________________ (સર્વેશ્વવર્ણવાચાનો વિશેષતો નારિપુ ) જા કોઈ ગઈણીય પ્રવૃત્તિ કરતા હોય તો જો અટકે તો અટકાવીએ. પણ ન અટકે તો? આગ લાગે ત્યારે ઓલવાય એમ હોય તો ઓલવીએ, પણ ન ઓલવાય તો ? ત્યાંથી જતા જ રહેવું પડે. આપણી પાપપ્રવૃત્તિને કાબુમાં રાખવી એ આપણા હાથની વાત છે, પણ બીજા માટે જો તે ન અટકે એમ હોય તો આપણે ત્યાંથી ખસી જવું જોઈએ. એવી રીતે અવર્ણવાદનો ત્યાગ કરવો જોઇએ. નિંદનીય વસ્તુમાં આપણે પ્રવર્તન ન કરવું, તેમ નિંદનીય પ્રવૃત્તિવાળી વ્યક્તિ હોય તો અવર્ણવાદનો ત્યાગ કરવો. દોષની જાહેરાત કરો એટલે એને આપણા પ્રત્યે દ્વેષ થાય ને આપણને એના પ્રત્યે દ્વેષ થાય. ખુદ કેવળજ્ઞાની ભગવાન પોતાની પર્ષદામાં બધાના પાપને જાણતા હોવા છતાં કોઈના પાપની જાહેરાત ન કરે. બાપ દીકરાના પાપની જાહેરાત કરે કે ઢાંકીને રાખે? પ્રશ્ન :- ભૂલ બતાવવી એમાં તો મિત્રભાવ રહેલો છે ને? જવાબ:- મિત્રભાવની જાહેરાત થાય છે કે દ્વેષભાવની થાય છે? મિત્રભાવે ખાનગીમાં શિખામણ અપાય. જાહેરમાં જાહેરાત તો ઠેષભાવ કરાવે છે. નીતિશાસ્ત્રમાં આવે છે કે બ્રહ્માનો પણ વિશ્વાસ ન કરવો. આનો અર્થ શું? ક્ષયોપશમભાવમાં રહેલો આત્મા કામ, ક્રોધ, માન, મદ, હર્ષ, લોભનો નિગ્રહ કરનાર હોય છે, પણ ક્યારે નિગ્રહને બદલે તેમાં પ્રવર્તનાર થઈ જાય તેની કંઈ ખબર પડે ? પેલા મુનિ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. અવધિજ્ઞાનથી ઈન્દ્રઈન્દ્રાણીને મનાવે છે તે જોયું અને તેમને હસવું આવ્યું. વાસના ન જાગી, પણ ઈન્દ્રના મોહ અને મૂર્ખાઈ પર હસવું આવ્યું. કોઇના પાપ પર હસવું આવે તો એ ગુણ કે દોષ? દોષ. ઉપરની ભૂમિકામાં છે માટે હસવું આવ્યું ને એનાથી નીચેની ભૂમિકામાં હોય તો પ્રેરાઈ જાય. બ્રહ્માનો વિશ્વાસ ન કરવો, આનો અર્થ શું? વ્યવહારથી શુદ્ધ આચાર પાળનારા બ્રહ્મા જેવા છે. પોતપોતાની રીતે સારા આચારવાળા છે એ પણ બ્રહ્મા જેવા છે. એનો વિશ્વાસ ન કરવો. ભગવાનની આજ્ઞાને પાળનારો હોય, પણ જો વ્યવહારથી પણ ભંગ થાય ત્યાં ગમે તેવા મહામુનિ હોય તો પણ વિશ્વાસ ન મૂકાય. આમ આપણા આત્મગુણોની રક્ષા