________________ जं अब्भसेइ जीवो गुणं च दोसं च एत्थ जम्मम्मि / - तं पावइ परलोए तेण य अब्भासजोएण // - ઉપદેશમાલાના આ શ્લોકનો સ્થૂલ અર્થ કરીએ તો “જીવ આ જન્મમાં જે ગુણ કે દોષનો અભ્યાસ કરે છે તે અભ્યાસના કારણે તે ગુણ કે દોષ પરલોકમાં પામે છે.” આ લોકમાં જીવોની જે જે સારી કે નરસી પ્રવૃત્તિ અને તેમાં રસ સાહજિક દેખાતો હોય ત્યાં સમજવું કે એ જીવે પૂર્વભવમાં તે આચારો, પ્રવૃત્તિઓ અને ભાવનાઓ જીવનમાં અનેકવાર રસપૂર્વક આચરેલી હશે. આજ રીતે આ ભવમાં જે સારી કે નરસી પ્રવૃત્તિ જીવ વારંવાર કરે, રસપૂર્વક કરે, તેનાથી સંસ્કાર પડે છે. તે દ્વારા પરભવમાં તે પ્રવૃત્તિ અને તેમાં રસ તેને સાહજિક મળે છે. જેને શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોની પરલોકમાં જરૂર હોય તેણે આ ભવમાં શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોનો અભ્યાસ કરવો પડે. આ પ્રવૃત્તિથી મોહનીયકર્મના-ક્ષયોપશમથી અનુવિદ્ધ=મુક્ત જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આત્મામાં શુભ સંસ્કાર પડે છે અને સાથે સાથે શુભપ્રવૃત્તિથી પુણ્યબંધ દ્વારા સારા કાર્યને અનુકૂળ સામગ્રીઓ-અનુકૂળતાઓ મળે છે અને શુભ પરિણામના કારણે આત્મામાં મોહનીયનો ક્ષયોપશમ થવાથી ભવાંતરમાં પણ શુભ પરિણામ મળે છે. તેથી શુભ ક્રિયા અને શુભ પરિણામની નિરંતર વૃદ્ધિ થતા જીવ મોક્ષ સુધી પહોંચે છે. શુભક્રિયા શુભ પરિણામ જન્માવે છે, શુભ પરિણામ શુભ ક્રિયા કરાવે છે. આ રીતે બન્નેની વૃદ્ધિ અને શુદ્ધિ થવા પૂર્વક પરાકાષ્ઠા પમાય છે. માટે જીવનમાં અશુભ પ્રવૃત્તિઓને બને તેટલી છોડતા જવું - ઓછી કરતા જવું, અને શુભ ક્રિયામાં વારંવાર પ્રવર્તતા જવું. અશુભ ક્રિયાની ઇચ્છાથી-રસથી-વારંવારની પ્રવૃત્તિથી જીવ અશુભ પ્રવૃત્તિના સંસ્કાર નાખે છે, અશુભ કર્મ પણ બાંધે છે. અશુભ સંસ્કારોના પરિણામે જ્ઞાનાવરણનો લયોપશમ મોહનીયના ઉદયયુક્ત બની વિકૃત બનેલો ખોટી બુદ્ધિ-દોષયુક્ત બુદ્ધિછagaછgagaછ૪૭ ggg gg gg