________________ વ્યક્તિને સંઘ, સાધુ, શ્રાવક, કુટુંબ વચ્ચે રહેવાનું થાય તો એ બધાને પણ ખરાબ માનશે. એવા આત્માને ધર્મ ન અપાય. પહેલા સમ્યગ્દર્શન છે સમ્યકૂચારિત્ર? જેને સાધુ પર આદંર નહિ એના ચારિત્રની કિમત કેટલી? એના શ્રાવકપણાની કિંમત કેટલી? શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સાધુને બીજા સાધુ પર આદર ન હોય તો એ સાધુમાં સમ્યગ્દર્શન પણ નથી ને સમ્યગચારિત્ર પણ નથી. કોઈનામાં શક્તિ ઓછી હોય, ઉલ્લાસ ન થતો હોય ને ઓછી આરાધના કરે તો નભી શકે પણ સાધુ પર આદર ન હોય એ નભી ન શકે. જેને શેઠ પર, મુનિમ પર, આદરભાવ ન હોય એવા માણસનું શેઠ શું કરે ? રજા આપે કે બીજું કંઈ ? કર્મરાજા પણ જેને ધર્મ પર આદર ન હોય તેને રજા આપે એટલે? જૈનધર્મમાંથી બાકાત કરે. દેવલોકમાં કિલ્બિષિકપણામાં, ચંડાળપણામાં કોણ ઉત્પન્ન થાય ? તપ ઓછો કરે, વ્રત પચ્ચખાણ ઓછા કરે એ ઉત્પન્ન થાય? ના, જેને તપ, સંયમ, સંયમી, જ્ઞાની, તપસ્વી, સંઘ પર અનાદર, તિરસ્કાર, અવગણના, નિંદાના ભાવ હોય એ આત્મા દેવલોકમાં ચંડાળ તરીકે ઉત્પન્ન થાય. બીજા પર તિરસ્કાર, અરુચિ કરવી એ ધર્મી આત્મા માટે ગાઢ અપ્રવૃત્તિ છે. પોતાની પ્રશંસા બીજા કરે એ સારું કે ખોટું? બાપ બેઠા હોય ને દીકરાની પ્રશંસા અજાણ્યો માણસ આવ્યો હોય એ કરે એ સારું કે ખોટું? સામાન્ય ધોરણથી દીકરાની ગેરહાજરીમાં દીકરાની પ્રશંસા થાય, હાજરને શું કહેવાનું? આપણે આપણી જ પ્રશંસા કરીએ અથવા સભા ભેગી થઈ આપણી પ્રશંસા કરે તો એ ગર્ણિત કે અગઈિત? જૂનાકાળમાં કંઈ સારું કાર્ય થયું હોય તો પોતે હારતોરા પહેરી લેતા કે માબાપને હારતોરા પહેરાવવામાં આવતા હતા ? માબાપને. કારણ કંઈ ? વડીલ છે, એમનાથી જ મને આ કાર્ય કરવાની બુદ્ધિ થઈ છે, માનપત્રને યોગ્ય તો વડીલો જ છે. આપણે આપણી પ્રશંસા કરાવીએ તો ગર્પિત કહેવાય. મોટી વ્યક્તિની મોટાઈ એમની નથી, પણ પુણ્યની છે. પુર્ણય ઉત્પન્ન થાય છે ભગવાનના શાસનથી, ભગવાનના શાસનના રૂપક તરીકે ગુરુ છે. મોટા પુરૂષ એમ કહે કે આ કામ મારાથી થયું છે તો એમનું પુણ્ય અટકે, પરમાત્મા, ગુરુનો પસાય છે એમ કહે તો પુણ્ય વધે. એમનો ઉપકાર માને તો મોટાઇ વધે, અને ન માને તો મોટાઈ સમાપ્ત થાય. એ જ રીતે વધુ ખાવું, વધુ બોલવું, ગમે તેમ બોલવું, અકાળે બોલવું એ પ્રવૃત્તિ ખરાબ કહેવાય.