________________ સમજવું. અને એથી પ્રમાદને છોડી બીજા બધા કાર્યો ગૌણ કરીને પણ ધર્મક્રિયાપ્રભુદર્શન-ભક્તિ વગેરે ખૂબ કરવી. જેનાથી આગળ ભૌતિક ઉન્નતિ અને ધર્મની યોગ્યતા પ્રાપ્ત થાય છે. પ્રભુશાસનના કોઈ પણ ધર્મ ઉપર વ્યક્ત આદર ધરાવનાર અને ઉત્તમ ઉપાસના કરનારને દેવલોકથી ઓછું ફળ ન મળે. અવ્યક્ત આદરઉપાસનાવાળાને દેવ અથવા મનુષ્યમાં મહાન સમૃદ્ધિવાળું અને ધર્મ પમાય તેવું સ્થાન મળે. માટે શ્રદ્ધા, ઉત્પન્ન કરી, ટકાવી શક્ય-પ્રભુદર્શન-પૂજા-જાપ-ભક્તિ સાધુ ઉપાસના-વંદન-સેવા-આદર વગેરેમાં પ્રવર્તવું. કેવલિ પ્રજ્ઞપ્ત કોઇપણ ધર્મ પ્રત્યે અરુચિ-ઉપેક્ષા કે અનાદર કરનારને ઘોર અંતરાય, દુર્ગતિની પરંપરા, રોગીપણું, દુર્ભાગીપણું, દુ:ખી દીનપણું અને કમોતે અનેક ભવોમાં મરવાનું મળે છે. માટે ગમે તેવી નુકસાની, આપત્તિ કે વિપરીત સંયોગોમાં પણ ધર્મ, ધર્મી, ધર્મસ્થાન કે ધર્મક્રિયાને અનાદર દ્રષ્ટિથી ન જોવા, તેની અવજ્ઞા ન કરવી, આશાતના ન કરવી, પરંતુ આરાધના ઉત્કૃષ્ટભાવે કરવી, જેથી સદ્ગતિની પરંપરા દ્વારા અને મોક્ષ સુધી પહોંચી શકાય. જીજી કફ કષકષ કg૮૮ | ggggggggggg