________________ જેમ સાચું બોલનારનો આચાર છે કે વિચારીને બોલવું, નકામું ન બોલવું, ખોટી પ્રશંસા ન કરવી, ક્રોધ વગેરેમાં આવીને ન બોલવું, જુઠું બોલનાર જોડે અનિવાર્ય કારણોસર જરૂર પુરતું બોલવું, વાચાળ ન બનવું, મામુલી બાબતોમાં ભય વગેરેથી જુઠ ન આવે તેની કાળજી રાખવી, વિકથાઓ-પાપપોષક વાતો ન કરવી. આ આચારનું જેને લક્ષ હોય તેને દરેક વખતે સત્ય પ્રેમ વધે અને લક્ષ ન હોય તો સત્યપ્રેમ ન વધે-અસત્યની પ્રવૃત્તિ એ જ અસત્યનો પ્રેમ સાબિત કરે છે. અનાભોગથી પણ વારંવાર સત્ય પ્રવૃત્તિ થાય એ સત્યપ્રેમ સૂચવે છે; એમ વારંવાર અસત્ય પ્રવૃત્તિ કે વિચારણા થાય તે અસત્યપ્રેમ સૂચવે છે. માટે સ્વાભાવિક આચાર-ઋતિસાધ્ય આચાર-કંઈક કષ્ટસાધ્યઆચાર-વિશેષ કષ્ટસાધ્યઆચાર અને અસાધ્ય આચાર-આ પાંચ પ્રકારના આચારથી સંયમ વધે છે અને એનાથી વિપરીત આચારથી જો સંયમ હોય તો નાશ પામે છે, અને જો સંયમ ન હોય તો સંયમની યોગ્યતાની ઉત્પત્તિ તો થતી નથી, ઉલટુ અયોગ્યતા જન્મે છે. જે આચાર અસાધ્ય હોય તેના પ્રત્યે આદર-સ્નેહ-મમતા રાખે તો પુણ્ય અને ક્ષયોપશમ દ્વારા એ સાધ્ય બને છે. સમ્યકત્વના 67 બોલરૂપ વ્યવહાર આચારથી ભાવ સમ્યકત્વ પ્રગટે છે, નિર્મળ થાય છે, દઢ થાય છે. તેવી જ રીતે શ્રાવકોના વ્રતો અને ઉત્તરગુણના આચારોથી શ્રાવકપણું નિર્મળ થતા ભાવની નિર્મળતા થવાથી સર્વવિરતિની ભાવના જાગે છે, તેમજ તે મેળવવાનો પ્રયત થાય છે. સાધુપણાના આચારમાં સ્થિતને સાધુપણામાં આનંદ આવે છે, જેનાથી આચારની વૃદ્ધિ થાય છે અને અપ્રમત્તતા, વિષયવૈરાગ્ય, સ્વાધ્યાય નિષ્ઠતા, તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચ વગેરે સર્વતોમુખી બાહ્ય-અત્યંતર આરાધનામાં પ્રગતિ કરે છે. આચારમાં જે નબળો પડે છે, વારંવાર “થાય છે, થશે” એમ કરીને આચારની પક્કડ ઢીલી કરે છે, તેને આચારનો રસ જ ઉડી જાય છે; અને અનાદિકાલીન સંસાર-મોહ-અજ્ઞાનપ્રમાદની પ્રવૃત્તિનો રસ જીવનમાં સહજપણે પ્રવર્તે છે, જેના કારણે સ્વાધ્યાયથી ભાવિતપણું થતું નથી, ઊંચી ભાવનાઓ જાગતી નથી, સ્વાધ્યાયરસિકપણું પણ વ્યવહારથી ઘટતું જાય છે અને એની પરિણતિ પણ આચાર વગર પ્રગટતી નથી. તેથી આચાર ઘટવાથી આંતરિક પરિણામ, જ્ઞાન, સમ્યકત્વ બધું બ્રાસ પામે છે અને કાલાન્તરે નાશ પામે છે. માટે આચારમાં સતત ઉદ્યમ કરવો. જીણા જીણજીએ 46 છપષ્ટ