________________ સારાપણું, અસંકિલષ્ટપણે નિરંતર પ્રવર્તે છે. આ પ્રણિધાનની મંદતા હોય તો અશુભ સંસ્કાર ઉત્તેજિત થાય છે, અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થાય છે, અશુભ ઇચ્છાઓ જન્મે છે, એની તીવ્રતા જન્મે છે અને શુભ પ્રણિધાનને ફેરવીને અશુભ પ્રણિધાનો પણ જન્માવે છે. માટે પ્રણિધાન પછી જે પ્રવૃત્તિ બતાવી તે શુભ પ્રવૃત્તિ એ પ્રણિધાનને કાર્યાભિમુખ બનાવે. આ પ્રવૃત્તિ પણ સારા ઉપયોગરૂપ છે, અસંકિલષ્ટ છે. આ પ્રવૃત્તિ જો પ્રણિધાનમુલક અને વિશિષ્ટ હોય તો (1) અતિચારરહિત, (2) અપ્રમાદ, (3) આદર, (4) અપ્રસન્નતા, અને (5) ઉલ્લાસથી સભર હોય છે. આ પાંચે પ્રવૃત્તિના અને ઉપયોગના સારા અંશો છે. અસંકિલષ્ટતા, વિશુદ્ધિતાના પ્રેરક-સૂચક તત્ત્વ છે. - આ પાંચના કારણે પ્રવૃત્તિ દ્વારા આત્માનો જ્ઞાન, દર્શન, ઉપયોગ વિશેષ શુદ્ધ અને વિશિષ્ટ બને છે, સામાન્યથી ડામાડોળતા આવતી નથી. ઉપરોક્ત પાંચના પ્રતાપે બળવાન સારો ઉપયોગ આવે છે. બળવાન ઉપયોગના કારણે વિનો, પ્રવૃત્તિની પ્રતિકૂળતા, સાંયોગિક પ્રતિકૂળતા કે અનુત્સાહ વગેરે આવતા નથી અને નિકાચિત કર્મ સિવાયના બધા આંતરિક વિદ્ગો, કર્મના ઉદયો ખસી જાય છે. બાહ્યમાં સહન કરવાનો ઉલ્લાસ-બળ જન્મે છે. તેથી ઉત્તમ પ્રવૃત્તિ દ્વારા સારા ઉપયોગની વિશિષ્ટતા જન્મે છે અને વિધ્વજયનું બળ આપે છે. બાહ્ય મામુલી પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ નાશ પામે તે જઘન્ય વિશુદ્ધિ કહેવાય, વિધ્વજય પણ જઘન્ય કહેવાય. બાહ્ય વિશિષ્ટ પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ ઘટે અથવા ટકે તે મધ્યમ વિશુદ્ધિ કહેવાય. વિધ્વજય પણ મધ્યમ કહેવાય. બાહ્ય ગમે તેવી પ્રતિકૂળતા કે આંતરિક વિકલ્પોની પરિસ્થિતિમાં પણ જે ભાવના જ્ઞાનની વિચારણાથી વિશુદ્ધિ ઘટવા ન દે તે વિશિષ્ટ વિશુદ્ધિ કહેવાય. તેને ઉત્કૃષ્ટ વિધ્વજય કહેવાય. વિદ્ગોમાં મક્કમતા તે પણ જ્ઞાન-ઉપયોગને વિશુદ્ધ અને બળવાન બનાવે છે. આ રીતે બાહ્ય આંતર વિઘ્નોનો જય એ પણ એક પ્રકારનું આત્મવીર્ય અને શુભ સંસ્કાર છે, જે જ્ઞાનને પવિત્ર-વિશુદ્ધ રાખે છે. આ વિશુદ્ધિની સમજ આત્મ સંસ્કારની વૃદ્ધિથી સિદ્ધિ નામનો આત્મગુણ ઉત્પન્ન થાય છે. આ ગુણ એટલે