________________ વિવેક અને દ્રવ્ય સંવર એ ત્રણે ભાવ ઉપશમ વગેરેને ઉત્પન્ન કરવામાં, વધારવામાં અને પરાકાષ્ટાએ પહોંચાડવામાં કારણ બને છે. ભાવ ઉપશમ વગેરે ઓળખાતા નથી. માટે દ્રવ્ય ઉપશમ વગેરે અપનાવતા અપનાવતા ભાવની-પ્રાપ્તિ થાય છે. ઉપશમના પ્રકાર :- સામી વ્યક્તિ સ્વસ્થ, શાન્ત ન હોય ત્યારે સ્પષ્ટ ભૂલ બતાવવી, સ્પષ્ટ રીતે રોકવો, ટકોર કરવી કે કડક કહેવું તે એના કષાયોના ઉત્તેજન દ્વારા એના ઉપશમનો નાશ કરે છે. આવા અવસરે ન કહેતા સ્વસ્થ થયા પછી, થાક વગરની અવસ્થામાં, ખાઈ-પીને ઠંડો થયો હોય ત્યારે આવેશના કારણો, નુકશાન તેમજ ક્ષમાના લાભ વગેરે બતાવવાપૂર્વક મીઠા શબ્દોમાં જે ભૂલ બતાવાય તે દ્રવ્ય ઉપશમ છે. આ બીજા માટેની વાતમાં વિચારણા થઈ. પોતાને પોતાની બિમારી, લાચારી, કે દરિદ્રતા વગેરે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી ભાષામાં બીજા જે કાંઈ ટકોર કે સુચન કરે તે વખતે આપણું મન ઘણું ઉકળાટ કરે અને વચનથી અસભ્ય વચનો બોલવા તત્પર બને તેવા અવસરે ભાવ વગર પણ આલોકના નુકશાનને લક્ષમાં રાખીને શાન્ત બેસે, આબરૂના કારણે પણ મૌન રાખી સહન કરે, સત્વહીનતાના કારણે સહન કરે. પ્રેમ-વાત્સલ્યના કારણે પણ આવેશ દબાઈ જાય. વિશિષ્ટ ઘરાક વગેરેથી થતા લાભના પ્રલોભનથી પણ ગમ ખાઈને સહન કરી લે. એ જ રીતે ઉપશમ ભાવનાથી ભાવિત બનતા બનતા જીવમાં એક દ્રષ્ટિ ઉભી થાય છે, જેના કારણે a) પાપના ભયથી એ આવેશ ન કરતા શાન્ત બને. b) દુર્ગતિના ભયથી પણ શાન્ત બને. 8) ગુણના નાશના ભયથી શાન્ત રહે. 4) ગુણોના વિકાસ માટે સહન કરે. e) પુણ્ય માટે, સદ્ગતિ માટે, સ્વભાવ માટે સહન કરે. કેટલાકમાં દ્રવ્ય ઉપશમપણું હોય, કેટલાકમાં ભાવ ઉપશમપણું હોય. પ્રતિકૂળ સંયોગોમાં સહન કરવું, પ્રસન્ન રહેવું એ જેમ ઉપશમ છે, એમ અનુકૂળતામાં લેવાઈ ન જવું, અનુકૂળતાને હુંફ ન માનવી, એમાં પોતાનું પુણ્ય, ગૌરવ, મહત્તા ન દેખાવી તે પણ ઉપશમ છે. જ્યારે અનુકૂળતાની ઈચ્છા કરવી, અનુકૂળતા ન મળે તો અકળાવું, પ્રતિકૂળ વર્તનાર સાથે ઝઘડવું તે અનુપશમ છે. આમાં પણ ક્રોધને જગાડવાની યોગ્યતા છે, ક્રોધનું જ એક રૂપાંતર છે. માનઅપમાનમાં પણ ઉપશાંત બનવું, માન ઇચ્છવું નહિ, અપમાનમાં અકળાવું નહિ.