________________ લે, ખરાબ આપે; ધર્મી ખરાબ લે, સારું આપે. સંસારી માન સ્વીકારે, અપમાન કરે; ધર્મી બીજાને માન આપે, પોતાના અપમાનને ગળી ખાય. ધર્મી ગરમી સહન કરે, બીજાને ઠંડક આપે; સંસારી દરેક કાર્યમાં પોતાનું કાર્ય પહેલું કરે, બીજાના પછી, ધર્મી પહેલાં બીજાના કરે, પોતાના પછી કરે. પોતાના આત્માને સમજાવો કે મારા વ્યવહાર સારા જ હોવા જોઇએ અને બીજાને સારા જ માનવાની દૃષ્ટિ જોઈએ. જીવ દુઃખમાંથી સુખમાં ભાગવાની મહેનત કરે છે, પણ સુખ ક્યાંય નથી. આત્માને વિવેક, વૈરાગ્ય, કષાયના જય, ઇન્દ્રિયના દમન વિના ક્યાંય સુખ નથી. બીજામાં સુખ દેખાય તે આંધળા થઈને અથડાવા જેવું છે. જરૂર પડે તો પુદ્ગલ લઈએ પણ તેની અસર નહિ. દરેક ઠેકાણે ઝઘડા નાની બાબતના થાય છે. વસ્તુઓ જ‘તુચ્છ છે, તેના માટે ઝઘડા શા ? વસ્તુ ન મળે તેનું દુઃખ વધારે કે ઝઘડાથી થતા સંતાપનું દુઃખ વધારે? અને તેથી થતી દુર્ગતિનું દુઃખ કેટલું? તુચ્છ વસ્તુ ખાતર મોટા દુઃખો શા માટે સ્વીકારીએ? શમસુખના અભાવથી આવેશ ઉભા થાય છે. પાંચ પચીશ લાખ જતા કરે તો નરક ન મળે, પણ તેના ખાતર ઝઘડા કરે, આર્તધ્યાન કરે અને રૌદ્રધ્યાનમાં મરે તો નરકના દુઃખ મળે. સમતાના સુખવાળા વાતોને, વસ્તુને ગૌણ કરે છે, વિવેકને પકડે છે. જેની પાસે સમતા નથી તે વિવેકરહિત બને છે, વસ્તુને પકડે છે. જેનો સ્વભાવ લેટ ગો (Let go) કરવાનો છે, તેને કોઈ દુઃખી કરતું નથી. સહન કરતા શીખીને, મનને મારતા શીખીને યોગની સાધના કરો. વસ્તુનો ત્યાગ એ ધર્મ છે, તેમ સમતા એ વિશેષ ધર્મ છે. કુરગડુએ સમતા રાખી તો કેવળજ્ઞાન મળ્યું જ્યારે તપસ્વીએ સમતા ગુમાવી તો શરમિંદા થવું પડ્યું. માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમતા કેળવવા પ્રયત્ન કરવો.