________________ વધવા માટે રાખવાનો છે. અને સાધુએ શ્રાવકો સાથે પરિચય તેમને ઊંચે ચડાવવા માટે રાખવાનો છે. ભાવચારિત્ર માટે વ્યવહાર ચારિત્ર ઉત્તમ પાળવાનું. ભાવચારિત્ર જોઇતું હોય તો દેશવિરતિ ધર્મને વધારવાનો. આ રીતે ચારિત્ર ધર્મની આરાધના કરીએ તો આગળ જઈને ભાવચારિત્રની પ્રાપ્તિ થાય. માટે સંસારના વ્યવહાર, સામગ્રી, કાર્યો, પ્રવૃત્તિ ઘટાડવા તે પણ ચારિત્ર છે. આવા ચારિત્રમાં આગળ વધનારો ભાવચારિત્ર પામે, સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિ સુધી પણ પહોંચે.