________________ નિયંત્રણ અને વ્યવસ્થિતતા અનિવાર્ય છે. તે નિયંત્રણ લોકોમાં અનેક રીતે જોવાય છે. ઠપકો આપીને, તિરસ્કારથી-મારથી–વસ્તુ છીનવી લઈને-લોકમાં હલકો પાડીને- જે જે રીતે એનું બળ હોય તે બળને ઘટાડવાથી નિયંત્રિત થાય છે. તેથી લોકમાં કહેવત છે કે “નાક દબાવવાથી મોટું ખોલે” આ રીતે લૌકિક માર્ગમાં યોગ્ય કાર્ય અને યોગ્ય પદ્ધતિ બધે જોઇએ છે; એ કરવી-કરાવવી પડે છે. એ રીતે લોકોત્તર માર્ગમાં પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા નથી ચાલતી. સ્વતંત્રતા એટલે અનિયંત્રિતતા, અસંયમ, અને સ્વચ્છંદતા એટલે અનિયમિતતા. આને માટે શાસ્ત્રો-સામાચારી અને આચાર્ય વગેરે પાંચના નિયંત્રણ મુકેલા છે. શાસ્ત્રો ભણાવીને પ્રથમ બુદ્ધિમાં નિયંત્રણ અને પદ્ધતિ વસાવવી, સામાચારીના જ્ઞાન અને પાલન કરવા-કરાવવા દ્વારા યોગ્ય રીતે વર્તવું. ગમે તે રીતે ન વર્તવું. આ નિયંત્રણ એક સુગ્રથિત સંસ્થા-સમાજની જેમ બતાવ્યું. અને એની ઉપર પ્રમુખ-ઉપપ્રમુખ, મંત્રીની જેમ વ્યવસ્થિત કાર્ય ચલાવવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક બતાવ્યા, જે જુદી જુદી રીતે નિયંત્રણ કરે છે, સ્વયં નિયંત્રિત રહે છે, આ પાંચને પણ એક બીજા નિયંત્રિત રાખે છે. જે સ્વયં નિયંત્રિત ન હોય તે બીજાને નિયંત્રિત રાખે તે લાબું ચાલે નહિ. જે જાતે લાંચ લે અને બીજાને લાંચ લેતા અટકાવે તે દેખાવ પુરતું હોય છે. માટે વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન વગેરેના વપરાશમાં ઉત્પાદન સંભાળ, પરિકર્મ, વિસર્જન બધામાં યોગ્ય રીત અને પ્રમાણ અંકુશ જોઈએ. એ જ રીતે આશ્રિતશિષ્ય-પુત્ર વગેરેને શિક્ષા, વ્યવહાર, સભ્યતા, સાત્વિકતા, વિનય, શાંતતા, ગંભીરતા, અવસર ઉચિતતા, ચતુરાઇ, પ્રાજ્ઞતા વગેરે ગુણો સમજાવવા, કેળવવા, પળાવવા. આવું નિયંત્રણ હોય એ ઘર કહેવાય. એ નિયંત્રણ ન હોય તે માળો કહેવાય. આ નિયંત્રણ માટે પૂર્વ ઉપાધ્યાય, દાદા, દાદીમા, પિતાજી સંભાળ લેતા હતા. આજે સ્કુલ-કોલેજ એ માટે હોવી ઘટે. સાધુ માટે આચાર્ય, ઉપાધ્યાય, સાધ્વી માટે એમના વડીલ સાધ્વીજી હોય. જે ભણાવે, વ્યવહારકુશળ અને આચારકુશળ બનાવે. જે નિયમન અને નિયમિતપણું ન શીખડાવે, ન આપે તેને નિયંત્રણ કરનાર ન કહેવાય. આ બધી વાત બીજી વસ્તુની અને બીજી વ્યક્તિની થઈ. હવે જાતની વાત. સંસારમાં નિયંત્રણ અને નિયમિતપણે કોને કેટલું ગમે છે? છતાં લોકવ્યવહારમાં બહારથી જો અંકુશ વગર પ્રવર્તે તો તિર્યંચ જેવી સ્થિતિ