________________ મન ઠરતું નથી તેથી વિશિષ્ટ પાપ બંધાતું નથી. જીવ પરમાત્માના પ્રભાવે સદા પ્રસન્ન રહે છે. માટે સદા પ્રસન્નતા, સાત્વિકતા, વીલપાવર (ઇચ્છાશક્તિ), વિવેકસંપન્નતા, ધર્યસંપન્નતા અને આનંદયુક્તતા જોઇએ. તે બધાના બીજરૂપ શ્રી તીર્થંકરદેવ પ્રત્યે આદરભાવ, ગૌરવભાવ, ભક્તિભાવ, પૂજા, જાપ, સ્તવનોસ્તોત્રોનો નિત્ય પાઠ અને શાસ્ત્રાધ્યયન, આચારપાલન વગેરે રૂપ ભક્તિમાં સજ્જ બનવું જોઇએ. આ બધી ભક્તિથી જીવ તદ્ભવે પણ મોક્ષ પામે અથવા 2-46 ભવે અલ્પકાળમાં મોક્ષ પામે. શ્રેણિક મહારાજાએ પરમાત્માના ધ્યાન, જાપ એકતાનતાથી કર્યા તો 3 ભવમાં મોક્ષ પામશે અને શ્રી પરમાત્મા થશે. માટે પરમાત્મા ભક્તિ જીવનમાં વધારવી.