________________ આરાધના કરે તો સત્પષ બને છે. બ્રાહ્મી-સુંદરીએ ઈર્ષાથી પરવશ થઈ સ્ત્રી વેદ બાંધ્યો. મલ્લિનાથ ભગવાનના પૂર્વભવમાં છએ રાજાએ ઉગ્રતપ સરખો કર્યો હોત તો શું વાંધો આવત ? જણાવી કરવામાં ક્યાં નાનમ હતી ? બધા સરખુ પુન્ય બાંધત તો જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા તીર્થંકર થાત અથવા બધાના પરિણામો કાંઈ સરખા ઓછા થવાના હતા ? બાહ્ય સમાનતા રહે તો શું હરકત? પરંતુ મહત્તા રૂપી માન, બીજા મારી સમાન ન થાય તે રુપી ઇર્ષ્યા થવાથી માયા આવી, શુદ્ધ સત્વ દૂષિત થયું... માટે અનુકૂળ અને પ્રતિકૂળ બંને વિષયો જીવના સત્ત્વને હણે છે અને જીવને સંકલ્પ વિકલ્પને પરવશ બનાવે છે. માટે સત્ત્વશાળી પુરુષ અનુકૂળતાને મહત્તા આપતો નથી, અને પ્રતિકૂળતાને ગણકારતો નથી. આ વિષયો વિદ્યમાન હોય તો પરિણામ બગાડવા દ્વારા સત્ત્વને ઘટાડે છે. વિદ્યમાન ન હોય તો પણ અનિષ્ટના આવવાની કલ્પના, ઈષ્ટના જતા રહેવાની કલ્પનાથી પણ મન રાગ દ્વેષ વિહળ બની સત્ત્વહીન બને છે. જેમ ડોકટર પાસેથી મરણની આગાહી સાંભળી રોગની શંકાવાળો માણસ મરવા જેવો થાય છે તેમ આ વિષયોની પરવશતા માણસને પાંગળો બનાવે છે માટે બાહ્ય અને અત્યંતરથી વિષયોને પરવશ ન બનતા સદા સત્ત્વ વિકસાવવા પ્રયત્ન કરવો. 74