________________ માટે કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન મૂકવો. હા ! દેવ-ગુરુ-ધર્મ પરની અને તેના સાધનો પરની શ્રદ્ધામાં ઓટ ન આવવા દેવી. આત્મ ગુણોના રક્ષણ માટે બીજાનું જીવન જોતા રહેવું, જેથી તેનામાં રહેલા ગુણો મેળવવાનો પુરુષાર્થ થઈ શકે અને તેનામાં રહેલા દોષો જેવા દોષો આપણામાં ઘૂસી ન જાય. આમાં એક તકેદારી એ રાખવી કે પંચાતિયા ન બની જવાય. સંસારી આત્મા પ્રત્યે નિંદા કરવાની? અરુચિ કરવાની ? તિરસ્કાર કરવાનો? ઉપેક્ષા કરવાની કે પછી સાવધાની રાખવાની ? સારા આચારવાળા હોય તો હળીમળીને રહેવાનું, પણ નબળા આચારવાળા હોય તો ઉપેક્ષા અને સાવધાની રાખવાની.. નિંદા કે અરૂચિ નહીં. જે માણસ પારકી પંચાત જ કર્યા કરે તે દુનિયામાં બધાનો દુશ્મન બને. પ્રશ્ન :- કોઈ આપણું ખરાબ બોલે તો મૌન રહેવું ? જવાબ :- તમે સાચો પાંચ હજારનો હીરો પહેર્યો હોય, પણ કોઈ મશ્કરી કરે ને કહે કે આ તો વીસ રૂપિયાનો છે, તો આપણે ક્યાં જવાબ આપીએ છીએ? વિશિષ્ટ આબરૂ બગડતી હોય તો જવાબ આપવો ઉચિત, બાકી મૌન રહેવું. આપણી ભૂલ હોય તો સુધારી લેવી, ભૂલ નથી તો આપણું મન બગાડવાનું કંઈ કારણ ? મન, વચન અને કાયાની શક્તિની કિંમત કેટલી ? બીજાની ભૂલ જોવામાં, વૈષ કરવામાં, અરુચિના કારણે જવાબ આપવામાં જ આ મહાન શક્તિને ખર્ચવાની ? જો વધારે નુકસાન ન હોય, મોટી વાત ન હોય તો બીજી કોઇપણ વાતનો ખુલાસો કરવો જરૂરી નથી, પ્રતિકાર કરવો જરૂરી નથી. પ્રતિકારમાં એ તમને ગાળો આપે, તમે એને ગાળો આપો; એ તમારું હલકું બોલે, તમે એનું હલકું બોલો. તેનાથી આપણા આત્મામાં કલુષિતતા આવે, પાપ ઉપરની ધૃણા જતી રહે. માટે બીજાના પાપની પ્રવૃત્તિમાં અવર્ણવાદનો ત્યાગ કરવો. બીજા દ્વારા કરાતા અવર્ણવાદની પ્રશંસા પણ કરવી નહિ. શ્રી કૃષ્ણ મહારાજાએ મરેલી કુતરી જોઈ અને તેના દાંતની પ્રશંસા કરી. બધા સૈનિકોને તેમાંથી ગંધ આવતી હતી. તેમને પણ ગંધ આવતી હતી છતાં તેને ગૌણ કરી દાંતની પ્રશંસા કરી એમાં કંઈ કારણ ? હા, પાપબંધની ભીરુતા. મન બીજાના દોષોને ગ્રહણ કરવા દ્વારા પાપ બાંધે છે. બીજાની હલકી વાતો મનમાં વિચારીએ એટલે પાપ બંધાય. દરિદ્રને જોઈ કરુણા ન થાય તો પાપ