________________ માંડવો હોય તો ધર્મથી ભ્રષ્ટ થવું જ પડે. જે ધર્મી ન હોય, પાપી હોય, ધર્મ પ્રત્યે તિરસ્કારવાળા હોય, અરુચિવાળા હોય તેની સાથે વ્યવહાર કાપી નાંખે તેના આત્મામાં જ ધર્મ રહે. આપણે ત્યાં એટલે જ કહ્યું છે કે સમકિતી આત્મા ઈતર જોડે પરિચય ન રાખે-વ્યવહાર ન કરે. પ્રશ્ન :- સમ્યગ્દર્શન વિનાના હોય તેની જ સંખ્યા કેમ વધારે હોય ? ઉત્તર :- અસલ હીરાની સંખ્યા વધારે કે નકલી (ઇમીટેશન) હીરાની સંખ્યા વધારે ? પ્રશ્ન :- સંસારમાં રહ્યા હોઈએ તો વ્યવહાર કેવી રીતે ચલાવવો ? ઉત્તર :- પહેલી વાત એ છે કે વ્યવહાર ધર્મ પાળવો હોય તો વ્યવહાર ધર્મ જે ન પાળતાં હોય તો તેની સાથેનો વ્યવહાર કાપી નાંખો. જે ધર્મને શિરોધાર્ય કરે તેની સાથે જ વ્યવહાર રાખવો, અને જે ધર્મોન "Non Sense" કહે તેની સાથે બોલવું તે પણ અધર્મ છે. ' પ્રશ્ન - ફક્ત બોલવાથી પણ અધર્મ થાય ? ઉત્તર :- હા ! ગાંડા સાથે વાત કરે તે પણ ગાંડા કહેવાય. વ્યવહાર ધર્મ જેને પાળવો હોય તેને વ્યવહારથી જે ધર્મ વિમુખ હોય તેની સાથે વ્યવહાર બંધ કરી દેવો જોઈએ. જે ધર્મીને, ગુરુને, ધર્મના વ્યવહારને માથે ન રાખે તેની સાથે વ્યવહાર રાખવાથી વ્યવહારથી ધર્મભ્રષ્ટ થાય છે. સંસારી સાથેનો વ્યવહાર જેટલો વધારે એટલો ધર્મી જોડેનો વ્યવહાર મોળો પડે. નોકરી કરવી પડે તો ધર્મીને ત્યાં કરવી. ત્યાં નોકરી કરવાથી ધર્મ વધે છે. પર્વો આવે ત્યારે રજા પણ આપે. ધર્મમાં સહાય કરે. સાધુને શ્રાવક સાથે સંબંધ કે શ્રાવકને સાધુ જોડે (સંબંધો? વિશિષ્ટ કોટિના શ્રાવકને બાજુ પર મૂકીને બાકીના શ્રાવકો સાધુ ધર્મને નહિ જાણનારા, પોતાના સ્વાર્થ માટે સાધુ પાસે મંત્ર, મુહૂર્ત, રાખડી માંગતા હોય, જેમને સાધુ ધર્મની કદર ન હોય તેની સાથે સાધુ વધારે વ્યવહાર રાખે તો વ્યવહારથી સાધુ ધર્મભ્રષ્ટ થાય છે. શ્રાવકોએ સાધુ જોડે પરિચય રાખવાનો ખરો, પણ જ્ઞાન માટે, આંતરિક ધર્મ માટે, આચાર માટે, સમજણ માટે, શ્રદ્ધા માટે, ધર્મ માટે, ધર્મમાં આગળ gવજી ઉપજી છાપુજી/૧૦૦ જી જી જી જીરૂ