________________ વિચારવાથી ઇન્દ્રિયજય દ્વારા કષાય-નોકષાય ઉપર જય મેળવાય છે. આ રીતે જય મેળવનાર આત્મા મોક્ષે જાય છે. માટે તે જ મુક્તિ છે, અને કષાય અને ઈન્દ્રિયથી જીતાયેલા આત્મા એટલે કે કષાય અને ઇન્દ્રિયને પરવશ આત્મા અજ્ઞાન અને મિથ્યાત્વને પરવશ બને છે, અને સંસારમાં સુદીર્ઘ કાળ રખડે છે. માટે 'પરવશ બનનાર આત્મા એ જ સંસાર છે. જે કષાય-ઇન્દ્રિય પરવશ હોય તે પ્રાયઃ મિથ્યાત્વ તેમજ અજ્ઞાન પરવશ હોય ને સંસારમાં ભટકનાર બને. જે કષાય-ઇન્દ્રિય પરવશ ન હોય તેનામાં અજ્ઞાન અને મિથ્યાત્વ પ્રાય: ન હોય, કદાચ હોય તો પણ ઘટતા જતા હોય અને તેના કારણે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સન્મુખ બનેલો હોય છે. માટે જ અચરમાવર્તમાં કષાય તેમજ ઇન્દ્રિયની પરવશતા બતાવી છે, અને અપુનર્બન્ધકથી કષાય-ઇન્દ્રિય ઉપરનો ક્રમિક જય કહેલ છે. માટે કષાય અને ઇન્દ્રિયનો જય એ મોક્ષમાર્ગ છે. ઇન્દ્રિય પર જય મેળવવા વિષયોનો ત્યાગ અને વૈરાગ્યની ભાવના કરવી. વિષયોના ત્યાગ અને ભાવનાથી નોકષાયનો પણ જય થાય. જેમ જેમ નોકષાયનો જય થાય તેમ તેમ કષાયો પણ મંદ થાય છે. આમ શાસ્ત્ર અધ્યયન અને ભાવનારૂપી જ્ઞાનથી તેમજ આચારની ચીવટથી મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય અને નોકષાયનો હ્રાસ થાય છે. તેથી જ શાસ્ત્રમાં જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી મોક્ષ કહ્યો છે. કષાય જય તે જ્ઞાનયોગ છે, ઇન્દ્રિય જય તે ક્રિયાયોગ છે. સંસાર અસત્વજ્ઞાન અને અસક્રિયાથી ઊભો થાય છે. અને તેનો નાશ સર્જ્ઞાન અને સક્રિયાથી થાય છે. માટે આચાર, અભ્યાસ અને ભાવનામાં પ્રયત કરવો, જેથી સિદ્ધિગતિ શીધ્ર પ્રાપ્ત થાય. . સી *