________________ વર્ષોલ્લાસ વધે છે, ક્ષયોપશમ વધે છે, પુરુષાર્થમાં સદ્ભાવનામાં નિરંતર વૃદ્ધિ થાય છે. માટે આ આત્મજાગરણરૂપ-આત્મચિંતનરૂપ આત્મજાગરિકા કરવી તે બધા જ ધર્મી આત્માઓનું કર્તવ્ય છે. આ જ રીતે અનિત્યાદિ 12 (બાર) ભાવનાઓ બરાબર સમજવી, વિચારવી, યાદ રાખવી અને સંસારરસિક જીવોની વિચારણાની સામે બાર ભાવના યુક્ત વિચારણાઓ કરવી. આ વિચારણા-ભાવના એ શાસ્ત્રજ્ઞાનપૂર્વકની આલોચના છે. શાસ્ત્રોમાં “ભાવના ભવનાશિની” બતાવી છે, તે આ આલોચનાનો વિચારણારૂપ પ્રથમ પ્રકાર છે, જે વિવેજ્યુક્ત અને શાસ્ત્રસાપેક્ષ હોવાથી ભવનાશક બને છે. તેથી યોગનો સંગ્રહ કરે છે. આ વિચારણા પણ સ્વયં યોગરૂપ અને યોગની પરાકાષ્ટાએ પહોંચાડનાર છે. આ જ વિચારણાના પ્રકારમાં પોતાના દોષો ગુરુ પાસે કહેવા માટે પણ યાદ કરી સંકલન કરવા પડે તે માટે સાંજે પ્રતિક્રમણમાં અતિચારની ૮(આઠ) ગાથાનો કાયોત્સર્ગ શ્રાવક માટે છે, અને સાધુ માટે “સયણાસણન્નપાણે...” ગાથાની વિચારણારૂપ કાયોત્સર્ગ છે અહીં 8 ગાથા પંચાચારની છે, પરંતુ અતિચારને યાદ કરવા માટે છે. તેથી અતિચારની ગાથા એમ કહેવાય છે. એમ સાધુ માટે પણ આચારની ગાથા છે. આ દોષોની વિચારણા બાદ આલોચના વ્યવસ્થિત થાય છે. દોષોની તપાસ-જાંચ-નોંધ-ઉપસ્થિતિ એ પણ આ પ્રકારમાં લઇ શકાય. (2) વિચારક માણસ પોતાની વિચારણાની પક્કડ ન રાખતા યોગ્ય અને ઉચ્ચકક્ષાવાળા પાસે સલાહ માગે છે. જે પોતાના કાર્યમાં, માર્ગમાં, વિચારણામાં કે પ્રવૃત્તિમાં તેવી વિશિષ્ટ યોગ્ય વ્યક્તિની સલાહ, માર્ગદર્શન કે પોતાના કાર્યમાં અનુમતિ ઇચ્છે તે પણ વિચારક છે. કદાગ્રહી, ધારેલું કરનાર, બીજા ચિંતકને મહત્વ ન આપનાર-પોતાની વિચારણાને જ સર્વાંશે સત્ય સમજનાર એ હકીકતમાં આલોચક (વિચારક) જ નથી. માટે પોતે વિચારેલ માર્ગમાં વડીલોની સલાહ લેવી અનિવાર્ય છે. તેથી જ દરેક બાબતમાં ગુરુને, વડીલને, જવાબદાર વ્યક્તિને પૂછીને કરવું. આ રીતે યોગ્યને પૂછવું-કરેલ જણાવવું તે પણ આલોચન છે. સાધુને ગોચરી આલોચવાની (ગુરુને બતાવવાની) શાસ્ત્રમાં જે વિધિ છે તેમાં લખ્યું છે કે જ્યાં, જે રીતે લીધું હોય તે બધું વર્ણન કરે. કોઈ પણ દોષ પોતાને ન જણાય કે ન હોય તો પણ આ આલોચન જીવને અસગ્ગહમાંથી, છુપાવવામાંથી, પણ કઈ 111 પુરૂષ પણ