________________ સંસારી જીવોના પ્રકૃતિ, ગુણો, પ્રવૃત્તિ, વલણ વગેરેથી અત્યંત વિલક્ષણ પરમાત્માની પ્રકૃતિ વગેરે સ્વરૂપ છે. સંસારી આત્મા બધી રીતે દોષ-મોહ-અજ્ઞાન યુક્ત છે, પરમાત્મા બધા ગુણો-જ્ઞાનથી યુક્ત હોવાથી સદા પ્રસન્ન, સર્વ રીતે સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. તેમની ભક્તિ એટલે તેમની આદર-ઔચિત્યપૂર્વક સેવા કરવી, તેમના નામ અને ગુણોનું રટણ કરવું, તેમના વચનો સાંભળવા, વાંચવા, યાદ રાખવા, પોતાના જીવનમાં આચરણરૂપે પાળવા, એમના ગુણો જીવનમાં મેળવવા પ્રયત્ન કરવો, એમના શાસનના આરાધનાના સર્વ અંગોને ગૌરવભરી દ્રષ્ટિથી જોવા, શક્ય રીતે આરાધવા, બીજા આરાધકોની પ્રશંસા સહાય કરવી. આ બધી ભક્તિથી જીવ પાપના જુના અનુબંધોનો નાશ કરે છે, નવા અનુબંધ પડતા નથી, પુણ્યના અનુબંધ પડે છે. સાનુબંધ ક્ષયોપશમ થાય છે તેથી તે યાવત્ કેવળજ્ઞાન સુધી જીવને પહોંચાડે છે. આ બધા ફળ ભક્તિના છે. તેથી પરમાત્માના દર્શન, વંદન, પૂજન, સ્તવન અને આજ્ઞાપાલનમાં જેને આનંદ છે તે પરમાનંદરૂપ કૈવલ્ય લક્ષ્મીની સંપદાને પ્રાપ્ત કરે છે. તેથી જ શાસ્ત્ર અધ્યયન, વાંચન, ઉપદેશ, પાઠન, આચારપાલન, તપ, ત્યાગ, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે બધા ગુણોમાં જો પરમાત્માની ઉપર આદર ભળેલો હોય તો તે બધા પરમાનંદના કારણ છે. પરંતુ પરમાત્માની ભક્તિમાં જેને ઠંડક લાગતી નથી, જેનું મન ઠરતું નથી, તેને બીજા અનુષ્ઠાનો પુણ્ય આપી કદાચ જતા રહે, ચિરસ્થાયી ન બને. માટે બીજી આરાધના કરનારે પણ પરમાત્મભક્તિ, પ્રાપ્ત કરવો જોઇએ. જેના હૃદયમાં પરમાત્મા આવે છે તે આત્મા પરમ આનંદ પામે છે. માટે સર્વ આપત્તિઓમાં પરમાત્માને યાદ કરવા, નવરાશમાં પરમાત્માને યાદ કરવા, સર્વ સારા કાર્યમાં પરમાત્માને યાદ કરવા. માટે વારંવાર નવકાર ગણવા. ત્રણ નવકારરૂપ નંદિ પણ બતાવી છે. સારા કાર્યમાં યાદ કરવાથી સારા કાર્યોના વિપ્ન દૂર થઈને શીધ્ર સિદ્ધ થાય છે. મંગળરૂપે આરાધનાના બીજા યોગો કે બીજા આરાધકો ન બતાવતા પરમાત્માને કે પંચ પરમેષ્ઠિને યાદ કરવામાં આવે છે કારણ કે પરમાત્માની આરાધના તે સર્વ આરાધનાનું બીજ છે. પાપ કાર્યમાં પણ પરમાત્માને યાદ કરવાથી પાપ કાર્યથી જીવ છુટે છે. જ્યાં પણ પાપ કરવું પડે ત્યાં પણ પરમાત્માની યાદગીરીને પસાથે એ પાપના પ્રત્યે