________________ પોતાને તે ગુણની અપ્રતિપાતી (ક્યારેય પણ ન પડે તેવા) તરીકે કે ક્ષાયિકભાવરૂપે પ્રાપ્તિ. આ પ્રાપ્તિના પ્રતાપે એ ગુણથી વિપરીત ભાવ ક્યારેય પણ ઉપયોગમાં આવતા નથી. ઉદાર માણસને ક્યારે પણ ન આપવાની બુદ્ધિ ન જાગે; સહનશીલ માણસને ક્યારેય સામનો કરવાની બુદ્ધિ ન જાગે તો સમજવું કે સિદ્ધિ છે. આ પછી વિનિયોગની શક્તિ પણ જન્મે છે - બીજાને પણ ગુણો ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ થાય છે અને સફળ થાય છે. ટુંકમાં જ્ઞાનના ઉપયોગને “ચિત્ત’ કહેવાય, તેમ તે જ્ઞાનની લબ્ધિને પણ જ્ઞાન ઉપયોગમાં હેતુભૂત હોવાથી ચિત્ત કહેવાય અને તેમાં નિર્મળતા આપાદક મોહનીય કર્મના ક્ષયોપશમો અને અન્તરાય કર્મના ક્ષયોપશમો જે સહકૃત કારણ બને તે અસંક્લિષ્ટ ચિત્તમાં કારણ છે, નિર્મળ જ્ઞાનોપયોગમાં કારણ છે તેથી તેને પણ કારણમાં કાર્યના ઉપચારથી “ચિત્ત” કહેવાય. સંકલેશ એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત અશુભ વિકલ્પો. આ પણ અશુભ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની અશુભતા એ પાપબંધનું, દુઃખબંધનું, મોહનું અને અજ્ઞાનનું કારણ છે. મોહનીયના બદલે મોહનીયનો ક્ષયોપશમ થવાથી સંકલેશના બદલે જ્ઞાન વિશુદ્ધ અને વિવેકસંપન્ન બને છે, ઉપશમપ્રધાન બને છે, સ્વ-પર ગુણકારી, કલ્યાણકારી બને છે. મોહનીયના બંધને ક્ષયોપશમયુક્ત વિશુદ્ધ જ્ઞાન તે આંતરિક ધન છે, આત્મ ઉન્નતિકારક છે, આત્મગુણપ્રાપક છે, શાશ્વત સ્થાન મેળવવાનું કારણ છે, પ્રસન્નતાદિ સાત્વિક ગુણોનું કારણ છે. આ બધું આત્મિક ધન છે અને એ જ પુણ્યબંધ અને પુણ્યોદય દ્વારા બાહ્ય સર્વ શક્તિઓ રૂપી બાહ્ય ધનનું કારણ છે. માટે જ્ઞાનની, ઉપયોગની વિશુદ્ધિ તે આત્મ ઉન્નતિરૂપ આંતરિક ધન છે અને જ્ઞાન, ઉપયોગની મલિનતા તે આંતરિક દરિદ્રતા છે, સંસારરૂપ-દુઃખરૂપ છે. માટે જ્ઞાન અને ઉપયોગની વિશુદ્ધિ માટે એના કારણોમાં સતત આદરવાળા થઈ પ્રયતશીલ બનવું. જ .*