિ, વૃત્તિ આ બધાના કેન્દ્ર તરીકે જે છે તેનું નામ કામભોગ. “અમારું કુળ ઉંચુ-આવી ભાવના પણ કામભોગની પ્રધાનતાના કારણે છે. બીજા નીચા, તુચ્છ, અજ્ઞાન, દરિદ્રી, અનધિકારી વગેરે ભાવ પણ કામભોગરૂપ છે. આ પાપના બંધમાં કારણભૂત છે. માટે લૌકિક અર્થ પણ અનર્થ છે. તેથી જેમ ધન અનર્થ છે તેમ પૌદ્ગલિક બધી જ શક્તિઓ અને અનુકૂળતાઓ શુદ્ધ ભાવરહિતને, ધર્મભાવનારહિતને માટે અનર્થરૂપ છે. સંસાર આખો અનર્થોથી, અવિવેકથી, પાપોથી, અને દુઃખોથી ભરેલો છે. તેને ઉત્પન્ન કરનાર, રાગાદિને જન્માવનાર કામભોગ છે. માટે એને અનર્થની ખાણ કહ્યા. અનુકૂળ શબ્દાદિમાં રાગાંધ થનાર આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલકના કાનમાં સીસુ રેડાવવાનું ઉગ્ર પાપ પણ કામભોગના પ્રતાપે કર્યું અને તીર્થંકરનો આત્મા હોવા છતાં સાતમી નરકે ગયા. પ્રતિકૂળ શબ્દાદિમાં ઉશ્કેરાટ પામી મારવા જનાર, મારનાર પણ શબ્દાદિને પરાધીન છે. માટે શબ્દાદિ વિષયોનો શક્યતયા ત્યાગ કરીને અને બાકીનામાં સમભાવ-વિવેકપૂર્વક અનર્થકારક ન બને તે રીતે અનાસક્તપણે પ્રવૃત્તિ કરવાથી જીવ દુર્ગતિમાં જતો નથી. સંસારમાં લાંબો સમય ભટકતો નથી. શક્ય એટલો ધર્મ સમજીને યોગ્ય રીતે સહન કરવું જોઈએ, એટલે કે જેને જેટલું, જેવું, જ્યારે જે મળે તે ખાવું, પીવું, ભોગવવું, સંઘરવું ન જોઈએ; પરંતુ બધામાં નિયમિતતા, અંકુશપણું, પરિમિતપણું કરવું જોઈએ. આ રીતે સહન કરનારને દુઃખ ઓછા આવે અને આવે તો સહન કરી શકે. સુખી માણસ સુખની સામગ્રીનો સવ્યય અને શક્યતયા ત્યાગ કરીને, ભોગ ઉપભોગમાં અંકુશ અને અલ્પતા કરીને, દુઃખને સહન કરવાની ટેવ પાડીને અંત વખતે સમાધિને સુલભ બનાવે છે. મરણ ટાળી શકાતું નથી તેથી સુખની આશંસા છોડવી, અપેક્ષા છોડવી. જેમ જેમ માણસ આ ભવના સુખ, માન કે ઇચ્છાપૂર્તિ માટે પાપ કરે છે, પ્રયત કરે છે, તેમ માણસ પરલોકના ભૌતિક સુખો માટેની આશંસા, નિદાન વગેરેથી ધર્મને ગૌણ બનાવી દે છે, અને મરણો વધારે છે. વાજીવજીવજી૩૨ 34333433