________________ તીર્થંકર-ચક્રવર્તી અને વાસુદેવપણું મળવાનું બતાવ્યું છે એમ કહ્યા બાદ આજે તાત્કાલિક કશું મળવાનું નથી, જ્યારે મળવાનું છે ત્યારે તેને કોઈ લઈ લેવાનું નથી, તો આટલા આનંદથી નાચવાની શી જરૂર ? ત્રણ પદવીની ઋદ્ધિમાં જીવને આનંદ આવે છે. તેથી જેમ મેળવવાની ઇચ્છા કરે તે મહાઆશ્રવ છે, તેમ તે મળવાનું નિશ્ચિત જાણી જીવ આનંદ પામે આ પણ મહાઆશ્રવ છે. હિંસાના સંકલ્પથી-ઇચ્છાથી દ્રમક સાતમી નરકે જાય, તંદુલિયો મત્સ્ય આહારના સંકલ્પથીઇચ્છાથી સાતમી નરકે જાય આ બધામાં પોતાની શક્તિ નથી, કાર્ય કરી શકતો નથી, તેનું જે દુઃખ છે તે પણ ઇચ્છારૂપ મહાઆશ્રવનું જ બીજું સ્વરૂપ છે. ઇચ્છાના કારણે સ્વયં પ્રવર્તવું, બીજા પ્રવર્તે તેમાં આનંદ થવો, પોતે ન પ્રવર્તી શકે ત્યારે દુઃખ થવું, બીજાની અનુમોદના કરવી, બીજાને પ્રવર્તાવવા-આ બધા ઇચ્છાના જ રૂપકો છે. સારૂ ખાઈ-પીને-ભોગવીને-જોઇને-હરીફરીને જીવ ક્યારે ધરાયો ? આ ઇચ્છાઓ સદા અતૃપ્ત જ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭માં દેવલોકમાં ઊંચી સામગ્રી ભોગવીને અહીં આવ્યો. મનુષ્ય થયા બાદ જાતિસ્મરણ જ્ઞાન થયા પછી પણ, ચક્રવર્તીપણાના ભોગથી પણ ધરાતો નથી. સતત અતૃપ્તિની લ્હાયમાં આજે પણ સાતમી નરકમાં રીબાઇ રહ્યો છે. ઇચ્છાનું ખપ્પર કદી ભરાતું નથી. તેથી જ ઈચ્છાને આકાશ સમાન બતાવી છે. માટે ઇચ્છાપૂર્તિ એ શાંતિનો, આરાધનાનો કે મોક્ષનો ઉપાય નથી પરંતુ શાસ્ત્રજ્ઞાન અને ગુર્વાધીનતા દ્વારા અશુભ ઇચ્છાઓને સમજવી, એને ઘટાડવી અને શુભમાં વળાંક આપવો, તે જ જીવનું સાચું કર્તવ્ય છે. શુભના કાર્યોની રુચિ જન્માવવી. ભાવનાઓ દ્વારા બીજા કાર્યને ટેકો આપવા દ્વારા એની પ્રશંસા કરવા દ્વારા, પોતે કાર્ય કરવા દ્વારા એ શુભરુચિને વિકસાવવી જોઈએ. જો કે શુભ રુચિ પણ શાસ્ત્રજ્ઞાનથી અને ગુરુથી નિયંત્રિત જોઈએ, વિવેજ્યુક્ત જોઇએ. માટે જેમાં ગુરુની સંમતિ ન મળે તેમાં પોતાની રુચિ હોવા છતાં એ ગૌણ કરવી, તે રુચિને રોકવી. આ રીતે રુચિને યોગ્ય સ્થાને નિયંત્રિત કરવાથી સ્થાનનું માહાભ્ય હૃદયમાં વસે છે અને રુચિનું (ઇચ્છાનું) પ્રધાનપણું નાશ પામે છે. અનિયંત્રિત રુચિ લગામ વગરના ઘોડા જેવી છે જે ગમે ત્યાં ગમે તે રીતે દોડી જાય, જ્યારે વિવેકથી નિયંત્રિત રુચિ, ગુર્વાજ્ઞાપરતંત્ર સચિ, શાસ્ત્રસાપેક્ષ રુચિ લગામથી નિયંત્રિત ઘોડેસ્વારની ઇચ્છાનુસાર ઈષ્ટ સ્થળે પહોંચાડતા ઘોડા જેવી છે.