________________ થાય તેથી લોકમાં મર્યાદારૂપે અમુક નિયમિતતા-નિયંત્રિતતા જરૂરી-અનિવાર્ય હોય છે. આનાથી લોકમાં શિસ્ત અને સદાચાર પ્રવર્તે છે. જો લોકમાં મર્યાદાઓ અને સારા આચારો ન હોય તો ગુંડા-લુચ્ચાઓનો અડ્ડો થાય. એ જ રીતે જો જીવ પોતાના ઉપર સંયમ અને તપનું નિયંત્રણ મુકે તો તેનાથી ઉદયમાં આવતા અશુભ કર્મો અટકે, અસત્ પ્રવૃત્તિઓ અટકે, ઘટે, શુભકર્મ બંધાય, શુભ વિચારણાપ્રવૃત્તિને અવકાશ મળે. જેમ દારુ પીવાનું બંધ કરવાથી એનો કેફ ઉતરે, સ્વયં સ્વસ્થ થાય, તેની પરાધીનતા જાય તેમ જીવન સંયમ-તપમાં નિયંત્રિત કરવાથી સ્વયં સ્વસ્થ થાય છે. પછી અસંયમની, ઇચ્છાની, પરાધીનતાની ભયંકરતા સમજાય છે. આ નિયંત્રણ મુકવાથી જીવ સદા શાંત-વિવેકી બને છે. તેથી એકબાજુ સંયમ, તપ સદા માટે સ્વાભાવિક બને છે, બીજી બાજુ પુણ્યની પરાકાષ્ટાથી, પાપના હાસથી અને ક્ષયોપશમની વૃદ્ધિથી બધા પ્રકારે ઊંચી સ્થિતિ, શક્તિ, પ્રતિભા, સામર્થ્ય મળે છે, જે સ્વ-પરને વધારે અંકુશમાં, નિયંત્રણમાં લેવા-સ્વસ્થ બનાવવા કામ લાગે. તેને ક્યારે પણ બીજા દ્વારા નિયંત્રણ, વધ, બંધન આદિનો અનુભવ કરવો પડતો નથી કારણ બીજા જેટલું નિયંત્રણ ઇચ્છતા હોય તેના કરતા કે ગણું નિયંત્રણ જાતે જ કરે છે. સંસારી જીવો આ ભવમાં વ્યવહારથી ભલે આંશિક નિયંત્રિત હોય, પરંતુ અજ્ઞાન, પાપની રુચિ, વિષયોની અનુકૂળતા, માન-અપમાન, કષાય વગેરેથી માનસિક અને વ્યવહારિક જે અનિયંત્રિતતા-અસંયમ, ભોગ, કષાય થાય તેના કારણે પાપ અને પાપના કારણે પરભવમાં મતિવિભ્રમ અને બીજાઓ દ્વારા નિયંત્રણ ભોગવવાનું રહે છે. જ્યારે શાસ્ત્ર અધ્યયન, સામાચારી 5 આચારમાં દઢતા અને આચાર્ય વગેરે શ્રી સંઘની આધીનતા, ઇન્દ્રિય-મનોનિગ્રહ, કષાય-દમનરુપ તપસંપન્નતાથી જીવ જાતે જ જાતનું દમન કરતો રહે તો સંસારમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી આ સંસારમાં એને દમન કરનાર, વધ બંધન કરનાર કોઈ રહેતું નથી. માટે આવો જીવ વ્યવહારથી સ્વતંત્રતાની ગરિમાને ધારણ કરે છે. આ બધાનો સાર એ છે કે જીવે દરેક વાતમાં સંયમ અને તપને જીવનમાં પ્રધાનતા આપીને જીવવું અને જાતનું દમન કરવું જોઇએ.