________________ ---- -- / भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् / “શી પરમાત્માની ભક્તિ એ પરમ આનંદરૂપ લક્ષ્મીનું બીજ છે.” આમાં ત્રણ વાત બતાવી છે-(૧) ભક્તિ ભગવાનની, પણ બીજાની નહિ, (2) બીજ પરમાનંદ લક્ષ્મીનું, પણ બીજી લક્ષ્મીનું કે બીજી વસ્તુનું નહિ, અને (3) બીજ ભક્તિને બતાવ્યું છે, પણ બીજી વાતને બીજ નથી બતાવ્યું. આ ત્રણેનો વિચાર કરવાનો છે. શ્રી પરમાત્મા ભૌતિક અને આધ્યાત્મિક સર્વ શક્તિઓના પ્રકૃષ્ટ સ્થાને છે, તેથી તેઓ બધી જ શક્તિઓના બીજ છે, છતાં બધી શક્તિઓમાં ચઢિયાતી શક્તિ પરમાનંદ છે. માટે લક્ષ્ય તરીકે તે બતાવ્યો છે. પરમાનંદ વીતરાગપણા વગર અને કેવળજ્ઞાન વગર નથી હોતો, માટે પરમાનંદમાં વીતરાગપણું અને કેવળજ્ઞાન પણ આવી જાય. વળી પરમાત્માની ઉપાસનાથી મળતી ભૌતિક શક્તિ પણ સ્થાયી નથી. એનું સ્વરૂપ નાશવંત છે. તેથી એ તુચ્છ-અલ્પકાલીન છે અને ક્યારેક દુર્ગતિનું કારણ બને છે. તેથી ભૌતિક કોઈ શક્તિ ઇચ્છવા જેવી નથી. આધ્યાત્મિક શક્તિઓનાં તરતમભેદે અને સ્વરૂપભેદે અનંત પ્રકારો છે. પરંતુ બધી જ શક્તિઓ પરાકાષ્ટાએ પરમાનંદની સાથે સંકળાયેલ છે. તેથી પરમાનંદ સંપદામાં કોઈપણ આધ્યાત્મિક શક્તિ બાકી નથી. તે બધામાં પરમાનંદને જ મુખ્યતા આપેલ છે કારણ સંસારી જીવો આનંદ-સુખ માટે જ બધી પ્રવૃત્તિ કરે છે. તેમને આત્મિક પરમાનંદ બતાવવાથી તેઓ તે તરફ ખેંચાય. વીતરાગતા વગર પરમાનંદ આવતો નથી. રાગ, દ્વેષ, કષાય, વિષયોનું ખેંચાણ-આ આનંદનો અનુભવ થવા દેતા નથી. પરમાત્મા પાસે પરમાનંદ મેળવવા અસંખ્ય યોગોથી, અસંખ્ય પ્રકારોથી પરમાત્માની અને એમની આજ્ઞાની ઉપાસના થતી હોવા છતાં અહીં ભક્તિને જ બતાવી છે, કારણ પરમાત્માની ભક્તિ જો બધા જ યોગોમાં વણાય તો તે યોગ મોક્ષનો યોગ બને છે. પરમાત્માની ભક્તિ જ કેમ? યોગની ભક્તિ ચાલે કે નહિ ? એ એક પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન મહાન અજ્ઞાનતા સૂચક છે, કારણ કે ડોકટરની શ્રદ્ધા વગર કે દવા બનાવનાર કંપનીની શ્રદ્ધા વગર દવા કંઈ કામ ન કરે. માટે બધે