________________ શ્રતના પરિશીલન-ભાવન દ્વારા અભવ્ય આત્માને પણ કેટલીક આગંતુક શાંતિ થાય છે, પણ પછી પાછા ક્ષુદ્રતાદિ દોષો સ્વરૂપ દેખાડે છે. ચરમાવર્તમાં સહજમલનો હ્રાસ થયો હોવાથી, આત્માની યોગ્યતા પ્રગટ થયેલ હોવાથી જીવ અસદ્ નિમિત્તોથી દૂર રહે, અસદ્ પ્રવૃત્તિથી દૂર રહે, સદ્ નિમિત્ત અને સત્ પ્રવૃત્તિ આદરે અને શ્રુતજ્ઞાનમાં પ્રવર્તે, તેમ આત્મ ગુણો પ્રગટ થાય છે. પરંતુ આ પ્રગટ થતા આત્મગુણો જો પરાકાષ્ટાએ ન પહોંચે, અથવા સાનુબંધ બનીને અપ્રતિપાતી ન બને તો પાપ નિમિત્ત કે પ્રવૃત્તિના કારણે પાપકર્મોના ઉદય થાય અને ગુણો નાશ પામે. માટે ગુણોને પ્રગટ કરવા, ટકાવવા કે વધારવા માટે તેને સાનુકૂળ આચાર-વિચાર રાખવા પડે છે. માટે વ્યવહાર ધર્મનો સાર આ છે કે જે આચારોને પાળે છે, ધર્મને આચરે છે અને શ્રુતને ભણે છે-વિચારે છે, તે આત્માની યોગ્યતા પ્રગટી હોય, કાળ પરિપાક થયો હોય તો ગુણો પામતા, આગળ વધતા યાવત્ મોશે પહોંચે છે, અને અનેકને ધર્મના આલંબનભૂત બને છે. ભવસ્થિતિ લાંબી હોય અને જો વચ્ચે ભૂલ કરે તો પડે, પાછો ચડે; આમ ચડ-ઉતર કરતાં કરતાં અન્ને આત્માની યોગ્યતાના કારણે અને આચાર ભાવનાના બળે શાશ્વત સ્થાન પામે છે. અભવ્ય વગેરે જીવો વ્યવહાર ધર્મથી આંતરિક શુદ્ધિ નથી પામતા, પરંતુ અલ્પકાલીન શાંતિ-સમતા પામે છે, દોષનો ઉધમાત શાંત થાય છે. માટે આચાર, શ્રુત અને ભાવનારૂપ વ્યવહાર ધર્મ નિશ્ચય પામેલાને સ્વભાવસ્થ રાખે છે એટલે કે આચારવંત બનાવે છે. શુભચિંતન અને ભાવનાયુક્ત બનાવે છે. નિશ્ચય આંશિકપણે પામનારને તે વિકસિત મજબૂત બનતો જાય છે, અત્તે પ્રભુશાસનની વ્યવહારની પ્રવૃત્તિ પરાકાષ્ટાએ પહોંચાડે છે. યોગ્ય આત્મા કાળ પરિપાક થયા બાદ અનુકૂળ નિમિત્તે તેમજ આચાર, જ્ઞાન અને ભાવના દ્વારા નિશ્ચય ધર્મ પામે છે. કાળ પરિપાક નથી તેવાને પણ વ્યવહાર ધર્મ દ્વારા વારંવાર ગુણ પ્રાપ્તિ, ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગાદિ પ્રાપ્તિ થાય છે. આ રીતે કાળ પસાર કરતા વિશેષ કાળ પરિપાક થયે સંપૂર્ણપણે આત્મગુણો વિકસે છે. માટે નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે, તેમજ નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઈએ. પ્રભુએ પણ કેવળજ્ઞાન પામ્યા બાદ વ્યવહાર ધર્મ જ સ્થાપ્યો છે, કારણ વ્યવહાર ધર્મરૂપ આચાર એ નિશ્ચય ધર્મનો ઉપાય છે.