________________ | भक्ति भगवती बीजं परमानन्दसंपदाम् પરમાત્માની ભક્તિ એ પરમાનન્દ સંપત્તિનું બીજ છે.” એમ આ વાક્યમાં શાસ્ત્રકારશ્રીએ બતાવ્યું છે. અહીં આપણે પરમાત્માનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ અને પરમાનંદ સંપત્તિનું સ્વરૂપ, આ ત્રણે સમજવા જોઇએ. પરમ આત્મા શ્રેષ્ઠ આત્મા. એ આધ્યાત્મિક રીતે સિદ્ધ પરમાત્મા છે અને બીજા નંબરમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે. ભૌતિક રીતે પરમ આત્મા શ્રી તીર્થંકર દેવો છે. સંસારી આત્માઓ યોગ્યતારૂપે પરમાત્મા છે, પ્રગટરૂપે તાત્કાલિક નથી. એમાંના કેટલાક વિશિષ્ટ આત્માઓ આધ્યાત્મિક પરાકાષ્ટાએ પહોંચતા વચ્ચે ભૌતિક પરાકાષ્ઠા પામીને શ્રી તીર્થંકર પરમાત્મા બને છે. એ સિવાય પણ જ્યાં સુધી પરાકાષ્ઠા ન પમાય ત્યાં સુધી સંસારી આત્માઓને જે આધ્યાત્મિક અને ભૌતિક શક્તિઓની ઉત્તરોત્તર વિશેષરૂપે પ્રાપ્તિ થાય છે, તેમાં પોતાની યોગ્યતા કારણ છે, પરંતુ સાથે બાહ્ય આલંબન-સામર્થ્ય પરમાત્મા અને પરમાત્માના શાસનનું છે. પરમાત્માના ઉત્કૃષ્ટ પુણ્યના અનુરાગગુણોના અનુરાગ, અને ઉપકારીપણાના અનુરાગ દ્વારા જીવને પરમાત્મા ઉપર ભક્તિ જન્મે છે. વ્યક્તિ ઉપર જેટલો સ્નેહ, આદર, ગૌરવ, પૂજ્યતાની બુદ્ધિ વધારે તેટલું જ તે વ્યક્તિના દરેક કાર્ય, દરેક પ્રસંગ, દરેક વચન, દરેક કરણી, તે વ્યક્તિને માન્ય દરેક વસ્તુ અને માન્ય દરેક વ્યક્તિ ઉપર પણ પૂજ્યતા, ગૌરવ, આદર, સ્નેહ વગેરે આવે છે. તેથી પરમાત્મા ઉપરનો સ્નેહ પરમાત્માના શાસનના દરેક અંગ ઉપરના સ્નેહરૂપે પરિણમે છે. ભજન કરાવે તે ભક્તિ. ભજન એટલે કે સેવા, ગુણગાન કરાવે. પોતાનામાં સેવકપણાની બુદ્ધિ અને તે-તે આરાધ્ય અને આરાધનાના સ્થાનોમાં પૂજ્યપણાની બુદ્ધિ તે ભજન છે-ભક્તિ છે. પરમાત્માની ભક્તિથી સમગ્ર શાસનની ભક્તિ પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિથી આધ્યાત્મિક દ્રષ્ટિ આવે છે, આરાધનાના અંગની દ્રષ્ટિ આવે છે. પાપકર્મના નાશથી પાપદ્રષ્ટિ, કદાગ્રહ દ્રષ્ટિ, અવિવેક દ્રષ્ટિ, આવેશ દ્રષ્ટિ બધી ધીમે ધીમે કે એક સાથે નાશ પામે છે અને સર્વ ગુણોના બીજ આત્મામાં વવાય છે. કપ જી જી જીજી/૧૨૨ જી gggg ggS