________________ માટીને દાબી દઇએ તો અનાજ ન ઊગે. માટીને ખોદીએ તો અનાજ થાય... માટી એકની એક છે, પણ કેટલો ફરક ? એક કઠોરને એક પોચી. તેમ જેને પાપનો ભય થાય તે પોચો થાય છે, તેમાં ધર્મ ઊગે છે. જેને પાપનો ભય નથી, આશ્રવ પ્રત્યે મીઠાશ છે, તે કઠોર થાય છે, તેમાં ધર્મ ઊગતો નથી. કઠોર કોણ ? પાપનો ભય જેનામાંથી નીકળી જાય છે... જે આત્મામાં પાપ પ્રત્યે અરુચિ આવે અને પાપનો ભય આવે તે આત્મામાં કોમળતા આવે... ઉપાશ્રયમાં કીડી નીકળે ને ઘરમાં કીડી નીકળે- તો બન્નેની કાળજીમાં ફરક પડે છે. જયણા બધા કાર્યની અંદર જોઈએ.. જમવા બેસો તો નીચે દાણો પડે તો ચલાવાય નહિ. વસ્તુ એંઠી મુકો તો ચલાવાય નહિ. આજે થાળી ધોઈને પીવાની એવો દરેક ઘરમાં કાયદો નથી. અમે એકેય પાતરાં ધોયાનું પાણી પરઠવીએ નહિ, પી જઈએ. અને તમારે ત્યાં થાળીનો એઠવાડ ગટરમાં નંખાય. ગટરમાં નાંખો તો મચ્છર થાય, સંમૂર્છાિમ જીવો થાય. પાછળ આશ્રવો કેટલા ? આશ્રવનો ભય ગયો એટલે આવું થાય. ઘરમાં વાસણ કેટલાં જોઇએ? બે થાળી હોય તો ચાલે... કરકસરથી વપરાય. વધારે વાસણ હોય તો વધારે બગડે. રાખવા પડે તે વાત જુદી; પણ બને તેટલા ઓછા રાખવા. જયણાથી કામ કરવું. આવી વાતો પાપનો ભય હોય તેના જીવનમાં આવે. જેના જીવનમાં પાપનો ભય નથી તેનું “બારદાન હાજર, માલ ગેરહાજર જેવો ઘાટ થાય. બારદાન સારુ બનાવવા કોણ મહેનત કરે ? માલ વહેચવો હોય તે. બહાર આબરૂ જોઇએ તો બારદાન સારુ. આજે લોકોને ધર્મક્રિયા, ધર્મસ્થાનોમાં જવાથી આબરૂ વધશે આવી વિચારણા નથી, નહીંતર આબરૂ જમાવવા ખાતર પણ ધર્મક્રિયા કરે. જૂનાકાળમાં ચાંદલો જોઇને વ્યવહાર કરતાં હતાં, અત્યારે ચાંદલો જોઈને દૂર ભાગે. જેને ધર્મ નથી ગમતો તેવાની સાથે વ્યવહાર જેને ગમે તે વ્યવહારથી પણ ધર્મી ન કહેવાય, પણ જેને ધર્મ નથી ગમતો તેવાની જોડે જેને વ્યવહાર નથી ગમતો તે વ્યવહારથી ધર્મી કહેવાય છે. જે વ્યવહારથી ધર્મરહિત છે તેની જોડે વ્યવહાર રાખે તો તેને વ્યવહારથી ધર્મભ્રષ્ટ થવું પડે. દીકરીના લગ્ન હોય, સામા પક્ષવાળા કહે, “રાત્રે ખવડાવવું પડશે, કંદમૂળ કરવું પડશે,” તો સામે પક્ષે જો ધર્મરુચિ વિનાના હોય અને તેવાની સાથે સંબંધ