________________ મચથી શરણં નાતિ.. S. જાવની સંસારી અવસ્થા દોષોવાળી, કર્મપરાધીનતાવાળી, અજ્ઞાન-મોહથી ઘેરાયેલી, દુઃખથી અને વિષમતાથી વ્યાપ્ત છે અને તેથી જીવ સંસારમાં ભટક્યા કરે છે. તેને ક્યાંય લાંબો સમય સ્વસ્થતા, શાન્તિ, સુખ, પ્રસન્નતા મળતી નથી. આવા જીવની આ દુઃખી અવસ્થા સુધારવાનો જો કોઈ પણ માર્ગ હોય તો પરમાત્મભાવને જાણવા, પૂજવા, ગૌરવ કરવું, બાહ્ય ઉત્તમ વસ્તુઓ ધરવા દ્વારા એ ચીજોના ત્યાગી બનવું, આત્મગુણો મેળવવા યોગ્ય બનવું તે છે. આ જે સંસારી જીવનો પરમાત્મા પ્રત્યેનો તરણતારણહાર, મહારક્ષક વગેરે રૂપે જે સર્વોત્તમપણાનો, પૂજ્યતમપણાનો ભાવ અને એ ભાવપૂર્વક જે એમની પૂજન, સ્તવન, સ્મરણ વગેરે રૂપ ઉપાસના કે હૃદયનો સમર્પણભાવ તે જ સાચી પૂજા છે. - સમર્પણભાવ એટલે શું? અનર્પણ, અર્પણ અને સમર્પણ ત્રણ શબ્દના અર્થો વિચારીએ.... અનર્પણ=ન આપવું; અર્પણ એટલે આપવું અને સમર્પણ એટલે સમ્યક્ રીતે - સર્વ રીતે આપવું. પરમાત્મને સમર્પણ કરવું છે તો શું સમર્પણ કરવું ? 1) શું આપવું? અહોભાવ, પૂજ્યભાવ, સર્વશ્રેષ્ઠ તરીકે ઉપાસ્ય ભાવ. (i) અહોભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો આદરભાવ ધરાવવો. (ii) પૂજ્યભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો નમ્રભાવ રાખવો. (i) સર્વશ્રેષ્ઠ ઉપાસ્યભાવ = (A) જગતમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (B) જગતમાં જે ગુણી વ્યક્તિઓ છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (c) જગતમાં જે ઉપકારી છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. આ ત્રણના કારણે પરમાત્મા સર્વશ્રેષ્ઠ ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય છે. આવા પ્રકારનો હૃદયનો જે ભાવ તે પરમાત્મા વિષયક હોવાથી પરમાત્માને અર્પણરૂપ છે. 2) શાનાથી આપવું? - આ સમર્પણભાવ હૃદયગત વસ્તુ હોવા છતાં જે સાધનોથી ઉપાસ્યની ઉપાસના થાય એ સાધનોથી એ ઉપાસના દ્વારા હૃદયમાં જીવજીવજી જી જી 83 | જીવજીવવું