________________ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य / मा हु परेहि दमेजा, बंधणेहिं वहेहि य // આ શ્લોકમાં મોક્ષપ્રાપ્તિનો ઉપાય, સંસારમાં પણ સ્વાધીન રહેવાની પ્રક્રિયા, સંસારમાં પરાધીનપણું શાથી આવે અને એની શી સ્થિતિ છે આમ ચાર વાત બતાવી છે. જેમ વાહન જો ચલાવનારના અંકુશમાં ન હોય અને ચલાવનાર જો સ્વસ્થ-સ્વાધીન ન હોય, નિદ્રાવ્યાત-ચિંતાવ્યા કે પીધેલ હોય અથવા શૂન્યમનસ્ક હોય તો વાહન આડુઅવળું જતું રહે અને ગતિ હોવા છતાં તે ગતિ જ અકસ્માતનું કારણ બને. એ રીતે ઘોડા-હાથી વગેરેની સવારીમાં તે સ્વયં શાંતસ્વસ્થ હોય તો સીધા માર્ગે વ્યવસ્થિત ચાલે, પરને પીડા ન કરે અને પોતે પણ પીડા ન પામે. પણ મદોન્મત્ત બને, ગાંડો બને, તોફાની બને કે વિપરીત શિક્ષિત હોય તો તે સ્વ-પર બંનેનો નાશ કરનાર, નુકશાનમાં ઉતારનાર થાય છે, તેવી જ રીતે આપણે જેના આધારે પ્રવર્તીએ તે જો સ્વયં વ્યવસ્થિત હોય અથવા આપણા દ્વારા કાયમ અંકુશમાં હોય તો આપણે અને એ નિર્ભય રહીએ. જો એવું ન હોય તો આપણે તેને સ્વસ્થ બનાવવા પડે અને અંકુશમાં રાખવા પડે. સ્વસ્થ બનાવવા અને અંકુશમાં રાખવા એ બેમાંથી સારૂ અને સહેલું શું એ વિચાર કરીએ તો- જે જાતે શાંત-વિચારક-સ્વસ્થ-અવિપરીત ન હોય એના પર ક્યારેક આપત્તિકાલીન આચાર રૂપે અંકુશ મુકી કામ લઈએ એ વાત જુદી; બાકી એનાથી સ્વ-પર અનેકના જીવન જોખમમાં આવે. તેથી કાર્યને પાર ઉતારવા માટે યોગ્ય વ્યક્તિ-વસ્તુ જોઈએ, સાથે એ ચલાવનારને આધીન જોઇએ. ચલાવનારે લગામ વાળવા-હલાવવા કડક કે ઢીલી મુકવા જેવી ઇશારા પુરતી જ પ્રક્રિયા કરવાની રહે. માટે વાહન-સવારી-આશ્રય આપવા માટે પાત્રતા અને નિયંત્રણ-યોગ્યતા જોવી પડે છે. એ નિયંત્રણ એટલે યોગ્ય માર્ગે યોગ્ય રીતે ચાલવું; યોગ્ય માર્ગે અયોગ્ય રીતે ચાલે તો પણ ન ચાલે અને યોગ્ય રીતે અયોગ્ય માર્ગે ચાલે તે પણ ન ચાલે. બંને ન હોય તે વિશેષ જોખમી છે. યોગ્ય માર્ગ એટલે સંયમ અને યોગ્ય રીત એટલે તપ. સ્વ અને અન્ય અનેકના રક્ષણ માટે આશ્રિત વ્યક્તિ કે સાધનોનું gggggg125 કg gggggg