________________ સંસારી પણ જાય; પણ વેપાર વગેરેની સીઝન હોય તો ? સંસારી આત્મા વ્યવહાર સાચવવા જાય અને ધર્મી આત્મા સમાધિ આપવા, ધર્મ આપવા જાય, એના આત્માને ટાઢક વળે માટે જાય. હવે બીમારના આત્માને ટાઢક વળે તેના માટે કોઈ સંસારી જાય ખરો ? એનું મન મૂંઝાતું હોય તો કોઈ સંસારી એને શાંતિથી પછે ખરા ? કેમ નથી પૂછતાં ? તો કે સંસારી આત્માને લાગે કે પૂછીએ અને એ કંઈ બતાડે તો આપણે ક્યાં ગળામાં ફાંસલો નાંખવો માથાકૂટ આપણે શું કામ કરવી ? સાંત્વન આપવા પણ સંસારી તૈયાર નથી. એકબાજુ ઘરમાં ઝઘડો ચાલતો હોય, બીજીબાજુ છોકરા ઉંધા ચાલતા હોય અને ત્રીજીબાજુ, માણસ મરવા પડ્યો હોય ત્યારે સંસારી જીવ ઉપેક્ષા કરે, ધર્મી આત્મા સાંત્વન આપે. એ રીતે ધર્મી આત્મા કોઈપણ ઝઘડામાં ભાગ લે ? આપણા બે લાખ રૂપિયા આપણો જ સગો ભાઈ ખાઈ જાય, દબાવી લે, ત્યારે ધર્મી આત્મા શું કરે ? અને સંસારી આત્મા શું કરે ? ભાઈની સામે કોર્ટે ચઢવું, ઝઘડો કરવો એ ગર્ધિત પ્રવૃત્તિ કહેવાય કે બીજું કંઈ ? માબાપની સામે ઝઘડો કરવો એ પ્રવૃત્તિ કેવી કહેવાય ? વહુ સાસુ-સસરા સાથે ઝઘડો કરે તે કેવું કહેવાય? સાસુ-સસરા અથવા માબાપ અથવા ગુરુ ભૂલ વગર પણ જે ઠપકો આપે એને સાંભળવો એ ધર્મની યોગ્યતા કહેવાય. અને સામે જવાબ આપવો, ઉશ્કેરાઈ જવું, ઝઘડો કરવો, પ્રતિકૂળ વર્તવું એ ગહિંત કહેવાય. આજુબાજુમાં પાડોશી સગા કાંઈ પૂછે અને આપણા મોઢે બળાપા નીકળે, આપણાથી ગુસ્સામાં આવીને ક્યારેક કોઈકની સામે બોલાઈ જાય તો એ હજી સંતવ્ય ગણાય, પણ કોઈ આપણા મોઢામાં આંગળા નાંખીને બોલાવડાવે અને આપણે બકવાટ કરીએ એ શું કહેવાય ? આજે કોની આગળથી વાત કઢાવવી હોય તો ન કઢાવી શકાય? આપણો ભત્રીજો પોતાના બાપને ગાળ દેતો હોય, એ કારણે એને ઘરેથી કાઢી મૂકે અને આપણા ઘરે તે છોકરો આવે તો ન રખાય કેમકે આજે બાપને ગાળો દે છે, કાલે આપણી સાથે વાંધો પડતાં, આપણે ત્યાંથી છૂટો પડી બીજે જ્યાં જશે ત્યાં આપણને ગાળ દેશે. આજે માણસને આખું જગત સારું લાગે, પણ કુટુંબ અને આજુબાજુવાળા જ ખરાબ લાગે છે. કુટુંબ અને આજુબાજુવાળા ખરાબ છે અને જગત સારું છે? ના, તો આ માન્યતા કોના ઘરની થાય છે? સ્વાર્થના ઘરની. જે પોતાના સ્વાર્થના કારણે પોતાના આજુબાજુનાને ખોટા ગણે એ ધર્મને યોગ્ય કહેવાય ? એવી જીવ છg૧પ જીવ પણ જીવવું