________________ इच्छा हु आगाससमा अणंतिआ / જેમ કેવળજ્ઞાની ભગવંતને સર્વ વસ્તુનું, સર્વ કાળનું, સર્વ અવસ્થાનું, સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે તેમ છબસ્થને પૂર્ણ જ્ઞાન નથી હોતું, પરંતુ તરતમ માત્રાએ અનંત ભેદવાળું જ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાનમાં પણ ચૌદપૂર્વીઓમાં ષસ્થાનપતિત જ્ઞાન છે, મતિજ્ઞાનમાં પણ ષસ્થાન પતિત છે. છબસ્થના ગુણોમાં વિષયભેદથી-કાળભેદથી-પર્યાયભેદથી અનંત ભેદ પડે છે. કાળ અને ક્ષેત્ર ભેદથી ક્યાંક અસંખ્ય ભેદ અને ક્યાંક અનંત ભેદ પડે છે. ઇચ્છા એ મોહનીયના ઉદયરૂપ જ્ઞાનયુક્ત-આશંસાયુક્ત આત્માની અવસ્થા છે. ઇચ્છાના અનેક પ્રકારો પડે છે. (1) પોતાને ઈષ્ટ વસ્તુ-વ્યક્તિ અવસ્થા-સંયોગની પ્રાપ્તિની અભિલાષા... આના પણ વસ્તુભેદથી, વ્યક્તિભેદથી, કાળભેદથી, અનુકૂળ સંયોગોના ભેદથી અનંતા ભેદો પડે છે, ક્યાંક અસંખ્ય ભેદ પડે. આ જ રીતે પોતાના પુત્રાદિ-સ્વઇષ્ટાદિ વ્યક્તિઓ માટેની ઇચ્છાઓના પણ ભેદ પાડવા. (2) પોતાને અનિષ્ટ વસ્તુ-વ્યક્તિ-અવસ્થા-સંયોગાદિ આવી ન પડે તેની અભિલાષા-આના પણ અનંતા ભેદ પડે આ જ રીતે (3) પ્રાપ્ત ઈષ્ટના અવિયોગની અભિલાષા અને (4) અનિષ્ટના વિયોગની, અશાતાવેદનીયજન્ય વેદનાની વિયોગાભિલાષા, અપ્રાપ્ત વેદના ન આવે તેની ઇચ્છા. શાતાવેદનીયમાં આથી વિપરીત કરવું. વિષયભેદથી નિયાણાના પણ અનેક ભેદ પડે છે. આમ ઇચ્છાના ભેદ અનંતા છે. અવિવેકી-અનિયંત્રિતવિચારાધીન-મહાધીન-આવેશ આધીન તંદુલિયો મત્સ્ય જેમ જીવનમાં એક પણ મત્સ્યનો આહાર કરી શકે તેમ નથી પણ વિરાટ સંકલ્પઈચ્છાથી વ્યાપ્ત છે તો નરકગામી થાય છે. કપિલ કેવલીને પૂર્વ અવસ્થામાં બે કોડી સુવર્ણની જરૂર હતી છતાં સંકલ્પમાં ઈચ્છાથી ય લાખો ટનથી સંતોષ ન થયો. જેમ ક્ષિતિજ જયાં ઊભા હોઈએ ત્યાંથી પ-૧૫ માઇલે દેખાય છે, ત્યાં પહોંચીએ એટલે એટલી ફરી આગળ વધતી દેખાય, વળી આગળ દેખાય. એ