________________ રીતે ક્ષિતિજનો અંત વ્યવહારથી નથી, તેમ સંકલ્પથી પણ ઇચ્છાનો અંત નથી અને પ્રાપ્તિથી પણ ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિની ઇચ્છા અને શક્યતાનુસાર પ્રયત્નો થાય છે, તેનો પણ અંત આવતો નથી. આકાશનો જેમ અંત નથી તેમ સારી નરસી કોઇપણ ઇચ્છાનો અંત નથી હોતો. વિશેષ અશુભ ઇચ્છાને ઉદેશીને આ વાત છે. જેમ કામ, ક્રોધ, આળસ, આહાર અને નિદ્રા આ પાંચ જેમ આચરીએ તેમ વધે. મહાભારતમાં કહ્યું છે वर्धन्ते पंच कौन्तेय! सेव्यमानानि नित्यश : / आलस्यं मैथुनं निद्रा क्षुधा क्रोधश्च पंचम // તેમ ઇચ્છા પણ વધારીએ તેમ વધે છે. માટે ઇચ્છારોધને તપ અને સંવર બતાવ્યો છે. સુભૂમ છખંડનો માલિક હોવા છતાં લોભથી બીજા છ ખંડ જીતવા ગયો અને સમુદ્રમાં મર્યો. પાપની-આશ્રવની-સંસારની-અર્થકામની ઇચ્છાઓ તો રોકવાની-અટકાવવાની હોય છે અને એ માટે એની પ્રવૃત્તિઓ પણ અટકાવવાની હોય છે. સાથે સાથે શુભ ઇચ્છાઓ શુભ દેખાતી હોવા છતાં મોહ, અવિવેક અને આસક્તિથી યુક્ત હોય તો એ ઇચ્છાના કારણે બીજા યોગો આરાધી શકાતા નથી. જેમ સ્વાધ્યાયઆસક્ત ગ્લાન કે આચાર્યની ભક્તિની જવાબદારી માટે અયોગ્ય છે. તેથી જ ક્રિયામાં અન્યમુદ્ (એક ક્રિયા વખતે બીજો વિચાર, તેમાં આનંદ પામવો)ની જેમ આસંગ (કોઇ એક ક્રિયામાં અતિ આસક્ત બનવું) દોષ પણ બતાવ્યો છે. તેને તે ક્રિયા સિવાય બીજામાં આનંદ ન આવે, તેથી બાકીની ક્રિયાઓ સિદાય. માટે મનને અંકુશમાં રાખી જેમ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરવાની છે તેમ અશુભ ઇચ્છાઓનો પણ ત્યાગ કરવાનો છે. સંપૂર્ણપણે ઈચ્છારહિત ન થવાય ત્યાં સુધી તેને ઘટાડતા જવું જોઈએ. પ્રવૃત્તિના વધારા કે ઘટાડામાં શક્તિ-સંયોગ-ભાવના વગેરે અનેક ચીજો આવશ્યક છે તેથી પ્રવૃત્તિનો વધારો કે ઘટાડો સહેલો નથી, પરંતુ ઇચ્છાની વૃદ્ધિને બાહ્ય કોઈ વસ્તુની જરૂર નથી. તેથી સિનેમાના પડદા પર ચાલતા દ્રશ્યની જેમ જીવ મનના પડદા પર સંકલ્પ-વિકલ્પ-હિંસા વગેરે તાંડવ કરે છે અને આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા દુર્ગતિની પરંપરા સર્જે છે. મરીચિએ નીચગોત્ર કર્મ કેમ બાંધ્યું ? ભરત મહારાજાએ “પરમાત્માએ