________________ धन्योऽहं कृतपुण्योऽहं यत्प्राप्तं जिनशासनम् // અનંત ઉપકારી અરિહંત પરમાત્માનું તારક શાસન પ્રચંડ પુણ્યોદયે આપણને પ્રાપ્ત થયું, જેમાં રહેલી સર્વ આરાધનાઓ, આરાધનાની સામગ્રીઓ અને શાસનના પ્રત્યેક અંગો કારક છે. જરૂર છે એના પ્રત્યે બહુમાન અને શ્રદ્ધા જગાવવાની. આ બન્ને તત્વો કોઇપણ આરાધનાના પ્રાણભૂત છે. તે બન્ને આવતા આરાધનાની તાકાત અને આત્માનો ક્ષયોપશમભાવ કંઈક ગણા વધી જતા હોય છે. શ્રાવક કુળમાં જન્મેલા એક ભાઈ રસ્તા પરથી પસાર થતા હતા ત્યાં અચાનક ચક્કર આવતા ઓટલા પર બેસી ગયા, બેભાન થઈ ગયા. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવ દેખાયો. કૂકડાના વેપારીને ત્યાં પાંજરામાં પૂરાયેલા પુષ્ટકાય કૂકડા તરીકે પોતાની જાત દેખાઈ. બીજા કૂકડાઓની હાંસી કરવામાં સમય વીત્યો, ત્યાં એક ઘરાકે ભાવતાલ કરી તેને ખરીદી લઈ થેલીમાં નાખ્યો. મોતના પંજાથી છૂટવા ધમપછાડા કરતા તે કૂકડાએ આજુબાજુ નજર નાખતા એક મહાત્મા દેખાયા. “આ સારા માણસ છે, મને બચાવશે” એમ માની ચીસાચીસ કરી મૂકી. તેથી કંટાળીને માલિકે ગળુ મરડી નાંખ્યું. અંતિમ સમયના સાધુદર્શન અને સાધુ પ્રત્યેના “આ સારા માણસ છે” આવા અવ્યક્ત આદર ભાવના કારણે તે કૂકડો મરીને માણસ થયો, શ્રાવક કુળમાં જન્મ મળ્યો. કુવલયમાળામાં પણ એક દ્રષ્ટાંત આવે છે. એક જાગારી દુઃખી થઈને મરવા પડ્યો છે. અંતિમ ઘડીઓ ગણતા એને તાપસોએ ઉઠાવી લાવી પ્રભુના મંદિરમાં પ્રભુની દ્રષ્ટિ સન્મુખ મૂક્યો. તે વિચારે છે કે મેં પુણ્ય કાંઈ કર્યું નથી અને પાપો પાર વિનાના કર્યા છે અને તેથી જ આજ સુધી પ્રભુના દર્શન પામ્યો નથી. આજ અંતિમ ઘડીએ પ્રભુના દર્શન પામ્યો છું તો તેનું જે ફળ હોય તે મને મળો. આમ વિચારતાં મૃત્યુ પામી મહદ્ધિક વ્યંતર દેવ થયો. આ રીતે મન, વચન, કાયાથી પ્રભુદર્શન-જાપ, પંચપરમેષ્ઠિના દર્શન, જાપ, ધર્મક્રિયા વગેરે જે કાંઈ ઓઘ-આદરથી કરવામાં આવે તો તેનું ફળ સંપ્રતિ મહારાજની જેમ અબજોથી પણ આંકી ન શકાય તેટલું મળે છે, તે નિશ્ચિત